ઈસરોની ઐતિહાસીક સફળતા, ‘આદિત્ય એલ ૧’ નિર્ધારિત સ્થાને પહોચ્યું

Share this story

ઇસરો આજે એક નવો ઇતિહાસ રચ્યો છે. આજે ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L૧ તેના ગંતવ્ય સ્થાને પહોંચ્યું છે. આદિત્ય-L૧ ને સન-અર્થ લેગ્રેન્જ પોઈન્ટ ૧ (L૧) ની આસપાસ કોરોનલ ઓર્બિટમાં મૂકવામાં આવ્યું છે. ૨ સપ્ટેમ્બરના રોજ, ISROના PSLV-C૫૭ એ સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC), શ્રીહરિકોટાના બીજા લોન્ચ પેડ પરથી આદિત્ય-L1 અવકાશયાન સફળતાપૂર્વક લોન્ચ કર્યું. હવે તે આજે લગભગ ૪ વાગ્યની આસપાસ નિશ્ચિત L૧ પોઈન્ટ પર પહોંચ્યું છે.

આદિત્ય L૧ મિશન લાઈવ ભારતનું પ્રથમ સન મિશન આદિત્ય એલ ૧ આજે તેના ગંતવ્ય પર પહોચી ગયું છે. આદિત્ય L૧ ને સન – અર્થ- લેગ્રેંજ પોઈન્ટ ૧ ની આસપાસ કોરોનલ ઓર્બિટમાં મૂકવામાં આવ્યું છે. લેગ્રેન્જ પોઈન્ટ ૧ ની આસપાસ આદિત્યને પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવાનું કાર્ય આજે હાથ ધરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે L૧ એ અવકાશમાં એક એવી જગ્યા છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ સમાન છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ શનિવારે દેશના પ્રથમ અવકાશ-આધારિત મિશન ‘આદિત્ય L૧’ અવકાશયાનને સૂર્યનો અભ્યાસ કરવા માટે પૃથ્વીથી લગભગ ૧૫ લાખ કિલોમીટર દૂર તેની ફાઈનલ ઓર્બિટમાં મૂક્યું છે.  અવકાશયાન પૃથ્વીથી લગભગ ૧.૫ મિલિયન કિલોમીટર દૂર સૂર્ય-પૃથ્વી પ્રણાલીના લેગ્રેન્જ પોઈન્ટ ૧ L૧ ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં પહોંચ્યું હતું.