Home Blog Page 982

નીતા અંબાણી બોર્ડમાંથી બહાર, મુકેશ અંબાણીએ નવી પેઢીને સોંપી કમાન

0
  • મુકેશ અંબાણીએ તેમની માલિકીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નવી પેઢીને પ્રમોટ કરી છે અને અનંત-આકાશ અને ઈશાને નવી જવાબદારીઓ સોંપી છે.

મુકેશ અંબાણીએ સમયનું વહેણ પારખી લીધું છે અને હવે તેમની નવી પેઢીને પ્રમોટ કર્યાં છે. સોમવારે મળેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં મોટા એલાન કરાયા હતા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.

આ બોર્ડમાં આકાશ, અનંત અને ઈશા અંબાણીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. બોર્ડે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની નોન એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્તિને મંજૂરી આપી દીધી છે.

નીતા અંબાણી બોર્ડમાંથી બહાર :

નીતા અંબાણી બોર્ડમાંથી બહાર થઈ ગયા છે. જોકે તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે ચાલુ રહેશે. દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો નોંધાયો છે. કંપનીના શેર મામૂલી ઘટાડા સાથે ૨,૪૬૨.૨૦ રૂપિયા પર કારોબાર કરી રહ્યા છે. અહીં જિયો ફાઈનાન્સના શેરમાં નજીવો વધારો થયો છે અને કંપનીના શેર ૨૧૬ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા છે.

૧૯ સપ્ટેમ્બરે લોન્ચ થશે જિયોનું એર ફાઈબર :

મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં ઘણી મહત્વની જાહેરાતો કરી હતી. જિયોનું એર ફાઈબર ગણેશ ચતુર્થી એટલે કે ૧૯ સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. જિયો એર ફાઈબર ૫જી નેટવર્ક અને અત્યાધુનિક વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘરો અને ઓફિસોને વાયરલેસ બ્રોડબેન્ડ સેવા પૂરી પાડશે.

આ પણ વાંચો :-

 

 

ડ્રીમ ગર્લ ૨ : પૂજાની અદાઓ સામે ફિક્કા પડ્યા ગદર-૨ના તારા સિંહ, કમાણીના આંકડાઓમાં પલટાઈ ગઈ બાજી

  • ગદર-૨ રિલીઝ માટે ત્રીજા રવિવારે પણ શાનદાર કમાણી કરી ગઈ છે. તો બીજી તરફ ડ્રીમ ગર્લ-૨એ પણ રવિવારે ગ્રોથ લેતા ૧૬ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ઓગસ્ટ મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી છે. એક તરફ ગદર-૨ છે જેણે ત્રીજા રવિવારે પણ ૧૭ કરોડની બમ્પર કમાણી કરી છે. તો ત્યાં જ બીજી તરફ પૂજાની અદાઓ પર ફિદા થયેલા લોકોએ આયુષ્માન ખુરાનાની ફિલ્મને ૪૦ કરોડને પાર પહોંચાડી દીધી છે. અહેવાલોનું માનીએ તો રવિવારે ગ્રોથ લેતા ડ્રીમ ગર્લ ૨એ ૧૬ કરોડ રૂપિયાની બોક્સ ઓફિસ પર કમાણી કરી લીધી છે.

ડ્રીમ ગર્લ પહેલા વીકેન્ડ પર ૪૦ કરોડને પાર પહોંચી :

મીડિયા અહેવાલ અનુસાર આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ ૨એ પહેલા દિવસે ૧૦.૬૯ કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે જ ફિલ્મનું કલેક્શન ૧૪.૦૨ કરોડ રહ્યું. રવિવારના આંકડામાં ઉછાળ જોવા મળ્યો અને સેકનિલ્કની અર્લી ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર ફિલ્મે ત્રીજા દિવસે ૧૬ કરોડ રૂપિયા બોક્સ ઓફસ પર કમાયા. કુલ મળીને આયુષ્માન ખુરાનાની ફિલ્મે પહેલા ત્રણ દિવસમાં ૪૦.૭૧ કરોડની કમાણી કરી નાખી છે. સોમવારે ડ્રીમ ગર્લ-૨ ૫૦ કરોડ કમાણી કરી શકે છે.

