Saturday, Sep 13, 2025

બોક્સ ઓફિસ પર ચાલ્યો સન્ની પાજીનો ‘હથોડો’, પહેલા જ દિવસે Gadar 2એ તોડી નાખ્યો OMG 2નો રેકોર્ડ

2 Min Read
  • અક્ષય કુમારની ફિલ્મને રિવ્યુના સંદર્ભમાં દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે તો સની દેઓલની ફિલ્મને બોક્સ ઓફિસ કલેક્શનના સંદર્ભમાં પ્રશંસા મળી રહી છે. કોને કરી સારી ઓપનિંગ ?

Gadar 2 Vs OMG 2 Box Office Collection : હાલ મોટા સ્ટાર્સની ઘણી ફિલ્મો એક સાથે રિલીઝ થઈ છે જેમાં સુપરસ્ટાર રજનીકાંતની જેલર, ચિરંજીવીની ભોલા શંકર, સની દેઓલની અમીષા પટેલની ગદર 2 અને અક્ષય કુમારની OMG 2નો સમાવેશ થાય છે. એવામાં ગદર 2 અને OMG 2 વચ્ચે શરૂઆતથી જ લડાઈ ચાલી રહી હતી અને ગઈ કાલે બંને ફિલ્મ એક સાથે રિલીઝ થયા બાદ તેના બોક્સ ઓફિસ પર કમાણીના આંકડા સામે આવ્યા છે.

અક્ષય કુમારની ફિલ્મને રિવ્યુના સંદર્ભમાં દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે ત્યારે સની દેઓલની ફિલ્મને બોક્સ ઓફિસ કલેક્શનના સંદર્ભમાં લોકો તરફથી પ્રશંસા મળી રહી છે. 22 વર્ષ પછી જ્યારે સની દેઓલ ફરી એકવાર મોટા પડદા પર તારા સિંહની ભૂમિકામાં દેખાયો અને ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ‘ ના નારા લગાવ્યા. ત્યારે પ્રેક્ષકોએ પણ તેને ઘણો સપોર્ટ કર્યો. આ બંને ફિલ્મોએ પ્રથમ દિવસે કેટલી કમાણી કરી છે તેના આંકડા સામે આવ્યા છે. જે ઘણા લોકોને આશ્ચર્યચકિત કરશે.

એક અહેવાલ મુજબ સની દેઓલ અને અમીષા પટેલની ગદર 2 એ પહેલા દિવસે 40 કરોડની બમ્પર ઓપનિંગ કરી છે તો તેની સામે અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની OMGએ માત્ર 9.50 કરોડની કમાણી કરી છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે બોક્સ ઓફિસ પર પહેલા દિવસે ગદર 2 એ OMG 2ને માત આપી દીધી છે.  આ કલેક્શન સાથે ગદર 2 વર્ષ 2023ની બીજી સૌથી મોટી ઓપનિંગ બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. પઠાણ 57 કરોડ સાથે નંબર વન પર છે.

આ પણ વાંચો :-

Share This Article