Home Blog Page 923

ઈઝરાઇલે કહ્યું, પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ દ્વારા છોડવામાં આવેલ રોકેટ ખોટી રીતે ફાયર થઈને હોસ્પિટલ પર પડ્યું

0

ગાઝા પટ્ટીમાં અલ-અહલી અરબ હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટને લઈને આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોનો દોર ચાલુ છે. જ્યાં પેલેસ્ટાઈન અને હમાસનો આરોપ છે કે, ઈઝરાઇલે હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો છે. આ હુમલામાં ૫૦૦થી વધુ લોકોના મોત થયા હતા. આ તરફ હવે ઈઝરાયેલે દાવો કર્યો છે કે, પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ દ્વારા છોડવામાં આવેલ રોકેટ ખોટી રીતે ફાયર થઈને હોસ્પિટલ પર પડ્યું હતું. આટલું જ નહીં ઈઝરાઇલે પોતાના દાવાની પુષ્ટિ કરતા ઘણા પુરાવા પણ રજૂ કર્યા છે.

ઈઝરાઇલે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે જે પુરાવા રજૂ કર્યા છે તે હમાસના લડવૈયાઓનો ઓડિયો છે. ઈઝરાઇલનો દાવો છે કે, આ ઓડિયો હોસ્પિટલ પર હુમલા બાદનો છે. દાવો કરવામાં આવ્યો છે કે, આમાં હમાસના બે લડવૈયાઓ વાત કરી રહ્યા છે કે પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદનું એક રોકેટ મિસ ફાયર થઈને હોસ્પિટલ પર પડ્યું હતું. હમાસના લડવૈયાઓ વચ્ચે એવું કહેતા સાંભળવા મળે છે કે, આ ઈઝરાઇલનું રોકેટ નથી, અમારું છે.

ઈઝરાઇલે ગાઝા પટ્ટીમાં હમાસના અડ્ડાઓનો વીડિયો જાહેર કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, હમાસના અડ્ડા ગાઝા પટ્ટીમાં ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં છે. અહીંથી તેઓ ઈઝરાઇલ પર હુમલો કરવા માટે રોકેટ છોડે છે. ઈઝરાયેલનો દાવો છે કે, તેનું સૌથી મોટું નુકસાન હમાસ દ્વારા છોડવામાં આવેલા ઘણા રોકેટ તેના વિસ્તારમાં પડી રહ્યા છે. એટલું જ નહીં ઈઝરાઇલે દાવો કર્યો છે કે, હમાસ આવું એટલા માટે કરી રહ્યું છે કારણ કે તે ઇચ્છે છે કે જ્યારે ઈઝરાઇલ તેની સ્થિતિ સામે જવાબી કાર્યવાહી કરે તો ગાઝામાંથી બને તેટલા લોકો માર્યા જાય.

ગાઝા હોસ્પિટલ પર હુમલામાં અમેરિકાએ પણ ઈઝરાઇલને ક્લીનચીટ આપી દીધી છે. વાસ્તવમાંઅમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન બુધવારે ઈઝરાઇલની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ઈઝરાઇલે હોસ્પિટલ પર હુમલો કર્યો નથી. હુમલામાં અન્ય કોઈનો હાથ હોવાનું જણાય છે. તેમણે ઈઝરાઇલ પરના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા. હમાસના લોકોએ નરસંહાર કર્યો છે. હમાસ આખા પેલેસ્ટાઈનનું પ્રતિનિધિત્વ કરતું નથી. તેમણે ગાઝા હોસ્પિટલ પર થયેલા હુમલા અંગે શોક વ્યક્ત કર્યો હતો. બિડેને કહ્યું, અમે સમજીએ છીએ કે આ લડાઈ ઈઝરાઇલ માટે સરળ નથી.

