Home Blog Page 925

ઇઝરાઇલ યુદ્ધથી સુરતને 4200 કરોડના બિઝનેસને મંદીના ગ્રહણની સંભાવના

0

સુરત હીરાનગરી તરીકે ઓળખાય છે. પરંતુ તે સુરતી હીરાઓના વેપાર પર એક પછી સંકટોના વાદળો ઘેરાઈ રહ્યા છે. પહેલા યુક્રેન-રશિયા યુદ્ધ સમયે હજારો કરોડના વેપાર પર અસર થઈ અને હવે ઈઝરાઇલ અને હમાસ વચ્ચેના યુદ્ધાની અસર હીરા ઉદ્યોગ પર પડી રહી છે. કારણ કે, સુરત અને ઈઝરાઇલ વચ્ચેના વેપારનું મૂલ્ય આશરે ૪૨૦૦ કરોડ રૂપિયા છે. યુદ્ધની આના પર વિપરીત અસર થઈ શકે છે. તહેવારોની સિઝન શરૂ થતાં હીરા ઉદ્યોગના કર્મચારીઓમાં નિરાશાની લાગણી જોવા મળી રહી છે.

સુરતના ૨૦ થી વધુ હીરાના વેપારીઓની ઈઝરાઇલમાં ઓફીસ છે. જેનાથી કરોડો રૂપિયાનો બિઝનેસ થાય છે. વેપારીઓનું માનવું છે કે માત્ર ઈઝરાઇલ યુદ્ધને કારણે જ નહીં પરંતુ વૈશ્વિક આર્થિક મંદી અને રશિયા-યુક્રેનના સંઘર્ષને કારણે પણ તેમના ધંધાને અસર થઈ રહી છે.”GJEPC ના ઘણા સભ્યો, જેઓ નિકાસ અને આયાત કરે છે, તેઓ ઈઝરાઇલ સાથે સીધા જોડાણ ધરાવે છે. ઘણી કંપનીઓ ત્યાં તેમની ઓફિસ ધરાવે છે અને ત્યાં કેટલાક ઉત્પાદન એકમો પણ રાખે છે, જે કદાચ ઈઝરાઇલની ટેકનોલોજી અને અમારા ઉદ્યોગની કટીંગ નીતિ પર આધાર રાખે છે. ચોક્કસપણે તેમની વચ્ચે સીધો સંબંધ છે.

નાણાકીય વર્ષ ૨૦૧૩-૧૪માં ભારત અને ઈઝરાઇલ વચ્ચે જેમ્સ અને જ્વેલરીનો વેપાર $૨.૦૪ બિલિયન હતો, જે નાણાકીય વર્ષ ૨૦૧૨માં $૨.૮ બિલિયન હતો. ઈઝરાયેલના તમામ ભાગોમાં કોઈ યુદ્ધ ચાલી રહ્યું નથી, તે સરહદનો ભાગ છે કે નહીં તેના આધારે. જો તમે કોઈ દેશની અંદર જે અસર થઈ છે તે જુઓ, તો ત્યાંથી યુદ્ધ ચાલી રહ્યું છે. જો તે સમાપ્ત થાય વહેલી તકે તે તમારા માટે સારી બાબત છે અને ભવિષ્યમાં તેની અસર પડી શકે છે કારણ કે જો તે લાંબા સમય સુધી ચાલુ રહેશે તો તે આપણી દિવાળીની મુખ્ય સિઝન છે અને આગામી ક્રિસમસ આવશે. જે વિશ્વ માટે શ્રેષ્ઠ સિઝન છે. લાંબા સમય સુધી ચાલુ રહે છે તો તેમાં વધુ અસર પડશે. સમસ્યાઓનો કોઈ ઉકેલ દેખાતો નથી અને સુરતના હીરા ઉદ્યોગ માટે ભવિષ્ય અંધકારમય લાગે છે.

