Home Blog Page 923

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આવ્યો હાર્ટ એટેક, બેડરૂમના ફ્લોર પર પડ્યા

0

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સ્વાસ્થ્ય અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાર્ટ એટેક આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. અહેવાલ મુજબ, પુતિન તેમના બેડરૂમના ફ્લોર પડી ગયા હતા. જયારે સુરક્ષાકર્મીઓએ રાષ્ટ્રપતિ ફ્લોર પર અથડાવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેઓ રૂમમાં તરત જ દોડી આવ્યા હતા.

તાજેતરના વર્ષોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તબિયત નાજુક જોવા મળી રહી છે. અગાઉ પણ કેટલાક વીડિયોમાં તેમના હાથ ધ્રુજતા જોવા મળ્યા અને ક્યારે ભાષણ આપતા સમયે નબળા જોવા મળ્યા હતા. ગયા વર્ષે યુક્રેન પર હુમલો શરૂ થયો ત્યારથી મીડિયામાં એવા ઘણા અહેવાલો આવ્યા છે કે 71 વર્ષીય રશિયના રાષ્ટ્રપતિની તબિયત સતત લથડી રહી છે.

વ્લાદિમીર પુતિનના બેડરૂમની બહાર તૈનાત સુરક્ષા ગાર્ડ્સને અંદરથી જોરથી નીચે પડવાનો અવાજ સંભળાયો. આ પછી તેઓએ અંદર જઈને જોયું તે પુતિન નીચે જમીન પર પડેલા હતા. જે બાદ તાત્કાલિક જ ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા અને તેમને સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.

આ પણ વાંચો :-

રાકેશ ક્રેકર્સ ગુજરાતનાં નામાંકિત ફટાકડાના વેપારી GST વિભાગના દરોડા

0

પર્વ પૂર્ણ થયો છે અને હવે દિવાળીનો પર્વ નજીક જ છે. ત્યારે ફટાકડાનું વેચાણ પણ શરુ થઇ ગયુ છે. જો કે બીજી તરફ વડોદરાના સાવલીમાં ફટાકડાના વેપારીને ત્યાં GST વિભાગે દરોડા પાડ્યા છે. રાકેશ ફટાકડાની ઓફિસ પર GST વિભાગે દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

નવરાત્રીનો પર્વ પૂર્ણ થયો છે અને હવે દિવાળીનો પર્વ નજીક જ છે. ત્યારે ફટાકડાનું  વેચાણ પણ શરુ થઇ ગયુ છે. જો કે બીજી તરફ વડોદરાના સાવલીમાં ફટાકડાના વેપારીને ત્યાં GST વિભાગે દરોડા પાડ્યા છે. રાકેશ ફટાકડાની ઓફિસ પર GST વિભાગે દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

વડોદરાના સાવલીમાં ફટાકડાના વેપારીને ત્યાં GST વિભાગે સર્ચ ઓપરેશન શરુ કર્યુ છે. ઓફિસ તેમજ અલગ અલગ ગોડાઉનમાં સર્ચ હાથ ધરવામાં આવ્યુ છે. રાકેશ ક્રેકર્સ ગુજરાતના નામાંકિત ફટાકડાના વેપારીને ત્યાં તપાસ શરુ કરવામાં આવી છે. દરોડામાં મોટા પ્રમાણમાં કર ચોરી ઝડપાવાના સંકેતો મળી રહ્યા છે. GST વિભાગની ટીમનું સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત છે. તપાસ પૂર્ણ થયા બાદ બેનામી વ્યવહારોનો હિસાબ મળે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :-

કેટલાંક લોકો નથી ઇચ્છતા કે ભારતમાં શાંતિ રહે, વિજયાદશમીના પર્વ પર મોહન ભાગવતનું મોટું નિવેદન

0

આજે વિજયાદશમી નિમિત્તે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયમાં શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગાયક શંકર મહાદેવને મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. RSS ચીફ મોહન ભાગવતે રેશિમબાગ મેદાનમાં કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું હતું. ભાગવતે કહ્યું કે, કેટલાક લોકો ભારતમાં શાંતિ નથી ઈચ્છતા. સમાજમાં વિખવાદ ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. કટ્ટરતા ગાંડપણ ફેલાવે છે. જેના કારણે દુનિયામાં યુદ્ધો થાય છે.

મોહન ભાગવતે કહ્યું કે, દુનિયામાં ભારતીયોનું ગૌરવ વધી રહ્યું છે. આપણો દેશ દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. દિલ્હીમાં જી-૨૦ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદેશી મહેમાનોની આતિથ્ય સત્કાર બદલ ભારતની પ્રશંસા કરવામાં આવી હતી. વિશ્વએ વિવિધતાથી શણગારેલી આપણી સંસ્કૃતિનું ગૌરવ અનુભવ્યું. નોંધનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વર્ષ ૧૯૨૫માં વિજયાદશમીના દિવસે કરવામાં આવી હતી. આ દિવસે સંઘ શસ્ત્ર પૂજન કરે છે. RSS વડા મોહન ભાગવત પણ નાગપુરમાં મુખ્યાલયમાં સંબોધન કરે છે.

૨૦૨૪માં લોકસભા ચૂંટણી થવાની છે. લોકોની લાગણી ભડકાવીને મત માંગવાનો પ્રયાસ ન થવો જોઈએ, પરંતુ તેમ છતાં થાય છે. આનાથી સમાજની એકતાને ઠેસ પહોંચે છે. મતદાન કરવું એ દરેક વ્યક્તિની ફરજ છે. દેશની એકતા, અખંડિતતા, ઓળખ અને વિકાસ જેવા મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમારો મત આપો.

ભગવાન રામ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યામાં મંદિરમાં પ્રવેશ કરવાના છે. રામલલાનો ગર્ભગૃહમાં અભિષેક કરવામાં આવશે. ઉદ્ઘાટનના દિવસે દરેક વ્યક્તિ માટે ત્યાં પહોંચવું શક્ય બનશે નહીં. તેથી તેઓ જ્યાં પણ હોય, ત્યાંના રામ મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરે. તેનાથી દરેક હૃદયમાં મનનો રામ જાગશે અને મનની અયોધ્યા સજાવશે. સમાજમાં સ્નેહ, જવાબદારી અને સદભાવનું વાતાવરણ ઊભું કરશે.

આ પણ વાંચો :-

 

સુરતમાં હર્ષ સંઘવીના હસ્તે પોલીસ હેડકર્વાટરમાં શસ્ત્રપૂજન, ડ્રગ્સરૂપી દૂષણ પર હર્ષ સંઘવીનું મોટું નિવેદન

0

રાજ્યમાં વિવિધ સ્થાનો પર દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરો સહિતની જગ્યા પર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.આ ઉપરાંત દશેરા પર શસ્ત્ર પૂજનની પરંપરા રહી છે. ત્યારે સુરતમાં પોલીસ હેડ ક્વોટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શાસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.

લોકોની રક્ષા માટે જે શસ્ત્રો સુરત પોલીસ પાસે છે તે તમામ શસ્ત્રોની પૂજા અહીં કરવામાં આવી હતી. જ્યાં હર્ષ સંઘવી અને સુરત પોલીસ કમિશ્નર દ્વારા દેશવાસીઓને દશેરા પર્વની શુભેચ્છા આપી હતી. તેમજ રાજ્યની જનતા તમામ સ્થિ સુરક્ષિત રહે તેના માટે પણ ભગવાનને પ્રાર્થના કરી હતી. આજે દેશભરમાં દશેરાના પર્વની ઉજવણી થઇ રહી છે. ત્યારે દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનની પરંપરા છે. ત્યારે સુરત પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વોટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી સુરત પોલીસ કમિશનર સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રનું પૂજન કર્યું હતું.

સુરત પોલીસ હેડ ક્વાર્ટર શસ્ત્ર પૂજન કર્યા બાદ હર્ષ સંઘવીએ સૌથી પહેલા તો સમગ્ર ગુજરાતવાસીઓને દશેરાના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. જે બાદ રાજ્યમાં મળતા ડ્રગ્સ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સરૂપી રાવણને સળગાવવા માટે પોલીસે દશેરા સુધી રાહ નથી જોઈ. ગુજરાત પોલીસે માત્ર ગુજરાતની ધરતી પર જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોના અનેક શહેરોમાંથી ડ્રગ્સરૂપી રાવણને પકડવાની અને સળગાવવાની કામગીરી કરી છે.

શસ્ત્ર પૂજાના પર્વની શરૂઆત રાજા-મહારાજાઓએ કરી હતી, જે આજ સુધી ચાલી આવી છે. દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ- વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત થાય છે. જેનાથી શત્રુ આપનો વાળ પણ વાંકો નથી કરી શકતો. જેના કારણે સામાન્ય લોકોની સાથે ભારતીય સેના પણ પોતાના હથિયારોની પૂજા કરે છે.

આ પણ વાંચો :-

 

G.P.C ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ, પાલનપુરમાં બ્રિજનો સ્લેબ ધરાશાયીમાં ૩ લોકોના મોત

0

બનાસકાંઠાના પાલનપુરમાં RTO સર્કલ પર નિર્માણાધીન બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો હતો જેમાં પાલનપુરના બે યુવકના સ્લેબ નીચે દટાઈ જતા મૃત્યુ થયા હતા. મોડી રાત્રે સુધી તંત્રએ કાટમાળ હટાવવાની કામગીરી કરી હતી  અને વહેલી સવારે NHAIના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ અધિકારીઓ સ્લેબ ધરાશાઈ થવાના મામલે તપાસ કરી રહ્યા છે અને તપાસ બાદ સમગ્ર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

G.P.C ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની આ બ્રિજ બનાવી રહી હતી અને પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં કંપની સામે જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે G.P.C ઈન્ફ્રાસ્ટ્રક્ચર અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે. વર્ષ ૨૦૧૭માં IOC નકલી બિલ રજૂ કરવા મુદ્દે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં G.P.C ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિરુદ્ધ નોંધાઈ હતી. જે બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ G.P.C ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બ્લેકલિસ્ટ કરી હતી. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે બ્લેકલિસ્ટ હોવા છતા G.P.C ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બ્રિજનો કોન્ટ્રાક્ટ કેમ અપાયો?

બનાસકાંઠાના પાલનપુરમાં થયેલ બ્રિજ દુર્ઘટના મામલે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરનું નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું કે આ બહુ દુઃખદ ઘટના બની છે. વધુમાં કામગીરીને લઇ તપાસ કરવામાં આવશે. તેવો દાવો કર્યો હતો સાથે જ જો કોઈ દોષિત હશે તેની સામે કાર્યવાહીની રજૂઆત કરાશે તેમ પણ કહ્યું હતું તથા કામગીરી નબળી હોય તેવુ દેખાયુ છે તેમ પણ સ્વીકાર્યું છે.

આ પણ વાંચો :-

 

વાવાઝોડાનું ભારત પર તોળાતું સંકટ!, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

0

બંગાળની ખાડી પરનું ડીપ પ્રેશર એરિયા સોમવારે ચક્રવાતમાં ફેરવાઈ ગયું હતું. જેના કારણે ફરી એકવાર ભારત પર ચક્રવાતી તોફાનનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ ચક્રવાતને હામૂન નામ આપવામાં આવ્યું છે. રવિવારે ચક્રવાત ‘તેજ’ નબળું પડ્યા બાદ અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના છે. હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે ચક્રવાત તેજ ૨૪ ઓક્ટોબરની સવારે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં રૂપાંતરિત થશે અને ૨૫ ઓકટોબર એટલે કે બુધવારે યમન-ઓમાન દરિયાકાંઠે ટકરાશે.

