Home Blog Page 921

UN, WHO, WTO જેવી સંસ્થાઓનો વૈશ્વિક સ્તરે પ્રભાવ ઘટ્યો, કેન્દ્રીય નાણામંત્રી મોટું નિવેદન

0

દિલ્હીમાં ‘કૌટિલ્ય ઇકોનોમિક કોન્ક્લેવ’નું આયોજન થયું હતું. જેમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન હાજરી આપી ઉપરાંત તેમાં સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં કેન્દ્રીય નાણામંત્રીએ બહુપક્ષીય સંસ્થાઓ પર નિરાશા વ્યક્ત કરી હતી. વૈશ્વિક સ્તરે માત્ર બેંકો જ નહીં, પણ બહુપક્ષીય સંસ્થાઓ સંયુક્ત રાષ્ટ્ર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને અન્ય કોઈપણ સંસ્થા જેમ કે WHO, WTO ઓછી અસરકારક બનતી જાય છે.

તેમણે સંબોધનમાં કહ્યું કે, વૈશ્વિક અર્થતંત્ર હાલ પડકારોનો સામનો કરી રહ્યું છે. ફુગાવો, ધીમી વૃદ્ધિ , નાણાકીય સ્થિરતાના છુપાયેલા જોખમો વગેરે જેવી પરિસ્થિતિ વૈશ્વિક સ્તરે પડકારજનક બની છે. કેટલીક કેન્દ્રીય બેંકોએ આક્રમક રીતે વ્યાજદરમાં વધારો કર્યો છે. નાણાકીય સ્થિરતાની જરૂરિયાતો વચ્ચે સંઘર્ષ ઊભો થઈ શકે છે, પરંતુ નીતિ નિર્માતાઓએ સંતુલન જાળવી વેપાર કરવો જોઈએ કારણ કે તે ઓળખવું મહત્વપૂર્ણ છે કે ભાવ અને નાણાકીય સ્થિરતા લાંબાગાળે એકબીજાને મજબૂત બનાવે છે.

આ પણ વાંચો :-

ગાઝામાં ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચ પર ઈઝરાયેલનો હવાઈ હુમલો, ૮ લોકોનાં મોત

0

હમાસ સાથે ઇઝરાઇલનું યુદ્ધ આજે ૧૪મો દિવસ છે. ઈઝરાઇલમાં પશ્ચિમી નેતાઓની મુલાકાત ચાલુ છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનાકે તેલ અવીવને સમર્થન આપ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે, ઇઝરાઇલ પર હુમલો કરી રહેલા હમાસના આતંકવાદીઓ અને યુક્રેન પર હુમલો કરીને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પાડોશી લોકશાહીને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિડેને ઓવલ ઓફિસમાંથી એક ટેલિવિઝન સંબોધનમાં જણાવ્યું હતું કે હમાસ અને પુતિન અલગ-અલગ જોખમોનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તેઓ બંને પડોશી લોકશાહીને સંપૂર્ણપણે નષ્ટ કરવા માગે છે.

ગાઝાના ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચને નિશાન બનાવવામાં આવ્યું છે. ચર્ચના પાદરીએ આશંકા વ્યક્ત કરી હતી કે ટૂંક સમયમાં કોણ હુમલો કરી શકે છે? અને હવે ચર્ચ પર હુમલો કરવાનો આરોપ કોના પર હતો? હમાસે શું કહ્યું?

ઇઝરાઇલના ગાઝા વિસ્તારમાં હુમલા ચાલુ છે. ઑક્ટોબર ૧૯ના રોજ ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં દક્ષિણનો વિસ્તાર પણ સામેલ હતો. આ તે વિસ્તાર છે જ્યાં પેલેસ્ટાઇનના નાગરિકોને આશ્રય લેવા માટે કહેવામાં આવ્યું હતું. અન્ય એક જગ્યાએ પણ જોરદાર વિસ્ફોટ થયો હતો જ્યાં લોકોએ આશ્રય લીધો હતો. આ વિસ્ફોટ ગાઝા શહેરમાં સ્થિત ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચમાં થયો હતો.

ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચમાં મૃત્યુઆંક વધીને આઠ થઈ ગયો છે. જ્યારે અન્ય ડઝનેક લોકો ઘાયલ થયા છે. હુમલામાં માર્યા ગયેલાઓમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. હુમલામાં ચર્ચની મેનેજમેન્ટ ઓફિસની ઇમારત સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં ઘણા પેલેસ્ટિનિયન પરિવારોએ આશરો લીધો હતો, જેમાં ખ્રિસ્તી અને મુસ્લિમ બંને ધર્મના પરિવારોનો સમાવેશ થાય છે.

ગાઝાના સેન્ટ પોફ્રિરિયસ  ચર્ચનો લાંબો ઇતિહાસ છે. તે ૧૧૫૦ અને ૧૧૬૦ ના દાયકાની વચ્ચે ક્રુસેડર્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું, અને તેનું નામ ગાઝાના 5મી સદીના બિશપના નામ પરથી રાખવામાં આવ્યું હતું. અલજઝીરાના અહેવાલ મુજબ, જ્યારે ઈઝરાઇલે ગાઝા પર હુમલો કરવાનું શરૂ કર્યું ત્યારે આ ચર્ચના પાદરી ફાધર ઈલિયાસે આશંકા વ્યક્ત કરી હતી કે ઈઝરાયેલ ટૂંક સમયમાં ચર્ચને પણ નિશાન બનાવી શકે છે. તે દરમિયાન તેણે એમ પણ કહ્યું હતું કે ચર્ચ પરનો કોઈપણ હુમલો એ ધર્મ પરના હુમલા સમાન હશે, કારણ કે તે માત્ર ધિક્કારપાત્ર કૃત્ય જ નહીં પરંતુ માનવતા પર પણ હુમલો હશે.

આ પણ વાંચો :-

 

બંદૂકની અણીએ PMOએ બિઝનેસમેનથી હસ્તાક્ષર કરાવ્યાં, મહુઆ મોઈત્રાએ એફિડેવિટ પર ઉઠાવ્યા સવાલ

0

તૃણમૂલ કોંગ્રેસ સાંસદ મહુઆ મોઈત્રા પર બિઝનેસમેન દર્શન હીરાનંદાણીએ ગંભીર આરોપો મૂકી ખળભળાટ મચાવી દીધો છે. જોકે તૃણમૂલ સાંસદે સામે વળતા પ્રહાર કર્યા હતા. તેમણે વડાપ્રધાનના કાર્યાલય  પર આરોપ લગાવ્યો છે કે તેના દ્વારા બિઝનેસમેન પર દબાણ બનાવાયું છે.

મહુઆએ હીરાનંદાણીના સોગંદનામાની વિશ્વસનીયતા સામે પણ સવાલ ઊઠાવ્યો છે. તેમણે કહ્યું કે આ સોગંદનામાનું કાગળ એક સફેદ ટુકડો જ છે તેમાં કોઈ લેટરહેડ નથી. બે પાનાની પ્રેસ નોટમાં મહુઆ મોઈત્રાએ કહ્યું કે એવા સફળ ધનિક બિઝનેસમેન હીરાનંદાણી કે જેમની દરેક મંત્રી અને પીએમઓ સુધી પહોંચ છે તેમને પહેલીવાર સાંસદ દ્વારા ભેટ આપવા અને તેમની માગને પૂરી કરવા માટે કેમ મજબૂર કરાશે? આ સંપૂર્ણપણે તર્કહીન છે.