આ પણ વાંચો :-

 

પુણેની હવા મુંબઇ-દિલ્હી કરતા ખરાબ,પોલ્યુશનને કારણે લોકોની વધી રહ્યું છે શ્વાસની બિમારી

0

પુણેમાં વાયુ પ્રદૂષણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. પુણાની હવાનું સ્તર બગડતું હોઇ મુંબઇ અને દિલ્હીની સરખામણીમાં પુણેની હવા વધુ ખરાબ હોવાનું જોવા મળી રહ્યું છે. હવામાં અતિસૂક્ષ્મ ધૂળના રજકણો (પાર્ટિક્યુલેટ મેટર ૨.૪) વધુ છે. વધી રહેલા એર પોલ્યુશનને કારણે જે લોકો શ્વાસની બિમારીથી પીડાઇ રહ્યાં છે તેમના માટે જોખમ વધી ગયું છે.
મુંબઇનું એર ક્વાલિટી કોર્ડીનેટ્સ ૧૪૬ જ્યારે પુણેનું એર ક્વાલિટી કોર્ડીનેટ્સ ૧૭૮ પર પહોંચ્યું છે. ઠંડીની ઋતુમાં છેલ્લાં ચાર વર્ષમાં મુંબઇની હવાની ગુણવત્તા દિલ્હી કરતાં પણ ખરાબ સ્થિતીમાં પહોંચતી હોવાનો અભ્યાસ અનેક સંસ્થાઓ એ કર્યો છે. ત્યારે હવે પુણેમાં હવાની ગુણવત્તા ખૂબ જ નીચે ગઇ હોવાની જાણકારી મળી રહી છે.

મુંબઇ અને પુણેની સરખામણીમાં હાલમાં દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ સારી છે. દિલ્હીમાં એર ક્વાલિટી કોર્ડીનેટ્સ ૧૧૦ પર છે. મુંબઇ અને પુણેમાં પીએમ ૨.૫ રજકણોની માત્રા વધુ છે તેવી જાણકારી માંથી મળી છે. પીએમ ૨.૫ ધૂળના રજકણો કાર્સિનોજેનિક હોવાથી તે શ્વસન ક્રિયા માટે હાનિકારક છે. ગઇકાલની સરખામણીમાં આજે મુંબઇ અને પુણેમાં એર પોલ્યુશનનું સ્તર સુધર્યું હોવાની જાણકારી મળી છે.

મુંબઇમાં ગઇ કાલે અંધેરી અને નવી મુંબઇ પરિસરમાં એર ક્લોલિટી કોર્ડીનેટ્સ ૩૦૦ની પાર હતું. પુણેના લોહગામના એર ક્વોલિટી કોર્ડીનેટ્સ ૩૦૧ અને આળંદીમાં એક્યુઆઇ ૨૩૨ પર પહોંચ્યો હતો. ઠંડીમાં પૂર્વથી આવતા પવનો અને પવનની ગતી પણ ઓછી હોવાના કારણે મુંબઇસહિક પુણેમાં પણ હવાની ગુણવત્તા ખરાબ થઇ છે. મુંબઇમાં બાંધકામ, મેટ્રોનું કામને કારણ ધૂળના રજકણો વધી રહ્યાં છે. હવાના પ્રદુષણને કારણે શ્વાસના વિવિધ રોગ, અસ્થમા, ટીબી, કેંસર, સર્દી, ખાંસી, આંખો, ત્વચા અને હૃદય રોગના દર્દીઓની તકલીફ વધી જાય છે.

આ પણ વાંચો :-

ભારત અને બાંગ્લાદેશની પુણેમાં મહત્વની મેચ, કારણ છેલ્લી ૪ વનડેમાં ૩ વાર જીતી ચૂક્યું છે મેચ

0

વનડે વર્લ્ડ કપ ૨૦૨૩માં ભારતીય ટીમ આજે પુણેમાં મેદાન પર ઉતરશે. ટીમનો મુકાબલો બાંગ્લાદેશ સાથે થશે. પુણેમાં આ મુકાબલો બપોરે ૨ વાગ્યાથી શરૂ થશે. આ વર્લ્ડ કપમાં હાલમાં બે મેચોમાં મોટો ફેરફાર થયા છે. ભારત સામે પાછલી ચાર મેચોમાં બેંગ્લાદેશનો રેકોર્ડ પણ શાનદાર રહ્યો છે. આ બન્ને વાતો ધ્યાનમાં રાખતા રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમ આ મેચમાં કોઈ જોખમ લેવાથી બચવા માંગશે.

બાંગ્લાદેશે છેલ્લી ચાર વનડેમાંથી ત્રણમાં ભારતને હરાવ્યું છે. જેમાં હાલમાં જ રમાયેલી એશિયા કપની મેચ પણ શામેલ છે. જ્યાં તેણે ભારતીય ટીમને છ રનોથી હરાવી હતી. ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રીકાની સામે ક્રમશઃ અફઘાનિસ્તાન અને નેધરલેન્ડની જીત બાદ ભારત કોઈ પણ ટીમને હલકામાં લેવાથી બચવા માંગશે.

બેટિંગને લઈને કેપ્ટન રોહિત શર્મા પોતાના શાનદાર ફોર્મને યથાવત રાખવા માંગશે. જ્યારે શુભમન ગિલ અને વિરાટ કોહલી મોટો સ્કોર બનાવી શકે છે. રોહિત છેલ્લી બે મેચોમાં પાકિસ્તાન સામે ૮૬ અને અફઘાનિસ્તાન સામે ૧૩૧ રનોની શાનદાર ઈનિંગ રમીને દબદબો બનાવ્યો જેનાથી ભારતે સરળતાથી લક્ષ્ય રન બનાવી લીધા.

પાકિસ્તાન સામે કોહલીએ સારૂ પ્રદર્શન ન કર્યું પરંતુ ઓસ્ટ્રેલિયા સામે ૮૫ અને અફઘાનિસ્તાન સામે અણનમ ૫૫ હાફ સેન્ચુરીથી તેમણે લય યથાવત રાખ્યો છે. શ્રેયસ અય્યરે પાકિસ્તાન સામે અણનમ હાફ સેન્ચુરી મારીને ભારતીય બેટિંગને વધારે મજબૂત કરી.

આ પણ વાંચો :-

મણિપુરના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સહિત હાઇકોર્ટના ૧૬ જજોની બદલી

0

મણિપુરના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એમવી મુરલીધરન સહિત દેશની વિવિધ હાઈકોર્ટના ૧૬ જજોની બુધવારે બદલી કરવામાં આવી હતી. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલને મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યાના બે દિવસ બાદ બુધવારે જસ્ટિસ મુરલીધરનની બદલી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તાજેતરમાં જસ્ટિસ મુરલીધરનને મણિપુર હાઈકોર્ટમાંથી કલકત્તા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જસ્ટિસ મુરલીધરને મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિની યાદીમાં સામેલ કરવાનો નિર્ણય આપ્યા બાદ મણિપુરમાં હિંસા ફેલાઈ ગઈ હતી. જસ્ટિસ મુરલીધરને કૉલેજિયમને વિનંતી કરી હતી કે તેઓ તેમને તેમના વતન મદ્રાસ હાઈકોર્ટમાં ટ્રાન્સફર આપે અને જો આ શક્ય ન હોય તો તેમને કલકત્તા મોકલવાને બદલે તેમને મણિપુર હાઈકોર્ટમાં કામ કરવા દેવામા આવે.

જસ્ટિસ એસપી કેસરવાણીને અલ્હાબાદ હાઈકોર્ટથી કલકત્તા હાઈકોર્ટ મોકલવામાં આવ્યા છે. જસ્ટિસ રાજમોહન સિંહને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા છે. જસ્ટિસ નરેન્દ્રની કર્ણાટકથી આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે. એ જ રીતે પટના હાઈકોર્ટના જસ્ટિસ સુધીર સિંહને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા છે. પટના હાઈકોર્ટના જસ્ટિસ મધુરેશ પ્રસાદને કલકત્તા હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા છે. જસ્ટિસ અરવિંદ સિંહ સાંગવાનને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાંથી અલ્હાબાદ મોકલવામાં આવ્યા છે.

સરકારે દિલ્હી સહિત આઠ હાઈકોર્ટમાં ૧૭ જજોની નિમણૂકને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક અને ટ્રાન્સફરમાં વિલંબ અંગે ચિંતા વ્યક્ત કર્યાના એક દિવસ પછી, સરકારે બુધવારે વિવિધ હાઈકોર્ટમાં ન્યાયાધીશો તરીકે ૧૧ ન્યાયિક અધિકારીઓ અને છ વકીલોની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે વિવિધ હાઈકોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવા માટે ૧૩ વકીલોના નામની ભલામણ કરી હતી.

આ પણ વાંચો :-

યહૂદી-અમેરિકન કાર્યકરોએ ગાઝામાં યુદ્ધવિરામ માટે અપીલ કરવા યુએસ કોંગ્રેસ પાસે માંગ કરી

0

પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાઇલ પર હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષે લગભગ પાંચ હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ હજુ સુધી યુદ્ધવિરામની કોઈ આશા દેખાઈ રહી નથી. દરમિયાન, પ્રગતિશીલ યહૂદી-અમેરિકન કાર્યકરોએ ગાઝામાં યુદ્ધવિરામની માંગ સાથે વોશિંગ્ટનમાં યુએસ કેપિટોલની અંદર પ્રદર્શન કર્યું હતું. તેમણે ગાઝામાં યુદ્ધવિરામ માટે અપીલ કરવા યુએસ કોંગ્રેસ પાસે માંગ કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઇટ હાઉસ નજીક યહૂદી સંગઠનો દ્વારા કલાકો સુધી આવો જ વિરોધ કરવામાં આવ્યો હતો. સેંકડો પ્રદર્શનકારીઓ બુધવારે વોશિંગ્ટનમાં યુએસ પ્રમુખ જો બિડેનના નિવાસસ્થાનની બહાર એકઠા થયા હતા અને યુદ્ધનો અંત લાવવા વિનંતી કરી હતી. પ્રદર્શનકારીઓ માંગ કરી હતી કે કોંગ્રેસે ગાઝામાં યુદ્ધવિરામની હાકલ કરવી જોઈએ. જ્યુઈશ વોઈસ ફોર પીસ અનુસાર, હજારો અમેરિકન યહુદીઓએ સંસદની બહાર વિરોધ કર્યો, જ્યારે 350 થી વધુ લોકો કેપિટોલની અંદર દાખલ થયા હતા.

યહૂદી સંગઠને એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે છેલ્લા ૭૫ વર્ષથી ઈઝરાઇલ સરકાર પેલેસ્ટાઈનની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી રહી છે અને પેલેસ્ટિનિયન સમુદાયોનો સફાયો થઈ રહ્યો છે. હવે ગાઝામાં અમેરિકાના સંપૂર્ણ સમર્થનથી નરસંહાર કરવામાં આવી રહ્યો છે. જ્યાં સુધી અમને યુદ્ધવિરામ અને ગાઝામાં પેલેસ્ટિનિયનોના નરસંહાર બંધ કરવાની ખાતરી નહીં મળે ત્યાં સુધી અમે પાછા નહીં હટીએ.

આ પણ વાંચો :-

19, ઓક્ટોબર /નાના-મોટા રોકાણ કરવાનો શુભ સમય, મહેનતનું ફળ પાક્કું મળશે, આ રાશિના જાતકોનો ગુરુવાર ખુશખુશાલ જશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ
સ્વભાવમાં ગુસ્સાનો અનુભવ થાય. દિવસ દરમ્યાન આળસ રહે. આર્થિક પાસુ મજબૂત થાય. પરિવારમાં વાદવિવાદથી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની ‌‌તબિયતની ચિંતા રહે. વાહન સાચવીને ચલાવવું.
વૃષભઃ
દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. સારા સમાચાર સાંભળવા મળે. નાણાંકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. પ્રિયપાત્રનું મિલન શક્ય બને. દામ્પત્ય સુખમાં આનંદ.
‌મિથુનઃ
સ્વભાવમાં જીદનું પ્રમાણ વધે. ખોટા વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય.નોકરીયાત વર્ગને આનંદ. ધંધાવાળાએ સાચવવું.બ્લડપ્રેશરના દર્દીએ વિશેષ કાળજી રાખવી જરૂરી.
કર્કઃ ‌
દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. વિદ્યા-અભ્યાસમાં મન એકાગ્ર રહેતું જણાય. સંતાનની પ્રગતિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્યક્ષેત્રે સાવધાની જરૂરી.
‌સિંહઃ
દિવસ દરમ્યાન આનંદ, ઉત્સાહ, તાજગીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી જળવાય. સારા સમાચાર મળે. સ્વાસ્થ્ય સારૂં રહે.
કન્યાઃ
પરોપકાર,દાન કરવાની ભાવના પ્રબળ બને.વાણીના પ્રભાવ થકી સફળતા મળતી જણાય.પરિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.
તુલાઃ
દીલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પરિવારના સભ્યોની તબિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર-જંગમ મિલકત. અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.
વૃ‌શ્ચિકઃ
મન ચંચળ રહે. ખોટા વિચારો મનનો કાબુ લેતા જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભુતિ થાય. પ્રિયપાત્ર સાથે વાત કરવાના સંયોગ ઉભા થતા જણાય.
ધનઃ
દિવસ દરમ્યાન મુંઝવણનો અનુભવ થાય. વિચારવાયુ વધારે રહે. ખોટા વિચાર આવે. આર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને બહાર નીકળવાનું ટાળવું.
મકરઃ
આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઇચ્છા પ્રબળ બને. પરિવારમાં શાંતિ જળવાય. આવકપણ વધતી જણાય. મિત્રો તરફથી સારા સમાચાર અને સહકાર મળતો જણાય. સ્વાસ્થ્ય સારૂં રહે.
કુંભઃ
માનસિક ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ચિંતા રહે. નોકરીયાતને ઉપરી અધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃધ્ધ હોય તો તબિયત સાચવવી. દિવસ શાંતિથી પસાર કરી દેવો.
મીનઃ
આવકનું પ્રમાણ વધવાથી દિવસ દરમ્યાન આનંદ વધે.નાના ભાઇ બહેન સાથે વાદવિવાદ ટાળવો. ભાગ્યનો સાથ મળે. મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરના દુઃખાવાથી સાચવવું.

આ પણ વાંચો :-

સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાનને ઝટકો, પત્ની અને પુત્રને સાત વર્ષની સજા, ક્યાં ગુનામાં જેલ ગયા ?

0

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આઝમ ખાન, તેમની પત્ની તંજીમ ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને નકલી જન્મ પ્રમાણપત્રના કેસમાં સાત વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. અહીંથી ત્રણેયને સીધા જેલમાં લઈ જવામાં આવ્યાં હતા.

નકલી જન્મ પ્રમાણપત્રનો આ કેસ ૨૦૧૭ની યુપી વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલો છે. ત્યારે અબ્દુલ્લા આઝમ રામપુરની સ્વાર વિધાનસભા સીટથી સપાની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં પણ તેમની જીત થઇ હતી. પરંતુ ચૂંટણી પરિણામો બાદ તેમની સામે હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે અબ્દુલ્લા આઝમની ઉંમર બરાબર એટલી નથી જેટલી તેમણે ચૂંટણી ફોર્મમાં કરી હતી. અબ્દુલ્લાએ ધારાસભ્યની ચૂંટણી લડવા માટે ઉંમરના માપદંડને પૂરા કર્યા નથી. શૈક્ષણિક પ્રમાણપત્રમાં અબ્દુલ્લાની જન્મ તારીખ ૧ જાન્યુઆરી ૧૯૯૩ છે, જ્યારે જન્મ પ્રમાણપત્રના આધારે તેમના જન્મ પ્રમાણપત્રનો ઉલ્લેખ ૩૦ સપ્ટેમ્બર, ૧૯૯૦ કરવામાં આવ્યો છે. આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ સુનાવણી શરૂ થઈ અને અબ્દુલ્લાએ રજૂ કરેલું બર્થ સર્ટિફિકેટ નકલી હોવાનું જણાયું હતું. આ પછી સ્વાર બેઠક પરથી તેમની ચૂંટણી રદ કરવામાં આવી હતી.

અબ્દુલ્લા પર આરોપ છે કે તેણે પોતાના પહેલા જન્મ પ્રમાણપત્રના આધારે પાસપોર્ટ મેળવ્યો હતો અને વિદેશ પ્રવાસ કર્યો હતો તેમજ બીજા પ્રમાણપત્રનો ઉપયોગ સત્તાવાર હેતુ માટે કર્યો હતો. આ ઉપરાંત જૌહર યુનિવર્સિટી માટે પણ તેના પર ઉપયોગ કરવાનો આરોપ છે. આરોપ મુજબ અબ્દુલ્લા આઝમ પાસે બે અલગ-અલગ બર્થ સર્ટિફિકેટ છે. રામપુર નગરપાલિકા દ્વારા ૨૮ જૂન, ૨૦૧૨ના રોજ એક જારી કરવામાં આવી છે, જેમાં રામપુરને અબ્દુલ્લાનું જન્મસ્થળ બતાવવામાં આવ્યું છે. જાન્યુઆરી ૨૦૧૫માં બીજું જન્મ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું હતું, જેમાં લખનઉને તેમનું જન્મસ્થળ બતાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

સુરતમાં ૨૫૦ વર્ષ જૂનુ હિંગળાજ મંદિર, છેલ્લા ૬૦ વર્ષથી આરાધના કરતી મહિલા પૂજારી

0

સુરતના કોટ વિસ્તારમાં નવસારી બજાર ગોપી તળાવ સામે તેર ગામ ક્ષત્રિયનો હિંગળાજ માતાજીનો મઠ આવ્યો છે. આ મંદિરમાં છેલ્લા ૬૦ વર્ષથી દક્ષાબેન ગૌસ્વામી માતાજીની પૂજા આરાધના કરી રહ્યાં છે. દક્ષાબેન કહે છે, આ મંદિરમાં માતાજી સ્વયંભૂ પ્રગટ થયા હતા અને મારા દાદા-સસરા અને દાદી સાસુ પૂજા કરતા હતા. તે પહેલા તેમના વડવાઓ પૂજા કરતા હતા આ મંદિર લગભગ ૨૫૦ વર્ષ કરતાં પણ વધુ જૂનુ છે. જ્યારે. હું લગ્ન કરીને આવી ત્યારથી હું પૂજા કરું છું અને મારે કોઈ વખત બહાર જવાનું થાય ત્યારે મારી બે વહુઓ છે વિધિ અને કૃપા તે માતાજીની પુજા અને શણગાર કરે છે. મારા પતિ અરુણભાઈ છે પરંતુ અમારા મંદિરમાં છ માતાજી હોવાથી અમે મહિલાઓ જ માતાજીનો શણગાર કરીએ છીએ અને પુજા અર્ચના પણ કરીએ છીએ.