૪૫૦ કરોડ પહોંચી ગદર-૨ની કમાણી :

મીડિયા અહેવાલ અનુસાર ગદર-૨એ રિલીઝના ૧૭માં દિવસે બમ્પર કમાણી કરી છે. રવિવારે ૧૭ કરોડના કલેક્શન બાદ હવે ગદર-૨ની ટોટલ કમાણી ૪૫૬.૯૫ કરોડ થઈ ગઈ છે. અહેવાલ અનુસાર ગદર-૨ આ અઠવાડિયે ૫૦૦ કરોડ ક્લબમાં એન્ટ્રી કરી શકે છે.

આ પણ વાંચો :-

પ્રથમવાર ક્રિકેટના મેદાન પર એકસાથે ૧૦ ખેલાડીઓએ ધૂમ મચાવી, ફૂટબોલનો આ નિયમ બન્યો સૌથી મોટું કારણ

0
  • ફૂટબોલની મેચ દરમિયાન પ્લેયર્સને તેમના ખરાબ વ્યવહાર માટે ૨ પ્રકારના કાર્ડનો સામનો કરવો પડે છે. જેમાં રેડ કાર્ડ અને યલો કાર્ડ શામેલ છે.

ક્રિકેટના મેદાન પર ફૂટબોલની જેમ એક નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ફૂટબોલની મેચ દરમિયાન પ્લેયર્સને તેમના ખરાબ વ્યવહાર માટે ૨ પ્રકારના કાર્ડનો સામનો કરવો પડે છે. જેમાં રેડ કાર્ડ અને યલો કાર્ડ શામેલ છે. તે પ્રકારે ક્રિકેટમાં પણ પહેલી વાર રેડ કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો. જેમાં સૌથી પહેલા સુનિલ નારાયણે આ કાર્ડનો સામનો કરવો પડ્યો.

કેરેબિયન પ્રીમિયર લીગની હાલની સીઝનમાં રેડ કાર્ડના નિયમને લાગુ કરવામાં આવ્યો છે. પ્રસિદ્ધ ઓલરાઉન્ડર ખેલાડી કાયરન પોલાર્ડની કેપ્ટનશીપમાં રમી રહેલ ટ્રિબેંગો નાઈટ રાઈડર્સે સેંટ કિટસ એન્ડ નેવિસ પ્રિટોરિયસ સામે યોગ્ય સમયમાં ૨૦ ઓવર માટે બોલિંગ કરી નહોતી. ત્યારપછી ૧૯ ઓવરની મેચ પૂરી થતા રેડ કાર્ડનો સામનો કરવો પડ્યો. ટ્રિબેંગો ટીમના કેપ્ટન પોલાર્ડે સુનિલ નારાયણને મેદાનની બહાર જવાનો ઈશારો કર્યો હતો.

ટ્રિબેંગોની ટીમે છેલ્લી ઓવરમાં ૧૦ ખેલાડીઓના મેદાન પર રમવું પડ્યું. CPLની આ સીઝનમાં કોઈ ટીમ નક્કી કરેલ સમયમાં ૨૦ ઓવર પૂર્ણ ના કરી શકે તો રેડ કાર્ડનો સામનો કરવો પડશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અથવા અન્ય લીગ્સમાં નક્કી કરેલ સમયમાં ઓવર પૂરી ના થાય તો ટીમે ૩૦ ગજની સીમામાં વધારાનો એક પ્લેયર રાખવો પડે છે.

ટ્રિબેંગોની ટીમે ૬ વિકેટથી જીતી મેચ :

ટ્રિબેંગો નાઈટ રાઈડર્સની ટીમે સેંટ કિટસ એન્ડ નેવિસ પ્રિટોરિયસની ટીમને ૬ વિકેટથી હરાવીને શાનદાર જીત મેળવી હતી. ૧૭૯ રન પૂરા કરીને ટ્રિબેંગોની ટીમે ૧૭.૧ ઓવરમાં આ લક્ષ્યાંક મેળવી લીધો છે. ટીમ તરફથી નિકોલસ પૂરને માત્ર ૩૨ બોલમાં ૬૧ રનની શાનદાર ઈનિંગ રમી હતી. આંદ્રે રસલે ૨૩ અને કેપ્ટન પોલાર્ડે ૩૭ રનની ઈનિંગ રમી હતી. ટ્રિબેંગોની ટીમ પોઈન્ટ ટેબલમાં 3 અંક સાથે ચોથા સ્થાન પર છે.

