Home Blog Page 922

ગુજરાત ST વિભાગને વધુ ૪૦ નવી બસ, હર્ષ સંઘવીએ આપી લીલી ઝંડી, UPI થી ટિકિટ બુકિંગ શરૂ

0

તહેવારો દરમિયાન રાજ્યના ST વિભાગને વધુ ૪૦ નવી બસ મળી છે. વાત જાણે એમ છે કે, રાજ્યના વાહન વ્યવહારમંત્રી હર્ષ સંઘવીએ આજે નવી ૪૦ બસોને લીલી ઝંડી આપી હતી. મહત્વનું છે કે, ST નિગમ દ્વારા ૨x૨ બસ બનાવવામાં આવી છે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૧ વર્ષમાં મોટી સંખ્યામાં નવી બસો શામેલ થઇ છે. આ સાથે UPI થી એસટી બસમાં ટિકિટ બુકિંગનો પણ આજથી પ્રારંભ થયો છે.

આજે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે એસટી નિગમને વધુ ૪૦ બસ મળી છે. વિગતો મુજબ આ ૪૦ બસમાંથી અમદાવાદ વિભાગને ૧૫ અને મહેસાણાને ૭ બસ ફાળવાઈ છે. આ સાથે બરોડા ડેપોને ૧૦, ગોધરા ડેપોને ૬ અને ભરૂચ ડેપોને ૨ બસની ફાળવણી કરવામાં આવી છે. મહત્વનું છે કે, UPIથી ST બસમાં ટિકિટ બુકિંગનો પણ આજથી પ્રારંભ થયો છે.

છેલ્લા ૧ વર્ષમાં મોટી સંખ્યામાં નવી બસો શામેલ થઇ છે. આવનારા એક વર્ષમાં વધુ ૨ હજાર બસો લાવવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, ગુજરાતના નાગરિકોની સેવામાં એસટી નિગમને સફળતા મળશે. એસટી નિગમની બસોમાં હવે UPIની સુવિધા પણ મળશે. હર્ષ સંઘવીએ કહ્યું કે, નવા ૨ હજાર UPI મશીન આપવામાં આવ્યા છે. જેથી હવે સીધું ઓનલાઈન UPIના માધ્યમથી પેમેન્ટ થઈ શકશે. આ સાથે તેમણે કહ્યું કે, ફરવાલાયક સ્થળો પર એસટી વિભાગની કનેક્ટિવિટી વધારાશે.

આ પણ વાંચો :-

૨૫,ઓક્ટોબર ૨૦૨૩/આજનું રાશિફળ : ધન રાશિના જાતકો આળસ અને બેદરકારીને તમારા પર હાવી ન થવા દો, અન્ય વ્યક્તિને તમારા કામમાં દખલ ન થવા દો

