Bank Holidays : સપ્ટેમ્બરમાં આટલા દિવસ બંધ રહેશે બેંકો, જલદી ચેક કરી લો હોલી ડે કેલેન્ડર

Share this story
  • Bank Holidays in September : સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશભરમાં ઘણા તહેવારો છે અને તેના કારણે વારંવાર બેંક રજાઓ જઈ રહી છે. જેના કારણે ઘણા લોકો પરેશાન થઈ શકે છે.

દેશમાં તહેવારોની મોસમનો થનગનાટ જોવા મળી રહ્યો છે. આગામી મહિનાઓ દરમિયાન એક પછી એક ઘણા મોટા તહેવારો આવવાના છે. જેની શરૂઆત આ મહિનાથી જ થશે. તેનાથી બેંકોના કામકાજ પર અસર પડશે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર દેશના વિવિધ ભાગોમાં આવતા મહિને ૧૬ દિવસ બેંકો બંધ રહેશે. મતલબ કે દર બીજા દિવસે ક્યાંક ને ક્યાંક બેંકની રજા હશે.

આ રીતે નક્કી કરવામાં આવે છે રજાઓ :

બેંક રજાઓ બે રીતે નક્કી કરવામાં આવે છે. રાષ્ટ્રીય રજાઓ નિમિત્તે દેશભરમાં બેંકો બંધ રહે છે. એ જ રીતે દર રવિવારે અને બીજા અને ચોથા શનિવારે, સમગ્ર દેશમાં બેંકો બંધ રહે છે. આ સિવાય પ્રાદેશિક તહેવારોને અનુલક્ષીને અલગ-અલગ સ્થળોએ બેંકો અલગ-અલગ દિવસે બંધ રહે છે. ચાલો જોઈએ કે સપ્ટેમ્બર મહિનામાં કયા દિવસે અને ક્યાં બેંક રજાઓ રહેશે.

સપ્ટેમ્બરમાં રજાઓનું લિસ્ટ :

૩ સપ્ટેમ્બર ૨૦૨૩ : રવિવાર. સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
૬ સપ્ટેમ્બર ૨૦૨૩ : ભુવનેશ્વર, ચેન્નાઈ, હૈદરાબાદ અને પટનામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે બેંકો બંધ રહેશે.
૭ સપ્ટેમ્બર ૨૦૨૩ : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે અમદાવાદ, ચંદીગઢ, દેહરાદૂન, ગંગટોક, તેલંગાણા, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
૯ સપ્ટેમ્બર ૨૦૨૩ : બીજા શનિવારે દેશભરની બેંકોમાં રજા રહેશે.
૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ : રવિવારે પણ દેશભરની બેંકોમાં રજા રહેશે.
૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩ : રવિવાર. સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.

૧૮ સપ્ટેમ્બર ૨૦૨૩ : વિનાયક ચતુર્થી નિમિત્તે બેંગલુરુ અને તેલંગાણામાં બેંકો બંધ રહેશે.
૧૯ સપ્ટેમ્બર ૨૦૨૩ : અમદાવાદ, બેલાપુર, ભુવનેશ્વર, મુંબઈ, નાગપુર અને પણજીમાં ગણેશ ચતુર્થીના કારણે બેંકો બંધ રહેશે.
૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩ : કોચી અને ભુવનેશ્વરમાં ગણેશ ચતુર્થી અને નુઆખાઈને કારણે બેંકો બંધ રહેશે.
૨૨ સપ્ટેમ્બર ૨૦૨૩ : શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસને કારણે કોચી, પણજી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
૨૩ સપ્ટેમ્બર ૨૦૨૩ : ચોથા શનિવારે દેશભરમાં બેંકોમાં રજા રહેશે.
૨૪ સપ્ટેમ્બર ૨૦૨૩ : રવિવાર. સમગ્ર દેશમાં રજા રહેશે.
૨૫ સપ્ટેમ્બર ૨૦૨૩ : શ્રીમંત શંકરદેવની જન્મજયંતિ પર ગુવાહાટીમાં બેંકો બંધ રહેશે.
૨૭ સપ્ટેમ્બર ૨૦૨૩ : મિલાદ-એ-શરીફને કારણે જમ્મુ, કોચી, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
૨૮ સપ્ટેમ્બર ૨૦૨૩ : ઈદ-એ-મિલાદને કારણે અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, કાનપુર, લખનૌ, મુંબઈ અને નવી દિલ્હીમાં બેંકો બંધ રહેશે.
૨૮ સપ્ટેમ્બર ૨૦૨૩ : ઈદ-એ-મિલાદ-ઉન-નબીના અવસર પર ગંગટોક, જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.

આ પણ વાંચો :-