આ પણ વાંચો :-

 

પીએમ મોદીએ સુંદર પિચાઇ સાથે બેઠક યોજી AI થી લઈને Google

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે Google CEO સુંદર પિચાઈ સાથે વાત કરી. બંને વચ્ચે આ વાતચીત વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન થઈ હતી. Google CEO સાથેની બેઠક દરમિયાન PM મોદીએ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમને વિસ્તારવા માટે Googleની યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરી. આ દરમિયાન પીએમ મોદીએ સુંદર પિચાઈ પાસેથી ગૂગલની ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી લીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં Chromebooks બનાવવા માટે HP સાથે Googleની ભાગીદારીની પણ પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે AI ટૂલ્સમાં ભારતીય ભાષાઓને સપોર્ટ કરવાના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે તેમણે ટેક જાયન્ટ ગૂગલને સુશાસન માટે AI ટૂલ્સ પર કામ કરવાનું ચાલુ રાખવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગૂગલની યોજનાને આવકારી છે જેમાં કંપનીએ ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ખાતે વૈશ્વિક ફિનટેક ઓપરેશન્સ સેન્ટર ખોલવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે ભારત ડિસેમ્બર 2023માં AI સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે. PM નરેન્દ્ર મોદીએ આ AI સમિટમાં હાજરી આપવા માટે Google CEO સુંદર પિચાઈને આમંત્રણ આપ્યું છે.

Google CEO સુંદર પિચાઈએ GPay અને UPIની શક્તિ અને પહોંચનો લાભ લઈને ભારતમાં Googleની આગામી યોજનાઓ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી. તેમણે ભારતના વિકાસમાં યોગદાન આપવા માટે ગૂગલ દ્વારા અત્યાર સુધી લેવામાં આવેલા નિર્ણયો અને ભવિષ્ય વિશે માહિતી આપી હતી. આ વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન પિચાઈએ પીએમ મોદીની યુએસ મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી.

આ પણ વાંચો :-

પાકિસ્તાનના આ ક્રિકેટર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ

0

વર્લ્ડ કપ ૨૦૨૩ પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અવારનવાર તેની હરકતોના કારણે હેડલાઈનમાં રહે છે. આમાં તેની રમતગમતની સાથે ધાર્મિક કારણોનો પણ સમાવેશ થાય છે. હૈદરાબાદમાં નેધરલેન્ડ સામેની મેચ દરમિયાન ક્રિકેટના મેદાનમાં નમાઝ પઢવા બદલ રિઝવાન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભારતની સુપ્રીમ કોર્ટેના વકીલ વિનીત જિંદાલે ICCને પત્ર લખ્યો હતો કે મેચ દરમિયાન રિઝવાન નમાઝ પઢવાથી રમતની ભાવના પર સવાલો ઉભા થાય છે.

વિનીત જિંદાલે ICC અધ્યક્ષ ગ્રેગ બાર્કલેને ફરિયાદ કરી છે. જેમાં તેણે લખ્યું છે  પાકિસ્તાની ક્રિકેટ ખેલાડી મોહમ્મદ રિઝવાન વિશેની ફરિયાદ છે, હૈદરાબાદમાં નેધરલેન્ડ સામે ચાલી રહેલી ICC મેન્સ ODI વર્લ્ડ કપ ૨૦૨૩ની પોતાની ટીમની શરૂઆતની મેચ દરમિયાન ક્રિકેટના મેદાન પર નમાઝ પઢતા જોવા મળ્યો હતો. ક્રિકેટના મેદાનમાં ઘણા ભારતીયો વચ્ચે નમાઝ અદા કરતી વખતે મોહમ્મદ રિઝવાનની ક્રિયા તેના ધર્મનું ઇરાદાપૂર્વકનું ચિત્રણ છે, જે રમતની ભાવનાની વિરુદ્ધ છે.

