સુરતીઓ ૮થી ૧૦ કરોડના ફાફડા-જલેબી ઝાપટી જશે, સવારે ૫:૦૦ વાગ્યાથી લોકો લાંબી કતારોમાં ઊભા રહ્યા

Share this story

સુરતીઓને ખાવાપીવાના શોખીન કહેવાય છે. સુરત થાણીપીણી માટે જાણીતું શહેર છે. દરેક તહેવારમાં અલગ-અલગ વાનગીઓ આરોગવા માટે સુરતીઓ લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેતા પણ અચકાતા નથી. ત્યારે આજે દશેરા છે અને દશેરાના દિવસે સુરતીઓ ફાફડા અને જલેબી ખાવાનું વધારે પસંદ કરે છે. ત્યારે અલગ-અલગ વિસ્તારમાં આવેલી ફરસાણની દુકાનોની બહાર સવારથી જ લોકો લાંબી કતારો લગાવીને ઊભા રહ્યા હતા. સવારે ૫:00 વાગ્યાથી લોકોની લાંબી લાઈનો ફરસાણની દુકાનો બહાર લાગવાનું શરૂ થઈ ગયુ હતું.

એકથી બે કલાકના વેઇટિંગ બાદ પણ જો ફાફડા જલેબી મળે તો પણ સુરતીઓ આ ફાફડા જલેબી ખાવા માટે તૈયાર છે. વેઇટિંગ ગમે તેટલું હોય પરંતુ દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવા જ જોઈએ એવું માનવાવાળા સુરતીઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહી ફાફડા જલેબી ખરીદે છે. ફરસાણની દુકાનવાળા પણ મોડી રાતથી જ ફાફડા જલેબીનો સ્ટોક કરવાનું શરૂ કરી દેતા હોય છે. કારણ કે મોટી સંખ્યામાં લોકો ફાફડા જલેબી લેવા માટે અહીં આવતા હોય છે. આજે દશેરાના દિવસે સુરતના લોકો લાખો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જશે.

દશેરાને દઈને સુરતમાં અંદાજિત ૮થી ૧૦ કરોડના ફાફડા જલેબી સુરતીઓ ખાઈ જશે. જોકે, સુરતના વેપારીઓએ છેલ્લા ત્રણ દિવસથી લોકોને ફાફડા જલેબી મળી રહે તે પ્રકાંડનું આગોતરું આયોજન પણ કર્યું હતું. વહેલી સવારે ૪:૦૦ વાગ્યાથી તમામ દુકાનો પર ફાફડા જલેબી લેવા માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. જો આજે ફાફડા જલેબી ખાવા હોય તો લાઈનમાં ચોક્કસ ઊભા રહેવું પડશે.

આ પણ વાંચો :-