Home Blog Page 100

સેન્સેક્સ ધડામ, રોકાણકારોએ 10.16 લાખ કરોડ ગુમાવ્યા

0

રવિવારે વડાપ્રધાન મોદીએ પેટ્રોલ-ડીઝલની કરકસર કરવા તેમજ સોનું નહીં ખરીદવા જેવી અપીલ કર્યા બાદ તેની ગંભીર અસર શેરબજાર પર પડી છે. સોમવારે 1312 પોઈન્ટનું ગાબડું પડ્યા બાદ મંદળવારે પણ 1400 પોઈન્ટનું ગાબડું પડતાં રોકાણકારોએ 10.16 લાખ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને પશ્ચિમ એશિયામાં યુએસ-ઈરાન યુદ્ધને કારણે ઉદ્ભવેલા વિશાળ વૈશ્વિક તેલ સંકટથી ભારતના અર્થતંત્રને બચાવવા માટે ઘરેથી કામ કરવા, બળતણ, વીજળી અને વિદેશ પ્રવાસ ઘટાડવા અને સોનું ખરીદવા જેવા આર્થિક પગલાં અપનાવવા વિનંતી કરી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલે 105 ડોલરથી ઉપર વધી ગયા હોવાથી તેમણે વિદેશી હૂંડિયામણ અનામત બચાવવા માટે “આર્થિક સ્વ-બચાવ” ની પદ્ધતિની રૂપરેખા આપી હતી. એ બાદ સોમવારથી શેરબજારમાં કડાકો બોલી રહ્યો છે.

મંગળવારે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ થયું. બંને મુખ્ય શેરબજાર સૂચકાંકો, BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી, લાલ રંગમાં બંધ થયા હતા. BSE સેન્સેક્સ 1456.04 પોઈન્ટ ઘટીને 74,559.24 પોઈન્ટ પર બંધ થયો, જ્યારે નિફ્ટી 436.30 પોઈન્ટ ઘટીને 23,379.55 પોઈન્ટ પર બંધ થયો હતો.
સોમવારે, ઓપનએઆઈએ $4 બિલિયનના પ્રારંભિક રોકાણ સાથે ઓપનએઆઈ ડિપ્લોયમેન્ટ કંપની શરૂ કરવાની જાહેરાત કરી. કંપનીએ જણાવ્યું હતું કે આ પહેલનો હેતુ સંસ્થાઓને તેમના આવશ્યક વ્યવસાયિક કાર્યોમાં AI સિસ્ટમ્સ લાગુ કરવામાં મદદ કરવાનો છે. ક્રૂડ ઓઇલ વાયદાના ભાવ પ્રતિ બેરલે 100 ડોલરથી ઉપર વધ્યા, જે પાછલા સત્રના ફાયદાને વિસ્તૃત કરે છે; આ ત્યારે આવ્યું જ્યારે યુએસ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં લાંબા સમય સુધી અવરોધની ચિંતા વધી.
ટ્રમ્પે યુએસ-ઈરાન યુદ્ધવિરામની ટકાઉપણું પર પ્રશ્ન ઉઠાવ્યા અને તેહરાનના નવીનતમ શાંતિ પ્રસ્તાવને નકારી કાઢ્યા પછી ભૂરાજકીય તણાવ વધ્યો હતો.

ઇંધણના ભાવ વધારાના સંકેત? પેટ્રોલ-ડીઝલ મુદ્દે હરદીપ સિંહ પુરીનું મોટું નિવેદન

0

ભારતમાં મોંઘવારીના મોરચે સામાન્ય જનતા માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈંધણના ભાવ અંગે એક મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ શકે છે.

CII એન્યુઅલ બિઝનેસ સમિટ 2026 માં બોલતા મંત્રીએ તેલ કંપનીઓની આર્થિક સ્થિતિ અને વૈશ્વિક તણાવ અંગે ખુલીને વાત કરી હતી.

શું ચૂંટણીઓને કારણે ભાવ રોકી રાખવામાં આવ્યા હતા?

છેલ્લા ઘણા સમયથી વિપક્ષ અને સામાન્ય જનતામાં એવી ચર્ચા હતી કે વિધાનસભાની ચૂંટણીઓને કારણે સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા નથી. જોકે, હરદીપ પુરીએ આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, “પેટ્રોલ-ડીઝલના ભાવ અને ચૂંટણીઓને કોઈ લેવાદેવા નથી. અમે છેલ્લા ચાર વર્ષથી કિંમતોમાં વધારો કર્યો નથી, પરંતુ હું એવું નથી કહી રહ્યો કે ભવિષ્યમાં પણ ભાવ નહીં વધે.

