ભારત-પાકિસ્તાનની મેચને લઈને મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપનાર રાજકોટથી ઝડપાયો

Share this story

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચને લઇ ધમકી આપવાના મામલે રાજકોટમાં રહેતો કરણ માળી ઝડપાયો છે. મૂળ MPના કરણ માળીએ ધમકી આપી હતી. જેમાં લોરેન્સ બિશ્નોઈને મુક્ત કરો અથવા રૂ.500 કરોડની ખંડણી માગી હતી.

વર્લ્ડકપની ભારત-પાકિસ્તાનની મેચને લઈને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયો છે. માત્ર મજા લેવા મૂળ MP ના વીડિયો બ્લોગરે સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ વીડિયો બ્લોગર હાલ રાજકોટમાં રહે છે. રાજ્કોટમાં રહેતા કરણ માળીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. ત્યારે અલગ અલગ ધમકીઓ મળી હતી. જે પૈકીની એક ધમકી ઈમેલ મારફતે પણ મળી હતી. જે ઈમેલમાં નરેદ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી ભર્યો ઈમેલ મળતાની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી હતી. ત્યારે બુધવારની વહેલી સવારે ધમકી ભરેલ ઈમેલ કરનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કરણ નામના શખ્સની રાજકોટથી ધરપકડ કરી છે. પ્રાથમિક વિગતો સામે આવી છે કે માટે ટીખળ માટે કરણે ધમકી ભરેલ ઇમેલ કર્યો હતો. જેમાં પોલીસે વધુ તપાસ હાથધરી છે.

આ પણ વાંચો :-