વિનીતે તેની ફરિયાદની તસવીર તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરી, જેણે દરેક જગ્યાએ ધ્યાન ખેંચ્યું. તાજેતરમાં જ રિઝવાને શ્રીલંકા સામેની પોતાની જીતની સદી ગાઝાના લોકોને સમર્પિત કરી હતી. આ પછી પણ તે વિવાદમાં આવી ગયો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોહમ્મદ રિઝવાનનું મેદાન પર તેમના ધર્મનું પ્રતિનિધિત્વ અને ગાઝાના લોકોને તેમની જીત સમર્પિત કરવા વિશે પ્રેસ કોન્ફરન્સમાં તેમનું અનુગામી નિવેદન તેમની ધાર્મિક અને રાજકીય વિચારધારાને પ્રમાણિત કરે છે.

વર્લ્ડ કપ ૨૦૨૩માં પાકિસ્તાનની ચોથી મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. બેંગલુરુના એમએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ૨૦ ઓક્ટોબરે બંને ટીમો વચ્ચે ટક્કર થશે. પાકિસ્તાને અત્યાર સુધી રમાયેલી ૩ મેચમાં બે જીત મેળવી છે. બીજી તરફ સતત બે પરાજય બાદ ઓસ્ટ્રેલિયાનું ખાતું પણ ખુલ્યું છે.

આ પણ વાંચો :-

કેનેડામાં લક્ષ્મી નારાયણ મંદિર પાસે નવરાત્રીમાં મચાવી રહ્યા છે ઉપદ્રવ, ખાલિસ્તાનીઓ હિન્દુઓને ધમકાવ્યા

0

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ રવિવારે તેમના દેશના હિન્દુ સમુદાયને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. તો બીજી તરફ બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં આવેલ લક્ષ્મી નારાયણ મંદિર પાસે ખાલિસ્તાનીઓએ ઉપદ્રવ મચાવ્યો હતો. ખાલિસ્તાનીઓના વાહનોનો કાફલો અહીંથી પસાર થયો હતો, જેના પર અલગતાવાદી નેતાઓના પોસ્ટર ચોંટાડવામાં આવ્યા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. મંદિરમાં હાજર લોકોએ કહ્યું કે આ ઘટનાને ડરામણી હતી.

ખાલિસ્તાનીઓ 21 ઓક્ટોબરે કેનેડામાં ‘કીલ ઈન્ડિયા’ કાર રેલી કાઢવાના છે, જે વેનકુવરમાં ભારતીય કોન્સ્યુલેટ ખાતે સમાપ્ત થશે. મહત્વનું છે કે અત્યાર સુધી આ રેલીનું નેતૃત્વ ખાલિસ્તાની નેતા હરદીપ નિજ્જર કરતો હતો પણ 18 જૂને તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

29 ઓક્ટોબરે આ ખાલિસ્તાનીઓ સરેમાં જનમત યોજવાના પણ અહેવાલ છે. આ અંગે પ્રચાર કરતાં દરમિયાન એમને વાહનો પર નિજ્જર અને ભિંડરાવાલેના પોસ્ટર લગાવ્યા હતા. નોંધનીય છે કે 1984માં અમૃતસરના સુવર્ણ મંદિરમાંથી આતંકવાદીઓને ખતમ કરવાના ઓપરેશનમાં ભિંડરાનવાલેની હત્યા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરના સમયમાં સરે મંદિર બે વખત ખાલિસ્તાની તત્વોના નિશાના હેઠળ આવ્યું છે. તેના ગેટ અને દિવાલો પર ભારતીય રાજદ્વારીઓને નિશાન બનાવતા પોસ્ટર પણ ચોંટાડવામાં આવ્યા હતા. જો કે બાદમાં આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી.

કેનેડામાં નવરાત્રિ દરમિયાન ખાલિસ્તાનીઓએ મંદિરની બહાર એવા સમયે ઉપદ્રવ મચાવ્યો છે જ્યારે કેનેડિયન પીએમનું વલણ નરમ પડતું જોવા મળી રહ્યું છે. ટ્રુડોએ ભારતીયોને નવરાત્રીની શુભકામનાઓ આપતા સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ‘હેપ્પી નવરાત્રી! હું હિન્દુ સમુદાયના સભ્યો અને આ તહેવારની ઉજવણી કરી રહેલા તમામ લોકોને મારી હાર્દિક શુભેચ્છાઓ મોકલી રહ્યો છું.