”તેલ કંપનીઓને દરરોજ ₹1,000 કરોડનું નુકસાનભાવ વધારાના સંકેત પાછળનું સૌથી મોટું કારણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ની ખરાબ નાણાકીય સ્થિતિ છે. મંત્રીએ ચોંકાવનારા આંકડા આપતા જણાવ્યું કે:

તેલ કંપનીઓ અત્યારે દરરોજ અંદાજે ₹1,000 કરોડનું જંગી નુકસાન વેઠી રહી છે.

કંપનીઓની અન્ડર-રિકવરી (ખર્ચ અને વેચાણ વચ્ચેનો તફાવત) ₹1,98,000 કરોડ સુધી પહોંચી ગઈ છે.

ચાલુ ત્રિમાસિક ગાળામાં કંપનીઓની ખોટ ₹1 લાખ કરોડને પાર કરી ગઈ છે.

પુરીએ ચિંતા વ્યક્ત કરી કે કંપનીઓ ગ્રાહકોને મોંઘવારીથી બચાવવા માટે અત્યાર સુધી આ આઘાત સહન કરી રહી છે, પરંતુ ગયા વર્ષે તેમણે જે નફો કર્યો હતો તે હવે પૂરો થઈ રહ્યો છે. કંપનીઓ ક્યાં સુધી આ નુકસાન સહન કરી શકશે તે એક મોટો પ્રશ્ન છે.

શું દેશમાં ઈંધણની અછત સર્જાશે?

ઈંધણની અછત અથવા ‘ડ્રાય આઉટ’ ની આશંકાઓને ફગાવી દેતા મંત્રીએ દેશવાસીઓને આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું કે સરકારે અત્યંત જવાબદારીપૂર્વક આ સંકટને સંભાળ્યું છે.

LPG (ગેસ) નું ઉત્પાદન જે પહેલા 35,000 ટન હતું, તે વધારીને હવે 55,000 થી 56,000 ટન કરવામાં આવ્યું છે.

દેશના લગભગ તમામ વિસ્તારોમાં ગેસનો પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે અને ક્યાંય પણ ઈંધણ ખૂટી પડવાની સ્થિતિ નથી.

ભારત પાસે કેટલા દિવસનો સ્ટોક સુરક્ષિત છે?

કોઈપણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે ભારત પાસે પૂરતો ઊર્જા ભંડાર હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ:

૧. કાચું તેલ (Crude Oil): 60 દિવસનો સ્ટોક.

૨. LNG (નેચરલ ગેસ): 60 દિવસનો સ્ટોક.

૩. LPG (રસોઈ ગેસ): 45 દિવસનો સ્ટોક.

આ ભંડાર ભારતની મહત્તમ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતો છે, જે કોઈપણ વૈશ્વિક કટોકટી સમયે દેશને સુરક્ષા પ્રદાન કરશે.

પીએમ મોદીનું વિઝન અને વૈશ્વિક યુદ્ધની અસરોકેન્દ્રીય મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ હાલના વૈશ્વિક તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જો આ વૈશ્વિક સંઘર્ષો લાંબો સમય ચાલશે, તો દેશની રાજકોષીય ખાધ અને આર્થિક સ્થિતિને નિયંત્રિત કરવા માટે સરકારને કડક નિર્ણયો લેવા પડી શકે છે.

છત્તીસગઢમાં તરબૂચ ખાધા બાદ 15 વર્ષના છોકરાનું મોત, જાણો ડોક્ટરે શું કહ્યું?

0

છત્તીસગઢના જાંજગીરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તરબૂચ ખાધા પછી 15 વર્ષના એક છોકરાનું મોત થયું છે. આ ઉપરાંત, ત્રણ અન્ય બાળકો બીમાર પડ્યા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ ઘટનાથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે, અને લોકો તરબૂચ ખાવાથી ડરી રહ્યા છે.

શું છે આખો મામલો?

