Home Blog Page 994

એકવાર ચાર્જ કરવાથી ૨૪ દિવસ સુધી ચાલનારો ફોન થયો લોન્ચ, કિંમત છે તમારા બજેટની..

0
  • બ્લેકવ્યૂ હંમેશા નક્કર ફોન ઓફર કરે છે. Blackview A200 Pro પણ ખૂબ જ મજબૂત લાગે છે. ફોનનું પ્રી-સેલ અમૂક સમય માટે જ છે.

સ્માર્ટફોન માર્કેટમાં વધુ એક ધાંસૂ ફોનની એન્ટ્રી થઈ ગઈ છે. તાજેતરમાં જ સ્માર્ટફોન નિર્માતા બ્લેકવ્યૂએ, Blackviewએ આકર્ષક ફિચર્સ સાથેનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જેનું નામ Blackview A200 Pro છે. ફોન Helio G99 ચિપસેટ પર રન કરે છે.

આમાં 108MP કેમેરા સેટઅપ છે. ફોનમાં 120Hzના રિફ્રેશ રેટ સાથે 6.6-ઈંચની AMOLED ડિસ્પ્લે છે. આ ફોન એન્ડ્રોઈડ 13-આધારિત DokeOS 4.0 સિસ્ટમ પર ચાલે છે. જાણો Blackview A200 Proની કિંમત અને ફિચર્સ..

Blackview A200 Pro સ્પેશિફિકેશન :

બ્લેકવ્યૂ હંમેશા નક્કર ફોન ઓફર કરે છે. Blackview A200 Pro પણ ખૂબ જ મજબૂત લાગે છે. ફોનનું પ્રી-સેલ અમૂક સમય માટે જ છે. ફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. જેમાં 108MP સેન્સર ઉપરાંત બે 2MP કેમેરા પણ સામેલ છે.

Blackview A200 Pro બેટરી :

Blackview A200 Proને 65W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,050mAh બેટરી મળે છે. જ્યારે બે 4G સિમનો ઉપયોગ કરવામાં આવે ત્યારે બેટરી 24 દિવસ સુધી ચાલી શકે છે. બેટરી ફોનને 7.5 કલાક ગેમિંગ, 20 કલાક મ્યૂઝિક પ્લેબેક, 25 કલાક કોલ ટાઈમ સુધી ચાલી શકે છે. આ ફોનની બેટરી ધાંસું રીતે પરફોર્મ કરી શકે છે. ફોનમાં 12GB/256GB રેમ/સ્ટોરેજ કોન્ફિગરેશન છે. આમાં 1TB સુધી માઈક્રોએસડી સપોર્ટ પણ છે.

Blackview A200 Proની ભારતમાં શું હશે કિંમત :

Blackview A200 Proના પ્રથમ હજાર ઓર્ડર માટે આની કિંમત $199 (લગભગ 16,500 રૂપિયા) છે. પ્રી-ઓર્ડર પછી ફોનની કિંમત ફરીથી $219.99 (18,319 રૂપિયા) થશે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં વરસાદને લઈને થઈ ફરી મોટી આગાહી ! શું ખેડૂતોને થશે આ વરસાદથી ફાયદો ?

0
  • ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી તારીખ ૧૭ થી 31 ઓગસ્ટ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં થશે વરસાદ.

રાજ્યભરમાંથી વરસાદે વિદાય લીધી છે છતાં વરસાદના ચોથા રાઉન્ડને લઈને વિધવિધ પ્રકારની આગાહીઓ થઈ રહી છે. આ બધાની વચ્ચે ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું કે ઓગસ્ટ મહિનામાં મઘા નક્ષત્રમાં પરિવર્તન થશે. નક્ષત્રમાં પરિવર્તન થવાને કારણે વાતાવરણમાં પલટો આવશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિના અંતિમ દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જેમાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. નર્મદાના ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવર બંધમાં પાણી આવક વધશે.

ગુજરાતમાં ૧૭થી ૨૪ ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા :

આગામી ૨૪ કલાકમાં ગુજરાતમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે. ૧૭ થી ૧૯ ઓગસ્ટ અને ૨૧થી ૨૪ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થશે. તો ૨૬ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે.

૨૬ થી ૩૧ ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે. તેઓએ જણાવ્યું છે કે ૨૧ ઓગસ્ટ બાદ બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થશે. બીજી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ રહેશે.

અંબાલાલના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલના દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આણંદ, નડિયાદ, ખેડા, માતર સહિતના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ રહેશે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ૩૦ અને ૩૧ ઓગસ્ટે મઘ નક્ષત્રમાં સારો વરસાદ થશે. મઘ નક્ષત્રમાં સારા વરસાદથી ખેડૂતોને ફાયદો થશે.

આ પણ વાંચો :-

સુરતમાં મહિલાઓએ ધમકાવતા યુવકોએ સળિયાથી માથું ફોડી નાખ્યું ? સામે આવ્યું હુમલાનું ચોંકાવનારું કારણ

0
  • સુરતના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં ૦૨ મહિલાઓને મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

વાયરલ થઈ રહેલા વિડીયોમાં બે યુવકો બે મહિલાઓને ઢોર માર મારી રહ્યા છે. ઈજાગ્રસ્ત થયેલી બંને મહિલાઓને સારવાર માટે હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી છે.

જે મુજબ મહિલાઓ હત્યાના ગુનામાં સાક્ષી બનેલા યુવકોને સમાધાન કરી લેવા માટે ધમકાવવા ગઈ હતી. જે બાદ બંને યુવકોએ તેમના લોખંડના સળિયાથી પર હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં બંને પક્ષોએ સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સુરતના અલથાણ વિસ્તારનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગૃહમંત્રીના મતવિસ્તારમાં જ યુવકોનો મહિલા પર હુમલો થતા અનેક સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારે પોલીસે આ મામલે એક્ટિવ થઈ હતી અને હુમલો કરનારા યુવકોને પકડી લીધા હતા.

જે બાદ હુમલો કરવા પાછળનું અલગ જ કારણ સામે આવી રહ્યું છે. જે મુજબ મહિલાઓ હત્યા કેસમાં સાક્ષીઓને સમાધાન માટે ધમકાવવા ગઈ હતી. દરમિયાન ગુસ્સે થયેલા યુવકોએ તેમને લાકડીથી માર માર્યો હતો.

મળતી માહિતી મુજબ, એક જૂના મર્ડર કેસમાં પ્રવીણ મારવાડી અને ચિંતન મિશ્રાના મર્ડરમાં મહિલાના પરિવારનો સદસ્ય આરોપી છે. મહિલાઓ યુવકોને ધમકાવવા ગઈ હતી અને સમાધાન કરવા દબાણ કરી રહી હતી.

યુવકોએ સમાધાનની ના પાડતા તેમણે ગેરવર્તણૂક કરી. એટલે ગુસ્સામાં યુવકોએ માર માર્યો. હાલમાં મહિલાઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને માર મારનારા યુવકોની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો :-

ગદર-૨ જોવા માટે રીતસર થઈ રહી છે પડાપડી, સ્વતંત્રતા દિવસે તો કમાણીનો રેકોર્ડ તૂટ્યો

  • Gadar ૨ : ગદર ૨ ફિલ્મ ૧૫મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના અવસરે એક જ દિવસમાં વિસ્ફોટક કમાણી કરતા બધાની આંખો પહોળી થઈ ગઈ છે. ફિલ્મ ક્રિટિક્સ માટે આ આંકડો અકલ્પનીય છે.

ગદર ૨ ફિલ્મે વાસ્તવમાં બોક્સ ઓફસ ઉપર પણ ગદર મચાવી દીધો છે. લોકો આ ફિલ્મ જોવા માટે રીતસરની પડાપડી કરી રહ્યા છે. સની દેઓલની ફિલ્મ બોક્સ ઓફિસ પર દરરોજ સફળતાના નવા ડંકા વગાડી રહી છે.

પાંચમા દિવસે ફિલ્મે જે કલેક્શન કર્યું છે તે તો જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. ગદર ૨ ફિલ્મે સ્વતંત્રતા દિવસ પર ખુબ કમાણી કરી છે.

ગદર ૨ની તાબડતોડ કમાણી :

ગદર ૨ ફિલ્મ ૧૫મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસના અવસરે એક જ દિવસમાં વિસ્ફોટક 55 કરોડની કમાણી કરી છે. ફિલ્મે ઈન્ડિપેન્ડન્સ ડે પર ઈતિહાસ રચી નાખ્યો છે. શુક્રવારે ૪૦ કરોડની ધમાકેદાર ઓપનિંગ કરનારી ફિલ્મે બીજા દિવસે ૪૩.૦૮ કરોડનું કલેક્શન કર્યું. ત્રીજા દિવસે ૫૧.૭ કરોડની કમાણી કરી. ચોથા દિવસે સોમવારે ૩૮.૭ કરોડ કમાણી કરી તથા પાંચમા દિવસે તો રેકોર્ડ જ તોડી નાખ્યો. આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન ૨૨૮ કરોડ જેટલું થઈ ગયું છે.

ગદર ૨એ રેકોર્ડ તોડ્યો :

સની દેઓલની ફિલ્મે ૨૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. ફિલ્મનું શાનદાર કલેક્શન મેકર્સ,  સ્ટારકાસ્ટ અને ફેન્સ માટે કોઈ મોટી ટ્રીટથી કમ નથી. ૨૨ વર્ષ બાદ આવેલી સનીની ગદર-૨ ફિલ્મે જે જબરદસ્ત રિસ્પોન્સ મેળવ્યો છે તે કાબિલે તારીફ છે.

સનીની મુવી સૌથી ઝડપથી ૨૦૦ કરોડ કમાનારી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ છે. બીજી બ્લોકબસ્ટર ફિલ્મો સાથે સરખામણી કરીએ તો પઠાણે ૪ દિવસમાં ૨૧૨.૫ કરોડ કમાણી કરી હતી. કેજીએફ (હિન્દી)એ ૫ દિવસમાં ૨૨૯ કરોડની કમાણી કરી હતી. બાહુબલી ૨એ ૬ દિવસમાં ૨૨૪ કરોડ કમાણી કરી હતી. ગદર ૨ ૫ દિવસનું ઓફિશિયલ કલેક્શન ૨૨૮ કરોડ ઉપર ગયું છે.

અનેક વર્ષો સુધી બેક ટુ બેક ફ્લોપ ફિલ્મો આપનારા સની દેઓલની કરિયર માટે ગદર ૨ સંજીવની બનીને આવી છે. તમને જાણીને આનંદ થશે કે સનીની ગદર ૨ ૨૦૦ કરોડ કમાનારી પહેલી ફિલ્મ છે. સની દેઓલની આ ફિલ્મ ૨૦૨૩ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બનવાની લાઈનમાં છે. હાલ આ રેંક ધ કેરલ સ્ટોરી પાસે છે જેની કમાણી ૨૪૨ કરોડ છે.

આ પણ વાંચો :-

ગીરની ગલીઓમાં દીપડાનો આતંક, મટાણામાં ૨૪ કલાકમાં દીપડાએ ૩ લોકો પર હુમલા કર્યા

0
  • ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં ૨૪ કલાકની અંદર જ ત્રણ વ્યક્તિ પર દીપડાનો હુમલો. દીપડો આદમખોર બનતા વનવિભાગ પણ હરકતમાં. દીપડાને પકડવા માટે કુલ ૮ પાંજરા મુક્યા.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં દીપડાએ હાહાકાર મચાવ્યો છે. આદમખોર દીપડાએ ૨૪ કલાકમાં ઉપરાઉપરી ત્રણ હુમલા કર્યા છે. ગત રોજ બે વર્ષના બાળકને પોતાના જ ઘરેથી ઉઠાવી મોતને ઘાટ ઉતાર્યો. તો વહેલી સવારે ગામના જ અન્ય એક વૃદ્ધા પર હુમલો કરતા વૃદ્ધા ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ગણતરી કલાકોમાં બે લોકો પર દીપડાના હુમલાથી મટાણા ગામમાં ભય ફેલાયો છે. ત્યારે મંગળવારે મોડી રાત્રે સુત્રાપાડાના મોરડીયા ગામે દીપડાએ ૭૫ વર્ષની વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો હતો. વૃદ્ધ મહિલા તેમના ઘરે ઓસરીમાં બેઠા હતા ત્યારે આદમખોર દીપડો તેમને ઉઠાવી ગયો હતો.

