Home Blog Page 932

જમ્મુના વિક્રમ પોસ્ટ પર પાકિસ્તાની સેના તરફથી ફાયરિંગ, BSFના બે જાવાનો ઘાયલ

0

આંતરરાષ્ટ્રીય સરહદ પર જમ્મુ જિલ્લાના અરનિયા સેક્ટરમાં વિક્રમ પોસ્ટ પર મંગળવારે રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)ના બે જવાન ઘાયલ થયા હતા. બંને ઘાયલ જવાનોને જમ્મુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરી ૨૦૨૧માં ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે થયેલી યુદ્ધવિરામની સમજૂતી બાદ સીઝફાયર ઉલ્લંઘનની આ પ્રથમ મોટી ઘટના છે.

મંગળવારે રાત્રે ૮ વાગ્યે વિક્રમ પોસ્ટ પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ફરજ પર તૈનાત બે ભારતીય સૈનિકો ગોળીબારમાં ઘવાયા હતા. એકને પેટમાં અને બીજાને હાથમાં ગોળી વાગી હતી. બંને ઘાયલોને તાત્કાલિક બહાર કાઢીને હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા મુજબ બંને હાલત સ્થિર છે.પાકિસ્તાની રેન્જર્સે સરહદ પારથી ઘૂસણખોરી કરતા આતંકવાદીઓને કવર આપવા ફાયર કર્યું હતું. અહેવાલો અનુસાર બીએસએફએ વળતી જવાબ આપતા કાર્યવાહી કરી હતી. જો કે બીએસએફ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

આ પણ વાંચો :-

ધર્મશાલા ખાતે રમાયેલી મેચમાં નેધરલેન્ડે રચ્યો ઇતિહાસ, દક્ષિણ આફ્રિકાને ૩૮ રને હરાવ્યું

0

અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડ ધર્મશાલા ખાતે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડે હરાવીને વન ડે વર્લ્ડ કપમાં બીજો સૌથી મોટો અપસેટ સર્જાયો છે. ધર્મશાલા ખાતે રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી ઇનીંગમાં નેધરલેન્ડે ૨૪૫ (૪૩ ઓવરમાં) રન માંર્યા હતા, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા ૪૨.૫ ઓવરમાં ૨૦૭ રને ઓલઆઉટ થયું હતું. આફ્રિકા વતીથી મિલર સિવાય એક પણ બેટર નોંધપાત્ર પ્રદર્શન કરી શકયા નહોતા.

નેધરલેન્ડ વતી લોગાન વાન બીકે ત્રણ વિકેટ ઝડપી હતી. આર કલેનની જગ્યાએ લોગાન વાન બીકને આજે રમવાની તક મળી હતી. એના સિવાય અન્ય બોલરને બે બે વિકેટ મળી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે સર્વાધિક ૪૩ રન બનાવ્યા હતા. એના સિવાય કેશવ મહારાજે ૪૦ રન બનાવ્યા હતા. કલાસને ૨૮ રન, ડી કોકે ૨૦ રનનુ યોગદાન આપ્યું હતું.

આજે વરસાદના કારણે ૪૩-૪૩ ઓવરની મેચ કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ વન-ડેમાં ૧૫૦ વિકેટ પુરી કરી હતી. બીજી બાજુ નેધરલેન્ડ વતીથી સ્કોટ એડવર્ડ્સના અણનમ ૭૮ રન બાદ બોલરના શાનદાર પ્રદર્શનની મદદથી નેધરલેન્ડ્સે દક્ષિણ આફ્રિકા સામે ૩૮ રને વિજય મેળવ્યો છે. નેધરલેન્ડ્સે ૪૩ ઓવરમાં ૮ વિકેટે ૨૪૫ રન બનાવ્યા હતા, જ્યારે તેના જવાબમાં દક્ષિણ આફ્રિકા ૨૦૭ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