આ પણ વાંચો :-

 

 

 

ગુજરાતમાં હાર્ટ ઍટેકથી વધું ૨ના મોત, પાટણમાં ન્હાતા સમયે હાર્ટઍટેક આવતા યુવકનું મોત

0

પાટણમાં નવરાત્રીના તહેવાર વચ્ચે વધુ એક વ્યક્તિનું હાર્ટ ઍટેક થી મૃત્યુ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પાટણમાં રાજુભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિનુ હાર્ટ ઍટેકથી મૃત્યુ થયું છે. ૫૬ વર્ષિય રાજુભાઈ પ્રજાપતિને ઘરે બાથરૂમમાં ન્હાતા સમયે હાર્ટ ઍટેક આવ્યો હતો. જેથી અફરાતફરીના માહોલ વચ્ચે પરિજનો તેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે ફરજ પરના ડોક્ટરે તેમણે મૃત જાહેર કર્યા હતા.

સાબરકાંઠા જિલ્લામાં પણ વધુ એક વ્યક્તિનું હાર્ટ ઍટેક થી મૃત્યુ થયું છે. વિગતો મુજબ સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજના સાપડ ગામમાં વિષ્ણુભાઈ રાવળને અચાનક હાર્ટ ઍટેક આવતા તેમનું મૃત્યુ થયું છે. આ તરફ વિષ્ણુભાઈ રાવળના હાર્ટ ઍટેકથી મોત બાદ પરિવારજનો સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

રાજકોટની ગીતગુર્જર સોસાયટીમાં રહેતા ૩૩ વર્ષીય રાજકુમાર આહુજા નામનો યુવક અચાનક બેભાન થઈ ગયો હતો. જેથી ઘરના સભ્યો તેને લઈને હોસ્પિટલ ખાચે પહોંચ્યા હતા.જ્યાં ફરજ પર હાજર તબીબોએ રાજકુમારને મૃત જાહેર કર્યો હતો. જે બાદ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ મોકલવામાં આવ્યો હતો. હોસ્પિટલના તબીબોએ યુવકના મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ ઍટેક જણાવ્યું છે.

આ પણ વાંચો :-

સમલૈંગિક લગ્નને કાનુની દરજ્જો આપવા સુપ્રીમનો મોદી સરકારને આદેશ

0

સમલૈંગિક લગ્ન અંગેનો ચુકાદો આપતા સમયે CJIએ કહ્યું કે સરકારે સમલૈંગિક લગ્નને કાનૂની દરજ્જો આપવો જોઈએ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. સાથે જ ચુકાદો આપતી વખતે CJIએ કહ્યું કે આ કેસમાં ચાર નિર્ણયો છે. કેટલાક સહમત છે અને કેટલાક અસહમત છે. તેમણે કહ્યું કે, કોર્ટ કાયદો ન બનાવી શકે. પરંતુ કાયદાનું અર્થઘટન કરી શકે છે.

સમલૈંગિક લગ્ન અંગેનો ચુકાદો વાંચતી વખતે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવો એ કોઈપણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે. સાથે જ ચુકાદો આપતી વખતે CJIએ કહ્યું કે આ કેસમાં ચાર નિર્ણયો છે. કેટલાક સહમત છે અને કેટલાક અસહમત છે. તેમણે કહ્યું કે, કોર્ટ કાયદો ન બનાવી શકે. પરંતુ કાયદાનું અર્થઘટન કરી શકે છે.

સમલૈંગિક લગ્ન એટલે કે સેમ સેક્સ મેરેજની તરફેણ કરનારાઓ માટે આજનો દિવસ મોટો છે. સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે સુપ્રીમ કોર્ટ મંગળવારે પોતાનો ચુકાદો આપશે. અરજીકર્તાઓએ લગ્નને કાનૂની માન્યતા આપવાની માંગ કરી છે. જોકે વિશ્વના ૩૪ દેશોમાં ગે લગ્નને માન્યતા આપવામાં આવી છે. તેમાંથી 10 દેશોમાં કોર્ટ દ્વારા નિર્ણય આવ્યો છે. એવા ૨૩ દેશો છે જ્યાં સમલૈંગિક લગ્નને કાયદેસર માન્યતા છે.

