હમાસે વધુ બે ઇઝરાઇલી મહિલા બંધકોને મુક્ત કરી, અત્યાર સુધીમાં ૫ હજારથી વધુના મૌત

Share this story

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો દૂરદૂર સુધી ક્યાંય અંત આવે તેમ લાગતું નથી. ૧૭ દિવસથી ચાલી રહેલા આ યુદ્ધમાં ઇઝરાઇલ અને હમાસ બંને બાજુ જાનમાલનું ભારે નુકસાન થયું છે. યુદ્ધના માઠા પરિણામ બંને સ્થળોએ સ્થાનિકો ભોગવી રહ્યા છે. હમાસે સેંકડો બંધકોમાંથી ૪ને છોડી મુક્યા છે. તેમજ બેવડી નાગરિકતા ધરાવતા વધુ ૫૦ લોકોને છોડીને રેડ ક્રોસને છોડવાનો તેણે નિર્ણય લીધો હતો, પરંતુ તેણે અચાનક મન બદલી લેતા એ ૫૦ લોકોને છોડવા માટે ઇઝરાઇલ સામે તેણે હવે એક શરત મુકી છે. હમાસની આ શરતથી ઇઝરાઇલ ભારે મૂંઝવણમાં મુકાઇ ગયું છે.

હમાસે આ ૫૦ બંધકોને છોડવાના બદલામાં ફ્યૂલ સપ્લાયની માગ કરી છે. ગાઝા પટ્ટીમાં ફ્યૂલ સપ્લાય રોકાઇ જતા ત્યાં મોટું સંકટ પેદા થયું છે. હમાસને પણ તકલીફો પડી રહી છે આથી તે સોદાબાજી પર ઉતરી આવ્યું છે. હમાસ કહી રહ્યું છે કે સંસાધનો આપો અને અમે બંધકોને છોડી મુકીશું. જ્યારે હમાસે ૫૦ બંધકોને છોડવાની જાહેરાત કરી હતી ત્યારે હમાસના નિયંત્રણ ધરાવતા વિસ્તારોમાં ઇઝરાઇલે બોમ્બ ફેંકવાના બંધ કરી દીધા હતા. પરંતુ હમાસે હવે સોદાબાજી શરૂ કરી દેતાં બંધકોનું શું થશે તે હવે એક રહસ્ય છે.

ઇઝરાઇલની ઘેરાબંધી બાદ ગાઝામાં ઈંધણની કટોકટી પેદા થઇ છે. અહીં સ્થિતિ એટલી ખરાબ છે કે ગાઝાના તબીબોએ બે દિવસ પહેલા કડક ચેતવણી આપી હતી કે જો હોસ્પિટલમાં ઈંધણની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો અકાળે જન્મેલા ૧૩૦ બાળકોના મોત થઈ શકે છે. જો કે હમાસે સોમવારે બે વૃદ્ધ ઇઝરાયેલી મહિલાઓને મુક્ત કરી હતી, જ્યારે બે અમેરિકન નાગરિકોને પણ શનિવારે મુક્ત કરવામાં આવ્યા છે. ઇઝરાઇલનો દાવો છે કે હમાસે ૨૨૨ લોકોને ગાઝામાં બંધક બનાવ્યા છે.

આ પણ વાંચો :-