મહુઆ મોઈત્રા અહીં જ ન રોકાયા અને તેમણે આગળ કહ્યું કે આ પત્ર પીએમઓ દ્વારા તૈયાર કરાયો હતો ન કે દર્શન હીરાનંદાણી દ્વારા. મોઈત્રાએ એ દાવાને પણ ફગાવી દીધા છે જેમાં કહેવાયું હતું કે તેમણે બિઝનેસમેનથી રોકડ કે ભેટ સ્વીકાર્યા હતા. મોઈત્રાએ કહ્યું કે પીએમઓએ દર્શન હીરાનંદાણી અને તેમના પિતાના માથે બંદૂક તાણી દીધી અને તેમને મોકલેલા પત્ર પર હસ્તાક્ષર કરવા ફક્ત ૨૦ મિનિટનો સમય આપ્યો હતો. તેમને ધમકી અપાઈ હતી કે જો તેઓ આવું નહીં કરે તો તેમના તમામ બિઝનેસને બંધ કરી દેવાશે. તેમણે કહ્યું કે ભાજપ સરકાર એટલી ઉત્સુક છે કે તે કોઈ પણ રીતે અદાણી મુદ્દે મને બોલતા અટકાવવા માગે છે. તેમણે કહ્યું કે દર્શન હીરાનંદાણીને સીબીઆઈ કે એથિક્સ કમિટી કે પછી કોઈ તપાસ એજન્સી દ્વારા અત્યાર સુધી બોલાવાયા નથી. તો પછી તેમણે સોગંદનામુ કોને આપ્યું?

આ પણ વાંચો :-

નરેન્દ્ર મોદી આજે નમો ભારત રેપિડ ટ્રેનનું કરશે ઉદ્ધાટન, જાણો મેટ્રો અને મોનો રેલથી કેટલી છે અલગ

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૨૦ ઓક્ટોબર શુક્રવારે દેશની પ્રથમ રેપિડ રેલ નમો ભારતનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન આજે ગાઝિયાબાદથી ટ્રેનને લીલી ઝંડી આપશે. મેટ્રો રેલ સેફ્ટી કમિશનરની મંજૂરી મળ્યા બાદ ઉદ્ઘાટનની તારીખ નક્કી કરવામાં આવી હતી.દિલ્હીથી મેરઠ વચ્ચેના કોરિડોરના પ્રથમ તબક્કામાં આ ટ્રેન સાહિબાબાદ અને દુહાઈ વચ્ચે ૧૭ કિલોમીટરનું અંતર કાપશે. ૮૨ કિલોમીટરના કોરિડોર પર ચાલનાર આ ટ્રેનને આજે શુક્રવારે લીલીઝંડી અપાયા બાદ થોડા જ દિવસોમાં તેમાં સામાન્ય લોકો મુસાફરી કરી શકશે. નમો ભારત ટ્રેન ૨૦૨૫ સુધીમાં દિલ્હીના સરાય કાલે ખાન અને મેરઠના માદીપુરમ સ્ટેશન વચ્ચે પણ દોડે તેવું આયોજન પ્રગતિ હેઠળ છે.

રેપિડ ટ્રેન સાહિબાબાદથી સફર ખેડશે. તે ગાઝિયાબાદ, ગુલધર થઈને ૧૫ થી ૧૭ મિનિટમાં દુહાઈ ડેપો પહોંચશે. આ ટ્રેનની સુવિધા વિષે વાત કરવામાં આવે તો મુંબઈમાં ચાલતી મોનોરેલ, દિલ્હી-એનસીઆર મેટ્રો અને નમો ભારત રેપિડ રેલ સુવિધા અને સલામતીને લઈ ખૂબ અલગતા ધરાવે છે. જેની સ્પીડ એ સૌથી મોટો તફાવત છે.

રેપિડ રેલ ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકે દોડવાની તાકાત ધરાવે છે. એટલે કે વાયુવેગે દોડવાની તાકાત ધરાવે છે.આમ પેસેન્જર માત્ર એક કલાકમાં દિલ્હીથી મેરઠ પહોંચી જશે. દિલ્હી-એનસીઆર મેટ્રો ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. જેની સરખામણીએ રેપિડ રેલને ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. રેપિડ રેલના કોચમાં ફ્રી વાઈફાઈ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, સામાન રાખવાની જગ્યા, ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સહિત ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. વધુમાં મેટ્રોમાં એન્ટ્રી સ્માર્ટ કાર્ડ્સ, ટોકન્સ, ક્યૂઆર કોડ સાથેના કાગળ અને એપમાંથી જનરેટ થયેલી ટિકિટથી એન્ટ્રી મળે છે.