આ પણ વાંચો :-

Israel Palestine Conflict : આખરે કેમ આ અમેરિકન સુંદર મોડલ અને ઈઝરાયલના મંત્રી વચ્ચે છેડાયું શાબ્દિક યુદ્ધ

  • ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે લડાઈ થતી રહે છે. આ દરમિયાન અમેરિકન સુપરમોડલ બેલા હદીદ સોશિયલ મીડિયા પર ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી બેન ગાવીર સાથે લડતી જોવા મળી હતી.

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે લડાઈ થતી રહે છે. આ દરમિયાન અમેરિકન સુપરમોડલ બેલા હદીદ સોશિયલ મીડિયા પર ઈઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી બેન ગાવીર સાથે લડતી જોવા મળી હતી.

Israel Palestine Conflict: આખરે કેમ આ અમેરિકન સુંદર મોડલ અને ઇઝરાયલના મંત્રી વચ્ચે છેડાયું શાબ્દિક યુદ્ધ

પેલેસ્ટાઈનની બેલા હદીદ ઘણીવાર ઈઝરાયેલની ટીકા કરતી રહે છે. અમેરિકન સુપર મોડલ બેલા હદીદે ઈઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રીના નિવેદનને જાતિવાદી ગણાવ્યું હતું.

Israel Palestine Conflict: આખરે કેમ આ અમેરિકન સુંદર મોડલ અને ઇઝરાયલના મંત્રી વચ્ચે છેડાયું શાબ્દિક યુદ્ધ

ઈઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી બેન ગાવિરે અમેરિકન સુપર મોડલ બેલા હદીદના નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેઓએ તેને દ્વેષી ગણાવી હતી. પેલેસ્ટાઈનમાં રહેતા લોકોએ લાંબા સમયથી પશ્ચિમ કાંઠે ઈઝરાયેલી વસાહતોની આસપાસ મુસાફરી પ્રતિબંધો સામે અવાજ ઉઠાવ્યો છે.

Israel Palestine Conflict: આખરે કેમ આ અમેરિકન સુંદર મોડલ અને ઇઝરાયલના મંત્રી વચ્ચે છેડાયું શાબ્દિક યુદ્ધ

ઈઝરાયેલના મંત્રી બેન ગાવિરે કહ્યું કે મને, મારી પત્ની અને બાળકોને યહુદીઓના રસ્તાઓ પર મુસાફરી કરવાનો અધિકાર છે. બેલા હદીદ ઈઝરાયેલના મંત્રી બેન ગાવિરની અધિકારવાળી ટિપ્પણીથી ગુસ્સે થઈ હતી. ત્યારબાદ તેણે ટીકા કરી હતી. બેલા હદીદના પિતા પેલેસ્ટાઈનના નાગરિક છે. અમેરિકન સુપર મોડલ બેલા હદીદના ઈન્સ્ટાગ્રામ પર ૬૦ મિલિયન ફોલોઅર્સ છે.

આ પણ વાંચો :-

 

ખૌફ દૂર કરવા પોલીસે માથાભારે લાલુ જાલીમ ગેંગના સભ્યોનું કાઢ્યું સરઘસ, જાણો સુરતની ઘટના..

0
  • શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને અનેક વખત સવાલો ઉઠી ચૂક્યા છે. લુખ્ખા તત્વો અનેકવાર સામાન્ય લોકો સાથે મારામારી કરી શહેરમાં ડરનો માહોલ ઉભો કરતા રહે છે.

સુરતના અમરોલીમાં માથાભારે લાલુ જાલીમ ગેંગના સભ્યોનું પોલીસ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું છે. અમરોલીમાં વિસ્તારમાં લાલુ જાલીમ ગેંગનો ભારે આતંક જોવા મળતો હોય છે. બે દિવસ પહેલા એક સોસાયટીના પ્રમુખ બનવા બાબતને લઈ લાલુ જાલિમ ગેંગના સભ્યો સોસાયટીના લોકો પર ચપ્પુ મળે હુમલો કર્યો હતો.

સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી નાનાની મોટી ગેંગો સક્રિય બની છે.નાની નાની વાતને લઈ આ ગેંગો સામાન્ય માણસો પર હુમલો કરી સમાજમાં પોતાનો ધાક બનાવતા હોય છે. ત્યારે પોલીસ પણ આવા ઈસમોની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢી કાર્યવાહી કરતી હોય છે. વધુ ગેંગ પર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અમરોલી પોલીસે માથાભારે લાલુ જાલીમ ગેંગના સભ્યોનું લોકોમાંથી ખોફ કાઢવા સરઘસ કાઢ્યું હતું

અમરોલી વિસ્તારમાં માથાભારે છબી ધરાવતા લાલુ જાલિમ અને નિકુંજ ચૌહાણ પર ગુજસીટોક ગુનો દાખલ કરાયો હતો. લાલુ જાલિમ અને નિકુંજ ચૌહાણ જેલમાં બંદ હતા. નિકુંજ ચૌહાણ જમીન ઉપર બહાર આવ્યો હતો. નિકુંજ ચૌહાણને બે દિવસ પહેલા એક સોસાયટીના પ્રમુખ બનવા બાબતે ઝઘડો કર્યો હતો. લાલુ જાલીમ ગેંગના માણસો જયરામ રબારીના સમર્થનમાં સોસાયટીમાં હથિયાર સાથે ઘૂસી આવ્યા હતા.

લાલુ જાલીમ ગેંગના માણસોએ બે લોકો પર હથિયાર વડે હુમલો કર્યો હતો. સોસાયટીમાં આતંક મચાવી ફરાર થઈ ગયા હતા. અમરોલી પોલીસે લાલુ જાલીમ ગેંગના નિકુંજ ચૌહાણ અને તેના અન્ય સાગરિકોની કરી ધરપકડ હતી. પોલીસે ધરપકડ કર્યા બાદ જે વિસ્તારમાં લાલુ જાલીમ ગેંગના માણસોએ આતંક મચાવ્યો હતો તે વિસ્તારમાં સરઘસ કાઢી લોકો માટે ખોફ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો :-

માત્ર ૪૦ મિનિટમાં ચાર્જિંગ, ૨૩૩ કિમી સુધીની રેન્જ : KIAએ લોન્ચ કરી મિની ઈલેક્ટ્રિક કાર, જાણો કેટલી છે કિંમત

0
  • કંપનીએ ગ્લોબલ માર્કેટમાં નવી મિની ઈલેક્ટ્રિક કાર kia ray EV રજૂ કરી છે. કંપનીની આ લાઈનઅપની એન્ટ્રી લેવલ ઈલેક્ટ્રિક કાર છે. આ નવી ઈલેક્ટ્રિક કારની ઓફિશિયલ બુકિંગની શરૂઆત કરવામાં આવી છે.

સાઉથ કોરિયન નિર્માતા કંપની કિયા મોટરે (kia motor)એ ઈલેકટ્રિક વ્હીકલ પોર્ટફોલિયોમાં એક નવું મોડેલ રજૂ કર્યું છે. કંપનીએ ગ્લોબલ માર્કેટમાં નવી મિલી ઈલેક્ટ્રિક કાર kia ray EV રજૂ કરી છે. કંપનીની આ લાઈનઅપની એન્ટ્રી લેવલ ઈલેક્ટ્રિક કાર છે. આ નવી ઈલેક્ટ્રિક કારની ઓફિશિયલ બુકિંગની શરૂઆત કરવામાં આવી છે.

