Home Blog Page 922

અમદાવાદના ૩૫૦, સુરતમાં ૭૦થી વધુ, સ્પાની આડમાં થેરાપીના નામે અનૈતિક ધંધા કરતા સ્પા સેન્ટર દરોડા

0

ગુજરાતમાં અનેક સ્થળો પર સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર પોલીસે તવાઈ બોલાવી છે. વાત જાણે એમ છે કે, ગુજરાતની અલગ-અલગ પોલીસની ટીમોએ સ્પા સેન્ટરોમાં દરોડા પાડ્યા હતા. મહત્વનું છે કે, પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ગુજરાતના શહેરોમાં અનૈતિકતા 800થી વધુ ઠેકાણાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ તરફ રાજ્ય વ્યાપી સ્પા સેન્ટોરોમાં પોલીસના દરોડા વચ્ચે અમદાવાદમાં 10 PI-56 PSIની બદલીનો આદેશ પણ કરવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 851 સ્પા સેન્ટર પર પોલીસના દરોડા પડ્યા છે. દરોડા પાડીને પોલીસે અત્યાર સુધી 105 લોકોને ઝડપ્યા છે. આ સાથે રાજ્યભરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 103 ગુના નોંધાયા છે. મહત્વનું છે કે, ગૃહરાજ્ય મંત્રીના આદેશ બાદ રાજ્યભરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 851 સ્પા સેન્ટર પર પોલીસના દરોડા પડ્યા છે. દરોડા પાડીને પોલીસે અત્યાર સુધી 105 લોકોને ઝડપ્યા છે. આ સાથે રાજ્યભરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 103 ગુના નોંધાયા છે. મહત્વનું છે કે, ગૃહરાજ્ય મંત્રીના આદેશ બાદ રાજ્યભરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.

સુરતમાં 70થી વધુ સ્પા સેન્ટરોમાં દરોડા કરી 50 સ્પા સેન્ટરો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ સાથે રાજકોટમાં 50થી વધુ સ્પામાં દરોડા કરી 13 સ્પા સેન્ટરો સામે કાર્યવાહી કરાઇ છે. વડોદરામાં 20થી વધુ સ્પામાં દરોડા પાડી 2 સ્પા સેન્ટરો સામે કાર્યવાહી કરાઇ છે. આ સાથે ભાવનગરમાં પણ 5 સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, થેરાપીના નામે ગુજરાતમાં ફેલાયેલા દૂષણો સામે સરકારે લાલ આંખ કરતાં અનૈતિકતા 800થી વધુ ઠેકાણાઓ પર પોલીસ ત્રાટકી હતી. મસાજ થેરાપી અને આયુર્વેદ ટ્રીટમેંટના નામે સ્પાનો ધંધો ચાલે છે. જોકે મહિલાઓના દૂષણના ઠેકાણા બની ચૂકેલા સ્પાની હાટડીઓ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અહી એ પણ ચર્ચા છે કે, અમદાવાદમાં સ્પામાં કામ કરતી યુવતી પર દમનના વીડિયો પછી પોલીસ જાગી છે.

આ પણ વાંચો :-

ઉંઢેલા ગામમાં મુસ્લિમોને જાહેરમાં ફટકારનારા પોલીસને ૧૪ દિવસની જેલ, હાઇકોર્ટે ફટકારી સજા

0

ખેડા જિલ્લાના ઉંઢેલામાં નવરાત્રીમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં પોલીસ કર્મીઓની મુશ્કેલી વધી છે. કોર્ટના હુકમના તિરસ્કારના દોષિત ૪ પોલીસ કર્મીઓને ગુજરાત હાઈકોર્ટે સજા ફટકારી છે. હાઈકોર્ટે ચારેય પોલીસ કર્મીઓને ૧૪ દિવસની કેદની સજા અને ૨૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૪ આરોપી પોલીસ કર્મીઓએ કોર્ટના ઓર્ડર મળ્યાના ૧૦ દિવસમાં હાજર થવા ફરમાન કપરવામાં આવ્યુ છે.

ખેડા જિલ્લાના ઉંઢેલામાં નવરાત્રીમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં પોલીસ કર્મીઓની મુશ્કેલી વધી છે. કોર્ટના હુકમના તિરસ્કારના દોષિત ૪ પોલીસ કર્મીઓને ગુજરાત હાઈકોર્ટે સજા ફટકારી છે. હાઈકોર્ટે ચારેય પોલીસ કર્મીઓને ૧૪ દિવસની કેદની સજા અને ૨૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૪ આરોપી પોલીસ કર્મીઓએ કોર્ટના ઓર્ડર મળ્યાના ૧૦ દિવસમાં હાજર થવા ફરમાન કપરવામાં આવ્યુ છે.

સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા માટે સ્ટેની માગ કરવામાં આવી છે. હાઈકોર્ટે પોતાના હુકમમાં સજાની અમલવારી પર ૩ મહિનાનો સ્ટે આપ્યો. ફરિયાદી અને પોલીસકર્મીઓ વચ્ચે સમાધાન નહિ થતાં કોર્ટે કાર્યવાહી છે.

મહત્વનું છે કે ખેડામાં પોલીસકર્મીઓએ આરોપીઓને જાહેરમાં માર માર્યો હતો. જે પછી પોલીસ કર્મીઓ સામે કેસ થયો હતો. ત્યારે ગુનો નોંધાયા બાદ પોલીસકર્મીઓએ કોર્ટમાં અરજી કરી હતી અને પોલીસ વિભાગમાં એક દાયકાની સેવાને ધ્યાને લેવા રજૂઆત કરી હતી. સાથે જ પોલીસકર્મીઓએ વળતર આપવા અંગે પણ તૈયારી દર્શાવી હતી. જો કે આ કેસમાં ફરિયાદી સમાધાન કરવા તૈયાર જ નથી. ઉલ્લેખનીય છે કે ૪ પોલીસકર્મીઓ વિરૂદ્ધ માર મારવાનો ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો :-

ભારતે નેપાળમાં 95,000 ટન નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસને મંજૂરી

0

ભારતે નિકાસ પ્રતિબંધની જાહેરાત કર્યા બાદ નેપાળમાં ચોખાના ભાવમાં તરત જ વધારો થયો હતો, જોકે વેપારીઓનું કહેવું છે કે ભાવ થોડા અંશે નીચે આવવા લાગ્યા છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે પર્યાપ્ત સ્ટોક હોવા છતાં વેપારીઓએ નિયંત્રણોના નામે ભાવ વધાર્યા હતા. ભારતે ચોખા પર પ્રતિબંધ મૂક્યાના એક સપ્તાહની અંદર નેપાળમાં તમામ પ્રકારના ચોખાના ભાવમાં ૨૦ કિલો અથવા ૨૫ કિલોની થેલી દીઠ રૂ. ૨૦૦ થી ૨૫૦ રૂપિયાનો વધારો થયો છે.

ભારત સરકારે નેપાળમાં ૯૫,૦૦૦ ટન નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ કરવાની મંજૂરી આપી છે, જે જુલાઈમાં લાદવામાં આવેલા નિકાસ પ્રતિબંધોને આંશિક રીતે હળવા કરે છે. ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડે બુધવારે આ અંગેની સૂચના જાહેર કરી હતી.

કેમેરૂન, કોટે ડી’આવિયર, ગિની, મલેશિયા, ફિલિપાઇન્સ અને સેશેલ્સ સાથે નેપાળને ક્વોટા વિશેષાધિકારો આપવામાં આવ્યા છે. નોટિફિકેશન અનુસાર, નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ ઓફ ઈન્ડિયા દ્વારા નિકાસને મંજૂરી આપવામાં આવશે. ભારતે આ સાત દેશોમાં ૧.૦૩ મિલિયન ટન નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસને મંજૂરી આપી છે.

નેપાળને તેની વસ્તીને ખવડાવવા માટે વાર્ષિક ૪ મિલિયન ટન ચોખાની જરૂર પડે છે, અને આ અછતને ભારતથી આયાત કરવામાં આવે છે. નેપાળ છેલ્લા એક દાયકાથી ભારતમાંથી મોટા પ્રમાણમાં ચોખા અને ડાંગરની આયાત કરે છે. નેપાળ મોટાભાગે ભારતમાંથી આયાતી ખાદ્યપદાર્થો પર નિર્ભર છે.

૨૦૨૧-૨૨ ભારતીય નાણાકીય વર્ષમાં, જે ૧ એપ્રિલથી શરૂ થાય છે અને ૩૧ માર્ચે સમાપ્ત થાય છે, નેપાળે ભારતમાંથી ૧.૪ મિલિયન ટન ચોખાની આયાત કરી હતી ૧.૩૮ મિલિયન ટન નોન-બાસમતી અને ૧૯,૦૦૦ ટન બાસમતી ચોખા, રેકોર્ડ પર ભારત સરકારના અહેવાલ મુજબ સૌથી વધુ જથ્થો છે. મૂલ્યના સંદર્ભમાં, ચોખાની આયાત $૪૭૩.૪૩ મિલિયન અથવા રૂ. ૬૦ બિલિયનથી થોડી વધુ હતી.

૨૦૨૨-૨૩માં બાસમતી અને નોન-બાસમતી ચોખાની આયાત તીવ્ર ઘટીને ૮૧,૨૦૮૨ ટન થઈ હતી કારણ કે ભારતે નિકાસ અટકાવી હતી. આયાતનું કુલ મૂલ્ય $283.94 મિલિયન અથવા રૂ. ૩૭.૪૮ અબજ હતું.

ભારતે નિકાસ પ્રતિબંધની જાહેરાત કર્યા બાદ નેપાળમાં ચોખાના ભાવમાં તરત જ વધારો થયો હતો, જોકે વેપારીઓનું કહેવું છે કે ભાવ થોડા અંશે નીચે આવવા લાગ્યા છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે પર્યાપ્ત સ્ટોક હોવા છતાં વેપારીઓએ નિયંત્રણોના નામે ભાવ વધાર્યા હતા.

આ પણ વાંચો :-

નફો ઘટ્યા બાદ Nokia ૧૪,૦૦૦ નોકરીઓ કપશે, મંદીના સંકેત

0

એક તરફ ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન ૨૦૨૨થી જ દુનિયાભરમાં મંદી નું સંકટ જોવા મળી રહ્યું છે. જોકે હવે તેની અસર દિગ્ગજ કંપનીઓ પર થઈ રહી છે અને તેના પગલે મોટાપાયે છટણીનો માહોલ સર્જાયો છે.

કર્મચારીઓની છટણી કરવાની યાદીમાં દુનિયાની સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ થી લઈને ફેસબુકની પેરેન્ટ કંપની મેટા સૌથી આગળ રહી છે. જોકે હવે આ યાદીમાં વધુ એક મોટું નામ નોકિયા નું ઉમેરાઈ ગયું છે. નોકિયાએ તેના ૧૪,૦૦૦ કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે.

ફિનિશ ટેલીકોમ ગિયર ગ્રૂપ નોકિયા એ કહ્યું કે ઉત્તર અમેરિકા જેવા બજારોમાં ૫G ડિવાઈસના ધીમા વેચાણને લીધે ત્રીજા ત્રિમાસિકમાં સેલ્સમાં મોટો ઘટાડો થયો છે. વેચાણમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ નવા કોસ્ટ સેવિંગ્સ પ્લાન હેઠળ ૧૪,૦૦૦ નોકરીઓમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. આ છટણીની સાથે જ  કંપનીના વર્તમાન કર્મચારીઓની સંખ્યા ૮૬,૦૦૦થી ઘટીને 72,000  થઈ જશે.

આ પણ વાંચો :-

મનપસંદ જીમખાનામાં રેડ બાદ અમદાવાદમાં પોલીસ કમિશ્નરે ૧૦ PI અને ૫૬ PSIની બદલી

0

ગુજરાતમાં ગત જુલાઈ મહિનામાં ગૃહવિભાગમાં પોલીસની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો હતો. જેમાં પોલીસ વિભાગમાં બિન હથિયારધારી ૬૩ PSI અને ૨૨ PIની બદલીના આદેશ થતાં પોલીસ વિભાગમાં અનેક પોલીસ કર્મીઓને ઝટકો લાગ્યો હતો. ત્યારે હવે અમદાવાદમાં પોલીસ કમિશ્નરે ૫૬ PSIની બદલીનો આદેશ કરતાં પોલીસ બેડામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પોલીસ કમિશ્નરના હૂકમમાં જણાવ્યું છે કે, વહિવટી કારણોસર કરવામાં આવેલી બદલીઓને ધ્યાને રાખીને જે તે અધિકારીએ તાત્કાલિક પોતાના બદલીના સ્થળે હાજર થઈને રીપોર્ટ કરવાનો રહેશે. શહેરમાં અચાનક બદલીનો ઓર્ડર થતાં પોલીસ કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

અમદાવાદ શહેરમાં મનપસંદ જિમ ખાનામાં રેડ પછી દરિયાપુરના PIની પણ બદલી કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના ૩ પીઆઇની પણ બદલી કરવામાં આવી છે. ખોખરા, EOW અને SOGના PIની પણ બદલી કરવામાં આવી છે. દરિયાપુરના મનપસંદ જીમખાનામાં ક્રાઇમ બ્રાન્ચે રેડ કરીને ૨૭ જુગારીઓને પકડ્યા હતા. મનપસંદ જીમખાનાનની આડમાં જુગાર અડ્ડો ચલાવનારા ગોવિંદ ઉર્ફે ગામના પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા પણ સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરીને ૧૮૦ જેટલા જુગારીઓને લાખોના મુદ્દામાલ સાથે પકડ્યા હતા. અત્યાર સુધી 10થી વધારે વખત મનપસંદ જીમખાનામાં દરોડા પડી ચુક્યા છે.

આ પણ વાંચો :-

સુરતમાં હિંદુ નામ રાખી યુવતીઓને ફસાવતા વિધર્મીનો પર્દાફાશ, મોડેલિંગની લાખોની ઓફર આપતો

0

સુરતમાં વિધર્મી યુવક યુવતીને હેરાન કરતો હતો. જેમાં યુવતીને મોબાઇલ પર મેસેજ કરતો હતો. તેમજ યુવતીને ન્યૂડ વીડિયો ઉતારવાનું કહ્યું હતું. જેમાં બદલામાં રૂપિયા ૫૦ હજાર આપવાની વાત કરી હતી. તેથી અડાજણ પોલીસે શેખ રેહાનની ધરપકડ કરી છે. તેમજ આરોપી વિરુદ્ધ કલમ ૬૬,૬૭સી મુજબ ગુનો નોંધ્યો છે.

અગાઉ પણ સગીરાને બ્લેકમેઈલ કરતો વિધર્મી યુવક ઝડપાયો હતો. જેમાં સગીરાનો બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર વિધર્મી યુવક સાજીદ આસિફ અલી દૂધવાલાની ઉમરા પોલીસે ધરપકડ કરી હતી. આરોપી સાજીદ આસિફ અલી દૂધવાલાએ સગીરાને વીડિયો કોલ પર કપડા ઉતરાવ્યા હતા અને બાદમાં વીડિયોની મદદથી શારીરિક સંબંધ બાંધવા માટે સગીરાને બ્લેકમેઇલ કરતો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો.

કતારગામની ૧૬ વર્ષીય સગીરા શાળામાં રિસેસ દરમિયાન સિટીલાઇટના અજય કેફેની બહાર જતી હતી. દરમિયાન કેફેમાં બેસવા આવતા આરોપી સાજીદ આસિફ અલી સાથે તેની મિત્રતા થઇ હતી. બાદમાં વિધર્મી યુવકે સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી તેને પોતાની બહેનના ઘોડદોડ રોડ સ્થિત લઇ ગયો હતો. જ્યાં સગીરા સાથે શારીરિક અડપલા કરી તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આરોપી યુવકે સગીરાને વીડિયો કોલ કરાવી કપડા ઉતરાવી તેનું રેકોડિંગ કરી લીધું હતું. બાદમાં આ વીડિયોની મદદથી આરોપી સગીરાને શરીર સંબંધ બાંધવા બ્લેકમેઇલ કરતો હતો. બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધો બાંધવા બ્લેકમેઇલ કરતો હતો. આરોપી યુવકના પિતા કેબલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જોકે કેટલાક દિવસથી સગીરા ગુમસુમ રહેતી હતી જેથી માતાપિતાએ તેની સાથે વાત કરતા આ સમગ્ર બાબતનો ખુલાસો થયો હતો. બાદમાં આ મામલે માતા-પિતાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોક્સો અને છેડતીની ફરિયાદ નોંધાવતા ઉમરા પોલીસે આરોપી સાજીદ આણ્વિ અલીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :-

હિઝબુલ્લાએ સીરિયામાં સ્થિત અમેરિકાના સૈન્ય મથક પર કર્યો હુમલો

0

રાષ્ટ્રપતિ જો બાઈડન હાલ જ ઇઝરાઇલથી પાછા ફર્યા હતા જ્યારે હિઝબુલ્લાએ યુએસ લશ્કરી થાણા પર રોકેટ છોડ્યું હતું. બાઈડનના પરત ફર્યા બાદ સીરિયામાં અમેરિકાના સૈન્ય મથકને નિશાન બનાવવામાં આવ્યું છે. ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. સહયોગી સેનાના કેટલાક સૈનિકો અહીં ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રપતિ જો બાઈડન હાલ જ ઇઝરાઇલથી પાછા ફર્યા હતા જ્યારે હિઝબુલ્લાએ યુએસ લશ્કરી થાણા પર રોકેટ છોડ્યું હતું. બાઈડનના પરત ફર્યા બાદ સીરિયામાં અમેરિકા સૈન્ય મથકને નિશાન બનાવવામાં આવ્યું છે. ઈરાકમાં અમેરિકી સેનાના ઠેકાણાઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે. સહયોગી સેનાના કેટલાક સૈનિકો અહીં ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ઈરાકમાં 24 કલાકમાં સૈન્ય કેમ્પ પર બે ડ્રોન હુમલા કરવામાં આવ્યા છે. પશ્ચિમી અને ઉત્તરી ઈરાકમાં લશ્કરી છાવણીઓ પર થયેલા આ હુમલામાં સહયોગી સેનાના કેટલાક સૈનિકો ઘાયલ થયા છે. જો કે હાલ કોઈ જાનહાનિની ​​માહિતી નથી. એક વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે ઈરાન સમર્થિત જૂથોએ ઈરાકમાં યુએસ સૈન્ય મથકને નિશાન બનાવ્યું છે. જો કે અમેરિકન અધિકારીઓએ કહ્યું છે કે ત્રણ ડ્રોન હુમલા થયા છે. ઈરાક અને કુર્દીસ્તાનના પશ્ચિમમાં આવેલા અલ-હરિર એર બેઝ પર હુમલો કરવામાં આવ્યો છે.

ઈરાકમાં ઈરાન સમર્થિત જૂથોએ ઈઝરાઇલને અમેરિકન સમર્થનને કારણે ત્યાંની અમેરિકન સુવિધાઓ પર હુમલો કરવાની ધમકી આપી હતી. ઇરાકમાં ઇસ્લામિક રેઝિસ્ટન્સે પાછળથી બે હુમલાઓની જવાબદારી સ્વીકારતા એક નિવેદન બહાર પાડ્યું અને કહ્યું કે તે “અમેરિકન કબજા” સામે “વધુ ઓપરેશનની શરૂઆત” છે. આ હુમલો ઇઝરાયેલ-હમાસ યુદ્ધનું પરિણામ છે, જ્યાં અમેરિકા તેને હથિયારો અને દરેક રીતે મદદ કરી રહ્યું છે.