આ પણ વાંચો :-

ઈઝરાઇલ અને હમાસના યુદ્ધમાં હમાસે છોડેલા ૭,૦૦૦ રોકેટમાંથી ૧,૦૦૦ મીસફાયર થઈ ગાઝામાં જ પડયા

0

ગાઝામાં અલ-અલહિ હોસ્પિટલ પર હુમલામાં ૫૦૦થી વધુનાં મોત થયા પછી ઈઝરાઇલે દાવો કર્યો હતો કે આ વિસ્ફોટ હમાસનું રોકેટ મીસફાયર થવાના કારણે થયો હતો. ઈઝરાયેલન દાવાને સમર્થન આપતાં અમેરિકાએ કહ્યું કે, ૭ ઑક્ટોબર પછી પેલેસ્ટાઈનના આતંકી જૂથે ઈઝરાઇલ પર અંદાજે ૭,૦૦૦થી વધુ રોકેટનો મારો કર્યો છે, જેમાંથી ૧,૦૦૦ જેટલા રોકેટ મીસફાયર થઈને ગાઝામાં જ પડયા હતા. બીજીબાજુ ઈઝરાઇલે પેલેસ્ટાઈનના સિક્યોરિટી હેડ જેહાદ મ્હેસેનને ઉડાવી હમાસને મોટો ફટકો આપ્યો છે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ૧૩ દિવસથી ચાલતા યુદ્ધમાં અત્યાર સુધીમાં હમાસના હુમલામાં ઈઝરાઇલના ૧,૪૦૦ લોકો માર્યા ગયા છે જ્યારે ૩,૪૭૮ લોકો ઘાયલ થયા છે. બીજીબાજુ ઈઝરાયેલના આક્રમણમાં ગાઝામાં ૧,૫૨૪ બાળકો અને ૧,૦૦૦ મહિલાઓ સહિત ૪,૪૭૫ લોકોનાં મોત થયા છે જ્યારે ૧૨,૦૦૦થી વધુ લોકોને ઈજા પહોંચી છે.

ગાઝામાં અલ-અલહિ હોસ્પિટલ પર હુમલામાં ૫૦૦ લોકોનાં મોત પછી સમગ્ર દુનિયામાં ઈઝરાઇલ સામે સવાલો ઊઠવા લાગ્યા હતા, જેના જવાબમાં ઈઝરાઇલે ગુરુવારે પુરાવાઓ રજૂ કરીને દાવો કર્યો હતો કે હમાસના આતંકીઓએ છોડેલું રોકેટ મીસફાયર થઈને હોસ્પિટલ પર પડયું હતું. આ સિવાય ઈઝરાઇલે વધુ પુરાવાઓ અને વીડિયો રજૂ કરતાં દાવો કર્યો હતો કે માત્ર અલ-અલહિ હોસ્પિટલ પર જ નહીં હમાસે ઈઝરાઇલ પર હુમલો કરવા છોડેલા ૭,૦૦૦ રોકેટોમાંથી ૧,૦૦૦ જેટલા રોકેટો મીસફાયર થઈને ગાઝામાં જ પડયા હતા. તેના પુરાવાઓમાં ઈઝરાઇલે હમાસના બે આતંકીઓની વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ પણ રજૂ કર્યું હતું.