પહેલો હુમલો – પરિવારની નજર સામે બાળકને ઉઠાવ્યો :

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકના મટાણા ગામમાં ગણતરીના કલાકોના સમયમાં જ દીપડાએ એવો તે હાહાકાર મચાવ્યો કે ગામ લોકો ભયભીત થવા લાગ્યા છે. વાત જાણે એમ છે કે ગઈકાલે મોડી રાત્રે મટાણા ગામના રમેશભાઈ જાદવ નામનો પરિવાર પોતાના પરિવાર સાથે ભોજન લઈ અને ઘર માં બેઠા હતા અને તે દરમિયાન રમેશભાઈ જાદવ નામના ખેડૂતનો બે થી અઢી વર્ષનો બાળક પોતાના જ ફળિયામાં રમી રહ્યો હતો અને તેવામાં અચાનક આદમખોર દીપડાએ બાળક પર હુમલો કરી પોતાના જ પરિવારની નજર સામે બાળકને ઉઠાવી જતો રહ્યો.

જો કે અચાનક બાળકના પરિવારની નજર જતા બૂમાબૂમ કરવા લાગ્યા અને આસપાસના લોકો એકઠા થઈ બાળકની શોધખોળ કરવા લાગ્યા. જોકે કલાકોની શોધ ખોળ બાદ માનવી રમેશભાઈ નામના બે વર્ષના બાળકનો મૃતદેહ દૂર એક શેરડીના ખેતરમાંથી મળી આવ્યો.

જો કે તમામ ઘટના બાદ વન વિભાગ ને જાણ થતા વન વિભાગ એક્શનમાં આવી અને બાળકને પીએમ અર્થે ખસેડાયો હતો. અને આદમખોર દીપડાને પકડવા ચાર જેટલા પાંજરા મંગાવી દીપડાને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી.

બીજો હુમલો – ઓસરીમાં સૂતા વૃદ્ધા પર હુમલો  :

જોકે હજુ આ બાળકનું મૃતદેહને પીએમ પણ થયું ન હતું ત્યાં જ ગઈકાલે વહેલી સવારમાં મટાણા જ ગામના અન્ય એક વૃદ્ધા પોતાની જ ઓસરીમાં સૂઈ રહ્યા હતા અને ફરી એક વખત આદમખોર દીપડો આ વૃદ્ધા પર હુમલો કર્યો હતો.

જોકે ત્યારે પણ વૃદ્ધાના ઘરના લોકોની નજર પડતા દીપડો ત્યાંથી પલાયન થઈ નાસી ગયો હતો. પરંતુ ૭૫ વર્ષના વૃદ્ધા ને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી જેના કારણે આ પરિવાર વૃદ્ધા ન લઈ કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા.

ત્રીજો હુમલો – ઓસરીમાં બેઠેલા વૃદ્ધાને દીપડો ઉઠાવી ગયો :

મોડી રાત્રે સુત્રાપાડાના મોરડીયા ગામે દીપડાએ ૭૫ વર્ષની વૃદ્ધા પર દીપડાએ હુમલો કર્યો હતો. રાજીબેન કરસનભાઈ ચાંડેરા નામના વૃદ્ધ મહિલા તેમના ઘરે ઓસરીમાં બેઠા હતા ત્યારે આદમખોર દીપડો તેમને ઉઠાવી ગયો હતો હતો. પરિવારની નજર સામે જ ઉઠાવી જતા પરિવાર બૂમાબૂમ કરતા વૃદ્ધ મહિલાને વાડીમાં છોડી દીપડો નાસી છૂટ્યો છે.