0

મેષઃ
બપોર સુધી માનસિક સ્વાસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સારી રહેશે. પરિવારમાં આનંદ જળવાશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધામાં લાભ. બપોર બાદ આવક ઘટતાં માનસિક અશાંતિ વધે. નવા રોકાણો ટાળવા. દામ્પત્ય જીવનમાં સંતોષ.
વૃષભઃ
બપોર સુધી આપની તથા પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી બને છે. આવક અંગે પણ અસંતોષ રહે. બપોર પછી પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. આવક અને આરોગ્ય બન્ને જળવાય. દામ્પત્ય સુખમાં પણ વૃધ્ધિ થાય.
‌મિથુનઃ
આર્થિક બાબતો અંગે સારો દિવસ. પરિવારમાં પણ શાંતિ રહે. રોકાણોમાંથી લાભ. નોકરી-ધંધામાં સફળતા. સંતાન સુખમાં વધારો થાય. પરંતુ બપોર બાદ તમામ પરિસ્થિતિમાં ઘટાડો થતો જણાય. આવક ઘટે, નોકરીમાં ચિંતા તથા આરોગ્ય સાચવવું.
કર્કઃ
દિવસ દરમ્યાન શુભફળનો અનુભવ થાય. માનસિક શાંતિ રહે. આવક વધતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નવું જાણવાનો યોગ બને. ધંધામાં લાભ. મિત્રોનો સહકાર મળે.
‌સિંહઃ
થોડા નકારાત્મક વિચારો સતાવે. છતાં આવક વધતી જણાય. કુટુંબમાં સંપ રહે. કાર્ય સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આરોગ્ય સારૂ રહે. દામ્પત્ય જીવનમાં મધુરતા રહે.
કન્યાઃ
નાણાંની વૃધ્ધિ થતી જણાય. નાના-ભાઇ બહેનની સફળતાથી આનંદ. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. રાખવી જરૂરી. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય સંબંધી ચિંતા દૂર થતી જણાશે.
તુલાઃ
જુસ્સો, ચાણક્યનીતિ, સાચું-ખોટું પારખવાની કુદરતી શક્તિમાં વધારો થાય. ન્યાયી વલણ રહે. આવકનો નવો સ્ત્રોત ખુલતો જણાય. ખરીદી-વેચાણ, ફાયનાન્સ, બ્રોકર, કાચ, પ્લાસ્ટીકના ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય.
વૃ‌શ્ચિકઃ
બપોર સુધી થોડી માનસિક ચિંતા રહે. આવકમાં ઘટાડો અનુભવાય. ભાગ્યનો સાથ મળે નહીં. પરંતુ બપોર પછી જુસ્સામાં વધારો થાય. ન્યાયી વલણ રહે. યોગ્ય નિર્ણય લઇ શકાય. બેંકીંગ, શિક્ષણ, ઇન્કમટેક્ષ, સેલ્સટેક્ષના ધંધાવાળા માટે પ્રગતિ.
ધનઃ
બપોર સુધીનો સમય સારો છે. આવક જળવાય. મિત્રોનો તથા સંતાનનો સાથ. સહકાર મળતો જણાય. ધંધાકીયક્ષેત્રે સફળતા. બપોર બાદ પરિસ્થિતિ વિપરિત થતી જણાય. આવક ઘટે. માનસિક ટેન્શન વધે. આરોગ્ય સાચવવું. ખર્ચ ઘટાડવો.
મકરઃ
આનંદની અનુભુતિ થાય. નિર્ણય શક્તિ વધે. પૈસાનો બગાડ અટકાવવો. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે. લક્ષ્મીનો વખતસર લાભ મળે. જુના મિત્રો મળે તથા નવી ઓળખાણ થાય. અન્યની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થાય.
કુંભઃ
ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. ઓછી મહેનતે વધુ લાભ મળતો જણાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. નવો ધંધો કરવાનો રસ્તો મળે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. પિતૃસુખમાં વૃધ્ધિ થાય. નફાકારક રોકાણો કરી શકાય.
મીનઃ
દિવસની શરૂઆતમાં તબિયતમાં ઢીલાશ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. બપોર બાદ તબિયત સુધરતી જણાય. ભાગ્યનો સાથ મળવાને કારણે આવકમાં વધારો થતો જણાય. આદ્યાત્મિક ઉન્નતિ થાય. થોડી માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

આ પણ વાંચો :-

• હમાસે વધુ બે ઇઝરાયેલી મહિલા બંધકોને મુક્ત કરી, અત્યાર સુધીમાં ૫ હજારથી વધુના મૌત

• શિવસેના નેતા સંજય રાઉત કહ્યું કે દેશમાં માત્ર બે સેના, એક સરહદ પર, બીજી શિવસેના

ઈઝરાઇલમાં ઝડપાયેલા હમાસ આતંકીઓનો કંપાવનારા ખુલાસા, મહિલાઓની લાશ સાથે રેપ, જુઓ સમગ્ર બાબત

