નવા જોરદાર ફીચર્સ સાથે આવી રહી છે Suzuki Swift : જાણો નેક્સ્ટ જનરેશનમાં લુકથી લઈને ડિઝાઇનમાં નવું શું હશે

Share this story

Suzuki Swift coming with new powerful features

  • મારુતિ સુઝુકી દ્વારા નેક્સ્ટ જનરેશન સ્વિફ્ટ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. Maruti swift ના આ અપડેટ મોડલમાં જોરદાર લુક અને લેટેસ્ટ ફીચર્સ જોવા મળશે.

Maruti suzuki કંપની સમયાંતરે પોતાની લોકપ્રિય કારને અપડેટ કરી અને નવા જનરેશન સાથે બજારમાં આવતી હોય છે. જેના ભાગરૂપે આ વર્ષે મારુતિ સુઝુકી (Maruti suzuki) દ્વારા નેક્સ્ટ જનરેશન સ્વિફ્ટ લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. Maruti swift ના આ અપડેટ મોડલમાં જોરદાર લુક અને લેટેસ્ટ ફીચર્સ જોવા મળશે. આ ઉપરાંત એવું પણ જાણવા મળી રહ્યું છે કે નવા સ્વીફ્ટના મોડલમાં એવરેજની પણ સારી ક્ષમતા જોવા મળશે.

મોડલ ચાલુ વર્ષમાં જ લોન્ચ કરી દેવામાં આવશે :

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો નેક્સ્ટ જનરેશન Suzuki Swiftના મોડલ ચાલુ વર્ષમાં જ લોન્ચ કરી દેવામાં આવશે. જેને નવા પ્લેટફોર્મ પર જ બનાવાઈ રહી છે. HEARTECH પ્લેટફોર્મ પર સ્વીફ્ટનું ચાલુ મોડેલ બનાવવામાં આવ્યું છે. જ્યારે નવા જનરેશનને નવા પ્લેટફોર્મ પર જ મજબૂત સ્ટીલના ઉપયોગ સાથે સુરક્ષિત રીતે બનાવવામાં આવશે.

શાનદાર સુવિધાઓ સાથે કારનો લુક અને ડિઝાઈન :

નેક્સ્ટ જનરેશન સ્વીફ્ટમાં શાનદાર સુવિધાઓ સાથે કારનો લુક અને ડિઝાઈનને વધુ સારી રીતે બનાવવામાં આવે છે. એટલે કે ઘણા બધા કોસ્મેટિક ફેરફારો પણ કરી દેવામાં આવ્યા છે. ડેસ્કબોર્ડ, ટેકનોલોજીથી સજ્જ, વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી અને મોટી ટચ સ્ક્રીન સાથે ઈન્ફોટનમેન્ટ સિસ્ટમ સહિત સુવિધાઓ મળે તેવું જણાઈ રહ્યું છે. સાથે સાથે સ્વીફ્ટના આ અપડેટ વર્ઝનમાં 1.2 લીટર નેચરલી એસ્પિરિટેડ પેટ્રોલ એન્જીન અને માઇલેજ પણ સારી આપવામાં આવી છે તેમ જ ટ્રાન્સમિશનમાં કોઈ ખાસ ફેરફાર ન કરાયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :-