Home Blog Page 924

કોલેજિયમની બેઠકમાં ૭ ન્યાયિક અધિકારીઓ બનશે જજ, જુઓ કઈ નામ જાહેર

0

એસસી કોલેજિયમે બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે અલહાબાદની હાઈ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયની ભલામણ કરી હતી. તેલંગાણા રાજ્ય હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કર્ણાટક હાઈ કોર્ટના ન્યાયાધીશ આલોક આરાધેની નિમણૂકની પણ ભલામણ કરી હતી.SC કોલેજિયમે ન્યાયાધીશ સુભાસીસ તલાપાત્રાની નિમણૂકની પણ ભલામણ ઓરિસ્સા હાઇ કોર્ટ ઓરિસ્સા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કરી છે.

લેજિયમે બોમ્બે, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મણિપુર, ઓરિસ્સા અને કેરળની હાઈ કોર્ટ માટે નામોની ભલામણ કરી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને સંજીવ ખન્નાએ બુધવારે યોજાયેલી કોલેજિયમની બેઠકમાં આ ભલામણો કરી હતી. કેન્દ્ર દ્વારા નામ મંજૂર કરવામાં આવે તો ગુજરાત હાઈ કોર્ટને એક મહિલા ચીફ જસ્ટિસ મળશે કારણ કે કોલેજિયમે જસ્ટિસ સુનિતા અગ્રવાલને ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકેનો પ્રસ્તાવ મૂક્યો છે.

આંધ્રપ્રદેશની હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ માટે, કોલેજિયમે બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ ધીરજ સિંહ ઠાકુરની નિમણૂકની ભલામણ કરી છે. જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલ, ન્યાયાધીશ, દિલ્હી હાઈ કોર્ટની કોલેજિયમ દ્વારા મણિપુર હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરવામાં આવી છે.

ન્યાયાધીશો અલગ-અલગ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા માટે તમામ રીતે યોગ્ય છે અને તેથી તેઓ તેમની નિમણૂકની ભલામણ કરવાનો નિર્ણય કરે છે. તેમજ જસ્ટિસ સુનીતા અગ્રવાલના નામ પર વિચાર કરતી વખતે કોલેજિયમે એ હકીકતને ધ્યાનમાં લીધી છે કે તેઓ હાઈ કોર્ટના એકમાત્ર મહિલા મુખ્ય ન્યાયાધીશ હશે કારણ કે હાલમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોમાં કોઈ મહિલા નથી.

આ પણ વાંચો :-

મોદી સરકારે દિવાળી પહેલા મોટી ભેટ, કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૪ ટકાનો વધારો

0

કેન્દ્રની મોદી સરકારે દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. મોંઘવારી ભથ્થામાં ૪ ટકાના વધારા સાથે તેને ૪૨ ટકાથી વધારીને ૪૬ ટકા કરવામાં આવ્યો છે.

નરેન્દ્ર મોદી સરકારે દિવાળી પહેલા જ મોટી ભેટ આપીને કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો છે. આ પછી તેમને મળતું DA હવે ૪૨ ટકાથી વધીને ૪૬ ટકા થઈ ગયું છે. પહેલેથી જ એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે કેન્દ્રીય કર્મચારીઓને આ વખતે પણ ૪% DA વધારો મળી શકે છે. સરકારના આ નિર્ણયથી દેશના લગભગ ૧ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને ફાયદો થશે અને તેઓના પગાર અને પેન્શનમાં જોરદાર વધારો થશે.

આ પણ વાંચો :-

ઓપરેશન અજય અંતર્ગત 268 ભારતીય અને 18 નેપાળીઓ સહિત ફ્લાઇટ દિલ્હી પહોંચી

0

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલથી ભારતીય નાગરિકોને લઈને પાંચમી ફ્લાઈટ ભારત આવી પહોંચી છે. સ્પાઈસ જેટની આ ફ્લાઈટ ૨૮૬ મુસાફરોને લઈને આવી છે, જેમાં ૧૮ નેપાળી નાગરિકનો પણ સમાવેશ થાય છે. ભારત સરકારે યુદ્ધ લડી રહેલા ઈઝરાયલમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન અજય શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ ભારતીયો તેમના વતન પરત ફરી રહ્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં પાંચમી ફ્લાઇટ ભારત પહોંચી હોવાની જાહેરાત કરી હતી. તેમણે એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કરતા માહિતી અને પ્રસારણ ખાતાના રાજ્ય મંત્રી એલ મુરુગનની તસવીરો પણ શેર કરી હતી. સ્પાઇસજેટ એરક્રાફ્ટ A૩૪૦ સોમવારે જ પરત ફરવાનું હતું, પરંતુ રવિવારે તેલ અવીવમાં ઉતર્યા પછી, વિમાનમાં તકનીકી સમસ્યા સર્જાઇ હતી. ખામીને દૂર કરવા માટે પ્લેનને જોર્ડન રવાના કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિમાન લોકોને લઈને મંગળવારે તેલ અવીવથી ભારત પરત ફર્યું હતું.

ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે ઇઝરાયલ દૂતાવાસ પણ ભારતના તમામ નાગરિકો જેઓ ભારત પરત ફરવા માગે છે, તેમને સુવિધા આપવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યું છે. નોંધનીય છે કે આ મુસાફરોના પરત આવવાનો ખર્ચ સરકાર ઉઠાવી રહી છે. ઈઝરાયલથી પ્રથમ ચાર્ટર ફ્લાઈટમાં ૨૧૨ ભારતીયો આવ્યા હતા, જ્યારે ૨૩૫ ભારતીય નાગરિકોની બીજો બેચ શનિવારે સવારે પરત આવ્યો હતો.

અત્યાર સુધીમાં ઈઝરાયલથી કુલ ૯૧૮ ભારતીય નાગરિકોને ભારત લાવવામાં આવ્યા છે. આશરે ૧૮,૦૦૦ ભારતીય નાગરિકો ઇઝરાયલમાં રહે છે અને કામ કરે છે, જેમાં સંભાળ રાખનારાઓ, વિદ્યાર્થીઓ, ઘણા આઇટી પ્રોફેશનલ્સ અને હીરાના વેપારીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

અદાણી પર રાહુલ ગાંધીનો મોટા આરોપ, કહ્યું કે મોદી સરકાર અદાણીની તપાસ નથી કરાવતી

0

દેશમાં વીજળીના બિલ વધવા પાછળ અદાણી જ જવાબદાર છે. આ મામલે તેમણે મોદી સરકારને ઘેરી હતી અને સવાલ કર્યો હતો કે એવું તો શું ખાસ છે કે મોદી સરકાર અદાણીની તપાસ નથી કરાવતી? રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદ યોજીને આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે અદાણીને જેવું મન ફાવે તેમ કરે છે છતાં સરકાર તેમની તપાસ નથી કરાવતી.

મધ્યપ્રદેશમાં વીજળી મોંઘી હોવા પાછળ અદાણી ગ્રૂપનો જ હાથ છે. તેમણે વિદેશી અખબારનો હવાલો આપી કહ્યું કે અદાણી ગ્રૂપે 32 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. અદાણીએ દેશના ગરીબોના પૈસા ચોર્યા છે. તેમણે કહ્યું કે આ મામલે પીએમ મોદી ખુદ અદાણીના રક્ષક બની ગયા છે અને તેમને બચાવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણીએ ઈન્ડોનેશિયા પાસેથી કોલસા ખરીદયા અને જ્યારે તે કોલસો ભારત પહોંચ્યો તો તેના ભાવ વધારી દેવાયા. આ રીતે અદાણી ગ્રૂપને આશરે ૧૨ હજાર કરોડ રૂપિયા ભારતીય નાગરિકોના ખિસ્સાથી મળી ગયા. તેમણે કોલસાનો ભાવ વધારી દીધો એટલે વીજળી પણ મોંઘી થઈ ગઈ. ભારતના નાગરિકોએ એ સમજવું પડશે કે તમારા વીજળીના બિલ જે વધી રહ્યા છે તેનાથી ૧૨ હજાર કરોડ રૂપિયા સીધા અદાણીના ખિસ્સામાં ગયા છે. તેમણે કહ્યું કે રસપ્રદ વાત એ છે કે આ સમાચાર સામે આવે છે પણ ભારતીય મીડિયા એક પણ સવાલ નથી કરતો. તેમણે કહ્યું કે શરદ પવાર દેશના વડાપ્રધાન નથી. દેશના વડાપ્રધાન પીએમ મોદી છે એટલા માટે હું તેમને જ સવાલ કરીશ. જો શરદ પવાર દેશના વડાપ્રધાન હોત તો હું તેમને પણ સવાલ પૂછવામાં પીછેહઠ ન કરત. આ ટિપ્પણી તેમણે એક પત્રકારના સવાલના જવાબમાં કરી હતી.

આ પણ વાંચો :-

 

 

નવાઝ શરીફના જમાઈ સફદરેએ ભારત અને ઇઝરાઇલને પરમાણુ બોમ્બની ધમકી આપી

0

ઇઝરાઇલ-હમાસના સંઘર્ષમાં દુનિયા બે ભાગમાં વહેંચાઇ ગઇ છે. અમેરિકા, યુકે, ભારત, ફ્રાન્સ, જર્મની જેવા દેશો ઇઝરાઇલને સાથ આપી રહ્યા છે તો રશિયા અને મુસ્લિમ દેશો હમાસનું સમર્થન કરી રહ્યા છે. હવે આ મુદ્દે પાકિસ્તાનના ભૂતપૂર્વ પીએમ નવાઝ શરીફના જમાઈ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા કેપ્ટન સફદરે એક રેલીને સંબોધતા ખુલ્લેઆમ ભારત અને ઈઝરાયલ વિરુદ્ધ ઝેર ઓક્યું છે અને મુસ્લિમોને ગઝવા-એ-હિંદ માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સફદરે ઇઝરાઇલ અને ભારતને પરમાણુ બોમ્બની ધમકી પણ આપી છે.

કેપ્ટન સફદરે પેશાવરમાં આયોજિત પેલેસ્ટાઈન તરફી રેલીમાં આ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. પોતાના સંબોધન દરમિયાન સફદરે કહ્યું કે જો મુસ્લિમો જેહાદ નહીં કરે તો તેમને અપમાનનો સામનો કરવો પડશે. મુસ્લિમોએ આગળ વધીને જેહાદ કરવી જ પડશે.

પેલેસ્ટાઇન તરફી રેલીને સંબોધતા સફદરે આગળ કહ્યું હતું કે પેલેસ્ટાઈનમાં મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યો છે, ગાઝામાં બાળકો અને મહિલાઓ પર અત્યાચાર થઇ રહ્યા છે, તેમની કત્લેઆમ કરવામાં આવી રહી છે. આજે પેલેસ્ટાઈનના લોકો તમારી તરફ જોઈ રહ્યા છે. એમને તમારા સાથની જરૂરત છે. ગાઝાના મુસ્લિમોને કહો કે અમે તમારી સાથે છીએ. સફદરે એમ પણ કહ્યું કે પાકિસ્તાનના પરમાણુ બોમ્બ તેમના એકલાના નહીં પણ બધા મુસ્લિમોના છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની કટ્ટરપંથી પક્ષ જમિયત-એ-ઉલામા ઈસ્લામ દ્વારા ગાઝા પર ઇઝરાઇલના હુમલાના વિરોધમાં અને પેલેસ્ટાઇનના સમર્થનમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના જમાઈ કેપ્ટન સફદર સંબોધિત કરી રહ્યા હતા. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ લાંબા સમય બાદ લંડનથી પાકિસ્તાન પરત ફરી રહ્યા છે, આ પહેલા તેમની પાર્ટીએ તેમના સ્વાગત માટે જોરદાર તૈયારી શરૂ કરી છે અને દેશભરમાં રેલીઓનો રાઉન્ડ શરૂ કર્યો છે.

આ પણ વાંચો :-

રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના હસ્તે બેસ્ટ અભિનેતાનો એવોર્ડથી સન્માનિત, ભારતના પહેલા તેલુગુ એક્ટરનો સમ્માન

0

અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટરનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના હસ્તે બેસ્ટ અભિનેતાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ફિલ્મ ‘પુષ્પા’માં શાનદાર એક્ટિંગ માટે અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટરનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પ્રકારનું સમ્માન મેળવનાર પહેલા તેલુગુ એક્ટર છે. અલ્લુ અર્જુનના પત્ની અલ્લુ સ્નેહા રેડ્ડી પણ આ કાર્યક્રમમાં શામેલ થયા હતા. સ્નેહા રેડ્ડીએ પતિ અલ્લુ અર્જુન માટે સ્પેશિયલ નોટ લખીને ખુશી વ્યક્ત કરી છે.

અલ્લુ અર્જુનને બેસ્ટ એક્ટરનો નેશનલ ફિલ્મ એવોર્ડ આપવામાં આવતા તેમના પત્ની સ્નેહા રેડ્ડીએ ખુશી વ્યક્ત કરી છે. સ્નેહાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પતિ અલ્લુ અર્જુન સાથેના ખૂબ જ સુંદર ફોટોઝ શેર કર્યા છે. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં જતા પહેલા આ ફોટોઝ ક્લિક કરવામાં આવ્યા હતા. પહેલા ફોટોઝમાં સ્નેહા રેડ્ડી અલ્લુ અર્જુનને તૈયાર કરવામાં મદદ કરતી જોવા મળી રહી છે. બીજા ફોટોમાં સ્નેહા અને અલ્લુ અર્જુન એકબીજાનો હાથ પકડીને ચાલતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો :-

 

જમ્મુના વિક્રમ પોસ્ટ પર પાકિસ્તાની સેના તરફથી ફાયરિંગ, BSFના બે જાવાનો ઘાયલ

0

આંતરરાષ્ટ્રીય સરહદ પર જમ્મુ જિલ્લાના અરનિયા સેક્ટરમાં વિક્રમ પોસ્ટ પર મંગળવારે રાત્રે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ(બીએસએફ)ના બે જવાન ઘાયલ થયા હતા. બંને ઘાયલ જવાનોને જમ્મુ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. ફેબ્રુઆરી ૨૦૨૧માં ભારત અને પાકિસ્તાનની સેના વચ્ચે થયેલી યુદ્ધવિરામની સમજૂતી બાદ સીઝફાયર ઉલ્લંઘનની આ પ્રથમ મોટી ઘટના છે.

મંગળવારે રાત્રે ૮ વાગ્યે વિક્રમ પોસ્ટ પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ફરજ પર તૈનાત બે ભારતીય સૈનિકો ગોળીબારમાં ઘવાયા હતા. એકને પેટમાં અને બીજાને હાથમાં ગોળી વાગી હતી. બંને ઘાયલોને તાત્કાલિક બહાર કાઢીને હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોના જણાવ્યા મુજબ બંને હાલત સ્થિર છે.પાકિસ્તાની રેન્જર્સે સરહદ પારથી ઘૂસણખોરી કરતા આતંકવાદીઓને કવર આપવા ફાયર કર્યું હતું. અહેવાલો અનુસાર બીએસએફએ વળતી જવાબ આપતા કાર્યવાહી કરી હતી. જો કે બીએસએફ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

આ પણ વાંચો :-

ધર્મશાલા ખાતે રમાયેલી મેચમાં નેધરલેન્ડે રચ્યો ઇતિહાસ, દક્ષિણ આફ્રિકાને ૩૮ રને હરાવ્યું

0

અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડ ધર્મશાલા ખાતે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને નેધરલેન્ડે હરાવીને વન ડે વર્લ્ડ કપમાં બીજો સૌથી મોટો અપસેટ સર્જાયો છે. ધર્મશાલા ખાતે રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલી ઇનીંગમાં નેધરલેન્ડે ૨૪૫ (૪૩ ઓવરમાં) રન માંર્યા હતા, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા ૪૨.૫ ઓવરમાં ૨૦૭ રને ઓલઆઉટ થયું હતું. આફ્રિકા વતીથી મિલર સિવાય એક પણ બેટર નોંધપાત્ર પ્રદર્શન કરી શકયા નહોતા.