કંપનીએ જણાવ્યું કે, ‘અર્બન ડ્રાઈવિંગને ધ્યાનમાં રાખીને ‘kia ray’ ઈલેક્ટ્રિક કાર રજૂ કરવામાં આવી છે. આ કારનો લુક અને ડિઝાઈન તેના પેટ્રોલ સાથે મેચ થાય છે. જે લોકો ઓછી કિંમતમાં એન્ટ્રી લેવલની મિની ઈલેક્ટ્રિક કાર ખરીદવા માંગે છે, તે લોકો માટે આ કાર એકદમ યોગ્ય છે. કંપનીએ આપેલ જાણકારી અનુસાર આ મિની ઈલેક્ટ્રિક કારની કિંમત ૨,૭૭,૫૦,૦૦૦ સાઉથ કોરિયન વોન (૧૭.૨૭ લાખ રૂપિયા) છે.’

આ ઈલેક્ટ્રિક કાર ૬ કલરમાં રજૂ કરવામાં આવી છે. જેમાં એક નવો સ્મોક બ્લ્યૂ કલર પણ શામેલ છે. કંપનીએ ઈન્ટીરિયરને લાઈટ ગ્રે અને બ્લેક ઓપ્શન આપ્યો છે. આ કેબિનમાં ૧૦.૨૫ ઈંચનો ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યો છે. ઉપરાંત કોલમ સ્ટાઈલ ઈલેક્ટ્રોનિક શિફ્ટ લીવર, ફ્લેટ ફોલ્ડિંગ સીટ જેવી સુવિધા આપવામાં આવે છે. ફ્લેટ ફોલ્ડિંગ સીટ કારના કેબિનમાં સ્પેસ વધારવાનું કામ કરે છે.

આ કારની લંબાઈ ૩,૫૯૫ મિમી, પહોળાઈ ૧,૫૯૫ મિમી, ઉંચાઈ ૧,૭૧૦ મિમી અને વ્હીલબેઝ ૨,૫૨૦ મિમી છે. kia ray EVમાં ૩૨.૩ kwh ક્ષમતાનું LFP (લિથિયમ ફેરોફોસ્ફેટ) બેટરી પેક આપવામાં આવ્યું છે. ૬૪.૩ kw ક્ષમતાની ઈલેક્ટ્રિક મોટર ૮૬ hpનો પાવર આઉટપુટ અને ૧૪૭ nm ટાર્ક જનરેટ કરે છે. આ કાર સિંગલ ચાર્જમાં ૨૦૫ કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. સિટી કંડિશનમાં આ રેન્જ ૨૩૩ કિલોમીટર સુધી વધી જાય છે.

ચાર્જિંગ ટાઈમ :

આ ઈલેક્ટ્રિક કારને ૧૫૦ કિમીની ક્ષમતાના ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને ૪૦ મિનિટમાં ૧૦ ટકાથી ૮૦ ટકા સુધી ચાર્જ કરી શકાય છે. ઉપરાંત ૭ કિલોવોટનું ઓપ્શનલ પોર્ટેબલ ચાર્જર આપવામાં આવે છે. જે બેટરીને ધીમે ચાર્જ કરે છે. આ ચાર્જરથી કારની બેટરી ચાર્જ થવામાં ૬ કલાકનો સમય લાગે છે.

કારનું બુકિંગ :

સાઉથ કોરિયન માર્કેટમાં આ કાર રજૂ કરવામાં આવી છે. જ્યાં અધિકૃત બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. વેચાણ માટે આ કાર ૧૨ સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે.

બેટરી વોરંટી :

આ ઈલેક્ટ્રિક કારમાં ૧૪ ઈંચના વ્હીલ સાથે વેન બોડી સ્ટાઈલનો પણ ઓપ્શન આપવામાં આવે છે. જેમાં સિંગલ અને ડબલ સીટ આપવામાં આવી છે. આ કારમાં સ્લાઈડિંગ દરવાજાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારની બેટરી પર કંપની ૧૦ વર્ષ (૨ લાખ કિમી) સુધીની વોરંટી આપે છે.

આ કાર ભારતમાં લોન્ચ થશે કે નહીં ?

કંપની તરફથી આ બાબતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. કિઆ સેલ્ટોસ ફેસલિફ્ટ લોન્ચ સમયે કિઆ ઈન્ડિયાના નેશનલ સેલ્સ એન્ડ માર્કેટિંગ હેડ પ્રમુખ હરદીપ સિંહ બરારે જણાવ્યું હતું કે કંપની માસ માર્કેટમાં આ કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં આ કાર ઈન્ડિયન માર્કેટમાં રજૂ કરવામાં આવશે. kia ray EV ગ્લોબલ માર્કેટમાં રજૂ કરવામાં આવી છે.