0

ગાઝા પટ્ટીથી ઈઝરાઇલ પર હુમલો કરનાર આતંકી સંગઠન હમાસ કેટલું ખતરનાક અને બર્બર છે તેનો ખુલાસો તેના જ આતંકીઓએ કર્યો છે. ઝડપાયેલા આતંકવાદીઓએ કબૂલાત કરી હતી કે, તેમને ઈઝરાઇલી બાળકો, મહિલાઓ અને પુરુષો પર એવી રીતે અત્યાચાર કરવાની સૂચના આપવામાં આવી હતી કે માનવતાનો આત્મા ધ્રૂજે ઉઠે. ઈઝરાઇલ સિક્યોરિટીઝ ઓથોરિટીએ એક વીડિયો ક્લિપ શેર કરી છે તેમાં હમાસના આતંકવાદીઓએ ૭ ઓક્ટોબરના રોજ દક્ષિણ ઈઝરાઇલમાં થયેલા જીવલેણ આતંકવાદી હુમલામાં તેમની સક્રિય સંડોવણીની કબૂલાત કરી હતી. પૂછપરછમાં હમાસના આતંકીઓએ કબૂલ કર્યું કે તેમને દરેક ઈઝરાઇલી કેદીના બદલામાં ૧૦ હજાર ડોલર અને ઘરનું વચન અપાયું હતું.

કમાન્ડરે અમને ઈઝરાઇલીઓના માથા વાઢવાનું અને તેમની સાથે જે પણ કરવું હોય તે કરવાનું કહ્યું હતું. વીડિયોમાં હમાસના એક આતંકવાદીને કથિત રીતે કહેતા સાંભળી શકાય છે કે, “જે પણ બંધકોનું અપહરણ કરીને ગાઝા લાવશે તેને ૧૦,૦૦૦ ડોલરનું સ્ટાઈપેન્ડ અને એક એપાર્ટમેન્ટ મળશે. તેને એમ કહેતા પણ સાંભળવામાં આવે છે કે તેના હેન્ડલર્સે તેને ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ અને બાળકોનું અપહરણ કરવાની સૂચના આપી હતી. એક આતંકવાદીએ જણાવ્યું હતું કે, “અમને ઘરોમાં લૂંટ ચલાવવા અને બંધક બનાવવા માટે શક્ય તેટલા લોકોનું અપહરણ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. વીડિયોમાં આતંકવાદીને આગળ કહેતા સાંભળી શકાય છે, “તેનો  કૂતરો બહાર આવ્યો અને મેં તેને ગોળી મારી દીધી. તેનો મૃતદેહ જમીન પર પડ્યો હતો, મેં તેને પણ ગોળી મારી દીધી. કમાન્ડરે મારા પર બૂમ પાડી અને કહ્યું, ‘હું એક શબ પર ગોળીઓ વેડફી રહ્યો છું.’ હમાસના અન્ય એક આતંકવાદીએ જણાવ્યું હતું કે, પોતાના બોસના આદેશનું પાલન કર્યા બાદ તેણે બે મકાનો સળગાવી દીધા હતા. અમે જે કરવા આવ્યા હતા તે પૂરું કર્યું અને પછી બે મકાનો બાળી નાખ્યા. હમાસના એક આતંકવાદીએ કહ્યું, “અમે જીપમાં કિબુત્ઝ આવ્યા હતા. અમે ઘરોના ઓરડાઓ ખોલ્યા અને જ્યાં સુધી બધું પૂરું ન થાય ત્યાં સુધી ત્યાં એક પછી એક હુમલાને અંજામ આપ્યો. અમે ગ્રેનેડ ફેંક્યા, ગોળીઓ ચલાવી. અમારો ઉદ્દેશ એક જ હતો – દરેકને ખતમ કરી નાખવાનો. અમને સ્પષ્ટ સૂચના હતી કે ઘરમાં જે પણ હોય, બાળક હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, સ્ત્રી હોય, બધાને મારવા પડે.