નેધરલેન્ડ વતી લોગાન વાન બીકે ત્રણ વિકેટ ઝડપી હતી. આર કલેનની જગ્યાએ લોગાન વાન બીકને આજે રમવાની તક મળી હતી. એના સિવાય અન્ય બોલરને બે બે વિકેટ મળી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે સર્વાધિક ૪૩ રન બનાવ્યા હતા. એના સિવાય કેશવ મહારાજે ૪૦ રન બનાવ્યા હતા. કલાસને ૨૮ રન, ડી કોકે ૨૦ રનનુ યોગદાન આપ્યું હતું.

આજે વરસાદના કારણે ૪૩-૪૩ ઓવરની મેચ કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડાએ વન-ડેમાં ૧૫૦ વિકેટ પુરી કરી હતી. બીજી બાજુ નેધરલેન્ડ વતીથી સ્કોટ એડવર્ડ્સના અણનમ ૭૮ રન બાદ બોલરના શાનદાર પ્રદર્શનની મદદથી નેધરલેન્ડ્સે દક્ષિણ આફ્રિકા સામે ૩૮ રને વિજય મેળવ્યો છે. નેધરલેન્ડ્સે ૪૩ ઓવરમાં ૮ વિકેટે ૨૪૫ રન બનાવ્યા હતા, જ્યારે તેના જવાબમાં દક્ષિણ આફ્રિકા ૨૦૭ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

અહીં એ જણાવવાનું કે આ અગાઉ દક્ષિણ આફ્રિકાએ દિલ્હીમાં રમાયેલી પહેલી મેચમાં શ્રીલંકા સામે પાંચ વિકેટે 428 રનનો રેકોર્ડ સ્કોર બનાવ્યા બાદ ૧૦૨ રનથી જીત મેળવી હતી.  ઓસ્ટ્રેલિયાને લખનઉમાં હાર આપી હતી. દક્ષિણ આફ્રિકાએ બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક, ટોપ ઓર્ડર બેટ્સમેન રાસી વાન ડેર ડ્યુસેન અને એડન માર્કરામે પ્રભાવિત કર્યા છે.

ત્રણેયએ શ્રીલંકા સામે સદી ફટકારી હતી જ્યારે હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરે પણ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. નેધરલેન્ડે ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૦૯માં લોર્ડ્સમાં ઈંગ્લેન્ડને હરાવીને અપસેટ સર્જ્યો હતો.

આ પણ વાંચો :-

RBI દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવા દેશની ૨ મોટી બેંકોને દંડ ફટકારવામાં આવ્યો

0

RBI દ્વારા ICICI બેન્કને રૂપિયા ૧૨.૧૯ કરોડ અને કોટક મહિન્દ્રા બેન્કને રૂપિયા ૩.૯૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ RBI દ્વારા બજાજ ફાઈનાન્સ, આરબીએલ બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાને પણ નિયમોનું પાલન નહીં કરવા માટે દંડ ફટકારવામાં આવ્યો હતો.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નિયમોનું ઉલ્લંઘન કરવા માટે દેશની બે મહત્વની અને મોટી બેન્કોને આ દંડ ફટકાર્યો છે. RBIએ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે, ICICI Bank અને Kotak Mahindra Bankએ કેટલાક નિયમોનું પાલન ન કરવામાં આવતા તેમને દંડ આ ફટકારવામાં આવ્યો છે.

આરબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેન્કને રૂપિયા ૧૨.૧૯ કરોડનો અને કોટક મહિન્દ્રા બેન્કને રૂપિયા ૩.૯૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

પ્રાઈવેટ સેક્ટરની ધિરાણકર્તા આઈસીઆઈસીઆઈ બેન્કે લોન, એડવાન્સિસ સહિત અન્ય બાબતોમાં નિયમોનું પાલન ન કરતા આ દંડ ફટકારાયો છે. જ્યારે કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા પણ કેટલીક નાણાંકીય સેવાઓમાં ખામી હોવાનું સામે આવતા કેન્દ્રીય બેંકે આ દંડ ફટકાર્યો છે.

જોકે, આ પહેલી વખત નથી કે જ્યારે આ રીતે આરબીઆઈ દ્વારા આ રીતે કોઈ બેન્કને દંડ ફટકારવામાં આવ્યો હોય. આ અગાઉ પણ આરબીઆઈએ ૧૭મી ઓક્ટોબરે બજાજ ફાઈનાન્સ, આરબીએલ બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાને નિયમોનું પાલન ન કરવા બદલ દંડ ફટકાર્યો હતો. બજાજ ફાઈનાન્સ પર રૂપિયા ૮.૫૦ લાખ, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા પર રૂપિયા ૧ કરોડ તથા આરબીએલ બેન્કને રૂપિયા ૬૪ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

ઇઝરાઇલે ગાઝા પટ્ટીમાં હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો, ડોક્ટર્સ અને નર્સ સહીત ૫૦૦ લોકોના મોત

0

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ગઈ કાલે મંગળવારે ઇઝરાઇલે ગાઝા પટ્ટીમાં આવેલી અલ-અહલી અરબ હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલો, ડોક્ટર્સ અને નર્સ સહીત ૫૦૦થી વધુ લોકોના મોત થયા હતા. ઇઝરાઇલી સેના મંગળવારે યુએન દ્વારા સંચાલિત શાળા પર પણ હુમલો કર્યો હતો જ્યાં યુદ્ધને કારણે વિસ્થાપિત થયેલા લોકો શરણ લઇ રહ્યા હતા. ઇઝરાઇલના આ હુમલાઓની આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય સ્તરે ટીકા થઇ રહી છે, ત્યારે આરબ દેશના નેતાઓની જોર્ડનના અમ્માનમાં થનારી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથેની બેઠક રદ કરી છે. હવે મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધી શકે છે.

જોર્ડનના વિદેશ પ્રધાન અયમાન સફાદીએ જાહેરાત કરી કે બુધવારે અમ્માનમાં જોર્ડનના કિંગ અબ્દુલ્લા, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી અને પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસની યુએસ પ્રમુખ બિડેન સાથેની શિખર બેઠક રદ કરવામાં આવી છે.

ગાઝાની અલ-અહલી અરબ હોસ્પિટલ પર ઘાતક હુમલાને કારણે સેંકડો લોકોના મોત થયા હતા. હમાસ અને ઈઝરાયલ આ હુમલા માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા હતા. સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, ઇજિપ્ત, જોર્ડન અને તુર્કીએ આ હુમલા માટે ઇઝરાઇલને જવાબદાર ઠરાવતા કડક શબ્દોમાં ટીકા કરી હતી. યુએન અને ડબલ્યુએચઓ જેવી સંસ્થાઓએ પણ આ હુમલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. જોકે, ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હુમલા માટે હમાસને જવાબદાર ઠેરવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ પર થયેલા હુમલાને જો બાઈડેને અમાનવીય ગણાવ્યો હતો અને નાગરીકોના મૃત્યું અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું, પરતું તેમણે આ માટે ઇઝરાઇલને જવાદાર ઠેરવ્યું ન હતું. ઇઝરાઇલ માટે સમર્થન અને એકતા વ્યક્ત કરવા જો બાઈડેન આજે બુધવારે તેલ અવીવ પહોંચવાના છે.

આ પણ વાંચો :-