કેટલાંક લોકો નથી ઇચ્છતા કે ભારતમાં શાંતિ રહે, વિજયાદશમીના પર્વ પર મોહન ભાગવતનું મોટું નિવેદન

Share this story

આજે વિજયાદશમી નિમિત્તે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયમાં શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગાયક શંકર મહાદેવને મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. RSS ચીફ મોહન ભાગવતે રેશિમબાગ મેદાનમાં કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન મોહન ભાગવતે મોટું નિવેદન આપ્યું હતું. ભાગવતે કહ્યું કે, કેટલાક લોકો ભારતમાં શાંતિ નથી ઈચ્છતા. સમાજમાં વિખવાદ ફેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. કટ્ટરતા ગાંડપણ ફેલાવે છે. જેના કારણે દુનિયામાં યુદ્ધો થાય છે.

મોહન ભાગવતે કહ્યું કે, દુનિયામાં ભારતીયોનું ગૌરવ વધી રહ્યું છે. આપણો દેશ દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. દિલ્હીમાં જી-૨૦ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદેશી મહેમાનોની આતિથ્ય સત્કાર બદલ ભારતની પ્રશંસા કરવામાં આવી હતી. વિશ્વએ વિવિધતાથી શણગારેલી આપણી સંસ્કૃતિનું ગૌરવ અનુભવ્યું. નોંધનીય છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વર્ષ ૧૯૨૫માં વિજયાદશમીના દિવસે કરવામાં આવી હતી. આ દિવસે સંઘ શસ્ત્ર પૂજન કરે છે. RSS વડા મોહન ભાગવત પણ નાગપુરમાં મુખ્યાલયમાં સંબોધન કરે છે.

૨૦૨૪માં લોકસભા ચૂંટણી થવાની છે. લોકોની લાગણી ભડકાવીને મત માંગવાનો પ્રયાસ ન થવો જોઈએ, પરંતુ તેમ છતાં થાય છે. આનાથી સમાજની એકતાને ઠેસ પહોંચે છે. મતદાન કરવું એ દરેક વ્યક્તિની ફરજ છે. દેશની એકતા, અખંડિતતા, ઓળખ અને વિકાસ જેવા મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમારો મત આપો.

ભગવાન રામ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યામાં મંદિરમાં પ્રવેશ કરવાના છે. રામલલાનો ગર્ભગૃહમાં અભિષેક કરવામાં આવશે. ઉદ્ઘાટનના દિવસે દરેક વ્યક્તિ માટે ત્યાં પહોંચવું શક્ય બનશે નહીં. તેથી તેઓ જ્યાં પણ હોય, ત્યાંના રામ મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરે. તેનાથી દરેક હૃદયમાં મનનો રામ જાગશે અને મનની અયોધ્યા સજાવશે. સમાજમાં સ્નેહ, જવાબદારી અને સદભાવનું વાતાવરણ ઊભું કરશે.

આ પણ વાંચો :-