આ ઘટના છત્તીસગઢના જાંજગીર-ચંપા જિલ્લાના ઘુરકોટ ગામમાં બની હતી. તરબૂચ ખાધા પછી 15 વર્ષના એક છોકરાનું મોત થયું હતું અને તેના પરિવારના ત્રણ બાળકો બીમાર પડ્યા હતા. મૃતકની ઓળખ 15 વર્ષના અખિલેશ તરીકે થઈ છે. બાળકો તેમના પરિવાર સાથે તેમના મામાના ઘરે મળવા આવ્યા હતા. પોડી દલ્હા ગામના રહેવાસી અખિલેશ ધીવર ધીવર ગામના રહેવાસી હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બીમાર પડેલા ત્રણ બાળકોની ઓળખ અવારિદ ગામના શ્રી ધીવર (4), ખટોલાના પિન્ટુ ધીવર (12) અને કોટગઢના હિતેશ ધીવર (13) તરીકે થઈ છે.

જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. એસ. કુજુરનું નિવેદન

જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. એસ. કુજુર તરફથી આ મામલે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તેમણે કહ્યું, “રવિવારે સાંજે બાળકોએ ઘરમાં સંગ્રહિત પ્રી-કટ તરબૂચ ખાધું. થોડા કલાકો પછી, અખિલેશને ઉલટી, ઝાડા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. પાછળથી અન્ય ત્રણ બાળકોમાં પણ આ જ લક્ષણો જોવા મળ્યા.

તેમની સ્થિતિ વધુ બગડતા, પરિવાર સોમવારે અલગ અલગ સમયે એમ્બ્યુલન્સ દ્વારા તેમને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયો. અખિલેશ પહોંચ્યા પછી તેને મૃત જાહેર કરવામાં આવ્યો. અન્ય ત્રણ બાળકોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ સારવાર લઈ રહ્યા છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ તપાસ માટે લઈ જવામાં આવ્યો છે, અને વિસેરાના નમૂના ફોરેન્સિક તપાસ માટે સાચવવામાં આવ્યા છે. ઘરમાં સંગ્રહિત અન્ય તરબૂચને લેબોરેટરી પરીક્ષણ માટે ફૂડ સેફ્ટી વિભાગમાં મોકલવામાં આવ્યો છે.”

શિસ્ત, સેવા અને સમર્પણનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે નર્સ: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત

આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની ઉજવણીરૂપે સુરત સિવિલ હોસ્પિટલમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં બે થી ત્રણ દાયકાઓ સુધીની લાંબી સેવાકીય કારકિર્દી બાદ નિવૃત્તિ મેળવનાર નર્સીસનું સન્માન કરાયું હતું.                    

      આ અવસરે પોલીસ કમિશનરે નર્સની ભૂમિકા દર્શાવતા કહ્યું કે, સમગ્ર સમાજમાં શિસ્ત, સેવા અને સમર્પણનું ઉત્તમ દ્રષ્ટાંત એટલે નર્સ. નર્સ દ્વારા પોતાના દરેક દર્દી પ્રત્યે નિ:સ્વાર્થ ભાવે કરાતી સેવાકીય પ્રવૃત્તિ સાચે જ પ્રેરણારૂપ છે. તેઓ નિરાશાને આશામાં પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે. તદ્દન અજાણ્યા લોકોને પોતીકા બનાવી દર્દીને શારીરીકની સાથે માનસિક સહાય આપી સ્વસ્થ કરવામાં નર્સની ભુમિકા અનેરી હોય છે.

        વધુમાં, કમિશનરે તબીબ અને દર્દી વચ્ચેની મહત્વની કડી સમાન નર્સને તેમની ઉત્તમ કામગીરી માટે અભિનંદન પાઠવી દર્દી સાથે હર હંમેશ સંયમ અને સ્મિત સાથે સકારાત્મક વલણ અપનાવી કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

            આ પ્રસંગે પૂર્વ હેલ્થ ડાયરેક્ટર(ગુજરાત) ડો.વિકાસબેન દેસાઈએ સારવાર દરમિયાન દર્દી પ્રત્યેના નર્સનાં વ્યવહાર, વર્તણુકનું મહત્વ જણાવી ‘વર્તનમાં પરિવર્તન’ વિષય પર ચર્ચા કરી હતી. જેમાં તેમણે નર્સના આંતરિક અને બાહ્ય પરિબળો જેવા કે, સંજોગ, ઉછેર, માનસિકતાને નિર્ણાયક ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ખાસ કરીને સરકારી હોસ્પિટલમાં આવતા દર્દી કે, જે શારીરિક, માનસિક અને આર્થિક સહિતની ઘણી વિષમ પરિસ્થિતિઓથી ઝઝૂમતા હોય છે ત્યાં દરેક નર્સને સંવેદનશીલતા સાથે કાર્ય કરવા જણાવ્યું હતું.