આ પણ વાંચો :-

શિવસેના નેતા સંજય રાઉત કહ્યું કે દેશમાં માત્ર બે સેના, એક સરહદ પર, બીજી શિવસેના

0

શિવસેન નેતા સંજય રાઉતે જણાવ્યું છે કે શિવાજી પાર્કમાં જે રેલી યોજાઇ રહી છે તે રેલી જ શિવસેનાની છે. તેમણે કહ્યું છે છે કે દેશમાં એક જ શિવસેના છે. તો સાથે સાથે તેમણે બાળાસાહેબ ઠાકરે દ્વારા કહેવામાં આવેલ વાત પુનઃઉચ્ચારી હતી કે શિવસેનાની સ્થાપના બાદ ૨૨૦ જેટલી સેનાઓ ફૂટી નીકળી છે. પરંતુ ભારતમાં માત્ર બે જ સેનાઓ છે. એક ભારતની સેના છે જે સરહદ પર છે અને બીજી સેના શિવસેના છે. બાકીની સેનાઓ આવી અને ગઈ.

કાર્યક્રમમાં સંજય રાઉતે RSS પ્રમુખ મોહન ભાગવત દ્વારા કરવામાં આવેલ નિવેદનને લઇને પણ પ્રતિક્રિયા આપી હતી. મોહન ભાગવતે નાગપુરમાં વિજયાદશમી ઉત્સવમાં એક કાર્યક્રમને સંબોધન કરતાં કહ્યું હતું કે દુનિયામાં અને ભારતમાં કેટલાંક ળકો છે જે નથી ઇચ્છતા કે ભારત આગળ વધે. તેઓ સમાજમાં જૂથો અને સંઘર્ષ ઊભો કરવાના પ્રયાસો કરી રહ્યા છે. મોહન ભાગવતના આ નિવેદનનો જવાબ આપતા સંજય રાઉતે કહ્યું હતું કે જો તેઓ વિપક્ષ તરફ સંકેત કરી રહ્યા છેઃ તો તેમણે INDIA ગઠબંધનમાં સામેલ થનાર પહેલી વ્યક્તિ હોવું જોઇએ કારણ કે આજે લોકતંત્ર જોખમમાં છે.

આ પણ વાંચો :-

હમાસે વધુ બે ઇઝરાઇલી મહિલા બંધકોને મુક્ત કરી, અત્યાર સુધીમાં ૫ હજારથી વધુના મૌત

0

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો દૂરદૂર સુધી ક્યાંય અંત આવે તેમ લાગતું નથી. ૧૭ દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં ઇઝરાઇલ અને હમાસ બંને બાજુ જાનમાલનું ભારે નુકસાન થયું છે. યુદ્ધના માઠા પરિણામ બંને સ્થળોએ સ્થાનિકો ભોગવી રહ્યા છે. હમાસે સેંકડો બંધકોમાંથી ૪ને છોડી મુક્યા છે. તેમજ બેવડી નાગરિકતા ધરાવતા વધુ ૫૦ લોકોને છોડીને રેડ ક્રોસને છોડવાનો તેણે નિર્ણય લીધો હતો, પરંતુ તેણે અચાનક મન બદલી લેતા એ ૫૦ લોકોને છોડવા માટે ઇઝરાઇલ સામે તેણે હવે એક શરત મુકી છે. હમાસની આ શરતથી ઇઝરાઇલ ભારે મૂંઝવણમાં મુકાઇ ગયું છે.

હમાસે આ ૫૦ બંધકોને છોડવાના બદલામાં ફ્યૂલ સપ્લાયની માગ કરી છે. ગાઝા પટ્ટીમાં ફ્યૂલ સપ્લાય રોકાઇ જતા ત્યાં મોટું સંકટ પેદા થયું છે. હમાસને પણ તકલીફો પડી રહી છે આથી તે સોદાબાજી પર ઉતરી આવ્યું છે. હમાસ કહી રહ્યું છે કે સંસાધનો આપો અને અમે બંધકોને છોડી મુકીશું. જ્યારે હમાસે ૫૦ બંધકોને છોડવાની જાહેરાત કરી હતી ત્યારે હમાસના નિયંત્રણ ધરાવતા વિસ્તારોમાં ઇઝરાઇલે બોમ્બ ફેંકવાના બંધ કરી દીધા હતા. પરંતુ હમાસે હવે સોદાબાજી શરૂ કરી દેતાં બંધકોનું શું થશે તે હવે એક રહસ્ય છે.