અરબી સમુદ્રમાં બનેલું ચક્રવાત ‘તેજ’ આરબ દેશો તરફ આગળ વધ્યું છે પરંતુ બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાત ‘હામૂન’ અંગે હવામાન વિભાગે મોટું અપડેટ આપ્યું છે. IMD એ આ ચક્રવાતી તોફાનના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત હમુન ઉત્તર-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. વર્તમાન આગાહી મુજબ આ ચક્રવાત 5મી ઓક્ટોબરે બપોરે બાંગ્લાદેશના ખેપુપારા અને ચટગાંવ તટ પર ટકરાશે.

નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ૨૪ ઓક્ટોબરથી જ વરસાદી માહોલ જોવા મળશે. સાથે જ ત્રિપુરા અને અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જોકે, ૨૬ ઓક્ટોબરે વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો જોવા મળશે. ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડશે અને જોરદાર પવન ફૂંકાશે. પવનની ઝડપ ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. આ સિવાય બાંગ્લાદેશના દરિયાકાંઠે પવનની ઝડપ ૭૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ૨૪ ઓક્ટોબરથી જ વરસાદી માહોલ જોવા મળશે. સાથે જ ત્રિપુરા અને અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. જોકે, ૨૬ ઓક્ટોબરે વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો જોવા મળશે.

આ પણ વાંચો :-

ઈઝરાઇલ-હમાસ યુદ્ધમાં ઈરાનની એન્ટ્રીથી વિશ્વયુદ્ધના એંધાણ! તૈયાર કર્યો ‘SPECIAL ૯’ પ્લાન

0

છેલ્લા ૧૭ દિવસથી ગાઝા પટ્ટી પર ઈઝરાઇલ બોમ્બમારો કરી રહી છે અને તેને કોઈને લાગી રહ્યું છે કે આ યુદ્ધ વિશ્વયુદ્ધમાં ફેરવાઈ શકે છે. કારણ કે ઈરાન સહિત મધ્ય પૂર્વના ૫૭ દેશોએ એવી ધમકી આપી છે કે જો ઈઝરાયલની સેના ગાઝા પટ્ટીમાં પ્રવેશ કરશે તો યુદ્ધ થશે. હવે પરિસ્થિતિ એવી છે કે ઈઝરાઇલની સેના ગાઝા સરહદમાં ઘૂસી ગઈ છે તો શું હવે વિશ્વયુદ્ધ થશે?

ગાઝામાં ઈઝરાઇલી સેનાના પ્રવેશ બાદ પ્રથમ વખત તેની હમાસ સાથે જમીની ટક્કર થઈ હતી અને તેમાં હમાસે ઈઝરાઇલી સૈનિકો પર એન્ટી ટેન્ક મિસાઈલ પણ છોડ્યા હતા. જો કે પરિસ્થિતિ જોતાં ઇઝરાઇલ સમજી રહ્યું છે કે મધ્ય પૂર્વ પણ યુદ્ધમાં સામેલ થઈ શકે છે અને એ કારણોસર ઇઝરાયલે સીરિયા પર પણ હુમલો કરવાનું શરૂ કર્યું છે.

