પુણેની હવા મુંબઇ-દિલ્હી કરતા ખરાબ,પોલ્યુશનને કારણે લોકોની વધી રહ્યું છે શ્વાસની બિમારી

Share this story

પુણેમાં વાયુ પ્રદૂષણમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. પુણાની હવાનું સ્તર બગડતું હોઇ મુંબઇ અને દિલ્હીની સરખામણીમાં પુણેની હવા વધુ ખરાબ હોવાનું જોવા મળી રહ્યું છે. હવામાં અતિસૂક્ષ્મ ધૂળના રજકણો (પાર્ટિક્યુલેટ મેટર ૨.૪) વધુ છે. વધી રહેલા એર પોલ્યુશનને કારણે જે લોકો શ્વાસની બિમારીથી પીડાઇ રહ્યાં છે તેમના માટે જોખમ વધી ગયું છે.
મુંબઇનું એર ક્વાલિટી કોર્ડીનેટ્સ ૧૪૬ જ્યારે પુણેનું એર ક્વાલિટી કોર્ડીનેટ્સ ૧૭૮ પર પહોંચ્યું છે. ઠંડીની ઋતુમાં છેલ્લાં ચાર વર્ષમાં મુંબઇની હવાની ગુણવત્તા દિલ્હી કરતાં પણ ખરાબ સ્થિતીમાં પહોંચતી હોવાનો અભ્યાસ અનેક સંસ્થાઓ એ કર્યો છે. ત્યારે હવે પુણેમાં હવાની ગુણવત્તા ખૂબ જ નીચે ગઇ હોવાની જાણકારી મળી રહી છે.

મુંબઇ અને પુણેની સરખામણીમાં હાલમાં દિલ્હીમાં હવાની ગુણવત્તા ખૂબ સારી છે. દિલ્હીમાં એર ક્વાલિટી કોર્ડીનેટ્સ ૧૧૦ પર છે. મુંબઇ અને પુણેમાં પીએમ ૨.૫ રજકણોની માત્રા વધુ છે તેવી જાણકારી માંથી મળી છે. પીએમ ૨.૫ ધૂળના રજકણો કાર્સિનોજેનિક હોવાથી તે શ્વસન ક્રિયા માટે હાનિકારક છે. ગઇકાલની સરખામણીમાં આજે મુંબઇ અને પુણેમાં એર પોલ્યુશનનું સ્તર સુધર્યું હોવાની જાણકારી મળી છે.

મુંબઇમાં ગઇ કાલે અંધેરી અને નવી મુંબઇ પરિસરમાં એર ક્લોલિટી કોર્ડીનેટ્સ ૩૦૦ની પાર હતું. પુણેના લોહગામના એર ક્વોલિટી કોર્ડીનેટ્સ ૩૦૧ અને આળંદીમાં એક્યુઆઇ ૨૩૨ પર પહોંચ્યો હતો. ઠંડીમાં પૂર્વથી આવતા પવનો અને પવનની ગતી પણ ઓછી હોવાના કારણે મુંબઇસહિક પુણેમાં પણ હવાની ગુણવત્તા ખરાબ થઇ છે. મુંબઇમાં બાંધકામ, મેટ્રોનું કામને કારણ ધૂળના રજકણો વધી રહ્યાં છે. હવાના પ્રદુષણને કારણે શ્વાસના વિવિધ રોગ, અસ્થમા, ટીબી, કેંસર, સર્દી, ખાંસી, આંખો, ત્વચા અને હૃદય રોગના દર્દીઓની તકલીફ વધી જાય છે.

આ પણ વાંચો :-