ઇઝરાઇલની ઘેરાબંધી બાદ ગાઝામાં ઈંધણની કટોકટી પેદા થઇ છે. અહીં સ્થિતિ એટલી ખરાબ છે કે ગાઝાના તબીબોએ બે દિવસ પહેલા કડક ચેતવણી આપી હતી કે જો હોસ્પિટલમાં ઈંધણની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો અકાળે જન્મેલા ૧૩૦ બાળકોના મોત થઈ શકે છે. જો કે હમાસે સોમવારે બે વૃદ્ધ ઇઝરાયેલી મહિલાઓને મુક્ત કરી હતી, જ્યારે બે અમેરિકન નાગરિકોને પણ શનિવારે મુક્ત કરવામાં આવ્યા છે. ઇઝરાઇલનો દાવો છે કે હમાસે ૨૨૨ લોકોને ગાઝામાં બંધક બનાવ્યા છે.

આ પણ વાંચો :-

ગાંધીનગરના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીમાં હજારો લોકોએ કર્યો લાખો લિટર ઘીનો અભિષેક

0

ગાંધીનગરના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. દર વર્ષે છેલ્લા નોરતે રૂપાલ ગામમાં હજારો લોકો લાખો લિટર ઘીનો અભિષેક કરે છે. ગામમાં ઘીની નદીઓ વહે છે. ગઈકાલે રાત્રે નવમા નોરતે માતાજીની પલ્લી યોજાઈ હતી. જેમાં દૂર દૂરથી હજારો લોકો માતાજીની પલ્લીના દર્શન કરવા માટે આવ્યા હતાં. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના ૨૭ ચોકમાંથી પસાર થઈ હતી. આ દરમિયાન લાખો લિટર ઘીનો અભિષેક કરાયો હતો.

ગાંધીનગરના રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઉમટે છે. ગામના તમામ કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉમંગથી માના કામમાં લાગી જાય છે. આ પલ્લીમાં હજારો-લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. રૂપાલ ગામમાં ગઈકાલે નવમા નોરતે ઉનાવાના ઠાકોર સમાજના લોકો દ્વારા વરદાયિની માતાજીની પલ્લીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગામની તમામ ગલીઓમાં ઘીની ખાસ ટ્રોલી રાખવામાં આવી હતી. ભક્તો દ્વારા લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. જ્યારે રૂપાલ ગામમાં માતાજીની પલ્લી નીકળે છે ત્યારે ગામના લોકો ઘીનો અભિષેક કરતા નથી. બીજા દિવસે દશેરાએ પલ્લી મંદિરમાં મુકાયા બાદ તેઓ માતાજીને ઘી અર્પણ કરે છે.

આ પણ વાંચો :-

 

સુરતીઓ ૮થી ૧૦ કરોડના ફાફડા-જલેબી ઝાપટી જશે, સવારે ૫:૦૦ વાગ્યાથી લોકો લાંબી કતારોમાં ઊભા રહ્યા

0

સુરતીઓને ખાવાપીવાના શોખીન કહેવાય છે. સુરત થાણીપીણી માટે જાણીતું શહેર છે. દરેક તહેવારમાં અલગ-અલગ વાનગીઓ આરોગવા માટે સુરતીઓ લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેતા પણ અચકાતા નથી. ત્યારે આજે દશેરા છે અને દશેરાના દિવસે સુરતીઓ ફાફડા અને જલેબી ખાવાનું વધારે પસંદ કરે છે. ત્યારે અલગ-અલગ વિસ્તારમાં આવેલી ફરસાણની દુકાનોની બહાર સવારથી જ લોકો લાંબી કતારો લગાવીને ઊભા રહ્યા હતા. સવારે ૫:00 વાગ્યાથી લોકોની લાંબી લાઈનો ફરસાણની દુકાનો બહાર લાગવાનું શરૂ થઈ ગયુ હતું.

