Monday, Dec 8, 2025

Pixie Curtis : દર મહિને 1 કરોડ રૂપિયા કમાય છે આ 11 વર્ષની બાળકી

3 Min Read

Pixie Curtis

  • Pixie Curtis : પિક્સી ઓસ્ટ્રેલિયન પબ્લિક રિલેશન ગુરુ, બિઝનેસવુમન અને સમાજસેવી રોક્સી જેસેન્કોની પુત્રી છે. નાનપણથી જ પિક્સીએ તેની માતાને વ્યવસાયમાં મદદ કરવાનું શરૂ કર્યું હતું.

ઘણીવાર લોકો નિવૃત્તિની ઉંમર સુધી જોઈએ તેટલું કમાઈ શકતા નથી. પરંતુ આ 11 વર્ષની છોકરીએ એટલું કમાઈ લીધું છે કે હવે તે નિવૃત્તિ લઈ રહી છે. અમે વાત કરી રહ્યા છીએ ઓસ્ટ્રેલિયામાં (Australia) રહેતા પિક્સી કર્ટિસની (Pixie Curtis). આ ઉંમરે આંત્રપ્રેન્યોર બની ગયેલી પિક્સી રમકડાની (toy) દુકાન ધરાવે છે. એટલું જ નહીં Pixie પાસે કરોડોની કિંમતનો બંગલો અને લક્ઝુરિયસ કાર પણ છે. આવો જાણીએ 11 વર્ષની આંત્રપ્રિન્યોર વિશે…

આ રીતે કરે છે કરોડોની કમાણી :

વાસ્તવમાં પિક્સી ઓસ્ટ્રેલિયાના પબ્લિક રિલેશન ગુરુ, બિઝનેસવુમન અને સોશિયલ વર્કર રોક્સી જેસેન્કોની પુત્રી છે. નાનપણથી જ પિક્સીએ તેની માતાને તેના વ્યવસાયમાં મદદ કરવાનું શરૂ કર્યું અને પછી ખૂબ જ નાની ઉંમરે તેની પોતાની ઑનલાઇન રમકડાની દુકાન શરૂ કરીને એક ઉદ્યોગસાહસિક બની.

પિક્સીની માતા રોક્સીએ દાવો કર્યો હતો કે તેણે તાજેતરમાં ફિજેટ સ્પિનર ​​લોન્ચ કરીને દર મહિને £100,000 (આશરે રૂ. 1 કરોડ) કમાવ્યા છે. એટલું જ નહીં પિક્સી દ્વારા પ્રમોટ કરાયેલા અન્ય ઘણા રમકડાંનું પણ જોરદાર વેચાણ થાય છે. પરંતુ હવે તે તેના કામમાંથી નિવૃત્તિ લઈ રહી છે.

પિક્સીએ નિવૃત્તિ શા માટે લીધી?

જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો Pixie કથિત રીતે એટલા પૈસા કમાઈ ચૂકી છે કે હવે તે તેના કામમાંથી નિવૃત્ત થવા માંગે છે. પિક્સીની માતાના કહેવા પ્રમાણે હવે પિક્સી અભ્યાસમાં વધુ ધ્યાન આપવા માંગે છે. જો કે તેનો બિઝનેસ પહેલાની જેમ જ ચાલુ રહેશે. પરંતુ હવે તે પિક્સીને કામનું દબાણ આપવા માંગતી નથી.

No description available.

રોક્સીએ વધુમાં કહ્યું, ‘અમે અમારા વ્યવસાયના ભાવિ વિશે ચર્ચા કરી રહ્યા હતા અને અમે નક્કી કર્યું છે કે પિક્સીને બ્રેક આપવાનો સમય આવી ગયો છે. અમે ત્રણ વર્ષ પહેલાં ઑનલાઇન રમકડાંનો વ્યવસાય શરૂ કર્યો હતો અને તે ખૂબ જ સારો ચાલી રહ્યો છે. આ દરમિયાન, પિક્સીએ ખૂબ જ નાની ઉંમરે ઉદ્યોગસાહસિક બનીને વ્યવસાયની બારીકાઈઓ પણ શીખી હતી.

માતાએ મર્સિડીઝ ભેટમાં આપી હતી :

તાજેતરમાં રોક્સી અને પિક્સી સમાચારમાં હતા જ્યારે રોક્સીએ તેની પુત્રીને મોંઘી કારોનું કલેક્શન ગિફ્ટ કર્યું હતું. ત્યારપછી 10 વર્ષની પિક્સીને તેની માતાએ લગભગ બે કરોડની કિંમતની કાર ભેટમાં આપી હતી, જેમાં મર્સિડીઝ બેન્ઝ સહિત ઘણી લક્ઝરી કાર્સ સામેલ હતી.

આ પણ વાંચો :-

Share This Article