ગદર ૨ની કમાણી ૫૦૦ કરોડને પાર : બની ગઈ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ, શું પઠાણનો રેકોર્ડ તોડશે

Share this story
  • હજુ પણ દરેક જગ્યાએ સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મની ચર્ચા ચાલી રહી છે. એવામાં ફિલ્મે ભારતમાં ૪૦૦ કરોડ તો વર્લ્ડવાઈડ ૫૦૦ કરોડથી વધુ કમાણી કરી લીધી છે.

ગદર ૨ એ કેટલી કમાણી કરી ? ગદર ૨ બોક્સ ઓફિસ કલેક્શન શું છે ? શું ગદર ૨ની કમાણી ૫૦૦ કરોડને પાર કરી ગઈ છે ? શું ગદર ૨ પઠાણ કરતાં સારી છે? આવા અનેક પ્રશ્નો ચાહકોના મનમાં ઉદ્ભવતા જ હશે કારણ કે આજકાલ દરેક જગ્યાએ સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મની ચર્ચા છે.

ફિલ્મે ભારતમાં ૪૦૦ કરોડ તો વર્લ્ડવાઈડ ૫૦૦ કરોડથી વધુ કમાણી કરી :

તો જણાવી દઈએ કે ફિલ્મે ભારતમાં ૪૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે અને આ ફિલ્મે ૧૪માં દિવસે વર્લ્ડવાઈડ રજનીકાંતના જેલરનો ૫૦૦ કરોડથી વધુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે ચાહકો એ જણાવ આતુર છે કે શું ગદર ૨ શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મનો રેકોર્ડ તોડી શકશે કે નહીં.

૧૪માં દિવસે ગદર ૨ એ કર્યું આટલું કલેક્શન  :

બોક્સ ઓફિસ ટ્રેકરના પ્રારંભિક આંકડા અનુસાર ગદર ૨ એ ૧૪માં દિવસે માત્ર ૮.૨૦ કરોડનું કલેક્શન કર્યું છે, ત્યારબાદ ભારતમાં ફિલ્મનું કુલ કલેક્શન ૪૧૮.૯૦ કરોડ થઈ ગયું છે. બીજી તરફ વર્લ્ડવાઈડ કમાણીની વાત કરીએ તો સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મે ૫૩૦ કરોડથી વધુની કમાણી કરી છે.

બીજા અઠવાડિયામાં કેટલી કમાણી કરી :

બીજા અઠવાડિયામાં કમાણીની વાત કરીએ તો ગદર ૨ ફિલ્મે પહેલા અઠવાડિયામાં ૨૮૪.૬૩ કરોડની કમાણી કરી હતી, તો ૮માં દિવસે ૨૦.૫ કરોડ, ૯માં દિવસે ૩૧.૦ કરોડ, ૧૦માં દિવસે ૩૮.૯ કરોડ, ૧૧માં દિવસે ૧૩.૫૦ કરોડ, ૧૨ દિવસે ૧૨.૧૦ કરોડ તો ૧૩માં દિવસે ૧૦ કરોડની કમાણી કરી હતી.

નોંધનીય છે કે ગદર ૨ એ ૨૦૦૧ની હિટ ફિલ્મ ગદરની સિક્વલ છે, જેમાં સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા ફરી એકવાર જોવા મળ્યા છે. અને ફિલ્મનું પ્રમોશન અને બાકી ખર્ચા સહિત કુલ બજેટ માત્ર ૮૦ કરોડ છે.

આ પણ વાંચો :-