Home Blog Page 931

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ૧૫૨ કિલો શુદ્ધ ઘીમાંથી તૈયાર કરાઈ ઉમિયા માતાજીની મૂર્તિ

0

નવલી નોરતાની રાત એવા નવરાત્રી પર્વ ચાલી રહ્યા છે. આ પર્વ દરમિયાન ખેલૈયાઓ ગરબે ઝૂમતા હોય છે. માતાના ગરબા ના તાલે નાચતા હોય છે. જે નવરાત્રી પર્વનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષે બદલાયો છે. કારણ કે જે નવરાત્રી પહેલા શેરી ગરબા સ્વરૂપે લોકો ઉજવણી કરતા હતા તે હવે પાર્ટી પ્લોટ અને ક્લબોમાં સાઉન્ડ સિસ્ટમ સાથે મનાવાઇ રહી છે. પરંતુ હજુ પણ કેટલાક સ્થળો એવા છે કે જ્યાં શેરી ગરબા ની પરંપરા યથાવત છે.

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલ ભંડેરી પોળના રહીશોએ સાચવી રાખી છે. જેઓ શેરી ગરબા કરીને નવરાત્રી પર્વની ઉજવણી કરી રહ્યા છે. સાથે જ છેલ્લા 30 વર્ષથી તેઓ માતાજીની મૂર્તિ શુદ્ધ ઘી માંથી બનાવીને નવરાત્રી પર્વની ઉજવણી કરી રહ્યા છે. જે મૂર્તિ છેલ્લા 30 વર્ષથી પોળ અને પોળના બહારના લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર પણ બની છે.

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ૧૫૨ કિલો શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવેલ મૂર્તિને સાચવવા માટે દરરોજ 600 કિલો જેટલો બરફનો ઉપયોગ કરાય છે. સાથે જ મૂર્તિ પર ઠંડા પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે. જેથી કરીને ઘીની મૂર્તિ ઓગળે નહીં. મૂર્તિ બન્યા બાદ તેનો ઉઠાવ આવે તેના માટે મૂર્તિ પર વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી કલરનો ઉપયોગ કરી તેને શણગારવામાં પણ આવી છે.

જે મૂર્તિ નવરાત્રી પર્વ શરૂ થયેથી પૂનમ સુધી આ મૂર્તિના દર્શન માટે ખુલ્લી રાખવામાં આવે છે. આમ ૧૫ દિવસમાં 9000 કિલો બરફનો મૂર્તિને સાચવવા માટે કરવામાં આવે છે. ત્યાર બાદ આ મૂર્તિનું ઘી ઓગાળી તેને લોટ સાથે મિક્સ કરીને નદીમાં પધરાવવામાં આવે છે. જેથી કરીને લોકોની આસ્થા અને શ્રદ્ધા જળવાઈ રહે. એમજ આ પોળ ખાતે નવરાત્રીના એક દિવસે વેશભૂષા કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. જ્યાં લોકો પૌરાણિક કથા પ્રમાણેના વસ્ત્રો પહેલી ઉજવણી કરે છે. જેથી પૌરાણિક સંસ્કૃતિ પણ જળવાઈ રહે. અને આજના આધુનિક જમાના સાથે ચાલતા યુવાનોને પૌરાણિક સંસ્કૃતિ શુ છે તેનાથી માહિતગાર પણ કરી શકાય.

આ પણ વાંચો :-

ગુજરાત સરકારે ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30% વધારો કર્યો, જુઓ કોને કેટલો મળશે

0

ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં સરકારી નોકરી કરતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દિવાળી પહેલા ગુજરાત સરકાર ફિક્સ પેના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. દિવાળી પહેલા સરકાર ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકાના વધારાની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે, લાંબા સમયથી પગાર વધારો આપવાનો બાકી હતો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત ૬૧,૫૬૦ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.૧ લી ઓક્ટોબર ૨૦૨૩ની અસરથી કરવામાં આવશે.

ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

આ નિર્ણયથી વર્ગ-૩ના ૪૪૦૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૩૮,૦૯૦ થી વધીને રૂ. ૪૯,૬૦૦ થશે. ઉપરાંત વર્ગ-૩ ના ૪૨૦૦ અને ૨૮૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૩૧,૩૪૦ થી વધીને રૂ. ૪૦,૮૦૦ થશે. વર્ગ-૩ ના ૨૪૦૦, ૨૦૦૦, ૧૯૦૦અને ૧૮૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૧૯,૯૫૦ થી વધીને રૂ. ૨૬,૦૦૦ થશે. જ્યારે વર્ગ-૪ ના ૧૬૫૦,૧૪૦૦ અને ૧૩૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૧૬,૨૨૪ થી વધીને રૂ. ૨૧,૧૦૦ થશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.૫૪,૮૬૪ કરોડ રૂપિયાનું ભારણ વધશે.

આ પણ વાંચો :-

ઇઝરાઇલ-હમાસ યુદ્ધને પગલે લેબેનોનમાં હિંસા, અમેરિકા સહિત કઈ દેશો એડવાઈઝરી જાહેર કરી

0

ઇઝરાઇલ અને હમાસ યુદ્ધને કારણે અમેરિકાએ તેના નાગરિકો માટે નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. અમેરિકાએ તેના નાગરિકોને લેબેનોનની યાત્રા ટાળવાની સલાહ આપી છે. અમેરિકાની સાથે જ બ્રિટન, ફ્રાંસ, ઓસ્ટ્રેલિયા, જર્મની અને કેનેડાએ પણ સુરક્ષાના કારણોસર તેના નાગરિકોને લેબેનોન ન જવાની સલાહ આપી છે. અમેરિકાએ લેબેનોન બેરુત ખાતે આવેલા દૂતાવાસમાં કામ કરતા કર્મચારીઓને તથા પરિવારોને ત્યાંથી પરત ફરવા જણાવ્યું છે.

૭ ઑક્ટોબર બાદથી જ ઇઝરાઇલ -લેબનોન સરહદ પર આગ લાગતા ઓછામાં ઓછા ૧૮ લેબનોનના નાગરિકો માર્યા ગયા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમેરિકાની સાથે સાથે ફ્રાન્સે પણ પોતાના નાગરિકોને લેબનોન જવાનું ટાળવાની અપીલ કરી છે. જ્યારે ઘણી પશ્ચિમી એરલાઈન્સે ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. બ્રિટનના વિદેશ કાર્યાલયે લેબનોનમાં રહેતા પોતાના નાગરિકોને જણાવ્યું છે કે તેમને ત્યાં રહેવાની ખરેખર જરૂર છે કે કેમ તે અંગે તેઓ વિચારે. જો જરૂર ન હોય તો તેઓ ચાલ્યા જાય. કેનેડા, સ્પેન, જર્મની અને ઓસ્ટ્રેલિયાએ પણ તેમના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે.

અમેરિકાના સ્ટેટ વિભાગે કહ્યું છે કે ઇઝરાઇલ અને હેઝબુલ્લાહ અને સશસ્ત્ર આતંકવાદી જૂથો વચ્ચે રોકેટ, મિસાઇલ અને તોપ વડે થયેલા હુમલાને કારણે ઉભા થયેલા જોખમની સ્થિતિને કારણે લેબેનોનની યાત્રા ન કરવી જોઇએ. આ યુદ્ધને કારણે મોટાપાયે લેબેનોનમાં વિરોધ પ્રદર્શન થયું છે. અને અમેરિકાના નાગરિકોએ સુરક્ષા જોખમાય તેવા સ્થળોથી દૂર રહેવું જોઇએ.

હેઝબુલ્લાહ સંગઠને કરેલા આહ્વાન બાદ બેઇરૂતમાં અમેરિકી દૂતાવાસ પાસે અનેક લોકોએ એકત્ર થઇને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મંગળવારે રાત્રે તેમણે દૂતાવાસ કચેરી પાસે ફરજ બજાવી રહેલા સુરક્ષાબળના જવાનો સાથે ઝપાઝપી કરી હતી. તેમજ દૂતાવાસ પાસેની ઇમારતને આગ લગાવી અને પથ્થરમારો કરી હિંસા આચરી હતી. ફ્રાંસના દૂતાવાસ પાસે પણ આ પ્રદર્શનકારીઓએ હેઝબુલ્લાહના ઝંડા લહેરાવી પથ્થરમારો કર્યો હતો. લેબેનોનમાં પેલેસ્ટાઇન સમર્થક સંગઠનોએ મોટાપાયે વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું.