દરમિયાન ઈઝરાયેલે એક હવાઈ હુમલામાં પેલેસ્ટાઈનમાં હમાસનું નેતૃત્વ કરનારા રાષ્ટ્રીય સુરક્ષા દળના પ્રમુખ જેહાદ મ્હેસેનના ઘર પર હુમલો કર્યો હતો, જેમાં તેનું મોત થયું છે. ઈઝરાઇલ લેબેનોનમાંથી જ્યાંથી ટેન્ક વિરોધી મિસાઈલ છુટે ત્યાં જ બોમ્બમારો કરવાની વ્યૂહરચના અપનાવીને હિઝબુલ્લાને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. દરમિયાન ઈઝરાઇલના સૈન્યે ગાઝામાં હમાસ સામે યુદ્ધ શરૂ કર્યા પછી હવે વેસ્ટ બેન્કમાં પણ હમાસ સમર્થકો સામે કાર્યવાહી શરૂ કરી છે.

ઈઝરાઇલના સૈન્યે વેસ્ટ બેન્કમાં હમાસના અનેક વોન્ટેડ આતંકીઓની ધરપકડ કરી છે.વધુમાં ઈઝરાઇલના પોલીસ વડા કોબિ શાબતાઈએ ઈઝરાયેલમાં ગાઝાની તરફેણમાં કોઈપણ પ્રકારના દેખાવો સામે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવા ચેતવણી આપી હતી. ઈઝરાઇલ અત્યારે યુદ્ધ કરી રહ્યું છે તેવા સમયે દેશમાં યુદ્ધ વિરોધી અથવા પેલેસ્ટાઈનની તરફેણના કોઈપણ પ્રકારના દેખાવો ચલાવી નહીં લેવાય.

આ પણ વાંચો :-

ગાઝાના હોસ્પિટલમાં હુમલાની સેટેલાઇટ તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ

0

ઇઝરાઇલ-હમાસ વચ્ચેનો જંગ સતત ખતરનાક બની રહ્યો છે. ૧૭ ઓક્ટોબરે ગાઝા પટ્ટીની એક હોસ્પિટલ પર વિનાશક હુમલો થયો જેમાં ઓછામાં ઓછા ૫૦૦ લોકો મૃત્યુ પામ્યા છે. આ હુમલો સેન્ટ્રલ ગાઝાના અલ અહલી અલ અરબી હોસ્પિટલમાં થયો હતો. હુમલાની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. સેટેલાઇટ તસવીરોમાં હુમલાની ભયાનકતા વધુ સ્પષ્ટપણે દેખાઇ રહી છે.

હમાસે ઇઝરાઇલ પર હુમલાનો આરોપ લગાવ્યો છે. ઇઝરાઇલની સેનાનું કહેવું છે કે આ હુમલો મિસફાયરનું પરિણામ છે. આઇડીએફનું કહેવું છે કે પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદે ઇઝરાઇલ પર રોકેટ છોડ્યું હતું પરંતુ તે મિસફાયર થઇને હોસ્પિટલ પર પડ્યું હતું. બુધવારે ઇઝરાઇલના પ્રવાસે પહોંચેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનને ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુને કહ્યું હતું કે મેં જે જોયું એના પરથી મને એવું લાગી રહ્યું છે કે હુમલામાં અન્ય કોઇનો દોષ છે તમારો નહિ.

સોશિયલ મીડિયા પર ફરી રહેલી તસવીરો અને વીડિયોમાં તો સ્પષ્ટપણે હુમલાની ભયાનકતા દેખાય છે પરંતુ મેક્સાર ટેકનોલોજી વડે મળેલી હુમલાની તસવીરો આ ભયાનકતાને વધુ ગંભીર દર્શાવે છે. એક્સપર્ટ મુજબ જે જગ્યાએ વિસ્ફોટ થયો ત્યાં એક ખાડો પડી ગયો છે. તેની આસપાસ તૂટેલી બારીઓ, સળગેલી હાલતમાં ગાડીઓ અને ક્ષતિગ્રસ્ત છત દેખાઇ રહી છે.