અહીં એ જણાવવાનું કે આ અગાઉ દક્ષિણ આફ્રિકાએ દિલ્હીમાં રમાયેલી પહેલી મેચમાં શ્રીલંકા સામે પાંચ વિકેટે 428 રનનો રેકોર્ડ સ્કોર બનાવ્યા બાદ ૧૦૨ રનથી જીત મેળવી હતી.  ઓસ્ટ્રેલિયાને લખનઉમાં હાર આપી હતી. દક્ષિણ આફ્રિકાએ બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક, ટોપ ઓર્ડર બેટ્સમેન રાસી વાન ડેર ડ્યુસેન અને એડન માર્કરામે પ્રભાવિત કર્યા છે.

ત્રણેયએ શ્રીલંકા સામે સદી ફટકારી હતી જ્યારે હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરે પણ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. નેધરલેન્ડે ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૦૯માં લોર્ડ્સમાં ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જ્યો હતો.

આ પણ વાંચો :-

RBI દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવા દેશની ૨ મોટી બેંકોને દંડ ફટકારવામાં આવ્યો

0

RBI દ્વારા ICICI બેન્કને રૂપિયા ૧૨.૧૯ કરોડ અને કોટક મહિન્દ્રા બેન્કને રૂપિયા ૩.૯૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ RBI દ્વારા બજાજ ફાઈનાન્સ, આરબીએલ બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાને પણ નિયમોનું પાલન નહીં કરવા માટે દંડ ફટકારવામાં આવ્યો હતો.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નિયમોનું ઉલ્લંઘન કરવા માટે દેશની બે મહત્વની અને મોટી બેન્કોને આ દંડ ફટકાર્યો છે. RBIએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, ICICI Bank અને Kotak Mahindra Bankએ કેટલાક નિયમોનું પાલન ન કરવામાં આવતા તેમને દંડ આ ફટકારવામાં આવ્યો છે.

આરબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેન્કને રૂપિયા ૧૨.૧૯ કરોડનો અને કોટક મહિન્દ્રા બેન્કને રૂપિયા ૩.૯૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

પ્રાઈવેટ સેક્ટરની ધિરાણકર્તા આઈસીઆઈસીઆઈ બેન્કે લોન, એડવાન્સિસ સહિત અન્ય બાબતોમાં નિયમોનું પાલન ન કરતા આ દંડ ફટકારાયો છે. જ્યારે કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા પણ કેટલીક નાણાંકીય સેવાઓમાં ખામી હોવાનું સામે આવતા કેન્દ્રીય બેંકે આ દંડ ફટકાર્યો છે.

જોકે, આ પહેલી વખત નથી કે જ્યારે આ રીતે આરબીઆઈ દ્વારા આ રીતે કોઈ બેન્કને દંડ ફટકારવામાં આવ્યો હોય. આ અગાઉ પણ આરબીઆઈએ ૧૭મી ઓક્ટોબરે બજાજ ફાઈનાન્સ, આરબીએલ બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાને નિયમોનું પાલન ન કરવા બદલ દંડ ફટકાર્યો હતો. બજાજ ફાઈનાન્સ પર રૂપિયા ૮.૫૦ લાખ, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા પર રૂપિયા ૧ કરોડ તથા આરબીએલ બેન્કને રૂપિયા ૬૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

ઇઝરાઇલે ગાઝા પટ્ટીમાં હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો, ડોક્ટર્સ અને નર્સ સહીત ૫૦૦ લોકોના મોત

0

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ગઈ કાલે મંગળવારે ઇઝરાઇલે ગાઝા પટ્ટીમાં આવેલી અલ-અહલી અરબ હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલો, ડોક્ટર્સ અને નર્સ સહીત ૫૦૦થી વધુ લોકોના મોત થયા હતા. ઇઝરાઇલી સેના મંગળવારે યુએન દ્વારા સંચાલિત શાળા પર પણ હુમલો કર્યો હતો જ્યાં યુદ્ધને કારણે વિસ્થાપિત થયેલા લોકો શરણ લઇ રહ્યા હતા. ઇઝરાઇલના આ હુમલાઓની આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય સ્તરે ટીકા થઇ રહી છે, ત્યારે આરબ દેશના નેતાઓની જોર્ડનના અમ્માનમાં થનારી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથેની બેઠક રદ કરી છે. હવે મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી શકે છે.