જો ગે લગ્નને માન્યતા આપનાર દેશની વાત કરીએ તો વર્ષ ૨૦૦૧માં નેધરલેન્ડ્સ ગે લગ્નને કાયદેસર બનાવનાર પ્રથમ દેશ હતો. જ્યારે તાઈવાન એશિયાનો પ્રથમ દેશ હતો. કેટલાક એવા મોટા દેશો છે જ્યાં સમલૈંગિક લગ્ન સ્વીકારવામાં આવતા નથી. તેમની સંખ્યા લગભગ ૬૪ છે. અહીં સમલૈંગિક સંબંધને અપરાધ માનવામાં આવે છે અને સજા તરીકે મૃત્યુદંડ પણ સામેલ છે. મલેશિયામાં ગે લગ્ન ગેરકાયદેસર છે.

આ પણ વાંચો :-

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ MLA કુલબીર સિંહ ઝીરાની વહેલી સવારે ધરપકડ

0

પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતાની ધરપકડ કરવામાં આવી છે. આજે વહેલી સવારે પોલીસે ફિરોઝપુરના ઝીરા વિધાનસભા ક્ષેત્રના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય ની વહેલી સવારે તેમના ઘરેથી ધરકપડ કરવામાં આવી છે.

પંજાબમાં કોંગ્રેસના વધુ એક નેતા સામે કાર્યવાહી કરતા પંજાબ પોલીસે આજે સવારે ફિરોઝપુરના ઝીરા વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુલબીર સિંહ ઝીરાની ધરપકડ કરી છે. કુલબીર સિંહ ઝીરા પર પોતાના સમર્થકો સાથે BDPO ઓફિસમાં બળજબરીથી ઘૂસવા, સરકારી કામમાં વિક્ષેપ પાડવા અને ઓફિસની અંદર ધરણા કરવાનો આરોપ છે. પંજાબ પોલીસે આજે સવારે લગભગ 5 વાગ્યે તેના ઘરેથી ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :-

 

અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલે લોકોને આખીરાત ઉજાગરો કરાવ્યો

0
  • ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનાં બંગલે લગભગ સાડા પાંચ કલાક સુધી ચાલેલી લાંબી બેઠકને પગલે ભાજપની છાવણીમાં મોટા ધડાકા થવાની ઉત્કંઠા હતી પરંતુ કંઈ જ થયું નહીં
  • દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ ગાંધીનગરમાં મળેલી બેઠકે ગુજરાત ભાજપનાં ટોચનાં નેતૃત્વમાં ધુંધવાતી નારાજગીને ખાલી કરવાનું કામ કર્યું
  • હર્ષ સંઘવી પાસેથી ગૃહ વિભાગ છીનવી લેવાની વાતો કદાચ નિરર્થક પુરવાર થશે; સંગઠનમાં નવી નિમણૂંક થવાની શક્યતા