         આ પ્રસંગે સોફ્ટ સ્કીલ ટ્રેનર શ્રી પ્રિયંકાબેને દિવસ-રાત સેવાકીય કાર્યમાં જોડાયેલા નર્સોને ગમે તેવા સંજોગોમાં વાણી અને વર્તનમાં વિનમ્રતા રાખી રિએક્ટિવની જગ્યાએ રિસ્પોન્સિવ રીએકશન પર ભાર આપવા સમજાવ્યું હતું.

         આ કાર્યક્રમમાં સુરત સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ધારીત્રી પરમાર, RMO ડૉ કેતન નાયક, નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ નીરજાબેન પટેલ, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, પ્લાસ્ટિક સર્જન ડૉ.નિલેશ કાછડીયા, નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. ઇન્દ્રાવતી રાવ, નર્સિંગ એસોસિએશનના નિલેશ લાઠીયા, વીરેન પટેલ અને જગદીશ બુહા સહિત વિવિધ કોલેજના હેડ નર્સ, સ્ટાફ નર્સ, નર્સિંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ગુજરાતમાં આકરી ગરમીનો કહેર: 9 શહેરોમાં તાપમાન 43 ડિગ્રી પાર, અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાતમાં હાલમાં ભયંકર ગરમી પડી રહી છે. હીટવેવનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં પણ ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.3 ડિગ્રી સુધી પહોંચતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેરોમાં સામેલ થયું છે, જ્યાં તાપમાન 45.5 ડિગ્રી નોંધાયું તો કંડલા એરપોર્ટમાં પણ 45.4 ડિગ્રી તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. તંત્ર દ્વારા બપોર દરમિયાન બહાર નીકળવાનું ટાળવા અને પૂરતું પાણી પીવાની અપીલ કરી છે.રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નહીં, આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારની શક્યતા છે. રાજ્યમાં 4 દિવસ કાળઝાળ ગરમી પડવાની હવામાનની આગાહી છે. ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી શકે છે. પશ્વિમી પવનો ફૂંકાતા ગરમીની અસર રહેશે.

અગનભઠ્ઠીમાં બે પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાન શેકાઈ રહ્યા હોય તેવી સ્થિતિ છે. ગુજરાત-રાજસ્થાનમાં કાળઝાળ ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. દેશમાં સૌથી વધુ ગરમી રાજસ્થાનના બાડમેરમાં પડી રહી છે. બાડમેરમાં ગઈકાલે 47.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ફલૌદીમાં 46.8, જેસલમેરમાં 46.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના 9 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સુરેન્દ્રનગર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, આણંદ, રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદમાં યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી કરી છે.આજે પણ આ જ પ્રકારની સ્થિતિ યથાવત રહે તે પ્રકારની શક્યતા છે.

અમદાવાદમાં મહત્તમ તાપમાન 44.3 ડિગ્રી સુધી પહોંચતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કંડલા એરપોર્ટમાં પણ 45.4 ડિગ્રી તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. રાજકોટમાં 43.3 ડિગ્રી અને વડોદરામાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ગરમીથી સાવચેત રહેવાની સલાહ આપી છે. સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં હીટવેવની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર અને અમદાવાદમાં ગરમીનો કહેર વધશે. આણંદ, વડોદરા અને સુરત જિલ્લામાં પણ ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા છે. રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદ જિલ્લામાં પણ હીટવેવ એલર્ટ જાહેર કરાયા છે.

ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસ બાદ જ કરી શકશો નવી બુકિંગ

0

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે સામાન્ય માણસ માટે એક રાહતના સમાચાર છે. ઘરેલુ રસોઈ ગેસના ભાવ આજે પણ યથાવત રહ્યા છે. જો કે, કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરતા હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો માટે મુશ્કેલીઓ ઓછી થઈ નથી, કારણ કે તેના ભાવ ₹૩,૦૦૦ને વટાવી ગયા છે.

LPGના આજના ભાવ

આજના ઘરેલુ અને કોમર્શિયલ ગેસના ભાવની વાત કરીએ તો નવી દિલ્હીમાં ઘરેલુ ગેસના ભાવ ₹913 છે અને કોમર્શિયલ ગેસના ભાવ ₹3071.50 છે, જ્યારે મુંબઈમાં ઘરેલુ ગેસના ભાવ ₹912.50 છે અને કોમર્શિયલ ગેસના ભાવ ₹3024 છે. તો અમદાવાદમાં ઘરેલુ ગેસના ભાવ ₹920 છે અને કોમર્શિયલ ગેસના ભાવ ₹3091 છે.

