યોગી આદિત્યનાથની જેમ બુલડોઝરની કાર્યવાહી કરતા રાજ્યો પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે અને તમામ રાજ્યોને સૂચનાઓ પણ આપી છે. હવે રાજ્ય પરવાનગી વગર બુલડોઝરની કાર્યવાહી કરી શકશે નહીં. બુલડોઝરની કાર્યવાહી સામે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સ્ટે મુકી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે. આગામી સુનાવણી સુધી કોઈપણ રાજ્યમાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવશે નહીં.
બુલડોઝર એક્શન વિરૂદ્ધ અરજી પર સુપ્રીમ કોર્ટ હવે એક ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કોર્ટે બુલડોઝર કાર્યવાહીની મહિમા મંડન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે કહ્યું કે- આ રોકાવું જોઇએ.
સોલિસિટર જનરલે કહ્યું કે નોટિસ બાદ જ ગેરકાયદે બાંધકામ પર બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના પર જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે, રસ્તાઓ, શેરીઓ, ફૂટપાથ અથવા જાહેર સ્થળો પર થયેલા ગેરકાયદે બાંધકામોને યોગ્ય પ્રક્રિયા સાથે તોડી પાડવાની મંજૂરી આપવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ વાત કહી હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની બેંચ સમક્ષ સોલિસિટર તુષાર મહેતાએ કહ્યું હતું કે જ્યાં પણ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે, તે કાયદાકીય પ્રક્રિયાને અનુસરીને કરવામાં આવી છે. ચોક્કસ સમુદાયને નિશાન બનાવવાનો આરોપ ખોટો છે. એક રીતે ખોટો નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો :-