Home Blog Page 99

બારામતીમાં ફરી વિમાન દુર્ઘટના: ટેકનિકલ ખામી બાદ ખેતરમાં ક્રેશ લેન્ડિંગ

0

પૂણે જિલ્લાના બારામતીમાં એરપોર્ટ પાસે આજે ફ્રી એકવાર એક ટ્રેનિંગ વિમાનનો એક્સિડન્ટ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ટેકઓફ કર્યાના થોડાક્ જ સમયમાં વિમાનમાં ટેકનિકલ ફેલ્યર થયું હતું અને વિમાન પાસેના ખેતરમાં ક્રેશ થઈ ગયું હતું. પ્રાપ્ત અહેવાલો અનુસાર આજે સવારે ટ્રેનિંગ સેશન દરમિયાન ટેકનિકલ ફેલ્યરને કારણે રેડબર્ડ ટ્રેનર એરક્રાફ્ટનું બારામતી ખાતે ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેકનિકલ ફેલ્યરને કારણે રેડબર્ડ દ્વારા સંચાલિત એક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ ઘટના બારામતી હવાઈ પટ્ટી વિસ્તારને અડીને આવેલા ગોજુબાવી ગામ પાસે બની હતી. જેના કારણે આ વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આજે સવારે સુમારે 8:40 વાગ્યે બનેલી આ ઘટનાથી સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા.

એરક્રાફ્ટ લેન્ડિંગ પહેલાં બહુ જ ઊંચાઇએ ઊડી રહ્યું હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે. પ્રત્યક્ષદર્શીઓ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર એરક્રાફ્ટ બહુ જ નીચે ઊડી રહ્યું હતું તેવે સમયે તેમાં ટેકનિક સમસ્યા સર્જાઈ હતી. ક્રેશ લેન્ડિંગની વાત કરવામાં આવે તો વિમાનની એક બાજુ જમીન પર અથડાઇ તે પહેલા લાઇટ પોલ સાથે તકરાયું હતું. એમ તેમણે જણાવ્યું હતું.

આ ઘટના સવારે 10:30થી 10:45ની વચ્ચે બની હતી. અમે પાસેના જ એક ખેતરમાં કામ કરી રહ્યા હતા. અચાનક એક વિમાન નીચે આવતું જોયું. ઉતરતી વખતે વિમાન સીધું આવીને જમીન પર અથડાયું ન હતું, પણ હવામાં ચક્કર ખાતું રહ્યું હતું અને પછી આ ખુલ્લી જગ્યામાં તૂટી પડ્યું હતું. સદનસીબે પાયલોટ વિમાનમાંથી સલામત રીતે બહાર નીકળી ગયા હતા.

પ્રાથમિક અહેવાલે અનુસાર તાલીમાર્થી પાયલટ સલામત રીતે બચી ગયો હતો અને તેને કોઈ મોટી ઈજા થઈ ન હતી. જોકે આ દુર્ઘટનાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તપાસ ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.

CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: પીએમ મોદીની અપીલ બાદ કાફલામાં ઘટાડો, હવે માત્ર 2 કાર સાથે જ કરશે મુસાફરી

વડાપ્રધાન મોદીએ પેટ્રોલ અને ડીઝલના ઉપયોગ પર કાપ મુકવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાનની આ અપીલને લઈને ગુજરાતમાં અમલ પણ શરૂ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાના કાફલાનો ઉપયોગ નહીં કરે, હવાઈ મુસાફરી પણ નહીં કરે, મુસાફરી કરવા માટે ખાલી સરકારી બસ અને ટ્રેનનો ઉપયોગ કરશે.

વડાપ્રધાને કરેલી પેટ્રોલ અને ડીઝલ બચાવવાની અપીલનો ગુજરાતમાં અમલ શરૂ થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હવે પોતાના કાફલાનો ઉપયોગ નહીં કરે. તેઓ બસ કે ટ્રેનમાં જ મુસાફરી કરશે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાંથી ચાર ગાડી હટાવવાનો નિર્ણય લીધો છે.

હવે મુખ્યમંત્રીના કાફલામાં માત્ર ત્રણ જ ગાડીઓ રહેશે. આ ઉપરાંત તેઓ જે તે જિલ્લાના પ્રવાસ દરમિયાન સ્થાનિક કક્ષાએથી મળતા કાફલાને પણ નહીં સ્વીકારે. આજે સવારે તેમણે પોતાના નિવાસ સ્થાનેથી નિકળતા જ આ નિર્ણયનો અમલ શરૂ કર્યો છે.

અમરેલી જિલ્લાના રાજુલા ખાતે ₹22 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક 108 બેડની હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘વીઆઈપી કલ્ચર’ ઘટાડવાની અપીલને અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે. સામાન્ય રીતે દસથી વધુ વાહનોના લશ્કરી કાફલા સાથે ફરતા મુખ્યમંત્રીએ શિસ્તનું ઉદાહરણ પૂરું પાડતા માત્ર બે જ કાર સાથે રાજુલા પહોંચીને સૌને ચોંકાવી દીધા હતા.

સુરતમાં 28 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’માં રાખી વૃદ્ધ સાથે 1.47 કરોડની ઠગાઈ કરનાર ઠગ ઝડપાયો

0

સુરત શહેરના એક ૭૨ વર્ષીય સિનિયર સિટીઝનને નિશાન બનાવી સાયબર માફિયાઓએ ‘ડિજિટલ એરેસ્ટ’ના બહાને રૂ. ૧.૪૭ કરોડથી વધુની રકમ પડાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે આ હાઈપ્રોફાઈલ કેસમાં ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે અમદાવાદના ગોતા વિસ્તારમાંથી મુખ્ય આરોપી ઉર્જિત સચ્ચિદાનંદ કવિની ધરપકડ કરી છે.

આરોપીએ વૃદ્ધને મની લોન્ડરિંગ અને દેશવિરોધી પ્રવૃત્તિના ખોટા કેસમાં ફસાવી સતત ૨૮ દિવસ સુધી માનસિક દબાણમાં રાખી આ જંગી રકમ પડાવી લીધી હતી.

સાયબર ગઠિયાઓએ ફરિયાદી વૃદ્ધને ફોન કરી પોતે મુંબઈ સાયબર ક્રાઈમ અને CBI ઓફિસર હોવાની ઓળખ આપી હતી. ગઠિયાઓએ એવી સ્ક્રિપ્ટ રચી હતી કે, ‘તમારા ઓળખ કાર્ડના નંબર પરથી લેવાયેલા સીમકાર્ડનો ઉપયોગ જેટ એરવેઝના નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસમાં થયો છે અને તેનાથી દેશવિરોધી મેસેજ મોકલાયા છે.’ આ સાંભળી ગભરાઈ ગયેલા વૃદ્ધને સતત ૨૮ દિવસ સુધી વીડિયો કોલ પર નજરકેદ હેઠળ રાખી ‘ડિજિટલ એરેસ્ટ’ કરાયા હતા.સાયબર ક્રાઈમની ટીમે જ્યારે તપાસ હાથ ધરી ત્યારે માલૂમ પડ્યું કે પીડિતના રૂ. ૧.૪૭ કરોડમાંથી રૂ. ૩૯ લાખ સીધા જ અમદાવાદના રહેવાસી ઉર્જિત કવિના ICICI બેંકના ખાતામાં ટ્રાન્સફર થયા હતા.

અમદાવાદના ‘સેવી સ્વરાજ-૧’ ફ્લેટમાં દરોડો પાડી પોલીસે ઉર્જિતને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આરોપીના આ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કુલ રૂ. ,૮૪,૯૩,૬૨૮ના શંકાસ્પદ વ્યવહારો થયા છે, જે દેશભરના લોકો સાથે થયેલી છેતરપિંડીના હોવાની આશંકા છે. NCCRP પોર્ટલ મુજબ મુખ્ય સૂત્રધાર ઉર્જિત કવિના આ એક જ એકાઉન્ટ વિરુદ્ધ દેશ વિવિધ રાજ્યોમાં ૧૨ ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

આયાત ડ્યુટી વધતાં સોનું ચાંદી ખરીદવા મુશ્કેલ થયા

સોનું એક વર્ષ સુધી નહીં ખરીદવાની અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી ત્યારથી જ સરકાર કોઈ પગલાં ભરશે એવી દહેશત હતી જ. અને બુધવારે સોના તથા ચાંદી પરની આયાત ડ્યુટી બમણાં કરતાં પણ વધારી દેતાં હવે સોનું તથા ચાંદી ખરીદવું મુશ્કેલ બની જશે. સોના અને ચાંદી પરની આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી છે.

