IMDની ચેતવણી, આ વિસ્તારોને આજે બરાબર ધમરોળશે વરસાદ ! જાણો લેટેસ્ટ આગાહી

Share this story
  • દેશના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો જઈ રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ૮૫ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. જાણો કેવો રહેશે આગામી સમય.

દેશના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આંદમાન-નિકોબારમાં આજે અને આવતી કાલે ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. મેઘાલય અને અસમના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પુડુચેરી, ઉત્તર તમિલનાડુ, અને કરાઈકલમાં પણ ભારે વરસાદની શક્યતા છ. જ્યારે કેરળ અને તમિલનાડુના અનેક વિસ્તારોમાં ઉકળાટવાળી સ્થિતિ જોવા મળી શકે છે.

આજે આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ :

આજના હવામાનની વાત કરીએ તો પૂર્વોત્તર ભારત, તટીય તમિલનાડુના કેટલાક ભાગો અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અને કોંકણ તથા ગોવામાં હળવાથી મધ્યમ વરસાદની સાથે એક કે બે વખત ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર પ્રદેશ, ઉત્તર પંજાબ, ઉત્તર હરિયાણા, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, વિદર્ભ, અને દક્ષિણ ગુજરાતમાં એક કે બે સ્થળો પર હળવા વરસાદની શક્યતા છે.

આ રાજ્યોમાં પણ વરસાદની વકી :

જો આજના હવામાનની વાત કરીએ તે પશ્ચિમી હિમાલયના પહાડી વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. ઓડિશા, દક્ષિણ છત્તીસગઢ, તેલંગણા, મધ્ય મહારાષ્ટ્ર, તટીય કર્ણાટક, તમિલનાડુ, લક્ષદ્વિપ, આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં પણ વરસાદ પડી શકે છે તથા પશ્ચિમ હિમાયલની પહાડીઓના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ સાથે હળવા વરસાદની વકી છે.

શું કહે છે અંબાલાલની આગાહી :

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ રાજ્યમાં સારા વરસાદની શક્યતા નહીવત છે. ૨૭થી ૩૦ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાં પડશે. પિયત વ્યવસ્થાપન હોય તો ખેડૂતોએ પીયત કરવું જોઈએ.

ગરમીની આગાહી કરતા તેઓએ જણાવ્યું છે કે, ૨૮ ઓગસ્ટથી દેશમાં ગરમી વધવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, ચીનના હોંગકોંગ તથા પૂર્વી ભાગમાં ચક્રવાત બની રહ્યું છે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ચક્રવાત તરફ ખેંચાશે. અલનીનોની અસરથી હિંદ મહાસાગરનું હવામાન સાનુકુળ હોવા છતાં વરસાદ થતો નથી.

આ પણ વાંચો :-