૨૦૦૦ની નોટો બંધ, હવે ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટની ચર્ચા, જુઓ RBI શું ખુલાસો કર્યો

Share this story

રિઝર્વ બેંક એ ૨૦૦૦ રૂપિયાની નોટને ચલણમાંથી હટાવવા માટે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીનો સમય આપ્યો હતો. આ તરફ આ સમયમર્યાદા સુધી ૮૭ ટકા ચલણ બેંકોમાં પાછું ગયું છે, પરંતુ હજુ પણ ૧૦ હજાર કરોડ રૂપિયાની ૨૦૦૦ રૂપિયાની નોટો બજારમાં છે. જોકે હવે તેમની માન્યતા સમાપ્ત થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે, જેની પાસે રૂ. ૨૦૦૦ની નોટ છે તેઓ તેનો વ્યવહારમાં ઉપયોગ કરી શકશે નહીં.

તમને બધાને ૮ નવેમ્બર, ૨૦૧૬નો દિવસ ચોક્કસપણે યાદ હશે. રાત્રે ૮ વાગ્યે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત થતાં જ દેશભરમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ તરફ લગભગ ૭ વર્ષ પછી રિઝર્વ બેંકે ફરી એક વાર એ જ જાહેરાત કરી અને આ વખતે ૨૦૦૦ રૂપિયાની નોટને ડિમોનેટાઇઝ કરી. જોકે હવે એક ચર્ચા એવી પણ છે કે,૧૦૦૦ રૂપિયાની નોટ ફરી પાછી આવી રહી છે. જ્યારે આ મામલો સોશિયલ મીડિયા પર ઉછળ્યો ત્યારે રિઝર્વ બેંકે આ મામલે સ્પષ્ટતા કરવી પડી છે.

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે ૧૦૦૦ રૂપિયાની નોટ પરત આવવાની અટકળો લગાવી છે. ઘણા લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે, રૂ.૨૦૦૦ની નોટો બંધ થયા બાદ ટૂંક સમયમાં રૂ. ૧૦૦૦ની કરન્સી સિસ્ટમમાં આવશે. જોકે આના પર રિઝર્વ બેંકે જવાબ આપ્યો છે કે, ૧૦૦૦ રૂપિયાની નોટને ફરીથી લાવવાની કોઈ યોજના નથી. તેમજ આ અંગે ભવિષ્યની કોઈ યોજના પણ નથી.

અર્થતંત્રમાં રોકડની જરૂરિયાત મુજબ ૫૦૦ રૂપિયાની પૂરતી નોટો ચલણમાં છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ ઝડપથી વધી રહ્યું છે તેથી રોકડની જરૂર ઓછી પડશે. અત્યારે સિસ્ટમમાં જોઈએ તેટલો રોકડ પ્રવાહ છે. રિઝર્વ બેંકે પણ લોકોને વિનંતી કરી છે કે, તેઓ કોઈપણ પ્રકારની અફવાનો શિકાર ન બને અને ચલણ અંગે જાગૃત રહે.

આ પણ વાંચો :-