WhatsApp Image 2023-10-17 at 1.03.01 PM

દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીની હાજરીમાં બેઠક યોજાયા બાદ ગાંધીનગરમાં ભાજપનાં નેતાઓની વધુ એક બેઠક મળી હતી. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનાં બંગલે મળેલી બેઠકમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યાં અને મોડીરાતથી શરૂ થયેલી બેઠક વહેલી સવાર સુધી એટલે કે લગભગ પાંચ કલાક સુધી બેઠક ચાલી હતી!
અલબત્ત આ બેઠક અનૌપચારિક હતી. કોઈ જ રાજકીય એજન્ડા નહોતો. ચોક્કસ ચર્ચાઓ રાજકીય અને સામાજિક ઉપરાંત પારીવારિક પણ થઈ હતી, પરંતુ સરકાર કે સંગઠનમાં કોઈ ફેરફાર, નિમણૂંક કરવા અંગે કોઈ જ ચર્ચાનો હેતુ નહોતો કે કોઈનાં ખાતા છીનવી લેવાનો પ્રશ્ન પણ નહોતો, પરંતુ ગુજરાત ભાજપનાં ટોચનાં નેતાઓની બેઠકને કારણે અનેક લોકોએ ઉજાગરા કર્યા હતાં. પરંતુ આ ‌ઉજાગરા કરનારાઓનાં હાથમાં કંઈ આવ્યું નહોતું. આખી રાત કાનાફૂસી ચાલતી રહી હતી. પરંતુ આનંદ કે આઘાત પમાડે એવી કોઈ વાત સાંભળવા મળી નહોતી.
પાછલાં કેટલાંક સમયથી ગુજરાત ભાજપનાં ડહોળાયેલા વાતાવરણ વચ્ચે આ બેઠક નિખાલસતા વ્યક્ત કરવા માટે નિર્ણાયક પુરવાર થઈ હતી.
ગુજરાત ભાજપમાં એક વાત ધડમાથા વગર ચાલી રહી છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વચ્ચે મનમેળ નથી. સાથે એવી પણ વાત વહી રહી છે કે, અમિત શાહ અને સી.આર. પાટીલ વચ્ચે તાલમેલ નથી. આનાથી આગળ વધીને વધુ એક એવી પણ વાત ચાલી રહી છે કે, રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસેથી ગૃહ મંત્રાલયનો હવાલો છીનવી લેવાશે. વડાપ્રધાન કે કેન્દ્રિય ગૃહમંત્રી જ્યારે જ્યારે ગુજરાતનાં પ્રવાસે આવે છે ત્યારે ત્યારે આવી અફવાનો દોર ચાલતો રહે છે, પરંતુ લોકોની અપેક્ષા કે આશંકા જેવા કોઈ ફેરફારો કરાયા નથી.

WhatsApp Image 2023-10-17 at 1.03.01 PM (1)
હર્ષ સંઘવી માટે તો એટલી હવે વાત ચાલી હતી કે, તેનાથી ખુદ વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ નારાજ છે, પરંતુ ગઈકાલે રવિવારની મોડી રાત્રે ખુદ હર્ષ સંઘવીનાં બંગલે મળેલી બેઠકથી આવી અફવાઓ, આશંકાઓનો પરપોટો ફૂટી ગયો હતો. અલબત્ત અફવાઓને પગલે હર્ષ સંઘવીને આત્મ મનોમંથન કરવા સાથે પોતાનો વહેવાર સુધારવાની સમજણ મળી હશે.
ખેર, આ બધાની વચ્ચે એક વાત ચોક્કસ છે કે, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનાં મનમાં ક્યાંક નારાજગી ચાલી રહી છે, તેઓ મન મુકીને વાત કરતા નથી. તેમની ઓફિસમાં આખો દિવસ લોકોનો પ્રવાહ વહેતો રહે છે અને લોકોનાં કામ પણ થાય છે. જરૂર જણાય ત્યાં ખુદ સી.આર. પાટીલ અધિકારીઓ સાથે વાત કરીને પણ લોકોનાં પ્રશ્નો તત્કાળ હલ કરવાના ચોક્કસ પ્રયાસો કરે છે.
પરંતુ હરીફને માફ નહીં કરવાનાં મક્કમ મીજાજના સી.આર. પાટીલનાં સ્વભાવમાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી. બીજી તરફ નેતાગીરી પ્રત્યેની વફાદારી એ પણ સી.આર. પાટીલને સ્વભાવ રહ્યો છે. પક્ષનાં નેતૃત્વ સામે નારાજગી ચોક્કસ વ્યક્ત કરી હશે. પરંતુ ગદ્દારી ક્યારેય કરી નથી. તેઓ આજે પણ વડાપ્રધાન મોદીનાં એટલા જ વિશ્વાસુ છે, જેટલા પહેલા હતા. તેમનું આ મજબૂત જમા પાસુ હોવાથી વડાપ્રધાન મોદી પણ સી.આર. પાટીલ ઉપર અખૂટ વિશ્વાસ ધરાવે છે.

WhatsApp Image 2023-10-17 at 1.03.02 PM
ખેર, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની રચના બાદ ભાજપની છાવણીમાં ઘણાં વમળો સર્જાયા હતા. પક્ષનાં વડા હોવાના નાતે પણ તેમનું સરકારમાં વર્ચસ્વ હોવું જ જોઈએ, પરંતુ કોઈક કારણોસર સી.આર. પાટીલ સરકારમાં દખલ કરવાથી ઘણાં સમયથી દૂર ભાગી રહ્યાં હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. ખરેખર તો પ્રદેશ પ્રમુખ હોવાનાં નાતે તેમનો પડાવ ગાંધીનગરમાં હોવો જોઈએ, પરંતુ તેઓ પાછલાં ઘણાં સમયથી અનિવાર્ય કામકાજ સિવાય ગાંધીનગર જવાનું ટાળતા આવ્યા હોવાથી લોકોની નજરમાં એવું ચિત્ર ઉપસી રહ્યું હતું કે, ભાજપનાં ટોચનાં નેતાઓમાં ચોક્કસ કોઈક ગડમથલ છે.

આ બધાની વચ્ચે થોડા દિવસ પહેલાં વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી અમિત શાહ અને સી.આર. પાટીલ ઉપરાંત કે.કૈલાસનાથન સહિત કેટલાંક અધિકારીઓને દિલ્હી બોલાવ્યા હતા અને વડાપ્રધાનનાં નિવાસે જ લાંબી બેઠક ચાલી હતી. આ બેઠકમાં શું ચર્ચા કરવામાં આવી અને કેવા નિર્ણયો કરવામાં આવ્યા એ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી, પરંતુ દિલ્હીની બેઠક બાદ ગુજરાત ભાજપનાં નેતાઓમાં ચમત્કારિક પરિવર્તન આવ્યું હતું. સી.આર. પાટીલ દિલ્હીથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. ભારત-પાક મેચમાં પણ જોડાયા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અમિત શાહ સાથે લાંબો સમય ગાળ્યો હતો અને બીજા દિવસે પણ ગાંધીનગરમાં રોકાઈ ગયા હતા. આ બધા સંકેત જોતા આગામી દિવસોમાં ગુજરાત ભાજપ અને સંગઠનમાં તથા સરકારમાં સકારાત્મક માહોલ જોવા મળશે એવી આશા રાખી શકાય.

WhatsApp Image 2023-10-17 at 1.03.02 PM (1)
આ ઉપરાંત પાંચ રાજ્યો બાદ લોકસભાની ચૂંટણીઓ આવી રહી હોવાથી કેન્દ્રિય નેતાગીરી એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ભાજપનાં નેતૃત્વને કોઈ વિવાદમાં પડ્યા વગર શાંતિ જાળવી રાખવા અનુરોધ કર્યો હશે એવું ચોક્કસ તારણ કાઢી શકાય.
વળી એક વાત એ પણ ચોક્કસ છે કે, ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ પદેથી સી.આર. પાટીલને આગામી લોકસભાની ચૂંટણી સુધી બદલવાની કોઈ જ શક્યતા નથી.
ગઈકાલની બેઠક બાદ ગુજરાત ભાજપનાં ટોચનાં નેતૃત્વમાં હળવાશનાં અહેસાસનો અનુભવ થતો હતો. અમિત શાહ દેશનાં અન્ય રાજ્યોનાં પ્રવાસે ઉપડી ગયા હતા. જ્યારે ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કામે લાગી ગયા હતા. આગામી દિવસોમાં ગુજરાત ભાજપનાં પ્રદેશ માળખામાં નવી નિમણૂંક કરવામાં આવે એવી શક્યતાઓ આકાર લઈ રહી છે. ઉપરાંત લોકસભાની ચૂંટણીઓ પહેલાં મંત્રી મંડળમાં કોઈ મોટા ફેરફારો થવાની શક્યતાઓ જણાતી નથી.