થોડા દિવસ પહેલા મોરિસ ગેરાજેજે પણ ભારતીય માર્કેટમાં સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર MG comet EV લોન્ચ કરવામાં આવી હતી. આ કારનો લુક kia ray EV સમાન છે. MG comet EV કારની કિંમત ૭.૯૮ લાખથી ૯.૯૮ લાખ રૂપિયા છે. ૧૭.૩ kwhના બેટરી પેકવાળી આ કાર સિંગલ ચાર્જમાં ૨૩૦ કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે.

આ પણ વાંચો :-

નશામાં ડૂબેલી યુવતીએ અકસ્માત કર્યા બાદ પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો ભાંડી

0
  • વડોદરા શહેરમાં ગત મોડી રાતે નશામાં ચૂર થઈને એક યુવતી કાર લઈને નીકળી હતી. યુવતીએ અકસ્માત કરતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

વડોદરા શહેરમાં ગત મોડી રાતે નશામાં ચૂર થઈને એક યુવતી કાર લઈને નીકળી હતી. યુવતીએ અકસ્માત કરતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.પોલીસ આવી જતા યુવતીએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી ગાળોનો વરસાદ વરસાવ્યો હતો. છેવટે પોલીસે જરૂરી બળ વાપરી યુવતીને પોલીસ વાનમાં બેસાડી ગોત્રી પોલીસ સ્ટેશનમાં લઈ જવાઈ હતી.

ગત મોડીરાતે બે વાગ્યાના અરસામાં ગોત્રી ગોકુળ નગર પાસે એક કાર ચાલક યુવતીએ અન્ય એક કારના ચાલક સાથે અકસ્માત કર્યો હતો. જેથી કારમાં બેસેલા વ્યક્તિઓએ યુવતીને કાર ધીરેથી ચલાવવાનું કહેતા યુવતી એકદમ ઉશ્કેરાઈ ગઈ હતી. તેણે કારમાં બેસેલા વ્યક્તિઓ સાથે ઝઘડો કરી ગાળો બોલવાનું શરૂ કર્યુ હતું. જેના પગલે અન્ય લોકો પણ સ્થળ પર ભેગા થઈ ગયા હતા. યુવતી તે લોકોને પણ ગાળો બોલતી હતી.

યુવતીના વર્તનથી ડઘાઈને પોલીસ કંટ્રોલ રૂમમાં આ અંગે જાણ કરવામાં આવતા ગોત્રી પોલીસ સ્થળ પર દોડી આવી હતી. યુવતીએ કારમાંથી બહાર આવીને મહિલા પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો બોલવાનું શરૂ કર્યુ હતું. છેવટે પોલીસે જરૃરી બળ વાપરીને નશેબાજ યુવતીને પોલીસ વાનમાં બેસાડી હતી. યુવતીએ દારૂનો નશો કર્યો હોવાથી પોલીસે સરકાર તરફે ગુનો દાખલ કરી ૪૧ વર્ષની મોના ચંદ્રકાંતભાઈ હિંગુ ( રહે. ચંદ્રકાંતલોક, હનુમાન પોળ, બાજવાડા)ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :-

 

મેચ બાદ રિંકુ સિંહને ન આવડયું અંગ્રેજી, બુમરાહે આ રીતે મદદ કરી જીત્યા લોકોના દિલ

0
  • Rinku Singh Viral Video : રિંકુ સિંહને લઈને સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

IPLમાં પોતાની બેટિંગથી સૌ કોઈના દિલ જીતનારા ભારતીય બેટસમેન રિંકુ સિંહે ભારતીય ટીમ સાથે જોડાયા પછી પણ સારુ પ્રદર્શન કર્યું હતું. બીજી ટી-૨૦માં રિંકૂ સિંહને તેની શાનદાર બેટિંગ બદલ મેન ઓફ ધ મેચ એવોર્ડ અપાયો હતો.  રિંકુ સિંહને લઈને સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આયરલેન્ડ વિરૂદ્ધ પોતાની પ્રથમ ટી-૨૦ મેચમાં રિંકુ સિંહ ચમક્યો હતો. આ મેચમાં રિંકુને મેન ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો. જે બાદ તે એવોર્ડ સમારોહમાં ચેક અને ટ્રોફી લેવા પહોંચ્યો તો તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