ઈઝરાઇલ સામેના યુદ્ધને વિશ્વ યુદ્ધમાં ફેરવવાની ધમકી આપી છે. આ માટે ઈરાને સ્પેશિયલ-૯ પ્લાન પણ તૈયાર કર્યો છે.  સ્પેશિયલ-૯ પ્લાન હેઠળ ઈરાને માત્ર ફાઇટર જ નહીં પરંતુ ૯ વ્યૂહાત્મક શસ્ત્રો પણ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. ઈરાનની આ યોજના હેઠળ નવ ફાઇટરના નવ જૂથોને નવ વ્યૂહાત્મક હથિયારો આપવામાં આવશે. આ હથિયારોમાં ફતહ-૧૧ બેલેસ્ટિક મિસાઈલ, સ્કડ મિસાઈલ, કહર-૧ મિસાઈલ, ખૈબર શિકાન મિસાઈલ, બદર-૧ મિસાઈલ, બુરકાન-૨એચ મિસાઈલ, કિયામ મિસાઈલ, શોર્ટ રેન્જ રોકેટ, શાહેદ ૧૩૧/૧૩૬ સુસાઈડ ડ્રોનનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, ઇઝરાઇલ નવ મોરચે ઘેરાયેલું રહેશે જેમાં લેબનોન, સીરિયા, વેસ્ટ બેંક, જોર્ડન, ઇજિપ્ત, ભૂમધ્ય સમુદ્ર, રેડ સી અને ઇરાક છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બ્લેક સીમાં ફાઈટર પ્લેન તૈનાત કર્યા છે. યમન તરફથી ઈઝરાઇલ તરફ એક-બે નહીં પરંતુ ત્રણ મિસાઈલો છોડવામાં આવી છે. અમેરિકાનું કહેવું છે કે જો મિસાઈલોને અટકાવવામાં ન આવી હોત તો તેનું નિશાન ઈઝરાઇલ હોત.

એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્પેશિયલ-9 પ્લાન હેઠળ ઈરાને લેબનોનના હિઝબુલ્લા જૂથને સૌથી પહેલા જવાબદારી સોંપી છે, જ્યારે આ પછી હુથી અને અન્ય સંગઠનોને યુદ્ધ ક્ષેત્રમાં લાવી શકાય છે. એવા સમાચાર પણ બહાર આવ્યા છે કે ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરવાનો રસ્તો શોધી રહ્યું છે. તેણે ઈરાક, સીરિયા અને યમનમાં મિલિશિયાને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો :-

૨૪,ઓક્ટોબર/આ રાશિના જાતકોને દરેક ટાર્ગેટ થશે પુરા, મળશે મોટું સન્માન ,જાણો આપનું રાશિ ફળ