બુધવારે એક સૂચના બહાર પાડી કિંમતી ધાતુઓની વિદેશી ખરીદી ઘટાડવા અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ ઓછું કરવાના પગલાંના ભાગ રૂપે આ પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

સરકારે સોના અને ચાંદીની આયાત પર 10 ટકા મૂળભૂત કસ્ટમ ડ્યુટી અને 5 ટકા કૃષિ માળખાગત અને વિકાસ ઉપકર લાદ્યો છે, જેનાથી અસરકારક આયાત કર 6 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવ્યો છે. મતલબ કે ભારતમાં આવતા સોના અને ચાંદીના દાગીના વેપારીઓ, ઝવેરીઓ અને અંતે ગ્રાહકો સુધી ઊંચા ભાવે પહોંચશે. જ્યારે આ નિર્ણયની આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ પર કોઈ અસર થશે નહીં, તે સ્થાનિક સોના અને ચાંદીના ભાવને અસર કરી શકે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં દેશવાસીઓને ઓછામાં ઓછા એક વર્ષ સુધી સોનાના દાગીના ન ખરીદવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “સોનાની ખરીદી એ એક બીજું પાસું છે જે વિદેશી ચલણનો ઘણો ઉપયોગ કરે છે. એક સમય હતો જ્યારે લોકો કટોકટી દરમિયાન રાષ્ટ્રીય હિત માટે સોનું દાન કરતા હતા. આજે, દાનની કોઈ જરૂર નથી, પરંતુ રાષ્ટ્રીય હિતમાં, આપણે નક્કી કરવું જોઈએ કે એક વર્ષ માટે, જો ઘરે કોઈ ઘટના હોય, તો આપણે સોનાના દાગીના નહીં ખરીદીએ.”

પીએમ મોદીની મોટી પહેલ: કાફલામાં 50% ગાડીઓ ઘટશે, ઈંધણ બચત માટે સરકારી વિભાગોને કડક સંદેશ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી ખર્ચ અને ઈંધણના વપરાશમાં ઘટાડો કરવા માટે એક મહત્વપૂર્ણ અને ઉદાહરણીય નિર્ણય લીધો છે. પીએમ મોદીએ પોતાની સુરક્ષા સંભાળતા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) ને નિર્દેશ આપ્યો છે કે તેમના કાફલામાં સામેલ ગાડીઓની સંખ્યામાં 50 ટકા સુધી ઘટાડો કરવામાં આવે. પીએમના આ નિર્ણયને સરકારના અન્ય મંત્રીઓ અને વિભાગો માટે પણ ખર્ચમાં બચત કરવાનો સ્પષ્ટ સંદેશ માનવામાં આવી રહ્યો છે.

ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન, પરંતુ નવી ખરીદી નહીં

સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન મોદીએ તેમના કાફલામાં ઈલેક્ટ્રિક વાહનો (EV) નો ઉપયોગ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જોકે, તેમણે સ્પષ્ટ સૂચના આપી છે કે આ માટે કોઈ નવી ગાડીઓ ખરીદવામાં નહીં આવે, જેથી સરકારી તિજોરી પર વધારાનો આર્થિક બોજ ન પડે. SPG દ્વારા પીએમના આ નિર્દેશો પર અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે અને સાથે સાથે સુરક્ષાની ‘બ્લૂ બુક’ મુજબના તમામ નિયમોનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે.

ઈંધણ બચાવવા જનતાને પણ અપીલ

તાજેતરમાં હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ દેશની જનતાને સોનું ન ખરીદવા અને ઈંધણ બચાવવા અપીલ કરી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને ઈરાન યુદ્ધ જેવી પરિસ્થિતિઓને કારણે કાચા તેલની કિંમતોમાં વધારો નોંધાયો છે, જ્યારે શિપિંગ વ્યવસ્થામાં પણ અવરોધ ઊભા થયા છે.

જોકે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં હાલમાં 60 દિવસ માટે પૂરતો તેલ અને ગેસનો જથ્થો ઉપલબ્ધ છે, તેમ છતાં ભવિષ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: 72 IAS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મુકાયા

રાજ્યના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. લાંબા સમયની રાહ જોયા બાદ આજે એકસાથે 72 IAS અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓમાં અનેક જિલ્લાના કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ગણગણાટ જોવા મળી રહ્યો છે.

આ આદેશો અનુસાર, અમદાવાદના કલેક્ટર સુજીત કુમારની બદલી કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે કરવામાં આવી છે, જ્યારે તેમના સ્થાને ભવ્ય વર્માને અમદાવાદના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરત કલેક્ટર તરીકે તેજસ પરમારની વરણી કરવામાં આવી છે. જામનગરના કમિશનર ડી.એન. મોદીને હવે ગાંધીનગરના વિકાસ કમિશનર તરીકે જવાબદારી સોંપાઈ છે, જ્યારે જે.એસ. પ્રજાપતિ ગાંધીનગરના નવા મ્યુનિસિપલ કમિશનર બનશે.

વિવિધ સરકારી નિગમોના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ

કચ્છના કલેક્ટર આનંદ પટેલને કમિશનર ઓફ સ્કૂલ તરીકે બદલી આપવામાં આવી છે, જેઓ પીએમ પોષણ યોજનાનો વધારાનો ચાર્જ પણ સંભાળશે. ભરૂચના કલેક્ટર ગૌરાંગ મકવાણાને ગેડા (GEDA) માં નિયામક તરીકે મુકવાની સાથે MD GPCL અને MD UGVCL નો મહત્વનો હવાલો સોંપાયો છે. આ ઉપરાંત, જૂનાગઢના નવા કમિશનર તરીકે પ્રભવ જોશીની નિમણૂક કરવામાં આવી છે અને જે.એન. વાઘેલાને ગીર સોમનાથના કલેક્ટર તરીકે જવાબદારી સોંપાઈ છે.

સુરત, વલસાડ અને દક્ષિણ ગુજરાતમાં મહત્વના ફેરફારો

નવા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની નિમણૂક

  • તેજસ દિલીપભાઈ પરમાર – નવા કલેક્ટર, સુરત
  • નિતિન વી. સાંગવાન – નવા કલેક્ટર, વલસાડ
  • દેવ ચૌધરી – નવા કલેક્ટર, તાપી-વ્યારા
  • મનીષ ગુરવાની – નવા કલેક્ટર, નવસારી
  • દેવેન્દ્ર પ્રકાશ મીના – જિલ્લા વિકાસ અધિકારી (DDO), સુરત

પશ્ચિમ બંગાળના હુગલીમાં TMC ઓફિસ ઉપરથી બોમ્બ-હથિયારોનો જથ્થો મળતા ખળભળાટ

0

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં હુગલી સ્ટેશન નજીક આવેલા હૉકર્સ માર્કેટના ધાબા પરથી મોટી માત્રામાં ધારદાર હથિયારો અને દેશી બોમ્બ મળી આવ્યા છે. ખાસ વાત એ છે કે, આ માર્કેટની નીચે જ તૃણમૂલ કોંગ્રેસ (TMC)નું પાર્ટી કાર્યાલય આવેલું હોવાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

બાતમીના આધારે પોલીસે કર્યો દરોડો

પોલીસને ગુપ્ત બાતમી મળતા તાત્કાલિક દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ડબ્બાઓમાં છુપાવી રાખવામાં આવેલા દેશી બોમ્બ અને તીક્ષ્ણ હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી તમામ શંકાસ્પદ સામગ્રી જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બોમ્બ સ્ક્વોડ અને પોલીસની ટીમે શરૂ કરી તપાસ

ઘટનાની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ અને પોલીસની વિશેષ ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.

અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી પાકા કામનો કેદી ફરાર, હાઈ સિક્યોરિટી તંત્રની પોલ ખુલ્લી

રાજ્યની સૌથી મોટી અને સુરક્ષિત મનાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચાલતી પોલમપોલ, સ્ટાફની બેદરકારી અને આંતરિક વિવાદોની વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદ સેન્ટ્રલ જેલના રેઢીયાળ તંત્રનો જીવતો જાગતો પુરાવો ત્યારે સામે આવ્યો જ્યારે હત્યા અને પોક્સોના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો પાકા કામનો કેદી માલદે રામાભાઈ પરમાર જેલના મેઈન ગેટમાંથી ફરાર થઈ ગયો. હાઈ સિક્યોરિટી ધરાવતી જેલમાંથી કેદી ભાગી છૂટતા જેલ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં જેલર દેવદત્તસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવી છે.

ગણતરી દરમિયાન ખુલ્યો કેદી ફરાર થવાનો ભાંડો

રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, જેલના બડા ચક્કર યાર્ડ નંબર-4માં કુલ 33 કેદીઓને રાખવામાં આવ્યા હતા. નિયમિત ગણતરી દરમિયાન માત્ર 32 કેદીઓ હાજર મળતા માલદે પરમાર ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ જેલમાં તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી હતી, પરંતુ કેદીનો કોઈ પત્તો લાગ્યો નહોતો. બાદમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા માલદે પરમાર જેલ સ્ટાફને ચકમો આપી મેઈન ગેટમાંથી બહાર નીકળતો નજરે પડ્યો હતો.

હત્યા અને પોક્સો કેસમાં ભોગવી રહ્યો હતો આજીવન કેદ

માલદે પરમાર સામે વર્ષ 2023માં પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં હત્યા, પોક્સો સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા હતા. વર્ષ 2025માં કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. શરૂઆતમાં તેને પોરબંદર જેલમાં રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજકોટ જેલમાં ખસેડવામાં આવ્યો હતો. તબિયત બગડતા તેને વર્ષ 2025માં સારવાર અને દેખરેખ માટે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યો હતો.

સુરતમાં કાળઝાળ ગરમી બની જીવલેણ: સચિનમાં કામદાર યુવકનું હીટ સ્ટ્રોકથી કરૂણ મોત

સુરત શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી હવે શ્રમજીવીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં કામ કરી રહેલા એક 28 વર્ષીય યુવકનું અચાનક બેભાન થઈને ઢળી પડ્યા બાદ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પ્રાથમિક રીતે યુવકનું મોત હીટ સ્ટ્રોકને કારણે થયું હોવાનું માનવામાં આવે છે.

ભાઈની નજર સામે જ ઢળી પડ્યો યુવક

આ ઘટના અંગે મૃતકના ભાઈ કુંદન કુમારે જણાવ્યું હતું કે, તેઓ સચિન કનસાડ રોડ પર ગયા હતા, જે રસ્તો એકદમ સૂમસામ છે અને ત્યાં લોકોની અવરજવર બહુ ઓછી હોય છે. અનુજ કુમાર ત્યાં રિપેરિંગ મશીન ચલાવતો હતો અને તે જ સમયે અસહ્ય ગરમીને કારણે તે અચાનક રસ્તા પર જ બેભાન થઈને ઢળી પડ્યો હતો.

ભાઈની નજર સામે જ જમીન પર પટકાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. કમનસીબે ફરજ પર હાજર તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ બિહારના ગોપાલગંજનો વતની 28 વર્ષીય અનુજ કુમાર રોજગારી અર્થે સુરત આવ્યો હતો, અને સચિન સ્થિત કંસાડ વિસ્તારમાં કામ કરતો હતો.

