સુરત સિવિલના ડોક્ટરોની જહેમત લેખે લાગી, ૫ વર્ષના બાળકનો હાથ જોડી દીધો

Share this story

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ૫ વર્ષનો ગૌરવને ૩ જાન્યુઆરીના રોજ ડીંડોલી વિસ્તારમાં એક ટ્રકના ચાલકે અડફેટે લીધો હતો. ગૌરવ જ્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે જ ટ્રક ચાલકે એને ટક્કર મારીને ઇજાગ્રસ્ત કર્યો હતો. જેમાં ટ્રકનું ટાયર ફરી વળતા તેનો હાથ શરીરથી છૂટો પડી ગયો હતો. બાળકનું નામ ગૌરવ જ્ઞાન હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દુર્ઘટનામાં બાળકનો હાથ કપાયો હતો. જેથી બાળકને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.

આ બાદ ગૌરવને ગૌરવને તાત્કાલિક શરીરથી જુદા પડેલા હાથની સાથે સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ૫ વર્ષના ગૌરવ સાથે થયેલી આ ઘટનાને સિવિલના ડોક્ટરે પણ ગંભીરતાથી લીધી હતી અને એની સારવારમાં કોઈ કસર ના રહે એ માટેની તકેદારી રાખવામાં આવી હતી. ગૌરવના શરીરથી જુદો પડી ગયેલો હાથ ફરીથી જોડવા માટે સુરત નવી સિવિલ હોસ્પિટલના અલગ અલગ ડિપાર્ટમેન્ટના ડોક્ટરો કામે લાગ્યા હતા. ૫ કલાકના ઓપરેશન બાદ અલગ અલગ ડિપાર્ટમેન્ટના ડોકટરની ટીમે ઇજાગ્રસ્ત ગૌરવના હાથને જોડવાનું સફળ ઓપરેશન કર્યું હતું.

સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, અકસ્માતમાં બાળકનો ડાબો હાથ છૂટો પડી ગયો હતો. આ ઘટના સવારે બની હતી અને બાદમાં બાળકને તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. બાળકની હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી જે સફળ રહી છે. પાંચ કલાક બાળકની સર્જરી ચાલી હતી.

આ પણ વાંચો :-