આ પણ વાંચો :-

ઈઝરાઇલ-હમાસનુ યુધ્ધ ૧૪મા દિવસમાં પ્રવેશ્યુ, ૫૦૦૦ લોકોના મોત અને ૧૭૦૦૦થી વધું ઘાયલ

0

પેલેસ્ટાઈન અને ઈઝરાઇલ વચ્ચેનો ટકરાવ ૧૪મા દિવસમાં પ્રવેશ્યો છે અને આટલા દિવસોમાં બંને પક્ષના ૫૦૦૦ લોકો માર્યા ગયા છે.પેલેસ્ટાઈનના શાસકોએ કહ્યુ કે, અત્યાર સુધીમાં પેલેસ્ટાઈનના ૩૫૪૦ નાગરિકો માર્યા ગયા છે અને ૧૩૦૦૦ લોકો ઘાયલ થયા છે.આ પૈકી સૌથી વધારે ૩૪૭૮ લોકોના મોત ગાઝા પટ્ટીમાં અને વેસ્ટ બેન્કમાં ૬૨ લોકોના મોત થયા છે.

બીજી તરફ ઈઝરાઇલ સરકારે જેઆંકડા જાહેર કર્યા છે તે પ્રમાણે ઈઝરાઇલના ૧૪૦૦ લોકોના મોત થયા છે અને ૪૪૦૦ લોકો ગાયલ થયા છે.ઈઝરાઇલની સેનાએ બુધવારે ફરી એક વખત ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા કર્યા હતા. ગાઝા પટ્ટીમાં આવેલા રાફા વિસ્તારમાં આતંકી સંગઠન પોપ્યુલર રેઝિસન્ટસ કમિટિની ઈમારતને પણ ઈઝરાઇલ લડાકુ વિમાનોએ ટાર્ગેટ કરી હતી.

ગાઝા પટ્ટીમાં આતંકવાદીઓના ઘણા આશ્રયસ્થાનો નષ્ટ કરવામાં આવ્યા છે.તેની સાથે સાથે ટેન્ક વિરોધી મિસાઈલ લોન્ચિંગ જ્યાંથી થાય છે તે જગ્યા, વધારાનુ કમાન્ડ સેન્ટર, આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી સુરંગો પણ તબાહ કરવામાં આવી છે.હમાસના ૧૦ જેટલા આતંકવાદીઓ પણ આ હુમલામાં મોતને ભેટયા છે.

ઈઝરાઇલ અને હમાસ વચ્ચેના જંગમાં દુનિયાભરમાં ઈઝરાઇલ અને પેલેસ્ટાઈન એમ બંને પક્ષે દેખાવો થઈ રહ્યા છે.આ જંગને રોકવા માટે પણ માંગ ઉઠી રહી છે.દેખાવકારોનુ એક જૂથ તો  બુધવાર અમેરિકન સંસદમાં પ્રવેશી ગયુ હતુ અને તેમાં 300 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

માતાજીના નામે રાક્ષસી પ્રવૃત્તિ, ૧૫ વર્ષની બહેનને મોટા ભાઇ-બહેને મોતને ઘાટ ઉતારી

0

ગુજરાતમાં હાલ નવલા નોરતાની ધૂમ છે અને લોકો માતાજીની આરાધના કરી રહ્યા છે. નવરાત્રીમાં કન્યા પૂજનનું પણ વિશેષ મહત્વ રહ્યું છે પરંતુ જામનગરમાં એક કન્યાની તેના જ મોટા ભાઈ અને બહેને મળીને હત્યા કરી નાંખી. હૈયું હચમચાવી મૂકી તેવી આ કરપીણ હત્યાના કેસમાં ૧૫ વર્ષની ફૂલ જેવી બાળકીનો વાંક માત્ર એટલો હતો કે તેના મોટા ભાઈ બહેન તેને અપશુકનિયાળ માનતા હતા.