નવસારી બજારની જેમ જ કોટ વિસ્તારમાં આવેલી વાડી ફળિયા ચોકીની બાજુમાં આવેલા ૨૫૦ વર્ષ કરતાં પણ વધુ પૌરાષિક હિંગળાજ મંદિરમાં પણ રાગિણીબેન ગોસ્વામી નામની મહિલા માતાજીની પૂજા કરે છે. રાગીણી બેન કહે છે, હું છેલ્લા ૬૦ વર્ષથી અહીં પુજારી તરીકે ફરજ બજાવું છું. શરૂઆતમાં પુરુષની જગ્યાએ મહિલા પુજારી જોઈને કેટલાક લોકોને આશ્ચર્ય થયું હતું. પરંતુ ત્યાર બાદ મહોલ્લાના લોકોને મહિલા પુજારી છે અને અમારી પાસે પૂજા કરવાની આદત પડી ગઈ છે. આમ તો હું 365 દિવસ માતાજીની ભક્તિ કરું છું ભાગ્યે જ બહાર જાવ છું તેમ છતાં જો ક્યારે બહાર જવાનું થાય તો મારી વહુ અર્ચના પૂજા અર્ચના કરે છે. હાલમાં નવરાત્રી ચાલી રહી હોય માતાજીના અનેક ભક્તો માતાજીની પૂજા કરવા સાથે સાથે મહિલા પૂજારી પાસે પૂજા કરવાનું ચૂકતા નથી.

સુરતના કેટલાક શિવ મંદિરોમાં મહિલા પુજારી છે પરંતુ માતાજીના મંદિરમાં મહિલા પુજારીઓની સંખ્યા ઘણી જ ઓછી છે. હાલ નવરાત્રી ચાલી રહી હોય માતાજીના મંદિરોમાં ભક્તોની માનવ મહેરામણ ઉમટી પડે છે તેમાં પણ શહેરના કોટ વિસ્તાર એવા નવસારી બજાર અને વાડી ફળિયા જેવા મંદિરોમાં હિંગળાજ માતાના દર્શને જતાં નવા ભક્તો મહિલા પુજારીને જોઈને આશ્ચર્ય પામી રહ્યા છે.

આ પણ વાંચો :-

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ૧૫૨ કિલો શુદ્ધ ઘીમાંથી તૈયાર કરાઈ ઉમિયા માતાજીની મૂર્તિ

0

નવલી નોરતાની રાત એવા નવરાત્રી પર્વ ચાલી રહ્યા છે. આ પર્વ દરમિયાન ખેલૈયાઓ ગરબે ઝૂમતા હોય છે. માતાના ગરબા ના તાલે નાચતા હોય છે. જે નવરાત્રી પર્વનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષે બદલાયો છે. કારણ કે જે નવરાત્રી પહેલા શેરી ગરબા સ્વરૂપે લોકો ઉજવણી કરતા હતા તે હવે પાર્ટી પ્લોટ અને ક્લબોમાં સાઉન્ડ સિસ્ટમ સાથે મનાવાઇ રહી છે. પરંતુ હજુ પણ કેટલાક સ્થળો એવા છે કે જ્યાં શેરી ગરબા ની પરંપરા યથાવત છે.

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલ ભંડેરી પોળના રહીશોએ સાચવી રાખી છે. જેઓ શેરી ગરબા કરીને નવરાત્રી પર્વની ઉજવણી કરી રહ્યા છે. સાથે જ છેલ્લા 30 વર્ષથી તેઓ માતાજીની મૂર્તિ શુદ્ધ ઘી માંથી બનાવીને નવરાત્રી પર્વની ઉજવણી કરી રહ્યા છે. જે મૂર્તિ છેલ્લા 30 વર્ષથી પોળ અને પોળના બહારના લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર પણ બની છે.

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ૧૫૨ કિલો શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવેલ મૂર્તિને સાચવવા માટે દરરોજ 600 કિલો જેટલો બરફનો ઉપયોગ કરાય છે. સાથે જ મૂર્તિ પર ઠંડા પાણીનો છંટકાવ પણ કરવામાં આવે છે. જેથી કરીને ઘીની મૂર્તિ ઓગળે નહીં. મૂર્તિ બન્યા બાદ તેનો ઉઠાવ આવે તેના માટે મૂર્તિ પર વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી કલરનો ઉપયોગ કરી તેને શણગારવામાં પણ આવી છે.

જે મૂર્તિ નવરાત્રી પર્વ શરૂ થયેથી પૂનમ સુધી આ મૂર્તિના દર્શન માટે ખુલ્લી રાખવામાં આવે છે. આમ ૧૫ દિવસમાં 9000 કિલો બરફનો મૂર્તિને સાચવવા માટે કરવામાં આવે છે. ત્યાર બાદ આ મૂર્તિનું ઘી ઓગાળી તેને લોટ સાથે મિક્સ કરીને નદીમાં પધરાવવામાં આવે છે. જેથી કરીને લોકોની આસ્થા અને શ્રદ્ધા જળવાઈ રહે. એમજ આ પોળ ખાતે નવરાત્રીના એક દિવસે વેશભૂષા કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. જ્યાં લોકો પૌરાણિક કથા પ્રમાણેના વસ્ત્રો પહેલી ઉજવણી કરે છે. જેથી પૌરાણિક સંસ્કૃતિ પણ જળવાઈ રહે. અને આજના આધુનિક જમાના સાથે ચાલતા યુવાનોને પૌરાણિક સંસ્કૃતિ શુ છે તેનાથી માહિતગાર પણ કરી શકાય.

આ પણ વાંચો :-

ગુજરાત સરકારે ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30% વધારો કર્યો, જુઓ કોને કેટલો મળશે

0

ગુજરાત સરકારના વિવિધ વિભાગમાં સરકારી નોકરી કરતા ફિક્સ પગારના કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દિવાળી પહેલા ગુજરાત સરકાર ફિક્સ પેના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. દિવાળી પહેલા સરકાર ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકાના વધારાની જાહેરાત કરી છે. આપને જણાવી દઈએ કે, લાંબા સમયથી પગાર વધારો આપવાનો બાકી હતો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ફિક્સ પગારના તમામ કર્મચારીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ફિક્સ-પગાર આધારિત ૬૧,૫૬૦ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30 % જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.૧ લી ઓક્ટોબર ૨૦૨૩ની અસરથી કરવામાં આવશે.

ગુજરાતના વિકાસમાં રાજ્યના કર્મચારીઓનો ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. દરેક સરકારી યોજનાઓના અમલીકરણ તથા તેના પર યોગ્ય દેખરેખ થકી છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભ પહોંચાડવામાં કર્મચારીઓએ હંમેશા ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. ત્યારે દિવાળી પૂર્વે લેવામાં આવેલા આ નિર્ણય રાજ્યના પ્રત્યેક ફિક્સ પગારના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે ખુશીની લહેર લાવશે તેવો વિશ્વાસ મંત્રીએ વ્યક્ત કર્યો હતો.

આ નિર્ણયથી વર્ગ-૩ના ૪૪૦૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૩૮,૦૯૦ થી વધીને રૂ. ૪૯,૬૦૦ થશે. ઉપરાંત વર્ગ-૩ ના ૪૨૦૦ અને ૨૮૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૩૧,૩૪૦ થી વધીને રૂ. ૪૦,૮૦૦ થશે. વર્ગ-૩ ના ૨૪૦૦, ૨૦૦૦, ૧૯૦૦અને ૧૮૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૧૯,૯૫૦ થી વધીને રૂ. ૨૬,૦૦૦ થશે. જ્યારે વર્ગ-૪ ના ૧૬૫૦,૧૪૦૦ અને ૧૩૦૦ ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. ૧૬,૨૨૪ થી વધીને રૂ. ૨૧,૧૦૦ થશે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.૫૪,૮૬૪ કરોડ રૂપિયાનું ભારણ વધશે.

આ પણ વાંચો :-