ગુજરાતમાં થોડા દિવસના આરામ બાદ મેઘરાજાએ ફરીથી બેટિંગ કરવામાં શરું કરી દીધું છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૧૭ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વલસાડના ઉમેરગામ અને સુરતના કામરેજમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આજે હવામાન વિભાગે ૧૩ જિલ્લા અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે દાસે આજની હવામાન અંગેની આગાહીમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં સાત દિવસ છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું કે, આજે સુરત, ડાંગ,નવસારી, વલસાડ, તાપી દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે કહ્યું છે કે, ફરી એકવાર ભારે વરસાદ થવાનો છે. ૧૭ જુલાઈ સુધી પશ્ચિમી તટીય વિસ્તારો અને મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદની અપેક્ષા છે. ગુરુવારે હવામાન વિભાગે કહ્યું કે, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કોસ્ટલ કર્ણાટકમાં ૧૨ થી ૧૫ જુલાઈ સુધી ભારે વરસાદ પડશે. જુલાઈમાં વરસાદમાં ઘટાડો થવાને કારણે મધ્ય ભારત, પૂર્વ અને ઉત્તરપૂર્વમાં ઓછો વરસાદ પડશે.
આ દરમિયાન દ્વીપકલ્પના ભારત અને ઉત્તર-પશ્ચિમમાં ભારે વરસાદે અછતને આવરી લીધી છે. દેશના ૧૫૦ મોટા જળાશયોમાં ક્ષમતાના ૨૨ ટકા સુધી પાણીનો સંચય થયો હતો.ચોમાસાના બાકીના સમયમાં વધુ પાણી એકઠું થવાની ધારણા છે. ગયા અઠવાડિયે દેશના મોટા ભાગોમાં વરસાદ પછી ખરીફ પાકનું કામ ઝડપી ગતિએ શરૂ થયું છે.
આ પણ વાંચો :-