આમ છેલ્લા ૨૪ કલાકની અંદર આ આદમખોર દીપડાએ 3 લોકો પર હુમલા કર્યા છે. મટાણા ગામે બે હુમલા જેમાં એક બાળકનું મોત થયું છે, તો બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર મામલે વન વિભાગને જાણ થતા અને ગણતરીના સમયમાં મટાણા ગામની અંદર આદમખોર દીપડાએ ત્રણ હુમલા કર્યા છે.

તેને લઈ વન વિભાગ પણ અચંબીત થઈ ગયું. ગામમાં વન વિભાગ સામે રોષ સાથે ભયનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે વન્યપ્રાણીઓ બાબતે સંવેદનશીલ જિલ્લામાં આર.એફ.ઓ.ની જગ્યા લાંબા સમયથી ખાલી છે.

આ પણ વાંચો :-

સાળંગપુર હનુમાન દાદાને શસ્ત્રોનો શણગાર, દર્શન કરવા લાખો ભક્તો પહોંચ્યા

0
  • સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાને આજે શસ્ત્રોનો દિવ્ય શણગાર કરાયો છે. આજે અધિક માસની અમાસ અને પુરુષોત્તમ મહિનાના છેલ્લા દિવસ નિમિત્તે હનુમાનજી દાદાને શસ્ત્રનો દિવ્ય શણગાર કરાયો છે.

હનુમાનજી દાદાની મૂર્તિ આજુબાજુ ૨૫૦૦ જેટલી તલવારો તેમજ ગદા અને કટારો મૂકાઈ છે. જેથી વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી.

May be an image of temple and text

May be an image of temple and text

May be an image of temple and text

No photo description available.

આ પણ વાંચો :-

એમ.એસ. યુનિવર્સિટીની હોસ્ટેલ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ પકડાયા

0
  • વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની હોસ્ટેલની એક રૂમમાંથી ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ પકડાયા છે. હોસ્ટેલની રૂમમાંથી વિદેશી દારૂ ભરેલા ગ્લાસ અને બોટલ મળી આવ્યાં હતા. જો કે આ ત્રણ વિદ્યાર્થીઓ હોસ્ટેલની રૂમમાંથી ભાગી ગયા હતા.

હાલમાં યુવાનોમાં ડ્રગ્સ અને દારૂનું સેવન ખૂબ વધી ગયું છે. યુવાનોમાં જાણે ટ્રેન્ડ બની ગયો હોય તેમ દારૂ યુવાનોમાં ફેલાઈ રહ્યો છે. હજુ તો ગુજરાત વિદ્યાપીઠની બોટલ પકડવાની ઘટના તાજી છે. એ સમયમાં તો વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની હોસ્ટેલની એક રૂમમાંથી ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ પકડાયા છે.

હોસ્ટેલની રૂમમાંથી વિદેશી દારૂ ભરેલા ગ્લાસ અને બોટલ મળી આવ્યાં હતા. જો કે આ ત્રણ વિદ્યાર્થીઓ હોસ્ટેલની રૂમમાંથી ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના બાદ હોસ્ટેલની સિક્યોરિટી પર સવાલો ઉભા થયા છે.

શું છે સમગ્ર ઘટના !

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં યુવાનોની દારૂની મહેફિલ ઝડપાઈ છે. એમ.એમ. હોસ્ટેલમાં યુનિવર્સિટી વિજિલન્સે દરોડા પાડયા હતા. ત્રણ વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો મેસેજ મળતાં ટીમ એમ.એસ.હોલ દોડી આવી હતી. જોકે વિદ્યાર્થીઓને ખબર પડી કે ચેકિંગ આવ્યું એટલે ભાગી છૂટ્યા હતા.