એકથી બે કલાકના વેઇટિંગ બાદ પણ જો ફાફડા જલેબી મળે તો પણ સુરતીઓ આ ફાફડા જલેબી ખાવા માટે તૈયાર છે. વેઇટિંગ ગમે તેટલું હોય પરંતુ દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવા જ જોઈએ એવું માનવાવાળા સુરતીઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહી ફાફડા જલેબી ખરીદે છે. ફરસાણની દુકાનવાળા પણ મોડી રાતથી જ ફાફડા જલેબીનો સ્ટોક કરવાનું શરૂ કરી દેતા હોય છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો ફાફડા જલેબી લેવા માટે અહીં આવતા હોય છે. આજે દશેરાના દિવસે સુરતના લોકો લાખો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જશે.

દશેરાને દઈને સુરતમાં અંદાજિત ૮થી ૧૦ કરોડના ફાફડા જલેબી સુરતીઓ ખાઈ જશે. જોકે, સુરતના વેપારીઓએ છેલ્લા ત્રણ દિવસથી લોકોને ફાફડા જલેબી મળી રહે તે પ્રકાંડનું આગોતરું આયોજન પણ કર્યું હતું. વહેલી સવારે ૪:૦૦ વાગ્યાથી તમામ દુકાનો પર ફાફડા જલેબી લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. જો આજે ફાફડા જલેબી ખાવા હોય તો લાઈનમાં ચોક્કસ ઊભા રહેવું પડશે.

આ પણ વાંચો :-

 

૨૦૦૦ની નોટો બંધ, હવે ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટની ચર્ચા, જુઓ RBI શું ખુલાસો કર્યો

0

રિઝર્વ બેંક એ ૨૦૦૦ રૂપિયાની નોટને ચલણમાંથી હટાવવા માટે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીનો સમય આપ્યો હતો. આ તરફ આ સમયમર્યાદા સુધી ૮૭ ટકા ચલણ બેંકોમાં પાછું ગયું છે, પરંતુ હજુ પણ ૧૦ હજાર કરોડ રૂપિયાની ૨૦૦૦ રૂપિયાની નોટો બજારમાં છે. જોકે હવે તેમની માન્યતા સમાપ્ત થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે, જેની પાસે રૂ. ૨૦૦૦ની નોટ છે તેઓ તેનો વ્યવહારમાં ઉપયોગ કરી શકશે નહીં.

તમને બધાને ૮ નવેમ્બર, ૨૦૧૬નો દિવસ ચોક્કસપણે યાદ હશે. રાત્રે ૮ વાગ્યે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત થતાં જ દેશભરમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ તરફ લગભગ ૭ વર્ષ પછી રિઝર્વ બેંકે ફરી એક વાર એ જ જાહેરાત કરી અને આ વખતે ૨૦૦૦ રૂપિયાની નોટને ડિમોનેટાઇઝ કરી. જોકે હવે એક ચર્ચા એવી પણ છે કે,૧૦૦૦ રૂપિયાની નોટ ફરી પાછી આવી રહી છે. જ્યારે આ મામલો સોશિયલ મીડિયા પર ઉછળ્યો ત્યારે રિઝર્વ બેંકે આ મામલે સ્પષ્ટતા કરવી પડી છે.

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે ૧૦૦૦ રૂપિયાની નોટ પરત આવવાની અટકળો લગાવી છે. ઘણા લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે, રૂ.૨૦૦૦ની નોટો બંધ થયા બાદ ટૂંક સમયમાં રૂ. ૧૦૦૦ની કરન્સી સિસ્ટમમાં આવશે. જોકે આના પર રિઝર્વ બેંકે જવાબ આપ્યો છે કે, ૧૦૦૦ રૂપિયાની નોટને ફરીથી લાવવાની કોઈ યોજના નથી. તેમજ આ અંગે ભવિષ્યની કોઈ યોજના પણ નથી.