આ પણ વાંચો :-

ઇઝરાઇલે ગાઝા પટ્ટીમાં હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો, PM મોદીનું ટ્વિટ, કહ્યું ‘ચિંતાનો વિષય

0

ગાઝા પટ્ટીની એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં ૫૦૦ લોકોના મોત થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાઝાની અલ અહલી હોસ્પિટલ પર થયેલા હુમલા પર શોક વ્યક્ત કર્યો હતો અને આ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. એટલું જ નહીં પીએમ મોદીએ કહ્યું કે આ હુમલામાં સામેલ લોકોની જવાબદારી નક્કી થવી જોઈએ. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં જાન-માલના દુ:ખદ નુકશાનથી ઊંડો આઘાત. પીડિતોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છાઓ. ચાલુ સંઘર્ષમાં નાગરિકોની જાનહાનિ એ ગંભીર અને સતત ચિંતાનો વિષય છે. આમાં સામેલ લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ.

હમાસે ૭ ઓક્ટોબરે ઈઝરાઇલ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ૧૪૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. જવાબમાં, ઈઝરાઇલ ગાઝા પટ્ટીમાં હમાસના લક્ષ્યાંકો પર સતત હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં ૩૦૦૦થી વધુ લોકોના મોત થયા છે.

હમાસ અને ઈઝરાઇલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટીની અલ-અહલી અરબ હોસ્પિટલમાં બ્લાસ્ટમાં ૫૦૦ લોકોના મોત થયા હતા. પેલેસ્ટાઈને દાવો કર્યો છે કે આ હોસ્પિટલ ઈઝરાયેલના હવાઈ હુમલાનો ભોગ બની છે. જ્યારે ઈઝરાઇલ આ આરોપોને નકારી કાઢ્યા છે અને દાવો કર્યો છે કે પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ દ્વારા છોડવામાં આવેલા રોકેટના મિસફાયરને કારણે આ દુર્ઘટના થઈ હતી. ગાઝાની અલ-અહલી અરબ હોસ્પિટલ જ્યાં આ હુમલો થયો તે ઉત્તરી ગાઝામાં છે. આ હોસ્પિટલ એંગ્લિકન ચર્ચ દ્વારા ચલાવવામાં આવે છે. હમાસ અને ઈઝરાઇલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હજારો લોકોએ આ હોસ્પિટલમાં આશરો લીધો હતો. આ કારણે પેલેસ્ટિનિયન અધિકારીઓનું કહેવું છે કે હોસ્પિટલ હુમલામાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. કારણ કે હજુ પણ સેંકડો લોકો કાટમાળ નીચે દટાયેલા છે.

આ પણ વાંચો :-

જર્મન ચાન્સેલરના વિમાનના ઉતરાણ દરમિયાન હમાસે રોકેટ હુમલો કર્યો વિસ્ફોટ

0

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે યુદ્ધ કરી રહેલા ઇઝરાયલની મુલાકાત લીધી હતી. જર્મન ચાન્સેલરના વિમાનના ઉતરાણ દરમિયાન, રોકેટ હુમલો થાય છે અને ધડાકા સંભળાય છે. જર્મન ચાન્સેલરનું વિમાન બેંગુરિયન એરપોર્ટ પર ઉતરી રહ્યું છે અને આ દરમિયાન રોકેટ એટેકનો સાયરન વાગે છે. હુમલાની સાયરન વાગતાની સાથે જ ત્યાં હાજર અધિકારીઓ પોતાની સુરક્ષા માટે રનવે પર સૂઈ જાય છે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ પણ સાયરન વાગતા જ જમીન પર સૂઇ જાય છે.