સરળ અને અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પેટ્રોલિયમ મંત્રાલયે કેટલાક તર્કસંગત નિયમો લાગુ કર્યા છે. હવે શહેરી વિસ્તારોમાં તમે છેલ્લા સિલિન્ડર પછી 25 દિવસથી વહેલા બીજો સિલિન્ડર બુક કરી શકશો નહીં, પહેલા આ સમયગાળો 21 દિવસનો હતો. ગ્રામીણ વિસ્તારોમાં આ સમયગાળો 45 દિવસનો રહેશે. ઘરેલુ ગેસની કાળાબજારની રોકવા માટે સરકારે 98% ઓનલાઈન બુકિંગ અને 94% DAC (ડિલિવરી ઓથેન્ટિકેશન કોડ) આધારિત ડિલિવરી સુનિશ્ચિત કરી છે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દેશમાં ગેસની કોઈ અછત નથી, તેથી નાગરિકોએ જરૂરિયાત કરતાં વધુ સ્ટોક કરવો નહીં.

બુકિંગ બાદ ગેસ સિલિન્ડર મેળવવામાં વિલંબ

ગેસના ભાવમાં સંભવિત વધારાની આશંકા વચ્ચે લોકોએ ગભરાટમાં ગેસ સિલિન્ડર બુક કરવાનું શરૂ કરી દીધું છે. પરિણામે લોકોને હવે બુકિંગ કર્યા પછી પણ નવો ગેસ સિલિન્ડર મેળવવા માટે 3 થી 5 દિવસ રાહ જોવી પડી રહી છે.

સરકારે ગેસ ગેસ વિતરણ માટે પ્રાયોરિટી લિસ્ટ તૈયાર કર્યું છે. કોમર્શિયલ ગેસના પુરવઠામાં હોસ્પિટલો અને શાળાઓને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવશે. આવશ્યક ઉદ્યોગો જેમ કે ફાર્માસ્યુટિકલ્સ, સ્ટીલ, ઓટોમોબાઇલ્સ અને કૃષિ ક્ષેત્રને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. દૈનિક વેતન મેળવતા મજૂરો અને કામદારોને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે નાના 5 કિલોગ્રામના સિલિન્ડર માટેનો ક્વોટા બમણો કરવામાં આવ્યો છે.

સુરતના કાકરાપાર ડેમમાં દુર્ઘટના, નાહવા ગયેલા 4 યુવકો ડૂબ્યા, બચાવ કામગીરી ચાલુ

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા કાકરાપાર ડેમ ખાતે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ડેમમાં નાહવા ઉતરેલા ચાર યુવકો પાણીમાં ડૂબી જતા વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

માહિતી મુજબ, ગઈકાલે સાંજના સમયે યુવકોનો એક જૂથ કાકરાપાર ડેમ ખાતે ફરવા અને નાહવા માટે ગયો હતો. દરમિયાન એક યુવક અચાનક ઊંડા પાણીમાં ફસાઈ જતાં ડૂબવા લાગ્યો હતો. તેને બચાવવા માટે અન્ય ત્રણ યુવકો પણ પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ પાણીનો ભારે પ્રવાહ અને વધારે ઊંડાણ હોવાના કારણે ચારેય યુવકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા અને વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

બચાવ કામગીરી ચાલુ

ઘટનાની માહિતી મળતા જ માંડવી પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા ડેમ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બચાવ ટીમો બોટ અને અન્ય સાધનોની મદદથી યુવકોની શોધખોળ કરી રહી છે.

તંત્રની લોકોને અપીલ

સ્થાનિક તંત્ર દ્વારા લોકોને ડેમ, નદી અને અન્ય ઊંડા જળાશયોમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. વરસાદી માહોલ અને પાણીના વધતા સ્તરને ધ્યાનમાં રાખીને આવા સ્થળોએ નાહવા ન જવા સૂચના આપવામાં આવી છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચિંતા અને દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે.

મોદીની સલાહ છતાં ચાંદી અને સોનાના ભાવમાં ઉછાળો આવ્યો

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવા માટે અપીલ કરી હોવા છતાં મંગળવારે કોમોડિટી માર્કેટમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. મંગળવારે 12 મેના દિવસે ચાંદીના ભાવમાં પણ ભારે ઉછાળો જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીની કીંમત લગભગ 1.5 ટકા વધીને એક કિલોના 282463 પર પહોંચી ગઈ છે, જ્યારે સોનાના ભાવમાં 0.3 ટકાના ઉછાળા સાથે કીંમત 10 ગ્રામના 154150 ઉપર પહોંચી ગઈ હતી.  