જોર્ડનના વિદેશ પ્રધાન અયમાન સફાદીએ જાહેરાત કરી કે બુધવારે અમ્માનમાં જોર્ડનના કિંગ અબ્દુલ્લા, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી અને પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસની યુએસ પ્રમુખ બિડેન સાથેની શિખર બેઠક રદ કરવામાં આવી છે.

ગાઝાની અલ-અહલી અરબ હોસ્પિટલ પર ઘાતક હુમલાને કારણે સેંકડો લોકોના મોત થયા હતા. હમાસ અને ઈઝરાયલ આ હુમલા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા હતા. સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, ઇજિપ્ત, જોર્ડન અને તુર્કીએ આ હુમલા માટે ઇઝરાઇલને જવાબદાર ઠરાવતા કડક શબ્દોમાં ટીકા કરી હતી. યુએન અને ડબલ્યુએચઓ જેવી સંસ્થાઓએ પણ આ હુમલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. જોકે, ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હુમલા માટે હમાસને જવાબદાર ઠેરવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ પર થયેલા હુમલાને જો બાઈડેને અમાનવીય ગણાવ્યો હતો અને નાગરીકોના મૃત્યું અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું, પરતું તેમણે આ માટે ઇઝરાઇલને જવાદાર ઠેરવ્યું ન હતું. ઇઝરાઇલ માટે સમર્થન અને એકતા વ્યક્ત કરવા જો બાઈડેન આજે બુધવારે તેલ અવીવ પહોંચવાના છે.

આ પણ વાંચો :-

ગુજરાત શિક્ષણ બોર્ડ ચેરમેન એ. જે. શાહનું રાજીનામું, આપ્યું પારિવારિક કારણ

0

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે અચાનક રાજીનામું ધરી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. જોકે, હાલમાં તેમનું રાજીનામું સ્વીકારવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. એટલે કે એ.જે શાહનું રાજીનામું સ્વીકારવાની અરજી હાલ પેન્ડિંગ છે.

નિવૃત્ત IAS અધિકારી એ.જે. શાહ શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે અને ચોખ્ખી છાપ ધરાવે છે. એ.જે શાહ 2016-17માં ઉચ્ચ શિક્ષણ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા અને તેમની પાસે શિક્ષણ બોર્ડનો ચાર્જ પણ હતો. જે બાદ તેઓ નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ પણ તેમને એક્સટેન્શન આપીને બોર્ડના ચેરમેન તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા.

તેમને પાંચમું એક્સટેન્શન મળ્યા બાદ તેમણે અચાનક રાજીનામું ધરી દેતા શિક્ષણ આલમમાં ભારે ચર્ચા ઉઠી છે. એ.જે શાહ લાંબા સમય સુધી બોર્ડના ચેરમેન રહ્યા બાદ પાંચમું એક્સટેન્શન પૂર્ણ થાય તે પહેલા જ તેમણે અચાનક રાજીનામું આપી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

નિવૃત્ત IAS અધિકારી એ.જે. શાહે પારિવારિક કારણ આપી રાજીનામું આપી દીધું છે.  સરકાર દ્વારા હજુ સુધી રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી. સંભવત આગામી થોડાક સમયમાં તેમનું રાજીનામું મંજૂર કરી દેવામાં આવશે. જે બાદ શિક્ષણ બોર્ડમાં નવા ચેરમેનની નિમણૂક થશે.

