Saturday, Sep 13, 2025

સર જાડેજાનો શાનદાર ‘સ્વેગ’, પહેલા હેરસ્ટાઈલ ઠીક કરી પછી બોલિંગ કરી, વિડીયો થયો વાયરલ

3 Min Read
  • વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગ દરમિયાન સર જાડેજા ૩૦મી ઓવર બોલિંગ કરવા આવ્યા ત્યારે ગોગલ્સ ઉતાર્યા અને તેમાં જોઈને પોતાના વાળને સેટ કરીન બોલિંગની શરૂઆત કરી. હાલ વિડીયો થયો વાયરલ.

ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ એક ઈનિંગ અને ૧૪૧ રને જીતી લીધી છે. આ જીત સાથે ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ દાવમાં ૧૫૦ રન બનાવ્યા હતા.

જવાબમાં ભારતે પાંચ વિકેટે ૪૨૧ રન બનાવ્યા. પ્રથમ દાવના આધારે ભારતને ૨૭૧ રનની લીડ મળી હતી. બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝના બેટસમેનોએ ફરી એકવાર નિરાશ કર્યા હતા. બીજા દાવમાં વિન્ડીઝની ટીમ માત્ર ૧૩૦ રનમાં સમેટાઈ ગઈ હતી. હવે સીરિઝની બીજી મેચ ૨૦ જુલાઈથી ત્રિનિદાદમાં રમાશે.

આ જીત સાથે ભારતીય ટીમ શ્રેણીમાં ૧-૦થી આગળ થઈ ગઈ છે. જણાવી દઈએ કે આ ટેસ્ટ મેચમાં શાનદાર ૧૭૧ રન બનાવનાર યશસ્વી જયસ્વાલને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો. જ્યારે અશ્વિને મેચમાં ૧૨ વિકેટ લઈને અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે.

બંને ખેલાડીઓએ શાનદાર રમત બતાવીને ત્રીજા દિવસે ભારતને જીત અપાવી હતી. આ સિવાય ત્રીજા દિવસે વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગ દરમિયાન રવિન્દ્ર જાડેજાની એક સ્ટાઈલે લોકોનું મન જીતુ લીધું હતું. હાલ જાડેજાનો એ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વાત એમ છે કે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગ દરમિયાન સર જાડેજા ૩૦મી ઓવર બોલિંગ કરવા આવ્યા હતા. ત્યારે તેમણે પોતાની ક્ષમતા બતાવી હતી અને પોતાની જાતને સ્ટાઈલિશ રીતે રજૂ કરી હતી. બન્યું એવું કે જાડેજા બોલિંગ કરવા આવ્યો કે તરત જ ખેલાડીએ પહેલા પોતાના ગોગલ્સ ઉતાર્યા અને પોતાને ગોગલ્સમાં જોઈને પોતાના વાળને માવજત કરવા લાગ્યા.

https://twitter.com/Lord_Kartike/status/1680046980096208896?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1680046980096208896%7Ctwgr%5E88f5a3fd2d0b2bc293fb4d9f7a134ceda4ca570e%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Find-vs-wi-sir-jadejas-cool-swag-first-fixing-hairstyle-then-bowling-video-goes-viral

જ્યારે અમ્પાયરો રાહ જોઈ રહ્યા હતા કે બોલર ક્યારે બોલિંગ શરૂ કરશે. તેના વાળને માવજત કર્યા પછી અને ગોગલ્સમાં પોતાને જોયા પછી જાડેજા અમ્પાયર પાસે ગયો અને પછી તેણે બોલિંગ કરવા માટે તૈયાર હોવાનું કહ્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જાડેજાનો ‘સ્વેગ’ જોઈને ફેન્સ આ વીડિયો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે.

વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગમાં જાડેજાએ ૨ વિકેટ ઝડપી હતી.જણાવી દો કે જાડેજાએ પ્રથમ ઈનિંગમાં ૩ વિકેટ ઝડપી હતી. મેચમાં જયસ્વાલે ૧૭૧ રન, રોહિતે ૧૦૩ અને વિરાટ કોહલીએ ૭૬ રન બનાવ્યા હતા. હવે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ૨૦ જુલાઈએ રમાશે.

આ પણ વાંચો :-

Share This Article