માત્ર ૪૦ મિનિટમાં ચાર્જિંગ, ૨૩૩ કિમી સુધીની રેન્જ : KIAએ લોન્ચ કરી મિની ઈલેક્ટ્રિક કાર, જાણો કેટલી છે કિંમત

Share this story
  • કંપનીએ ગ્લોબલ માર્કેટમાં નવી મિની ઈલેક્ટ્રિક કાર kia ray EV રજૂ કરી છે. કંપનીની આ લાઈનઅપની એન્ટ્રી લેવલ ઈલેક્ટ્રિક કાર છે. આ નવી ઈલેક્ટ્રિક કારની ઓફિશિયલ બુકિંગની શરૂઆત કરવામાં આવી છે.

સાઉથ કોરિયન નિર્માતા કંપની કિયા મોટરે (kia motor)એ ઈલેકટ્રિક વ્હીકલ પોર્ટફોલિયોમાં એક નવું મોડેલ રજૂ કર્યું છે. કંપનીએ ગ્લોબલ માર્કેટમાં નવી મિલી ઈલેક્ટ્રિક કાર kia ray EV રજૂ કરી છે. કંપનીની આ લાઈનઅપની એન્ટ્રી લેવલ ઈલેક્ટ્રિક કાર છે. આ નવી ઈલેક્ટ્રિક કારની ઓફિશિયલ બુકિંગની શરૂઆત કરવામાં આવી છે.

કંપનીએ જણાવ્યું કે, ‘અર્બન ડ્રાઈવિંગને ધ્યાનમાં રાખીને ‘kia ray’ ઈલેક્ટ્રિક કાર રજૂ કરવામાં આવી છે. આ કારનો લુક અને ડિઝાઈન તેના પેટ્રોલ સાથે મેચ થાય છે. જે લોકો ઓછી કિંમતમાં એન્ટ્રી લેવલની મિની ઈલેક્ટ્રિક કાર ખરીદવા માંગે છે, તે લોકો માટે આ કાર એકદમ યોગ્ય છે. કંપનીએ આપેલ જાણકારી અનુસાર આ મિની ઈલેક્ટ્રિક કારની કિંમત ૨,૭૭,૫૦,૦૦૦ સાઉથ કોરિયન વોન (૧૭.૨૭ લાખ રૂપિયા) છે.’

આ ઈલેક્ટ્રિક કાર ૬ કલરમાં રજૂ કરવામાં આવી છે. જેમાં એક નવો સ્મોક બ્લ્યૂ કલર પણ શામેલ છે. કંપનીએ ઈન્ટીરિયરને લાઈટ ગ્રે અને બ્લેક ઓપ્શન આપ્યો છે. આ કેબિનમાં ૧૦.૨૫ ઈંચનો ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યો છે. ઉપરાંત કોલમ સ્ટાઈલ ઈલેક્ટ્રોનિક શિફ્ટ લીવર, ફ્લેટ ફોલ્ડિંગ સીટ જેવી સુવિધા આપવામાં આવે છે. ફ્લેટ ફોલ્ડિંગ સીટ કારના કેબિનમાં સ્પેસ વધારવાનું કામ કરે છે.

આ કારની લંબાઈ ૩,૫૯૫ મિમી, પહોળાઈ ૧,૫૯૫ મિમી, ઉંચાઈ ૧,૭૧૦ મિમી અને વ્હીલબેઝ ૨,૫૨૦ મિમી છે. kia ray EVમાં ૩૨.૩ kwh ક્ષમતાનું LFP (લિથિયમ ફેરોફોસ્ફેટ) બેટરી પેક આપવામાં આવ્યું છે. ૬૪.૩ kw ક્ષમતાની ઈલેક્ટ્રિક મોટર ૮૬ hpનો પાવર આઉટપુટ અને ૧૪૭ nm ટાર્ક જનરેટ કરે છે. આ કાર સિંગલ ચાર્જમાં ૨૦૫ કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. સિટી કંડિશનમાં આ રેન્જ ૨૩૩ કિલોમીટર સુધી વધી જાય છે.

ચાર્જિંગ ટાઈમ :

ઈલેક્ટ્રિક કારને ૧૫૦ કિમીની ક્ષમતાના ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને ૪૦ મિનિટમાં ૧૦ ટકાથી ૮૦ ટકા સુધી ચાર્જ કરી શકાય છે. ઉપરાંત ૭ કિલોવોટનું ઓપ્શનલ પોર્ટેબલ ચાર્જર આપવામાં આવે છે. જે બેટરીને ધીમે ચાર્જ કરે છે. આ ચાર્જરથી કારની બેટરી ચાર્જ થવામાં ૬ કલાકનો સમય લાગે છે.

કારનું બુકિંગ :

સાઉથ કોરિયન માર્કેટમાં આ કાર રજૂ કરવામાં આવી છે. જ્યાં અધિકૃત બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. વેચાણ માટે આ કાર ૧૨ સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે.

બેટરી વોરંટી :

ઈલેક્ટ્રિક કારમાં ૧૪ ઈંચના વ્હીલ સાથે વેન બોડી સ્ટાઈલનો પણ ઓપ્શન આપવામાં આવે છે. જેમાં સિંગલ અને ડબલ સીટ આપવામાં આવી છે. આ કારમાં સ્લાઈડિંગ દરવાજાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારની બેટરી પર કંપની ૧૦ વર્ષ (૨ લાખ કિમી) સુધીની વોરંટી આપે છે.

આ કાર ભારતમાં લોન્ચ થશે કે નહીં ?

કંપની તરફથી આ બાબતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. કિઆ સેલ્ટોસ ફેસલિફ્ટ લોન્ચ સમયે કિઆ ઈન્ડિયાના નેશનલ સેલ્સ એન્ડ માર્કેટિંગ હેડ પ્રમુખ હરદીપ સિંહ બરારે જણાવ્યું હતું કે કંપની માસ માર્કેટમાં આ કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં આ કાર ઈન્ડિયન માર્કેટમાં રજૂ કરવામાં આવશે. kia ray EV ગ્લોબલ માર્કેટમાં રજૂ કરવામાં આવી છે.

થોડા દિવસ પહેલા મોરિસ ગેરાજેજે પણ ભારતીય માર્કેટમાં સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર MG comet EV લોન્ચ કરવામાં આવી હતી. આ કારનો લુક kia ray EV સમાન છે. MG comet EV કારની કિંમત ૭.૯૮ લાખથી ૯.૯૮ લાખ રૂપિયા છે. ૧૭.૩ kwhના બેટરી પેકવાળી આ કાર સિંગલ ચાર્જમાં ૨૩૦ કિલોમીટર સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે.

આ પણ વાંચો :-