પેપર લીક વિવાદને કારણે 3 મેએ યોજાયેલી NEET (UG) 2026  પરીક્ષા રદ

0

પેપર લીકના વિવાદને પગલે 3 મે, 2026 ના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવાયેલી NEET (UG) 2026 ની પરીક્ષા રદ કરવામાં આવી છે. NEET UG પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.  

NTA એ જણાવ્યા અનુસાર, 8 મેના રોજ, પરીક્ષા સંબંધિત બાબતોને સ્વતંત્ર તપાસ અને જરૂરી કાર્યવાહી માટે કેન્દ્રીય એજન્સીઓને મોકલવામાં આવી હતી, ત્યારબાદ, કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી પ્રાપ્ત થયેલા ઇનપુટ્સ અને તપાસ અહેવાલોની સમીક્ષા કરવામાં આવી હતી. પેપર લીકની સીબીઆઈ તપાસનો પણ આદેશ આપવામાં આવ્યો છે. એજન્સીએ જણાવ્યું હતું કે પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા જાળવવા અને નિષ્પક્ષ અને વિશ્વસનીય પરીક્ષા સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. NTA અનુસાર, NEET UG 2026 પરીક્ષા હવે ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે. નવી પરીક્ષા તારીખ, પ્રવેશ કાર્ડ જારી કરવાનું સમયપત્રક અને અન્ય મહત્વપૂર્ણ માહિતી ટૂંક સમયમાં એજન્સીની સત્તાવાર વેબસાઇટ અને અન્ય સત્તાવાર ચેનલો પર જાહેર કરવામાં આવશે. NTA એ વિદ્યાર્થીઓ, વાલીઓ અને સામાન્ય લોકોને ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવા અપીલ કરી છે.

રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ NEET પેપર લીક કેસના સંદર્ભમાં અત્યાર સુધીમાં 45 થી વધુ લોકોની અટકાયત કરી છે. ઘણા રાજ્યોમાં દરોડા અને પૂછપરછ ચાલુ છે. સોમવાર સુધીમાં, આ કેસમાં 13 શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી હતી.

આ વર્ષે લગભગ 22 લાખ વિદ્યાર્થીઓએ  NEET પરીક્ષા આપી હતી. રાજસ્થાન પોલીસનું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) હવે પેપર લીક કેસમાં તપાસ કરી રહ્યું છે. તેમની તપાસ હેઠળ પ્રથમ, પ્રશ્નપત્ર છાપતી વખતે અને પ્રેસમાં પહોંચાડતી વખતે પેપર લીક થયું હોઈ શકે છે. બીજું, તપાસ એજન્સીઓને શંકા છે કે પ્રશ્નપત્ર લીક કરનાર કોઈ વ્યક્તિ દ્વારા પેપર સેટ કરવામાં આવ્યું હશે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે તપાસ CBIને સોંપી છે.

વડાપ્રધાન મોદીએ સોમનાથના દર્શન કરી દેશને કોઈ તાકાત ઝુકાવી ન શકે એવો કર્યો હૂંકાર

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરમાં આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં ભાગ લીધો હતો. તેમણે મંદિરમાં પ્રાર્થના કરી હતી. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંના એક, સોમનાથ મંદિરના ભવ્ય શિખર પર દેશભરના 11 પવિત્ર તીર્થસ્થળોના જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે એક ભવ્ય ધાર્મિક સમારોહ યોજાયો હતો. તેમણે એક સ્મારક ટપાલ ટિકિટ અને એક સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો હતો.

પોતાના ભાષણમાં, પીએમ મોદીએ જણાવ્યું હતું કે 1951માં સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ અને અભિષેક ભારતની સ્વતંત્ર ભાવનાની ઘોષણા હતી. તેમણે જણાવ્યું હતું કે સોમનાથ મંદિરના પુનર્નિર્માણથી વિશ્વને સંદેશ મળ્યો કે ભારત માત્ર સ્વતંત્ર જ નથી પણ તેનું પ્રાચીન ગૌરવ પાછું મેળવવાના માર્ગ પર પણ છે.

તેમણે દેશને કોઈ તાકાત ઝુકાવી નહીં શકે એવો હૂંકાર કર્યો હતો.