આ પણ વાંચો :-

દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની દલીલ કરી, સુપ્રીમ કોર્ટ આજે આપશે મહત્વનો ચુકાદો

0

સુપ્રીમ કોર્ટ આજે સમલૈંગિક લગ્નને કાયદાકીય મંજૂરીની માંગ કરતી અરજી પર પોતાનો ચુકાદો આપશે. CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચે ૧૦ દિવસની સુનાવણી બાદ 11 મેના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ સાથે જ આજે અરજદારે કહ્યું  હતું કે નિર્ણય જે પણ હોય પણ સંઘર્ષ ચાલુ રહેશે.

અરજદારોએ વિશ્વના ઘણા દેશોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની દલીલ કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે ભારતમાં સમલૈંગિક યુગલોને કોઈ કાનૂની અધિકાર નથી. કાયદાની નજરમાં તેઓ પતિ-પત્ની ન હોવાથી તેઓ એકસાથે બેંક ખાતું ખોલાવી શકતા નથી, તેમના પીએફ અથવા પેન્શનમાં તેમના પાર્ટનરને નોમિની બનાવી શકતા નથી. આ સમસ્યાઓ ત્યારે જ ઉકેલાશે જ્યારે તેમના લગ્નને કાનૂની માન્યતા મળશે.

સુપ્રીમ કોર્ટમાં તમામ અરજીઓમાં સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવાની માંગ કરવામાં આવી છે. સ્પેશિયલ મેરેજ એક્ટમાં કહેવામાં આવ્યું છે કે આંતર-ધાર્મિક અને આંતર-જ્ઞાતિય લગ્નોને રક્ષણ આપવામાં આવ્યું છે, પરંતુ સમલૈંગિકો સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. બીજી તરફ, કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બંધારણીય બેંચને કહ્યું હતું કે સરકાર એક સમિતિની રચના કરશે અને સમલૈંગિક યુગલોના અધિકારોના મુદ્દાનો ઉકેલ શોધશે. આ કમિટી આ યુગલોના લગ્નને કાનૂની માન્યતા આપવાના મુદ્દા પર વિચાર કરશે નહીં. અરજદારો સમસ્યાઓ અંગે તેમના સૂચનો આપી શકે છે. તેમના સૂચનોમાં તે સરકારને કહી શકે છે કે શું પગલાં લેવા જોઈએ. મહેતાએ કહ્યું હતું કે સરકાર આ અંગે સકારાત્મક છે.

આ પણ વાંચો :-

જાણે કુબેરનો ખજાનો… ૯૪ કરોડ રોકડા, ને ૮ કરોડના ડાયમંડ

0

CBDTએ જણાવ્યું કે ૧૨ ઓક્ટોબરે સર્ચિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન વિભાગે બેંગલુરુ ,તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક શહેરો તેમજ દિલ્હીમાં પણ ૫૫ જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. આ તમામ જગ્યાઓમાંથી ૯૪ કરોડ રૂપિયા રોકડ, આઠ કરોડ રૂપિયાનું સોના-હીરાનાં ઘરેણાં તથા વિદેશ નિર્મિત ૩૦ મોંઘી ગાડીઓ જપ્ત કરી છે.

CBDTએ નિવેદનમાં કહ્યું કે સર્ચિંગનાં પરિણામસ્વરૂપ ૯૪ કરોડની રોકડ સિવાય કુલ ૧૦૨ કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આરોપીઓ વિશેની માહિતી આપતાં CBDTએ જણાવ્યું કે આ સિવાય એક ‘એક ખાનગી કંપનીમાં કામ કરતાં કર્મચારી પાસેથી લગભગ ૩૦ લક્ઝરી વિદેશી ઘડિયાળોનું કલેક્શન મળી આવ્યું હતું’

બેહિસાબી રોકડ મળ્યાં બાદ કર્ણાટકમાં કોંગ્રેસ અને વિપક્ષ ભાજપની વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું છે. ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ નલિન કુમાર કતીલે કહ્યું કે આ પૈસા કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તો બીજી તરફ CM સિદ્ધારમૈયાએ આ આરોપને નિરાધાર જણાવ્યું છે.

આ પણ વાંચો :-