આ પણ વાંચો :-

 

૧૮,ઓક્ટોબર ૨૦૨૩ / કઈ રાશિના જાતકોનો કેવો દિવસ રહેશે ? આ રાશિવાળાઓ બુધવારનો દિવસ સાચવી લે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ
બપોર સુધી પ્રસન્નતા જળવાય. પરિવારમાં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જુના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્નિ સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી.
વૃષભઃ
બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસીની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધીરતી જણાય. આવક વધે. જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય.
મિથુનઃ
આવકનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભા‌ઇ-બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર-જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારૂ રહે. નોકરી-ધંધામાં મિશ્ર ફળ મળતુ જણાય.
કર્કઃ
આજનો દિવસ શુભત્વનો સંદેશ લાવ્યું છે. નાણાંની વૃધ્ધિ થતી જણાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભ ફળ પ્રાપ્‍ત થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યા પ્રાપ્તિ માટે સારો દિવસ. પત્નિ સાથે આનંદ આરોગ્ય જળવાય.
સિંહઃ
થોડી માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેશે. નાણાંકીય ક્ષેત્રે ફાયદાકારક બનશે. નવા રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બનશે. નવા વાહનની ખરીદી શક્ય બને. ધંધાકીયક્ષેત્રે સફળતા મળશે.
કન્યાઃ
નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ-શાંતિ અને સ્નેહ વધે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયતની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારૂં રહેશે.
તુલાઃ
મોજ શોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડામાં ખર્ચ થાય. બપોર સુધી આવકમાં વૃધ્ધિ થતી જણાય. બપોર બાદ સાવધાનીથી કાર્ય કરવું. માતૃસુખમાં વૃધ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.
વૃશ્ચિકઃ
આદ્યાત્મિકતા વધે. હોંશિયારી અને કાબે‌લીયતથી સફળતા મળે. અધિકારનો દુરૂપયોગ ન કરવો. પ્રપંચથી દૂર રહેવું. કરિયાણા, શાકભાજીના વેપારી, ધાતુનો ધંધો કરવા વાળા માટે લાભ. વિજાતિય પાત્રનું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.
ધનઃ
માનસિક અશાંતિ રહે. વિચારવાયુનું પ્રમાણ વધે. પાણીથી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધા માટે બપોર સુધી સારૂ. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.
મકરઃ
મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારના ધંધાર્થીઓને લાભ.
કુંભઃ
નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઇચ્છુકને સફળતા મળતી જણાય. આત્મ વિશ્વાસમાં વધારો થાય. યોગ્ય નિર્ણય લઇ શકાય. આવક જળવાય કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતિથી કામ લેવું.
મીનઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી.માનહાનિના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે.

આ પણ વાંચો :-

બોમ્બ ધડાકા રોકવા હમાસનું બ્લેકમેઇલિંગ!, બંધક ઈઝરાયલની યુવતીનો જાહેર કર્યો વીડિયો

0

હમાસ અને ઈઝરાઇલ વચ્ચેના યુદ્ધે હવે ભયાનક રૂપ લીધુ છે. હમાસે ઈઝરાઇલ પર કરેલા અચાનક હુમલા બાદ ઈઝરાઇલે યુદ્ધનું એલાન કરી દીધુ હતું. આતંકવાદી સંગઠન હમાસે ગત ૭ ઓક્ટોબરના રોજ ઈઝરાઇલની સરહદમાં ઘૂસીને હુમલો કર્યો હતો ત્યારે તેઓએ અનેક ઈઝરાઇલી અને વિદેશી નાગરિકોનું અપહરણ પણ કરી લીધુ હતું. હવે હમાસે એક ઈઝરાઇલી મહિલાનો વીડિયો શેર કર્યો છે. હમાસની સૈન્ય શાખા ઈજ્જ અદ દીન-અલ-કસ્સામ બ્રિગેડે સોમવારે આ વીડિયો શેર કર્યો હતો. ઈઝરાઇલ અને ફ્રાન્સની બેવડી નાગરિકતા ધરાવતી ૨૧ વર્ષીય મિયા શેમ વીડિયોમાં નજર આવી રહી છે. આ વીડિયો પર ઈઝરાઇલની સેનાએ કહ્યું છે કે આતંકવાદીઓ પોતાને માણસ તરીકે દેખાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

વીડિયોમાં નજર આવી રહ્યું છે કે, મિયાના બંને હાથ પર પટ્ટીઓ બાંધેલી છે અને એક વ્યક્તિ જેનો ચહેરો નથી દેખાઈ રહ્યો તે મિયાના હાથ પર પટ્ટી બાંધી રહ્યો છે. વીડિયોમાં મિયા કહી રહી છે કે ‘આ લોકો મારું ધ્યાન રાખી રહ્યા છે અને મારી સારવાર કરી રહ્યા છે. બધું બરાબર છે. મિયાએ કહ્યું કે, ‘હું માત્ર એટલું જ ઈચ્છું છું કે, શક્ય તેટલી વહેલી તકે મારા ઘરે પરત ફરુ. કૃપા કરીને અમને અહીંથી બહાર કાઢો. હમાસના આતંકવાદીઓએ છેલ્લા દિવસોમાં ઈઝરાઇલના સેડરોટ શહેરમાંથી મિયા સહિત ઘણા લોકોનું અપહરણ કરી લીધુ હતું. મિયા ગાઝા સરહદ નજીક સુકુત મ્યૂઝિક કોન્સર્ટમાં હાજરી આપવા કિબુત્ઝ રીમ ગઈ હતી અને ત્યાંથી જ હમાસના લોકોએ મિયાનું અપહરણ કરી લીધુ હતું.

ઈઝરાઇલની સેનાએ સોશિયલ મીડિયા પર આ વીડિયો પર એક પોસ્ટ શેર કરી છે જેમાં IDFએ લખ્યું કે મિયાનું ગયા અઠવાડિયે અપહરણ કરવામાં આવ્યું હતું. IDFએ આ અંગે મિયાના પરિવારને જાણ કરી હતી અને તે પીડિતાના પરિવારના સતત સંપર્કમાં છે. હમાસ દ્વારા શેર કરવામાં આવેલો વિડિયો પોતાને માણસ તરીકે બતાવવાનો પ્રયત્ન છે. પરંતુ તે એક ખૂંખાર આતંકવાદી સંગઠન છે અને તે જ મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની હત્યા અને અપહરણ માટે જવાબદાર છે. IDFએ જણાવ્યું હતું કે તે મિયા સહિત તમામ અપહરણ કરાયેલા લોકોને પરત લાવવા માટે ગુપ્તચર ઓપરેશન ચલાવી રહી છે.

આ પણ વાંચો :-

PM મોદીનું એલાન, ચંદ્રયાન બાદ ચંદ્ર પર ઉતરશે પહેલો ભારતીય, આવી ગઈ ડેડલાઈન

0

ભારતે ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર અવકાશયાત્રી મોકલવાનું લક્ષ્ય રાખ્યું છે કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અવકાશ વિભાગને સૂચનાઓ જારી કરી હતી જેમાં ૨૦૩૫ સુધીમાં સ્પેસ સ્ટેશનની યોજના શામેલ છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વડા પ્રધાને નિર્દેશ આપ્યો હતો કે ભારતે હવે નવા અને મહત્વાકાંક્ષી લક્ષ્યો માટે લક્ષ્ય રાખવું જોઈએ, જેમાં ૨૦૩૫ સુધીમાં ‘ભારતીય અંતરીક્ષા સ્ટેશન’ (ભારતીય અવકાશ મથક) ની સ્થાપના અને ૨૦૩૫ સુધીમાં પ્રથમ ભારતીયને ચંદ્ર પર મોકલવાનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને શુક્ર અને મંગળના મિશન પર કામ કરવાની પણ અપીલ કરી છે.

ચંદ્ર પર માનવ મોકલવા અને સ્પેસ સ્ટેશન ઊભું કરવાના વિઝનને સાકાર કરવા અંતરિક્ષ વિભાગ ચંદ્રના સંશોધન માટે એક રોડમેપ તૈયાર કરશે. ચંદ્રના સાઉથ પોલ પર પહેલી વાર અવકાશયાન ઉતારીને તથા સૂર્ય માટેના આદિત્ય મિશનને લોન્ચ કર્યાં બાદ ભારતને સ્પેશમાં વધારે પગપેસારો કરવાનો નિર્ણય કર્યો છે અને હવે ભારત સ્પેસની દિશામાં એક મોટું કામ કરવા જઈ રહ્યું છે.

ભારતની અવકાશ મહત્ત્વાકાંક્ષાઓને ત્યારે વેગ મળ્યો જ્યારે તેએ ઓગસ્ટમાં ચંદ્રના વણશોધાયેલા દક્ષિણ ધ્રુવ નજીક અવકાશયાન ઉતારનાર પ્રથમ દેશ બન્યો. ભારતે જે સમયે ચંદ્રયાન ઉતાર્યું હતું તે જ સમયે રશિયાનું ચંદ્ર માટેનું લૂના મિશન પણ ફેલ ગયું હતું.

આ પણ વાંચો :-

 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી UNમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે નિયુક્ત

0

સરકારે ભારતના વિદેશ મંત્રાલયના ગતિશીલ પ્રવક્તા અરિંદમ બાગચીને મોટી જવાબદારી સોંપી છે. વિદેશ મંત્રાલયમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવતા અરિંદમ બાગચીની સરકાર દ્વારા જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતના આગામી રાજદૂત/સ્થાયી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ખુદ વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે.

અરિંદમ બાગચી ૧૯૯૫ બેચના IFS અધિકારી છે. તેઓ હાલમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં અધિક સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. જો અહેવાલોનું માનીએ તો, અરિંદમ બાગચીને એડિશનલ સેક્રેટરીના પદ પર પ્રમોશન મળ્યા બાદ થોડા સમય પહેલા એમ્બેસેડરના પદ પર નિમણૂક કરવામાં આવી હતી. જો કે, G-૨૦ સમિટને ધ્યાનમાં રાખીને તેમને આ પદ પર ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અરિંદમ બાગચી ટૂંક સમયમાં કાર્યભાર સંભાળે તેવી અપેક્ષા છે.

અરિંદમ બાગચી માર્ચ ૨૦૨૧ થી વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું મહત્વપૂર્ણ પદ સંભાળી રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન, બાગચીએ ભારતની વિદેશ નીતિનું પ્રતિનિધિત્વ કરવામાં અને વૈશ્વિક મીડિયા સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે કોવિડ-૧૯ રોગચાળા અને ચીન સાથે LAC પર તણાવ જેવા ઘણા મોટા મુદ્દાઓ પર વિશ્વ સમક્ષ ભારતનો પક્ષ રજૂ કર્યો. અગાઉ બાગચી ક્રોએશિયામાં ભારતીય રાજદૂત અને પડોશી દેશ શ્રીલંકામાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત, તેમણે પીએમ ઓફિસ અને ન્યૂયોર્કમાં યુએનમાં ભારતના કાયમી મિશનમાં ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.