મેક્સાર ટેકનોલોજીથી મળેલી સેટેલાઇટ તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે હુમલા બાદ ઇમારતોની જે હાલત થઇ છે એના પરથી ખ્યાલ આવે છે કે આ ટાર્ગેટેડ એટેક ન હોઇ શકે. સેટેલાઇટ તસવીરોમાં જોવા મળી રહ્યું છે. હુમલા બાદ પાર્કિંગમાં રહેલી અનેક ગાડીઓનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અનેક ગાડીઓ ક્ષતિગ્રસ્ત થઇ ગઇ હતી. કેટલાક ભાગો બળી ગયા હતા જ્યારે ફેન્સિંગ પણ તૂટી ગઇ હતી. હોસ્પિટલની મુખ્ય બિલ્ડીંગને તો નુકસાન નહોતું થયું પરંતુ મેઇન બિલ્ડીંગ પાસેની ૨ ઇમારતોની છતને ગંભીર નુકસાન પહોંચ્યું છે. હુમલાની પહેલા અને બાદની તસવીરોની તુલના કરતા હવામાં ધુમાડાના ગોટા જોવા મળ્યા છે. આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે ઇઝરાઇલની સેનાના હુમલાથી બચવા માટે નાગરિકોએ અહીં શરણ લીધું હતું.

અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સીલના પ્રવક્તા એડ્રિઅન વોટ્સનનું કહેવું છે કે અમેરિકા એવું માને છે કે આ હુમલા પાછળ ઇઝરાઇલ જવાબદાર નથી. ઇન્ટેલિજન્સ, મિસાઇલ એક્ટિવીટી અને ઓપન સોર્સ તસવીરો પરથી અમે આ તારણ કાઢ્યું છે તેવું તેમણે જણાવ્યું.

નેશનલ હાઈવે પર વલસાડમાં બસનું ટાયર ફાટતાં લક્ઝરી બસમાં લાગી આગ

0

વલસાડમાં વહેલી સવારે બસ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં નેશનલ હાઈવે પર લક્ઝરી બસમાં આગ ફાટી નીકળી હતી. જેથી બસમાં સવાર મુસાફરોને જીવના જોખમે ફાયરની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

ખાનગી ટ્રાવેલ્સની બસ અમદાવાદથી કર્ણાટક જઈ રહી હતી, આ દરમિયાન અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના પારડી નજીક ખાનગી બસમાં આગ લાગી હતી. જેથી મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવને પગલે સ્થાનિકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા, તો આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

 ફાયર વિભાગની ટીમે રાહદારીઓની મદદથી બસમાં સવાર મુસાફરોને સમય સૂચકતા વાપરીને નીચે ઉતારી લીધા હતા. આ અંગેની જાણ થતાં જ પારડી મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે બાદ ફાયરની ટીમે પાણીમારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. બે કલાક બાદ બસમાં લાગેલી આગ કાબુમાં આવતા રાબેતા મુજબ હાઈવે શરુ કરવામાં આવ્યો હતો.

બસ અમદાવાદથી બેલગામ જઈ રહી હતી. ખાનગી ટ્રાવેલ્સની બસમાં 16 મુસાફરો સવાર હતા. જેમાં તમામ મુસાફરો આબાદ બચાવ કર્યો છે. બસના ચાલકના કહેવા પ્રમાણે બસનું ટાયર બ્લાસ્ટ થતા બસમાં આગ લાગી હોવાની ઘટના બની હતી.

આ પણ વાંચો :-

૨૦, ઓક્ટોબર/ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! વાંચો આજનું રાશિફળ.