અર્થતંત્રમાં રોકડની જરૂરિયાત મુજબ ૫૦૦ રૂપિયાની પૂરતી નોટો ચલણમાં છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ ઝડપથી વધી રહ્યું છે તેથી રોકડની જરૂર ઓછી પડશે. અત્યારે સિસ્ટમમાં જોઈએ તેટલો રોકડ પ્રવાહ છે. રિઝર્વ બેંકે પણ લોકોને વિનંતી કરી છે કે, તેઓ કોઈપણ પ્રકારની અફવાનો શિકાર ન બને અને ચલણ અંગે જાગૃત રહે.

આ પણ વાંચો :-

દિલ્હી NCBની અમદાવાદમાં કાર્યવાહી, નશીલી દવા બનાવતી ૩કંપનીમાં દરોડા

0

દિલ્હી NCBએ અમદાવાદમાં મોટી કાર્યવાહી કરી છે. જેમાં અમદાવાદમાં દવાની ૩ કંપનીમાં દરોડા પાડ્યા છે. તેમાં પાર્કોટીક હેલ્થ કેર, કોપીડ હેલ્થસ્યુટીકલ્સ તથા નૈમિદ હેલ્થસ્યુટીકલ્સ પર NCBએ દરોડા પાડ્યા છે. તેમજ પાર્કોટિક હેલ્થકેરના ડાયરેક્ટર જેનીસ ગાંધીની ધરપકડ કરવામાં આવી છે.

નશીલી દવા બનાવતી કંપનીઓ તથા હોલસેલર પર દરોડા પડ્યા છે. અલગ અલગ કંપનીઓમાંથી ૧૯૪ જેટલા બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં નશીલી દવાઓની અંદાજે કિંમત ૫ કરોડ છે. દિલ્હીની NCB ટીમે અલગ અલગ કંપનીઓમાં દરોડા પાડ્યા છે. NDPS એક્ટ હેઠળ NCBએ કાર્યવાહી કરી છે. અગાઉ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને મહારાષ્ટ્ર ડીઆરઆઇ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં રૂપિયા ૫૦૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો અને ડ્રગ્સ બનાવવાનું મટિરિયલ મળી આવ્યું હતું.

નશીલી દવા બનાવતી કંપનીઓ તથા હોલસેલર પર દરોડા પડ્યા છે. અલગ અલગ કંપનીઓમાંથી ૧૯૪ જેટલા બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં નશીલી દવાઓની અંદાજે કિંમત ૫ કરોડ છે. દિલ્હીની NCB ટીમે અલગ અલગ કંપનીઓમાં દરોડા પાડ્યા છે. NDPS એક્ટ હેઠળ NCBએ કાર્યવાહી કરી છે. અગાઉ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને મહારાષ્ટ્ર ડીઆરઆઇ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં રૂપિયા ૫૦૦ કરોડની કિંમતનો ડ્રગ્સનો અને ડ્રગ્સ બનાવવાનું મટિરિયલ મળી આવ્યું હતું.

મહારાષ્ટ્રાના ઔરંગાબાદ (છત્રપતિ સંભાજીનગર)માં અમદાવાદ ક્રાઇમબ્રાંચે બાતમીને આધારે ડીઆરઆઇના અધિકારીઓ સાથે મહારાષ્ટ્ર જીઆઇડીસીમાં આવેલી શ્રી મહાલક્ષ્મી કેમીકલ વર્કસ નામની ધ્વાની ફેક્ટરીમાં દરોડો પાડીને જીતેશ હિન્ગેરિયા (પટેલ) અને તેના પાર્ટનર સંદીપકુમાર કુમાવત (ઔરંગાબાદ) સહિત ત્રણ લોકોની ધરપકડ કરીને ફેક્ટરી, ઓફિસ અને ઘરમાં સર્ચ ઓપરેશન દરમિયાન ૩૦ કિલો કોકેઇન, સાડા ચાર કિલો મેકેડ્રોન, સાડા ચાર કિલો જેટલુ કેટામાઇન અને ૧૦ કિલો જેટલું મેફેડ્રોન ઉપરાંત, ડ્રગ્સ બનાવવાનું કેમીકલ અને ૩૦ લાખની રોકડ જપ્ત કરવામાંઆવી હતી. જેના આંતરરાષ્ટ્રીય બજાર કિમંત ૫૦૦ કરોડ જેટલી અંદાજવામાં આવી હતી.