અરિંદમ બાગચી જિનીવામાં સંયુક્ત રાષ્ટ્રમાં વર્તમાન ભારતીય રાજદૂત ઈન્દ્ર મણિ પાંડેનું સ્થાન લેશે. ઈન્દ્રમણિ પાંડે ત્રણ વર્ષના કાર્યકાળ બાદ નવી દિલ્હી પરત ફરવાના છે. વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તાનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. જો કે સૂત્રોનું માનીએ તો આ પદ માટે મોરેશિયસ હાઈ કમિશનર નંદિની સિંગલા, જોઈન્ટ સેક્રેટરી નાગરાજ નાયડુ કાકનુર સહિત ચાર રાજદ્વારીઓના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :-

 

ઇઝરાઇલ યુદ્ધથી સુરતને 4200 કરોડના બિઝનેસને મંદીના ગ્રહણની સંભાવના

0

સુરત હીરાનગરી તરીકે ઓળખાય છે. પરંતુ તે સુરતી હીરાઓના વેપાર પર એક પછી સંકટોના વાદળો ઘેરાઈ રહ્યા છે. પહેલા યુક્રેન-રશિયા યુદ્ધ સમયે હજારો કરોડના વેપાર પર અસર થઈ અને હવે ઈઝરાઇલ અને હમાસ વચ્ચેના યુદ્ધાની અસર હીરા ઉદ્યોગ પર પડી રહી છે. કારણ કે, સુરત અને ઈઝરાઇલ વચ્ચેના વેપારનું મૂલ્ય આશરે ૪૨૦૦ કરોડ રૂપિયા છે. યુદ્ધની આના પર વિપરીત અસર થઈ શકે છે. તહેવારોની સિઝન શરૂ થતાં હીરા ઉદ્યોગના કર્મચારીઓમાં નિરાશાની લાગણી જોવા મળી રહી છે.

સુરતના ૨૦ થી વધુ હીરાના વેપારીઓની ઈઝરાઇલમાં ઓફીસ છે. જેનાથી કરોડો રૂપિયાનો બિઝનેસ થાય છે. વેપારીઓનું માનવું છે કે માત્ર ઈઝરાઇલ યુદ્ધને કારણે જ નહીં પરંતુ વૈશ્વિક આર્થિક મંદી અને રશિયા-યુક્રેનના સંઘર્ષને કારણે પણ તેમના ધંધાને અસર થઈ રહી છે.”GJEPC ના ઘણા સભ્યો, જેઓ નિકાસ અને આયાત કરે છે, તેઓ ઈઝરાઇલ સાથે સીધા જોડાણ ધરાવે છે. ઘણી કંપનીઓ ત્યાં તેમની ઓફિસ ધરાવે છે અને ત્યાં કેટલાક ઉત્પાદન એકમો પણ રાખે છે, જે કદાચ ઈઝરાઇલની ટેકનોલોજી અને અમારા ઉદ્યોગની કટીંગ નીતિ પર આધાર રાખે છે. ચોક્કસપણે તેમની વચ્ચે સીધો સંબંધ છે.

નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં ભારત અને ઈઝરાઇલ વચ્ચે જેમ્સ અને જ્વેલરીનો વેપાર $૨.૦૪ બિલિયન હતો, જે નાણાકીય વર્ષ ૨૦૧૨માં $૨.૮ બિલિયન હતો. ઈઝરાયેલના તમામ ભાગોમાં કોઈ યુદ્ધ ચાલી રહ્યું નથી, તે સરહદનો ભાગ છે કે નહીં તેના આધારે. જો તમે કોઈ દેશની અંદર જે અસર થઈ છે તે જુઓ, તો ત્યાંથી યુદ્ધ ચાલી રહ્યું છે. જો તે સમાપ્ત થાય વહેલી તકે તે તમારા માટે સારી બાબત છે અને ભવિષ્યમાં તેની અસર પડી શકે છે કારણ કે જો તે લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તે આપણી દિવાળીની મુખ્ય સિઝન છે અને આગામી ક્રિસમસ આવશે. જે વિશ્વ માટે શ્રેષ્ઠ સિઝન છે. લાંબા સમય સુધી ચાલુ રહે છે તો તેમાં વધુ અસર પડશે. સમસ્યાઓનો કોઈ ઉકેલ દેખાતો નથી અને સુરતના હીરા ઉદ્યોગ માટે ભવિષ્ય અંધકારમય લાગે છે.

આ પણ વાંચો :-