બે દિવસ પેહલા જ બે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા આવ્યા હતા. વિજિલન્સ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપવામાં આવી છે. ૩૪ નંબરની રૂમમાંથી દારૂ ભરેલા ગ્લાસ મળી આવ્યા હતા. ઉપરાંત દારૂની ખાલી બોટલ અને સિગરેટના બોક્સ પણ મળી આવ્યા હતા.

જો યુવાનો જ જાગૃત નહિ રહે જે પ્રતિબંધ છે તેનો ઉપયોગ સૌથી વધુ રહે છે. થોડા સમય પેહલા બનેલી ઘટના જે ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ માંથી મળી હતી તે રૂમના વિધ્યાર્થીનો પ્રવેશ રદ કરી દીધો હતો. પરંતુ હવે આમાં જોવું રહ્યું કે એમ.એસ.યુનિવર્સિટી પોતાની હોસ્ટેલના રૂમમાં દારૂની મહેફિલ માણતા હતા એ વિદ્યાર્થીઓ સામે કેવા પગલાં લેશે.

આ પણ વાંચો :-

પતિ અને સંતાનોને છોડીને પ્રેમી સાથે વિદેશ ભાગી ! સીમા હૈદર અને અંજુ બાદ હવે દીપિકા ચર્ચામાં..

0
  • સીમા હૈદર અને અંજુ બાદ હવે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની દીપિકાનું નામ ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા તેના બાળકોને છોડીને તેના પ્રેમી સાથે વિદેશ ભાગી ગઈ છે.

હાલમાં દીપિકાના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તપાસ ચાલી રહી છે પરંતુ હજુ સુધી દીપિકાનો કોઈ પત્તો મળ્યો નથી. વિસ્તારના લોકો તેને લવ જેહાદની ઘટના ગણાવી રહ્યા છે.

મામલો ડુંગરપુર જિલ્લાના ભમાઈ ગામનો છે. જ્યાં ૧૦ જુલાઈના રોજ એક મહિલા ઘરેથી કહ્યા વગર અન્ય સમાજના યુવક સાથે વિદેશ ગઈ હતી. મહિલાને બે બાળકો છે. એક દીકરી ૧૧ વર્ષની છે જ્યારે દીકરો ૦૭ વર્ષનો છે.

પત્ની ઘરમાંથી અચાનક ગાયબ થઈ જતાં પતિએ ચિત્રી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. પરંતુ હજુ સુધી તેનો પત્તો લાગ્યો નથી. જેના કારણે રોષે ભરાયેલા લોકોએ ગતરોજ એસપી કચેરીનો ઘેરાવ કર્યો હતો.

જણાવી દઈએ કે મહિલા બે બાળકો સાથે ગામમાં રહેતી હતી જ્યારે તેનો પતિ મુંબઈમાં કામ કરતો હતો. પતિની ગેરહાજરીમાં મહિલાઓ અવારનવાર ગુજરાત અને ઉદયપુર સારવાર માટે જતી હતી. ૧૦મી જુલાઈના રોજ પણ તે પોતાને બીમાર હોવાનું જણાવી સારવાર માટે ગુજરાતના ખેડબ્રહ્મા આવી હતી પરંતુ ૧૩મી જુલાઈ સુધી પરત આવી ન હતી.

દરમિયાન તેણે તેના પતિને વોટસએપ પર ફોન કરીને કહ્યું હતું કે, ‘તમે મારાથી નાખુશ હતા, તેથી હું તમારાથી દૂર આવી ગઈ છું…’ આ સાંભળીને પતિ ચોંકી ગયો હતો.

જ્યારે તે ઉતાવળમાં મુંબઈથી ઘરે આવ્યો ત્યારે તેને તેની પત્ની ગાયબ હોવાનું જણાયું. ઘરમાં તપાસ કરતાં લાખોની કિંમતના દાગીના અને રોકડ પણ ગાયબ હતી. જે બાદ પતિએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ હજુ ચાલુ છે.