આ પણ વાંચો :-

અમેરિકાથી ચિંતાજનક રિપોર્ટ ૧૪૦૦ CEOએ રાજીનામાં આપ્યાં, મોટી સંખ્યામાં CEO પદ કેમ છોડી ગયા ?

0

અમેરિકાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે જેને વાંચતા જ તમને મંદીના ભણકારાનો અહેસાસ થઈ જશે. અમેરિકામાં મોટાપાયે સીઈઓએ નોકરીમાંથી રાજીનામાં આપી દીધાના અહેવાલ મળ્યાં છે. સપ્ટેમ્બર સુધીમાં આ વર્ષે જ આશરે ૧૪૦૦ જેટલાં મુખ્ય કાયર્કારી અધિકારીઓએ રાજીનામા ધરી દીધા છે.

જોકે ૨૦૨૨ના આંકડા સાથે CEOના રાજીનામાઓની તુલના કરવામાં આવે તો આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 50 ટકાથી વધુ CEO રાજીનામા આપી ચૂક્યા છે. એક અહેવાલમાં દાવો કરાયો હતો કે ૨૦૨૨માં રેકોર્ડ લેવલ પર રાજીનામા પડ્યા હતા પણ ૨૦૨૩માં સૌથી વધુ CEO નોકરી છોડી છે. આ ડેટામાં ઓછામાં ઓછા ૧૦ કર્મચારીઓ અને બે વર્ષ સુધી અમેરિકી કંપનીઓ સાથે CEO પદ પર જોડાઈ રહેલા અધિકારીઓને જ સામેલ કરાયા છે.

કોરોના મહામારી અને વૈશ્વિક તણાવને લીધે અમેરિકામાં અનેક કંપનીઓ સામે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે જેના લીધે દર વર્ષે કર્મચારીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. બીજી બાજુ CEOએ પણ રેકોર્ડ લેવલ પર રાજીનામા આપ્યા છે. જોકે મહામારી બાદ સ્થિતિ થોડીક સચવાઈ છે.

સરકારી અને બિન લાભકારી ક્ષેત્રમાં સૌથી વધુ સીઈઓએ રાજીનામા આપ્યા હતા. આ સેક્ટરમાંથી ચાલુ વર્ષે ૩૫૦ લોકોએ રાજીનામા ધર્યા જે ગત વર્ષની તુલનાએ ૮૫ ટકા વધુ છે. બીજા ક્રમે ટેક્નોલોજી સાથે સંકળાયેલા CEO સામેલ છે અને તેમની સંખ્યા ૧૪૦ જેટલી રહી છે જે ૫૦ ટકા વધુ છે. જોકે આ CEOમાં ૨૨ ટકા એવા પણ છે જેઓ નિવૃત્ત થયા છે. ગત વર્ષે કુલ ૨૪ ટકા સીઈઓ નિવૃત્ત થયા હતા. જોકે આવું કેમ થઈ રહ્યું છે તેનું કોઈ મજબૂત કારણ સામે આવ્યું નથી. તેમાંથી મોટાભાગના સીઈઓ કંપનીના બોર્ડમાં સામેલ થઈ ગયા છે કે પછી સલાહકાર તરીકે કામ ચાલુ રાખ્યું છે. જ્યારે મોટાભાગના લોકો બીજી કંપનીઓમાં જવાબદારી સંભાળી રહ્યા છે.

આ પણ વાંચો :-