0

મેષઃ
મનોબળ મજબૂત બનતું જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય ‌શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્નતા અનુભવાય.
વૃષભઃ
મનમાં પ્રસન્નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાનાભાઇ બહેનોની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી-ધંધા બાબતે મિશ્રફળ મળતું જણાય.
મિથુનઃ
નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છુટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થતી જણાય.
કર્કઃ
દિવસ દરમ્યાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી, કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.
સિંહઃ
નાણાંની વખતસર હેરફેર થતી જણાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.
કન્યાઃ
નસીબ બળવાન બનતું હોવાને કારણે આવકમાં વૃધ્ધિ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃસુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી, ધંધાકીયક્ષેત્રે સફળતા મળશે.
તુલાઃ
નસીબનો સાથ ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જ‍ળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.
વૃશ્ચિકઃ
આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભુતિ જણાય.
ધનઃ
માનસિક શાંતિ વધતી જણાય. ગઇકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણાય. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય.
મકરઃ
આવક જાવકનું પાસું સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટિની ભાવના પેદા થાય. નાણાંનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતા મળતી જણાય. આરોગ્ય જળવાય.
કુંભઃ
મનોબળ મજબૂત બનતું જણાય. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.
મીનઃ
નોકરીમાં ટારગેટપૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય.માતાનો સહકાર મળતો જણાય.યશ પ્રતિષ્‍ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટા ખર્ચ વધીન જાય એનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

ભારતે બાંગ્લાદેશને ૭ વિકેટે હરાવીને વર્લ્ડ કપમાં ચોથી મેચ જીતી, વિરાટ કોહલીની વન-ડેમાં ૪૮મી સદી

0
વર્લ્ડ કપમાં ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે પુણેના એમજી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશને ૭ વિકેટથી હરાવીને વર્લ્ડ કપમાં ચોથી જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડ બાદ ભારતે વર્લ્ડ કપમાં ચાર મેચ જીત છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને બાંગ્લાદેશની ટીમે ૫૦  ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૨૫૬ રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે ૨૫૭ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતે ૪૧.૩ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૨૬૧ રન બનાવી લીધા હતા. 

સુરતમાં શહેરના ૯ ઝોનમાં ફૂડ વિભાગની ટિમ દ્વારા માવાના વેપારીઓ ઉપર દરોડા

0

સુરતમાં દશેરા બાદ આગામી હ્વિસોમાં ચંદની પડવોના તહેવારને લઇને મનપાનું આરોગ્ય વિભાગ સક્રિય જોવા મળી રહ્યુ છે. ઘારી બનાવવા માટે ઉપયોગમાં લેવાતો માવો તેમજ ભુસુ માટે વપરાતા તેલની ચકાસણી હાથ ધરવામાં આવી છે. સુરતના તમામ ઝોનમાં ૧૫ કરતા વધુ ટીમો કામે લાગી છે.

ચંડી પડવાના તહેવાર પહેલાં સુરતમાં માવાના વેપારીને ત્યાં ફૂડ વિભાગના દરોડા પાડવામાં આવ્યો છે. જેમાં સુરત શહેરના ૯ ઝોનમાં ફૂડ વિભાગની અલગ અલગ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ભાગળ સહિતના વિસ્તારોમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે.

ચંદની પડવાના દિવસે સુરતમાં કરોડો રૂપિયાની ઘારી સુરતીઓ આરોગી જાય છે. તેમજ દિવાળીના સમયે પણ મિઠાઈનું વેચાણ ખૂબ જ મોટા પ્રમાણમાં થતુ હોય છે. ઘારીમાં અને મિઠાઈમાં વિશેષ કરીને માવાનો ઉપયોગ થતો હોય છે. માવો ગુણવત્તાવાળો ન હોય તો આરોગનાર વ્યક્તિના સ્વાસ્થય સામે જોખમ પણ ઊભું થઈ શકે છે. જેની ગંભીરતા લઈને આરોગ્ય વિભાગ દ્વારા શહેરની જાણીતા મિઠાઇ વિક્રેતા તેમજ ફરસાણના વેપારીઓને ત્યાં તેલ અને માવાના નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

માવાના વેપારીઓના ત્યાંથી સેમ્પલો લેવામાં આવ્યા છે. અગાઉ પણ તહેવાર પહેલાં આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા વિવિધ સ્થાનો પરથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાલમાં પણ સેમ્પલો તપાસ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ કરવામાં આવી છે. લેબ ટેસ્ટિંગમાં સેમ્પલ કેલ જણાશે તો તે વેપારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.