સુરતમાં શહેરના ૯ ઝોનમાં ફૂડ વિભાગની ટિમ દ્વારા માવાના વેપારીઓ ઉપર દરોડા

Share this story

સુરતમાં દશેરા બાદ આગામી હ્વિસોમાં ચંદની પડવોના તહેવારને લઇને મનપાનું આરોગ્ય વિભાગ સક્રિય જોવા મળી રહ્યુ છે. ઘારી બનાવવા માટે ઉપયોગમાં લેવાતો માવો તેમજ ભુસુ માટે વપરાતા તેલની ચકાસણી હાથ ધરવામાં આવી છે. સુરતના તમામ ઝોનમાં ૧૫ કરતા વધુ ટીમો કામે લાગી છે.

ચંડી પડવાના તહેવાર પહેલાં સુરતમાં માવાના વેપારીને ત્યાં ફૂડ વિભાગના દરોડા પાડવામાં આવ્યો છે. જેમાં સુરત શહેરના ૯ ઝોનમાં ફૂડ વિભાગની અલગ અલગ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ભાગળ સહિતના વિસ્તારોમાં ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે.

ચંદની પડવાના દિવસે સુરતમાં કરોડો રૂપિયાની ઘારી સુરતીઓ આરોગી જાય છે. તેમજ દિવાળીના સમયે પણ મિઠાઈનું વેચાણ ખૂબ જ મોટા પ્રમાણમાં થતુ હોય છે. ઘારીમાં અને મિઠાઈમાં વિશેષ કરીને માવાનો ઉપયોગ થતો હોય છે. માવો ગુણવત્તાવાળો ન હોય તો આરોગનાર વ્યક્તિના સ્વાસ્થય સામે જોખમ પણ ઊભું થઈ શકે છે. જેની ગંભીરતા લઈને આરોગ્ય વિભાગ દ્વારા શહેરની જાણીતા મિઠાઇ વિક્રેતા તેમજ ફરસાણના વેપારીઓને ત્યાં તેલ અને માવાના નમૂના લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

માવાના વેપારીઓના ત્યાંથી સેમ્પલો લેવામાં આવ્યા છે. અગાઉ પણ તહેવાર પહેલાં આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા વિવિધ સ્થાનો પરથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાલમાં પણ સેમ્પલો તપાસ અર્થે પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ કરવામાં આવી છે. લેબ ટેસ્ટિંગમાં સેમ્પલ કેલ જણાશે તો તે વેપારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.