વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવારે ઓડિશાના પ્રવાસે છે. આજે તેમણે ઓડિશામાં સુભદ્રા યોજના શરૂ કરાવી હતી. આ સિવાય તેમણે અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. CJIના ઘરે જવા અને ગણેશ પૂજામાં ભાગ લેવાના વિવાદ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર નિવેદન આપ્યું છે. ભુવનેશ્વરમાં જાહેર સભાને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું કે જ્યારે મેં ગણેશ પૂજામાં ભાગ લીધો ત્યારે કોંગ્રેસ અને તેની સમગ્ર ઇકોસિસ્ટમને પ્રોબ્લેમ થઇ ગઇ.
તેમણે કહ્યું કે, થોડા દિવસ પહેલા મેં ગણપતિ પૂજામાં ભાગ લીધો તો, જેના કારણે કોંગ્રેસની ઈકોસિસ્ટમના લોકો પરેશાન અને ભડકેલા છે. સત્તાના ભૂખ્યા લોકોને ગણેશ પૂજાથી પરેશાની થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડના નિવાસસ્થાને ગણપતિ પૂજા સમારોહમાં ભાગ લીધો હતો, ત્યારબાદ તેમના ભાગ લેવા મુદ્દે ઘણી ચર્ચા થઈ અને વિપક્ષોએ તેના પર જોરદાર નિશાન સાધ્યું હતું.
કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, કર્ણાટકમાં જ્યાં તેમની સરકાર છે ત્યાં આ લોકોએ તેનાથી પણ મોટા ગુના કર્યા છે. આ લોકો ભગવાન ગણેશની મૂર્તિને જેલના સળિયા પાછળ મૂકી દે છે. તે તસવીરોથી આખો દેશ પરેશાન થઈ ગયો હતો. આ દ્વેષપૂર્ણ વિચારસરણી, સમાજમાં ઝેર ઓકવાની આ માનસિકતા આપણા દેશ માટે ખતરનાક છે, તેથી આવી નફરતપૂર્ણ શક્તિઓને આગળ વધવા દેવી જોઈએ નહીં. સાથે મળીને આપણે ઘણા મોટા સીમાચિહ્નો હાંસલ કરવાના છે. આપણે ઓડિશાને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું છે.
આ પણ વાંચો :-