0

મેષઃ
સ્વભાવ થોડાે જીદ્દી રહે. આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે. નોકરી-ધંધામાં લાભ. ઝેરી જીવ જંતુ કરડવાની શક્યતા છે.
વૃષભઃ
આનંદિત દિવસની શરૂઆત થાય. નાણાંકીય બાબતો માટે અનુકુળતા સર્જાય. કાર્યમાં સફળતા નોકરી-ધંધામાં લાભ. નવું જાણવાના યોગ બને. આરોગ્ય સારૂ રહે. જીવનસાથી તરફથી લાભ. માન-સન્માનમાં વધારો થાય.
‌મિથુનઃ
સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. કાર્યમાં સફળતા. માતા સાથે મતભેદ થાય. સંતાનો તરફથી આનંદ, સ્વાસ્થ્ય સારૂં રહે. જીવનસાથી તરફથી અસંતોષ રહે. ભાગ્યસારૂં, ધાર્મિક બાબતોમાં ખર્ચ થાય.
કર્કઃ
મન ડામાડોળ રહે. આવક આવતી જણાય. નાણાંની સરળ હેરફેર શક્ય બને. મિત્રોથી લાભ. પરિવારમાં શાંતિ જળવાય. કરેલા રોકાણોમાંથી વળતર મળતું જણાય. ઉત્તમ દામ્પત્ય સુખ મળે. સામાન્ય શરદી-ખાંસી રહે.
‌સિંહઃ
સમગ્ર દિવસ દરમ્યાન આનંદની અનુભુતિ થાય. આર્થિક મોરચે સફળતા. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ. સ્થાવર-જંગમ મિલકતથી ફાયદો. સંતાન તરફથી અસંતોષ, પાણીના રોગોથી સાચવવું. ભાગ્યમાં વૃધ્ધિ થાય.
કન્યાઃ
સરળ નિખાલસ સ્વભાવ રહેશે. આર્થિક દ્રષ્ટિએ ફાયદો. કાર્ય સફળતા મળશે. માતા તરફથી અસંતોષ નવું રોકાણ ટાળવું. સંતાન તરફથી ઉત્તમ, આરોગ્ય જળવાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આદ્યાત્મિક ઉન્નતિ અનુભવાય.
તુલાઃ
આળસ આવે. કામ કરવાની ઇચ્છા ન થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષની ભાવના પેદા થાય. હૃદયમાં થોડો અજંપો રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ધાર્મિક ભાવનામાં વૃધ્ધિ થાય.
વૃ‌શ્ચિકઃ
સ્વભાવમાં ઉગ્રતા. જલ્દી ખોટું લાગી જાય. નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવારમાં આનંદ. કાર્યમાં સફળતા. કરેલા રોકાણોનું સારૂ વળતર મળે. સંતાન બાબતમાં સામાન્ય જીવનસાથી સાથે મતભેદની શક્યતા.
ધનઃ
માનસિક અશાંતિ રહે. નાણાંકીય વ્યવહારોમાં સફળતા કાર્યક્ષેત્રે સફળતા. માતા સાથે મતભેદની શક્યતા. સંતાન તરફથી આનંદ રહે. આરોગ્ય સારૂં રહે. જીવનસાથી સાથે સંતોષની ભાવના રહે. નોકરી-ધંધામાં સામાન્ય.
મકરઃ
આત્મવિશ્વાસમાં વધારો. નાણાંકીય બાબતોમાં લાભ. કરેલા કાર્યોમાં અસફળતા, અગત્યના કાર્યો ટાળવા. કરેલા રોકાણોમાંથી સારૂં વળતર મળે. સંતાન તરફથી સારા સમાચાર મળે. હાડકાનો દુઃખાવો અનુભવાય. નોકરી-ધંધામાં રાહત.
કુંભઃ
જરૂરી વસ્તુ ખોવાઇ જાય. ફુડ પોઇઝનીંગની શક્યતા. આવકમાં વધારો. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. ભાગ્યમાં વૃધ્ધિ થાય. મિત્રને તમારે મદદ કરવી પડે. ખર્ચનું પ્રમાણ વધે. હકારાત્મક વિચારો કરવા.
મીનઃ
ઉદાર દીલ રહે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરી શકાય.કાર્યમાં સફળતા જણાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આંખની કાળજી રાખવી. બહેનોને ગર્ભાશય સંબંધી રોગોથી સાચવવું. ભાગ્ય બળવાન છે. નોકરી-ધંધામાં સામાન્ય મિત્રોથી લાભ.

આ પણ વાંચો :-

બનાસકાંઠામાં લોકાર્પણ પહેલા જ બ્રિજના ૫ સ્લેબ ધરાશાયી, ઘટનાસ્થળે ઉચ્ચ અધિકારીઓનો કાફલો હાજર

0

બનાસકાંઠા જિલ્લામાં નિર્માણધિન બ્રિજના સ્લેબ ધરાશાયી થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. પાલનપુરના RTO સર્કલ પાસે નિર્માણાધિન બ્રિજના ૫ જેટલા સ્લેબ તૂટી પડતા અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. તો સ્થાનિકોના ટોળે ટોળા પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા છે. નિર્માણાધિન બ્રિજના સ્લેબ નીચે રિક્ષા અને ટ્રેક્ટર દબાયા હોવાની આશંકા છે. જોકે, કોઈ મોટી જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના RTO સર્કલ પાસે છેલ્લા દોઢ વર્ષથી બની રહેલા બ્રિજના ૫ જેટલા સ્લેબ તૂટી પડ્યા છે. ચાલુ કામ દરમિયાન બ્રિજના સ્લેબ ધરાશાઇ થતા નીચે ઉભેલ ટ્રેક્ટર અને રિક્ષા દટાઈ હોવાની આશંકા છે. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. જાન્યુઆરી મહિનામાં આ બ્રિજનું લોકાર્પણ થાય એ પહેલા જ બ્રિજના ૫ સ્લેબ ધરાશાયી થતાં બ્રિજની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તો લોકાર્પણ પહેલા જ બ્રિજના સ્લેબ ધરાશાયી થતાં અનેક સવાલો ઉભા થયા છે.

