મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો, જામીન અરજી થઈ નામંજૂર, જાણો પૂર્વ ઉપમુખ્યમંત્રી પર શું છે આરોપ?

Share this story

સુપ્રીમ કોર્ટમાં સોમવારે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે સુનાવણી બાદ સિસોદિયા તરફથી દાખલ કરવામાં આવેલી જામીન અરજીને નામંજૂર કરી દીધી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની પીઠે કેન્દ્રીય તપાસ એજન્સી અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સિસોદિયા સામે તપાસ કરાઈ રહેલા કેસ પર ચુકાદો સંભળાવ્યો છે.

સુપ્રીમ કોર્ટે આ પહેલા કથિત દિલ્હી એક્સાઈઝ પોલિસી અને સિસોદિયા સામે કેસોના સંબંધમાં CBI અને EDને કેટાલક સવાલો પૂછ્યા હતા. સિસોદિયા ફેબ્રુઆરીથી જ કથિત લિકર કૌભાંડમાં જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટે આ મહિનાની શરૂઆતમાં સિસોદિયાની જામીન અરજી પર પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. સિસોદિયાએ પોતાની સામે બે અલગ-અલગ કેસોમાં જામીન માંગ્યા છે. જેમાંથી એક કેસ CBI અને બીજો કેસ EDએ દાખલ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે ભલે સિસોદિયાની જામીન અરજી નામંજૂર કરી દીધી હોય. પરંતુ કોર્ટે એ વાતનો આદેશ આપ્યો છે કે, સિસોદિયા સામેના કેસને ૬થી ૮ મહિનામાં પૂર્ણ કરી દેવો જોઈએ. જો કેસની પ્રક્રિયા ધીમી રહેશે તો, સિસોદિયા 3 મહિનામાં ફરીથી જામીન અરજી કરવા માટે હકદાર ગણાશે. તેવામાં હવે એ જોવાનું છે કે, સિસોદિયા શું ફરી ત્રણ મહિના બાદ કોર્ટ પહોંચે છે.

દિલ્હી લિકર કૌભાંડમાં મનીષ સિસોદિયા ફેબ્રુઆરીથી જેલમાં બંધ છે. ૧૭ ઓક્ટોબરે જ્યારે તેમની જામીન અરજી પર સુનાવણી થઈ તો કોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સિસોદિયા પર દિલ્હી લિકર પોલિસીમાં કૌભાંડ અને મની લોન્ડ્રિંગ કરવાનો આરોપ છે. ગત સુનાવણીમાં સિસોદિયાના વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું હતું કે, સિસોદિયા સામે કોઈ પૂરાવા નથી અને કૌભાંડ સાથે તેના કોઈ લેવાદેવા નથી. તેમ છતા પણ તેમને આરોપી બનાવાયા છે.

દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં ધરપકડ કરાયેલા સિસોદિયા એક માત્ર નેતા નથી. હાલમાં જ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની પણ EDએ ધરપકડ કરી હતી. તેમના તાર પણ EDએ આ કૌભાંડ સાથે જોડ્યા હતા. સંજય સિંહ પણ હજુ કસ્ટડીમાં જ છે. આમ આદમી પાર્ટીએ પોતાના નેતાઓ પર લાગેલા આરોપોને ફગાવ્યા છે.

આ પણ વાંચો :-