વાસ્તવમાં રિંકુ સિંહને ઓછું અંગ્રેજી આવડે છે. જેના કારણે તે અંગ્રેજી કોમેન્ટેટરને માત્ર અંગ્રેજીમાં જવાબ આપી શક્યો નહીં. આ દરમિયાન કંઈક એવું થયું જેણે બધાનું દિલ જીતી લીધું. જ્યારે ટ્રાન્સલેટરની વાત આવી, ત્યારે કેપ્ટન જસપ્રીત બુમરાહ મદદે આવ્યો અને રિંકુ માટે બધું સરળ કરી દીધું. આ જ કારણ છે કે હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

રિંકુ સિંહે શું કહ્યું ?

મેન ઓફ ધ મેચ લેવા આવેલા રિંકુ સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારી પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ તમને કેવું લાગે છે? તેના જવાબમાં રિંકુએ કહ્યું કે, આ મારી બીજી મેચ હતી, પહેલી મેચમાં મારી બેટિંગ આવી ન હતી. હું ખૂબ જ સારું અનુભવી રહ્યો છું. હું વિચારતો હતો કે મારે મારી જાતને શાંત રાખવી જોઈએ. જેમ મેં આઈપીએલ મેચોમાં કર્યું હતું. આ પછી કેપ્ટન બુમરાહે તેનું ટ્રાન્સલેટ કર્યું હતું.

આ દરમિયાન જ્યારે રિંકુ સિંહને પૂછવામાં આવ્યું કે શું તમે તમારા કેપ્ટનની બધી વાતો સાંભળો છો તો રિંકુએ હસીને બુમરાહને કહ્યું કે હા, હું કેપ્ટનની વાત સાંભળું છું. આ પછી રિંકુએ એ પણ જણાવ્યું કે તે IPL પછી ટીમ ઈન્ડિયા માટે રમીને કેવું અનુભવે છે. રિંકુએ કહ્યું હું છેલ્લા ૧૦ વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છું, મારો સમય ઘણો મુશ્કેલ રહ્યો છે. મહેનતનું ફળ મળ્યું તે સારું લાગે છે.

આ પણ વાંચો :-

વીમો લેવાનો છે કહી ઈન્સ્યોરન્સ એજન્ટને યુવતીએ બોલાવ્યો ફ્લેટમાં બાદમાં..

0
  • સુરતમાં ઈન્સ્યોરન્સ એજન્ટને હની ટ્રેપમાં ફસાવાયો, વીમો લેવાનું કહી એજન્ટને ઘરે બોલાવી યુવતીએ ઘરનો દરવાજો બંધ કર્યો..

હનીટ્રેપનો વધુ એક કિસ્સો સુરતમાંથી સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઈન્સ્યોરન્સ એજન્ટ હનીટ્રેપનો શિકાર બન્યો છે. જેમાં એક યુવતીએ વીમો લેવાનો છે એવું કહીને એજન્ટને ફ્લેટમાં બોલાવ્યો અને ફ્લેટનો દરવાજો બંધ કરી એજન્ટને હનીટ્રેપમાં ફસાવી રૂ.૪૨ હજાર પડાવી લીધા. યુવકે ૬ શખ્સો વિરુદ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અડાજણ પોલીસે યુવકની ફરિયાદના આધારે ૨ શખ્સોની ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, સુરતના સિટીલાઈટ વિસ્તારમાં રહેતા એલઆઈસી એજન્ટ રાહુલ (નામ બદલ્યું છે)ને અડાજણના શ્રીજી આર્કેડ સામે આવેલી હાઉસિંગ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ નામના વ્યક્તિએ વીમાના કામ માટે પોતાના ફ્લેટે બોલાવ્યો હતો. જેથી રાહુલ દિલીપભાઈના ફ્લેટે પહોંચ્યો હતો. જે બાદ એક યુવતી રાહુલ પાસે આવી હતી અને કોઈ અજાણ્યા વ્યક્તિએ બહારથી ફ્લેટનો દરવાજો બંધ કરી દીધો હતો.