ઈઝરાયલ અને હમાસ વચ્ચેના ભીષણ યુદ્ધ વચ્ચે જર્મન ચાન્સેલર મંગળવારે ઈઝરાયેલ પહોંચ્યા હતા. ઈઝરાયલમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝના વિમાનના લેન્ડિંગ દરમિયાન કંઈક એવું થયું હતું કે જેનાથી અરાજકતા સર્જાઇ ગઇ હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

ગાઝા હોસ્પિટલ બ્લાસ્ટના સમાચાર વચ્ચે અમેરિકી પ્રમુખ જો બાઇડેન ઇઝરાયલ પહોંચ્યા છે. હોસ્પિટલમાં વિસ્ફોટના કારણે, જોર્ડને કિંગ અબ્દુલ્લા, સીસી, અબ્બાસ સાથે બાઇડેનની મુલાકાત રદ કરી છે.  એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બીઇડેન જે હેતુ માટે આરબ દેશો સાથે બેઠક કરવા જઈ રહ્યા હતા તે હેતુ પૂર્ણ કર્યા વિના જ પાછા ફરવું પડશે. લાગે છે કે ગાઝાની હૉસ્પિટલ પર હુમલો આ યુદ્ધમાં નવો વળાંક લાવવાનું કારણ બનશે.

આ પણ વાંચો :-

કોલેજિયમની બેઠકમાં ૭ ન્યાયિક અધિકારીઓ બનશે જજ, જુઓ કઈ નામ જાહેર

0

એસસી કોલેજિયમે બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે અલહાબાદની હાઈ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયની ભલામણ કરી હતી. તેલંગાણા રાજ્ય હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કર્ણાટક હાઈ કોર્ટના ન્યાયાધીશ આલોક આરાધેની નિમણૂકની પણ ભલામણ કરી હતી.SC કોલેજિયમે ન્યાયાધીશ સુભાસીસ તલાપાત્રાની નિમણૂકની પણ ભલામણ ઓરિસ્સા હાઇ કોર્ટ ઓરિસ્સા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કરી છે.

લેજિયમે બોમ્બે, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મણિપુર, ઓરિસ્સા અને કેરળની હાઈ કોર્ટ માટે નામોની ભલામણ કરી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને સંજીવ ખન્નાએ બુધવારે યોજાયેલી કોલેજિયમની બેઠકમાં આ ભલામણો કરી હતી. કેન્દ્ર દ્વારા નામ મંજૂર કરવામાં આવે તો ગુજરાત હાઈ કોર્ટને એક મહિલા ચીફ જસ્ટિસ મળશે કારણ કે કોલેજિયમે જસ્ટિસ સુનિતા અગ્રવાલને ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકેનો પ્રસ્તાવ મૂક્યો છે.

આંધ્રપ્રદેશની હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ માટે, કોલેજિયમે બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ધીરજ સિંહ ઠાકુરની નિમણૂકની ભલામણ કરી છે. જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ, ન્યાયાધીશ, દિલ્હી હાઈ કોર્ટની કોલેજિયમ દ્વારા મણિપુર હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરવામાં આવી છે.

ન્યાયાધીશો અલગ-અલગ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા માટે તમામ રીતે યોગ્ય છે અને તેથી તેઓ તેમની નિમણૂકની ભલામણ કરવાનો નિર્ણય કરે છે. તેમજ જસ્ટિસ સુનીતા અગ્રવાલના નામ પર વિચાર કરતી વખતે કોલેજિયમે એ હકીકતને ધ્યાનમાં લીધી છે કે તેઓ હાઈ કોર્ટના એકમાત્ર મહિલા મુખ્ય ન્યાયાધીશ હશે કારણ કે હાલમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોમાં કોઈ મહિલા નથી.

આ પણ વાંચો :-

મોદી સરકારે દિવાળી પહેલા મોટી ભેટ, કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો

0

કેન્દ્રની મોદી સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. મોંઘવારી ભથ્થામાં ૪ ટકાના વધારા સાથે તેને ૪૨ ટકાથી વધારીને ૪૬ ટકા કરવામાં આવ્યો છે.

નરેન્દ્ર મોદી સરકારે દિવાળી પહેલા જ મોટી ભેટ આપીને કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. આ પછી તેમને મળતું DA હવે ૪૨ ટકાથી વધીને ૪૬ ટકા થઈ ગયું છે. પહેલેથી જ એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કેન્દ્રીય કર્મચારીઓને આ વખતે પણ ૪% DA વધારો મળી શકે છે. સરકારના આ નિર્ણયથી દેશના લગભગ ૧ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થશે અને તેઓના પગાર અને પેન્શનમાં જોરદાર વધારો થશે.