મહિલાની બુરખો પહેરેલી તસવીર સામે આવી :

આ કેસમાં ચિત્રી પોલીસ સ્ટેશનના અધિકારી ગોવિંદ સિંહે જણાવ્યું કે મુકેશ પાટીદારે રિપોર્ટમાં જણાવ્યું છે કે તેની પત્ની દીપિકા ૭ જુલાઈ ૨૦૨૩ના રોજ ઘરેથી સારવારના નામે ગુજરાત જશે. ત્યાંથી પત્ની ગુમ થઈ ગઈ હતી. અમે તપાસ કરી રહ્યા છીએ. આ દરમિયાન મહિલાની કેટલીક તસવીરો સામે આવી છે.

જેમાં તે એક યુવક સાથે બુરખો પહેરેલી જોવા મળી રહી છે. જ્યારે બીજી તસવીરમાં તે સાડીમાં જોવા મળી રહી છે. આ ઘટના અંગે લોકો જુદી જુદી વાતો કરી રહ્યા છે. મહિલા કુવૈત જતી હોવાની વાત પણ સામે આવી રહી છે.

આ પણ વાંચો :-

અમદાવાદ પણ યુપી-બિહારના રસ્તે ? આ વિસ્તારમાં ફાયરિંગથી હાહાકાર

0
  • રામબાગ પાસેના પોલીસ સ્ટેશન નજીક એક અજાણ્યા શખ્સે રિવોલ્વરથી હવામાં કથિત ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ મણિનગર પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

અમદાવાદમાં મોડી સાંજે ફાયરિંગથી ઘટનાથી ખળભળાટ મચ્યો છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં કૃષ્ણબાગ પાસે ફરકી લસ્સી દુકાન પાસે ફાયરિંગની ઘટના બની છે. મણિનગર પોલીસે ધમકી આપનાર શખ્સને હાલ ઝડપી લીધો છે. એટલું જ નહીં ફાયરિંગ કરનાર શખ્સને મણીનગર પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ શરૂ કરાઈ છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે રામબાગ પાસેના પોલીસ સ્ટેશન નજીક એક અજાણ્યા શખ્સે રિવોલ્વરથી હવામાં કથિત ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ મણિનગર પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયરિંગ કરનાર યુવકને એકત્રિત થયેલ લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો.

મણિનગર એલ જી હોસ્પિટલ પાસેના ફરકી કુલ્ફી લસ્સીવાળા પાસેના માર્ગ પર યુવક બદુંક લઈને ફરતો હોવાની વાત સામે આવી હતી. ત્યારબાદ લોકોને ધમકાવીને ત્રણેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. હાલમાં મણિનગર પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરી પુછપરછ હાથ ધરાઈ રહી છે. આ ઘટનાને પગલે અધિકારીઓ દોડી આવ્યા હતા.

મણિનગરમાં બનેલી લૂંટ વિથ ફાયરિંગની ઘટનામાં લોકોના ટોળાએ વ્યક્તિને પકડવામાં આવ્યો હતો. પકડાયેલ વ્યક્તિ જયપુરનો રહેવાસી અને ૨૫ વર્ષીય હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવક વૃંદાવન જવેલર્સમાં ગયેલો અને લૂંટના ઇરાદે આવ્યો હતો.

પોલીસની પુછપરછમાં સામે આવ્યું છે કે આરોપીને દેવું થઈ ગયું હતું જેના કારણે જવેલર્સમાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ જવેલર્સે પ્રતિકાર કરતા આરોપી નાસી છૂટ્યો હતો. ૧૦૯ મરાઠા લાઈટ ઈન ફ્રન્ટ લાઈનમાં આર્મીમાં નોકરી કરે છે અને જમ્મુ કશ્મીરમાં નોકરી કરતો હોવાનું આરોપી સ્વીકારે છે.

જયપુરથી ગઈકાલે આવી ખોખરા પાસે હોટલમાં રોકાયો હતો. પરત ફરતા ફરતા જવેલર્સની દુકાને ગયો હતો. જ્યાં સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. આર્મ્સ એક્ટ મુજબ મણિનગર પોલીસ કાર્યવાહી કરશે.