બ્રિજના સ્લેબ ધરાશાયી થવાના મામલે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરનું નિવેદન સામે આવ્યું છે. આ બ્રિજ જાન્યુઆરીમાં ચાલું થવાનો હતો એ પહેલા જ પાંચ જેટલા સ્લેબ ધરાશાયી થયા છે.  આ બ્રિજની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી હતી. હાઈવે પર નિર્માણાધિન બ્રિજના સ્લેબ ધરાશાયી થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે, હું પાલનપુર જઈ રહ્યો છું.

જૂન મહિનામાં તાપીના મીંઢોળા નદી પર બનાવવામાં આવી રહેલો પુલ લોકાર્પણ પહેલા ધરાશાયી થયો હતો. તાપીના મીઢોંળા નદી પર વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ લોકાર્પણ પહેલા જ ધરાશાયી થયો હતો. આજે વહેલી સવારે માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ તૂટી પડ્યો હતો. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નહોતી. લોકાર્પણ પહેલા પૂલ ધડામ દઈને તૂટી પડતા લોકોમાં પુલની ગુણવત્તાને લઈને ચર્ચા જાગી હતી.

આ પણ વાંચો :-

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનનું થયું બિશનસિંહ બેદીનું નિધન

0

વર્લ્ડ કપ ૨૦૨૩ની વચ્ચે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ખરાબ સમાચાર છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને લેજન્ડરી સ્પિનર બિશન સિંઘ બેદીનું સોમવારે અવસાન થયું હતુ. તેઓ ૭૭ વર્ષના હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને આજે બપોરે દિલ્હીમાં તેમનું અવસાન થયું હતું.

લેજન્ડરી સ્પિનરે ૧૯૬૭થી ૧૯૭૯ દરમિયાન ભારત તરફથી ૬૭ ટેસ્ટ રમી હતી અને ૨૬૬ વિકેટ ઝડપી હતી. તેમણે ૧૦ વન ડે ઈન્ટરનેશનલમાં પણ સાત વિકેટ ઝડપી હતી. કિરણ બેદી ભારતની પ્રખ્યાત સ્પિનર ચોકડીનો ભાગ હતા જેમાં ઇરાપલ્લી પ્રસન્ના, બીએસ ચંદ્રશેખર અને એસ વેંકટરાઘવન પણ શામેલ હતા. તેણે ભારતની પ્રથમ વન-ડે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ૧૨-૮-૬-૧ના તેમના શ્રેષ્ઠ બોલિંગ ફિગર્સે ૧૯૭૫ના વર્લ્ડ કપની મેચમાં પૂર્વ આફ્રિકાને ૧૨૦ રન સુધી સિમિત રાખ્યું હતું.

ટેસ્ટ ક્રિકેટમાં ૨૫૦થી વધુ વિકેટ લીધી હતી. બિશન સિંહ બેદીનો જન્મ ૨૫ સપ્ટેમ્બર ૧૯૪૬ના રોજ અમૃતસરમાં થયો હતો, તેઓ ડાબા હાથના સ્પિન બોલર હતા. શરૂઆતમાં તેઓ રિજનલ લેવલ પર દિલ્હી માટે રમતા હતા. બાદમાં તેમની ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદગી થઇ હતી.

બિશન સિંહ બેદીનો પુત્ર અંગદ બેદી એક્ટર છે. તેમણે ઘણી બોલિવૂડ ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કર્યું છે, જ્યારે તેમની વહુ નેહા ધૂપિયા ભારતની સૌથી મોટી સ્ટાર્સમાંની એક છે.

આ પણ વાંચો :-