આ પણ વાંચો :-

ઓપરેશન અજય અંતર્ગત 268 ભારતીય અને 18 નેપાળીઓ સહિત ફ્લાઇટ દિલ્હી પહોંચી

0

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલથી ભારતીય નાગરિકોને લઈને પાંચમી ફ્લાઈટ ભારત આવી પહોંચી છે. સ્પાઈસ જેટની આ ફ્લાઈટ ૨૮૬ મુસાફરોને લઈને આવી છે, જેમાં ૧૮ નેપાળી નાગરિકનો પણ સમાવેશ થાય છે. ભારત સરકારે યુદ્ધ લડી રહેલા ઈઝરાયલમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન અજય શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ ભારતીયો તેમના વતન પરત ફરી રહ્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં પાંચમી ફ્લાઇટ ભારત પહોંચી હોવાની જાહેરાત કરી હતી. તેમણે એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કરતા માહિતી અને પ્રસારણ ખાતાના રાજ્ય મંત્રી એલ મુરુગનની તસવીરો પણ શેર કરી હતી. સ્પાઇસજેટ એરક્રાફ્ટ A૩૪૦ સોમવારે જ પરત ફરવાનું હતું, પરંતુ રવિવારે તેલ અવીવમાં ઉતર્યા પછી, વિમાનમાં તકનીકી સમસ્યા સર્જાઇ હતી. ખામીને દૂર કરવા માટે પ્લેનને જોર્ડન રવાના કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિમાન લોકોને લઈને મંગળવારે તેલ અવીવથી ભારત પરત ફર્યું હતું.

ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે ઇઝરાયલ દૂતાવાસ પણ ભારતના તમામ નાગરિકો જેઓ ભારત પરત ફરવા માગે છે, તેમને સુવિધા આપવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યું છે. નોંધનીય છે કે આ મુસાફરોના પરત આવવાનો ખર્ચ સરકાર ઉઠાવી રહી છે. ઈઝરાયલથી પ્રથમ ચાર્ટર ફ્લાઈટમાં ૨૧૨ ભારતીયો આવ્યા હતા, જ્યારે ૨૩૫ ભારતીય નાગરિકોની બીજો બેચ શનિવારે સવારે પરત આવ્યો હતો.

અત્યાર સુધીમાં ઈઝરાયલથી કુલ ૯૧૮ ભારતીય નાગરિકોને ભારત લાવવામાં આવ્યા છે. આશરે ૧૮,૦૦૦ ભારતીય નાગરિકો ઇઝરાયલમાં રહે છે અને કામ કરે છે, જેમાં સંભાળ રાખનારાઓ, વિદ્યાર્થીઓ, ઘણા આઇટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

અદાણી પર રાહુલ ગાંધીનો મોટા આરોપ, કહ્યું કે મોદી સરકાર અદાણીની તપાસ નથી કરાવતી

0

દેશમાં વીજળીના બિલ વધવા પાછળ અદાણી જ જવાબદાર છે. આ મામલે તેમણે મોદી સરકારને ઘેરી હતી અને સવાલ કર્યો હતો કે એવું તો શું ખાસ છે કે મોદી સરકાર અદાણીની તપાસ નથી કરાવતી? રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદ યોજીને આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે અદાણીને જેવું મન ફાવે તેમ કરે છે છતાં સરકાર તેમની તપાસ નથી કરાવતી.

