ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનનું થયું બિશનસિંહ બેદીનું નિધન

Share this story

વર્લ્ડ કપ ૨૦૨૩ની વચ્ચે ભારતીય ક્રિકેટ ફેન્સ માટે ખરાબ સમાચાર છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને લેજન્ડરી સ્પિનર બિશન સિંઘ બેદીનું સોમવારે અવસાન થયું હતુ. તેઓ ૭૭ વર્ષના હતા. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને આજે બપોરે દિલ્હીમાં તેમનું અવસાન થયું હતું.

લેજન્ડરી સ્પિનરે ૧૯૬૭થી ૧૯૭૯ દરમિયાન ભારત તરફથી ૬૭ ટેસ્ટ રમી હતી અને ૨૬૬ વિકેટ ઝડપી હતી. તેમણે ૧૦ વન ડે ઈન્ટરનેશનલમાં પણ સાત વિકેટ ઝડપી હતી. કિરણ બેદી ભારતની પ્રખ્યાત સ્પિનર ચોકડીનો ભાગ હતા જેમાં ઇરાપલ્લી પ્રસન્ના, બીએસ ચંદ્રશેખર અને એસ વેંકટરાઘવન પણ શામેલ હતા. તેણે ભારતની પ્રથમ વન-ડે જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ૧૨-૮-૬-૧ના તેમના શ્રેષ્ઠ બોલિંગ ફિગર્સે ૧૯૭૫ના વર્લ્ડ કપની મેચમાં પૂર્વ આફ્રિકાને ૧૨૦ રન સુધી સિમિત રાખ્યું હતું.

ટેસ્ટ ક્રિકેટમાં ૨૫૦થી વધુ વિકેટ લીધી હતી. બિશન સિંહ બેદીનો જન્મ ૨૫ સપ્ટેમ્બર ૧૯૪૬ના રોજ અમૃતસરમાં થયો હતો, તેઓ ડાબા હાથના સ્પિન બોલર હતા. શરૂઆતમાં તેઓ રિજનલ લેવલ પર દિલ્હી માટે રમતા હતા. બાદમાં તેમની ભારતીય ટેસ્ટ ટીમમાં પસંદગી થઇ હતી.

બિશન સિંહ બેદીનો પુત્ર અંગદ બેદી એક્ટર છે. તેમણે ઘણી બોલિવૂડ ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કર્યું છે, જ્યારે તેમની વહુ નેહા ધૂપિયા ભારતની સૌથી મોટી સ્ટાર્સમાંની એક છે.

આ પણ વાંચો :-