અનુજ કુમાર પોતાના પરિવાર માટે કમાનાર એકમાત્ર મુખ્ય વ્યક્તિ અને આધાર સ્તંભ હતો. તે સુરતમાં રહીને રીપેરીંગ મશીન ચલાવીને જે પણ કમાણી કરતો તે પોતાના વતન બિહાર ઘરે મોકલતો હતો. કાળઝાળ ગરમીએ એક ઝાટકે પરિવારનો માળો વિખેરી નાખતા મૃતક યુવકના પરિવારજનો ભારે શોકમાં ગરકાવ થઈ ગયા છે.

સુરત પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

કાળઝાળ ગરમીમાં રસ્તા પર સતત કામ કરવાના કારણે યુવકને હીટ સ્ટ્રોકની અસર થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. તેમ છતાં, સુરત પોલીસે આ અકાળે મોત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે જાણવા માટે કાયદેસરની તપાસ પણ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે બપોરના સમયે ખુલ્લામાં કામ કરતા લોકોએ ખાસ તકેદારી રાખવી જરૂરી બની ગઈ છે.

સેન્સેક્સ ધડામ, રોકાણકારોએ 10.16 લાખ કરોડ ગુમાવ્યા

0

રવિવારે વડાપ્રધાન મોદીએ પેટ્રોલ-ડીઝલની કરકસર કરવા તેમજ સોનું નહીં ખરીદવા જેવી અપીલ કર્યા બાદ તેની ગંભીર અસર શેરબજાર પર પડી છે. સોમવારે 1312 પોઈન્ટનું ગાબડું પડ્યા બાદ મંદળવારે પણ 1400 પોઈન્ટનું ગાબડું પડતાં રોકાણકારોએ 10.16 લાખ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને પશ્ચિમ એશિયામાં યુએસ-ઈરાન યુદ્ધને કારણે ઉદ્ભવેલા વિશાળ વૈશ્વિક તેલ સંકટથી ભારતના અર્થતંત્રને બચાવવા માટે ઘરેથી કામ કરવા, બળતણ, વીજળી અને વિદેશ પ્રવાસ ઘટાડવા અને સોનું ખરીદવા જેવા આર્થિક પગલાં અપનાવવા વિનંતી કરી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલે 105 ડોલરથી ઉપર વધી ગયા હોવાથી તેમણે વિદેશી હૂંડિયામણ અનામત બચાવવા માટે “આર્થિક સ્વ-બચાવ” ની પદ્ધતિની રૂપરેખા આપી હતી. એ બાદ સોમવારથી શેરબજારમાં કડાકો બોલી રહ્યો છે.

મંગળવારે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયું. બંને મુખ્ય શેરબજાર સૂચકાંકો, BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી, લાલ રંગમાં બંધ થયા હતા. BSE સેન્સેક્સ 1456.04 પોઈન્ટ ઘટીને 74,559.24 પોઈન્ટ પર બંધ થયો, જ્યારે નિફ્ટી 436.30 પોઈન્ટ ઘટીને 23,379.55 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, ઓપનએઆઈએ $4 બિલિયનના પ્રારંભિક રોકાણ સાથે ઓપનએઆઈ ડિપ્લોયમેન્ટ કંપની શરૂ કરવાની જાહેરાત કરી. કંપનીએ જણાવ્યું હતું કે આ પહેલનો હેતુ સંસ્થાઓને તેમના આવશ્યક વ્યવસાયિક કાર્યોમાં AI સિસ્ટમ્સ લાગુ કરવામાં મદદ કરવાનો છે. ક્રૂડ ઓઇલ વાયદાના ભાવ પ્રતિ બેરલે 100 ડોલરથી ઉપર વધ્યા, જે પાછલા સત્રના ફાયદાને વિસ્તૃત કરે છે; આ ત્યારે આવ્યું જ્યારે યુએસ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં લાંબા સમય સુધી અવરોધની ચિંતા વધી.
ટ્રમ્પે યુએસ-ઈરાન યુદ્ધવિરામની ટકાઉપણું પર પ્રશ્ન ઉઠાવ્યા અને તેહરાનના નવીનતમ શાંતિ પ્રસ્તાવને નકારી કાઢ્યા પછી ભૂરાજકીય તણાવ વધ્યો હતો.