આ પણ વાંચો :-

National Highwayના ટોલ પર મળેલી રસીદ ફેંકી ન દેતા, સાચવી રાખજો, મફતમાં મળશે ૦૫ સુવિધાઓ

0
  • નેશનલ હાઈવે કે બીજા કોઈ રોડ પર ટોલ ચુકવ્યા બાદ મળેલી પહોંચ ખૂબ કામમાં લાગે છે અને તેથી તેને ફેંકી ન દેતા સાચવી રાખવાની જરુર હોય છે.

નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ ચૂકવ્યા બાદ મળેલી પહોંચ કે રસીદ લોકો નકામી માનીને ફેંકી દેતા હોય છે પરંતુ અહીં જણાવેલી ચાર સુવિધાઓ જાણીને હવે તમે આ પહોંચી નક્કી જાળવી રાખવાના અને જાળવવા જેવી પણ છે કારણ કે તે હાઈવે પર ચાર પ્રકારની ઈમજરન્સીમાં તમને ખૂબ કામ લાગી જાય છે.

પહોંચની પાછળ લખેલા હોય છે ચાર ફોન નંબર 

ટોલ બૂથ પર પૈસા ચૂકવ્યા બાદ તમને જે રિસિપ્ટ મળે છે તેની આગળ-પાછળ તમને એકથી ચાર ફોન નંબર જરૂર દેખાશે. આ ફોન નંબર હેલ્પલાઈન, ક્રેન સર્વિસ, એમ્બ્યુલન્સ સર્વિસ અને પેટ્રોલ સર્વિસને આપવામાં આવે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા તમને આ તમામ સેવાઓ મુસાફરી દરમિયાન ટોલ કલેક્શન લેનમાં પૂરી પાડે છે. આ ચાર નંબર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સાઈટ http://tis.nhai.gov.in/TollInformation?TollPlazaID=200 પર પણ સરળતાથી મળી જશે.

ઈમરજન્સીના કિસ્સામાં 1033 અથવા 108 પર કોલ કરવાથી તરત મળશે મદદ : 

જો તમને રસ્તામાં કોઈ તકલીફ ઊભી થાય તો તમે નેશનલ હાઈવે હાઈવે ઓથોરિટીના હેલ્પલાઈન નંબર 1033 અથવા 108 પર કોલ કરી શકો છો, તમને આ સમય દરમિયાન તાત્કાલિક મદદ મળશે. આ સેવા ચોવીસ કલાક સુધી સતત ચાલે છે.

મેડિકલ ઈમરજન્સી નંબર :

ક્યારેક નેશનલ હાઈવે પર મુસાફરી કરતી વખતે અચાનક તબિયત બગડી જાય છે આવી સ્થિતિમાં તમે રસીદની સામે અથવા બીજી બાજુ આપેલા મેડિકલ ઈમરજન્સી નંબર પર કોલ કરી શકો છો. કોલ કર્યાંની 10 મિનિટમાં તમારી પાસે એમ્બ્યુલન્સ આવીને ઊભી રહેશે અને તમને મદદ મળી જશે.

પેટ્રોલ હેલ્પલાઈન નંબર :

હાઈવે પર જતી વખતે ઘણી વાર પેટ્રોલ કે ડીઝલ ખતમ થઈ જાય અને વચ્ચે પેટ્રોલ પંપ ન હોય ત્યારે તો મોટી મુસીબત સર્જાતી હોય છે પરંતુ આવી સ્થિતિમાં પણ તમને મદદ મળી શકે છે. જો અચાનક ઈંધણ ખૂટી જાય તો ચિંતા કરવાની જરૂર નથી.

તમે વાહન રસ્તાની બાજુમાં પાર્ક કરી શકો છો, રસીદ અથવા પેટ્રોલ નંબર પર આપેલા હેલ્પ લાઈન નંબર 8577051000 અને 7237999944 પર કોલ કરી શકો છો. જે પછી તરત તમને ૫ કે ૧૦ લીટર પેટ્રોલ પૂરુ પાડવામાં આવશે જોકે તેને માટે તમારે પૈસા ચુકવવા પડશે મફત નહીં મળે.

આ પણ વાંચો :-