મા અંબાજીના શરણે વડાપ્રધાન મોદી, ૫૮૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ

Share this story

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજીમાં દર્શને પહોંચ્યા છે. મહત્વનું છે કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રૂ.૫૯૫૦ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં યોજવામાં આવશે. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (GRIDE), જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.

પ્રધાનમંત્રી મોદીએ અંબાજી માતાના દર્શન કરવા કર્યા છે. અંબાજીમાં પ્રધાનમંત્રીના સ્વાગત માટે તડામાર તૈયારી કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં PMનું સ્વાગત આદિવાસી પરંપરા પ્રમાણે કરવામાં આવ્યું છે. આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા PMનું સ્વાગત કરવામાં આવ્યું હતું. PMના સ્વાગતમાં દાંતાના મંડાલી અને સનાલી લોકો ભાગ લીધો હતો. અંબાજી મંદિરના ચાચર ચોકમાં PMનું સ્વાગત કરાયું હતું.

શહેરી વિકાસ વિભાગ તરફથી ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં ગાંધીનગરમાં કલોલ નગરપાલિકાના ગટર અને સેપ્ટેજ મેનેજમેન્ટના વિસ્તરણનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે. પાટણના સિદ્ધપુરમાં ૧૩.૫૦ એમએલડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બનાસકાંઠામાં પાલનપુર નગરપાલિકા માટે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સાબરકાંઠામાં બાયડમાં ૦૫.૦૭ એમએલડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને મહેસાણાના વડનગરમાં ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ તમામ પ્રકલ્પોનું કુલ મૂલ્ય રૂ.૧૭૦ કરોડ છે.

આ પણ વાંચો :-