માર મારી પૈસા પડાવ્યા :

જો કે રાહુલ પાસે આટલા રૂપિયા ન હોવાથી તેણે ઈનકાર કરતા ફરી માર માર્યો હતો. જે બાદ આખરે ૭૫,૦૦૦ રૂપિયામાં પતાવટ કરાઈ હતી. જેમાંથી રૂ. ૨૫૦૦૦ રાહુલને નજીકના ATMમાં લઈ જઈ કઢાવ્યા હતા અને રાહુલના ઘરેથી ૧૭૦૦૦ રૂપિયાથી વધુ પડાવ્યા હતા. જ્યારે બાકીના પૈસા પછી આપવાનું નક્કી થયું હતું. જે બાદ આ તમામે રાહુલને ખોટા કેસમાં ફસાવી દેવાની અને મારી નાખવાની ધમકી આપી હતી.

યુવકે ૬ શખ્સો સામે નોંધાવી ફરિયાદ :

આ દરમિયાન રાહુલને આ તમામ સામે શંકા જતા તેણે મિત્રને બોલાવ્યો હતો. અન્ય લોકો આવી રહ્યાની જાણ થતા હનીટ્રેપ કરનાર ટોળકી નાસી છૂટી હતી. જે બાદ રાહુલ અડાજણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. જ્યાં તેણે ૬ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :-

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં નવાજૂનીના એંધાણ ? કોંગ્રેસના નેતાઓ સાથે યુવરાજસિંહએ લીધું ભોજન

0
  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ ફરી ગરમાયું છે. તોડકાંડના આરોપમાં લાંબા સમય સુધી જેલમાં રહીને તાજેતરમાં જ બહાર આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે હાલમાં જ રાજકારણમાં સક્રિય થવાની વાતો કરી હતી.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ ફરી ગરમાયું છે. તોડકાંડના આરોપમાં લાંબા સમય સુધી જેલમાં રહીને તાજેતરમાં જ બહાર આવેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે હાલમાં જ રાજકારણમાં સક્રિય થવાની વાતો કરી હતી. આ વચ્ચે તેઓ યુવરાજસિંહ જાડેજાના કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સાથેની મુલાકાત અને ભોજન લેતી તસવીરો હાલમાં સામે આવી રહી છે. ત્યારે શું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તેવી અટકળો લાગી રહી છે.

થરાદમાં કોંગ્રેસના નેતાઓને મળ્યા યુવરાજસિંહ જાડેજા :

હકીકતમાં રવિવારે યુવરાજસિંહ જાડેજાની રવિવારે કોંગ્રેસના વાવા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહને મળ્યા હતા. વિગતો મુજબ, થરાદમાં ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં યુવરાજસિંહ પહોંચ્યા હતા. આ કાર્યક્રમ બાદ તેમની કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત થઈ હતી.

આ બાજુ યુવરાજસિંહે કોંગ્રેસના નેતાઓ સાથે ભોજન પણ લીધું હતું અને સાથે બેસીને કેટલીક ચર્ચા પણ કરી હતી. જેની તસવીરો સામે આવી છે. આ અંગે યુવરાજસિંહનું કોઈ નિવેદન હજુ સામે આવ્યું નથી, જોકે ગુલાબસિંહ રાજપૂતે ટ્વીટ કર્યું હતું અને સરકારી ભરતી પરીક્ષામાં ગેરરીતિ મામલે યુવરાજસિંહ જાડેજાના સપોર્ટમાં હોવાનું જણાવ્યું હતું.

નોંધનીય છે કે યુવરાજસિંહ જાડેજા પર ભાવનગરમાં ડમીકાંડમાં તોડ કરવાનો આરોપ લાગ્યો હતો, જે બાદ ભાવનગર પોલીસે તેમની અટકાયત કરીને ધરપકડ કરી હતી અને તેઓ 3 મહિના સુધી જેલમાં રહ્યા બાદ જામીન પર મુક્ત થયા છે.

આ પણ વાંચો :-