મધ્યપ્રદેશમાં વીજળી મોંઘી હોવા પાછળ અદાણી ગ્રૂપનો જ હાથ છે. તેમણે વિદેશી અખબારનો હવાલો આપી કહ્યું કે અદાણી ગ્રૂપે 32 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. અદાણીએ દેશના ગરીબોના પૈસા ચોર્યા છે. તેમણે કહ્યું કે આ મામલે પીએમ મોદી ખુદ અદાણીના રક્ષક બની ગયા છે અને તેમને બચાવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણીએ ઈન્ડોનેશિયા પાસેથી કોલસા ખરીદયા અને જ્યારે તે કોલસો ભારત પહોંચ્યો તો તેના ભાવ વધારી દેવાયા. આ રીતે અદાણી ગ્રૂપને આશરે ૧૨ હજાર કરોડ રૂપિયા ભારતીય નાગરિકોના ખિસ્સાથી મળી ગયા. તેમણે કોલસાનો ભાવ વધારી દીધો એટલે વીજળી પણ મોંઘી થઈ ગઈ. ભારતના નાગરિકોએ એ સમજવું પડશે કે તમારા વીજળીના બિલ જે વધી રહ્યા છે તેનાથી ૧૨ હજાર કરોડ રૂપિયા સીધા અદાણીના ખિસ્સામાં ગયા છે. તેમણે કહ્યું કે રસપ્રદ વાત એ છે કે આ સમાચાર સામે આવે છે પણ ભારતીય મીડિયા એક પણ સવાલ નથી કરતો. તેમણે કહ્યું કે શરદ પવાર દેશના વડાપ્રધાન નથી. દેશના વડાપ્રધાન પીએમ મોદી છે એટલા માટે હું તેમને જ સવાલ કરીશ. જો શરદ પવાર દેશના વડાપ્રધાન હોત તો હું તેમને પણ સવાલ પૂછવામાં પીછેહઠ ન કરત. આ ટિપ્પણી તેમણે એક પત્રકારના સવાલના જવાબમાં કરી હતી.

આ પણ વાંચો :-

 

 

નવાઝ શરીફના જમાઈ સફદરેએ ભારત અને ઇઝરાઇલને પરમાણુ બોમ્બની ધમકી આપી

0

ઇઝરાઇલ-હમાસના સંઘર્ષમાં દુનિયા બે ભાગમાં વહેંચાઇ ગઇ છે. અમેરિકા, યુકે, ભારત, ફ્રાન્સ, જર્મની જેવા દેશો ઇઝરાઇલને સાથ આપી રહ્યા છે તો રશિયા અને મુસ્લિમ દેશો હમાસનું સમર્થન કરી રહ્યા છે. હવે આ મુદ્દે પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ નવાઝ શરીફના જમાઈ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા કેપ્ટન સફદરે એક રેલીને સંબોધતા ખુલ્લેઆમ ભારત અને ઈઝરાયલ વિરુદ્ધ ઝેર ઓક્યું છે અને મુસ્લિમોને ગઝવા-એ-હિંદ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સફદરે ઇઝરાઇલ અને ભારતને પરમાણુ બોમ્બની ધમકી પણ આપી છે.

કેપ્ટન સફદરે પેશાવરમાં આયોજિત પેલેસ્ટાઈન તરફી રેલીમાં આ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. પોતાના સંબોધન દરમિયાન સફદરે કહ્યું કે જો મુસ્લિમો જેહાદ નહીં કરે તો તેમને અપમાનનો સામનો કરવો પડશે. મુસ્લિમોએ આગળ વધીને જેહાદ કરવી જ પડશે.

પેલેસ્ટાઇન તરફી રેલીને સંબોધતા સફદરે આગળ કહ્યું હતું કે પેલેસ્ટાઈનમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે, ગાઝામાં બાળકો અને મહિલાઓ પર અત્યાચાર થઇ રહ્યા છે, તેમની કત્લેઆમ કરવામાં આવી રહી છે. આજે પેલેસ્ટાઈનના લોકો તમારી તરફ જોઈ રહ્યા છે. એમને તમારા સાથની જરૂરત છે. ગાઝાના મુસ્લિમોને કહો કે અમે તમારી સાથે છીએ. સફદરે એમ પણ કહ્યું કે પાકિસ્તાનના પરમાણુ બોમ્બ તેમના એકલાના નહીં પણ બધા મુસ્લિમોના છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની કટ્ટરપંથી પક્ષ જમિયત-એ-ઉલામા ઈસ્લામ દ્વારા ગાઝા પર ઇઝરાઇલના હુમલાના વિરોધમાં અને પેલેસ્ટાઇનના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના જમાઈ કેપ્ટન સફદર સંબોધિત કરી રહ્યા હતા. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લાંબા સમય બાદ લંડનથી પાકિસ્તાન પરત ફરી રહ્યા છે, આ પહેલા તેમની પાર્ટીએ તેમના સ્વાગત માટે જોરદાર તૈયારી શરૂ કરી છે અને દેશભરમાં રેલીઓનો રાઉન્ડ શરૂ કર્યો છે.

આ પણ વાંચો :-