જામનગરની ધ્રોલની સીમમાં શ્રમિક પરિવાર રહેતો હતો, નવરાત્રી શરૂ થતાં જ પરિવારે માતાજીના નામે ધૂણવાનું શરૂ કર્યું. મોટી બહેન સવિતા તડવીએ ધૂણતા ધૂણતા જણાવ્યું કે તેની નાની બહેન જ અપશુકનિયાળ છે અને તેના કારણે જ ઘરમાં સમસ્યાઓ સામે આવી રહી છે.

રાકેશ તડવી અને સવિતા તડવી બંને ભાઈ બહેનોના માથે જાણે રાક્ષસ અને પિશાચ ચડી ગયા હોય તેમ એમણે નાની બહેનને નિર્વસ્ત્ર કરી. પોતાની જ સગી નાની બહેન પર ભાઈએ છરીના ઘા માર્યા, બહેન પણ પાછળ ન રહી અને લાકડાના ઘા મારતી રહી. ૧૫ વર્ષની કિશોરી પોતાના જીવ માટે બૂમો પાડતી રહી પણ કોઈ જ બચાવવા માટે આવ્યું નહીં.

કિશોરીનું આખું શરીર લોહીલુહાણ થઈ ગયા બાદ પણ ભાઈ બહેન રોકાયા નહીં અને તેને ઢસડીને બહાર લઈને આવ્યા, દીવાલમાં માથું પછાડ્યું અને અંતે દીકરીનું મૃત્યુ થયું.વહેલી સવારે પોલીસને જાણ થતાં દીકરીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયો છે અને ખૂંખાર ભાઈ બહેન રાકેશ તથા સવિતા સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો :-

અમદાવાદ એરપોર્ટથી વિદેશ જવું સુવિધાજનક બન્યું, એરપોર્ટ પર નવા ૪ ઇમિગ્રેશન કાઉન્ટરો શરૂ

0

વિદેશ જતા મુસાફરો માટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. બુધવારે ઈન્ટરનેશનલ ટર્મિનલ-૨ ખાતે વધુ વિશાળ ઈમિગ્રેશન એરિયા શરુ કરવામાં આવ્યો હતો. હવે પીક અવર્સમાં દરમિયાન પણ મુસાફરો માટે ડિપાર્ચર સરળ બનશે.

એરપોર્ટ મેનેજમેન્ટના જણાવ્યા પીક અવર્સ દરમિયાન મુસાફરોના પ્રવાહમાં વધારો થવા છતાં, વિદેશ જતા પ્રવાસીઓ માટે સરળ ડિપાર્ચરની સુવિધાનો અનુભવ સુનિશ્ચિત થશે. એરપોર્ટ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર ટર્મિનલ ૨ પર નવો ડિપાર્ચર, ઇમિગ્રેશન એરિયા અત્યાધુનિક સુવિધાઓ અને આધુનિક તકનીકોથી સજ્જ છે જેનો હેતુ ઇમિગ્રેશન પ્રક્રિયાને ઝડપી બનાવવા વેઇટિંગ સમય ઘટાડવાનો છે.

તાજેતરમાં ઇન્ટરનેશનલ ટર્મિનલ પર નવા અરાઈવલ હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેને કારણે ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ (૧-ટુ-૧) ટ્રાન્સફર, પેસેન્જર બેસવાની ક્ષમતામાં વધારો અને અન્ય ઘણી સુવિધાઓમાં વધારો થયો હતો. અમદવાદના આંતરરાષ્ટ્રીય ટર્મિનલ પર ૧૭ એરલાઈન્સની ૧૪ થી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ફ્લાઈટ ઉપલબ્ધ છે, એરપોર્ટ પરથી દૈનિક સરેરાશ ૨૫૦૦ પેસેન્જર અમદવાદના ઇન્ટરનેશનલ ટર્મિનલથી વિદેશ જવા રવાના થાય છે.

આ પણ વાંચો :-