ઈઝરાઇલે કહ્યું, પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ દ્વારા છોડવામાં આવેલ રોકેટ ખોટી રીતે ફાયર થઈને હોસ્પિટલ પર પડ્યું

Share this story

ગાઝા પટ્ટીમાં અલ-અહલી અરબ હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટને લઈને આક્ષેપો અને પ્રતિ-આક્ષેપોનો દોર ચાલુ છે. જ્યાં પેલેસ્ટાઈન અને હમાસનો આરોપ છે કે, ઈઝરાઇલે હોસ્પિટલ પર બોમ્બમારો કર્યો છે. આ હુમલામાં ૫૦૦થી વધુ લોકોના મોત થયા હતા. આ તરફ હવે ઈઝરાયેલે દાવો કર્યો છે કે, પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદ દ્વારા છોડવામાં આવેલ રોકેટ ખોટી રીતે ફાયર થઈને હોસ્પિટલ પર પડ્યું હતું. આટલું જ નહીં ઈઝરાઇલે પોતાના દાવાની પુષ્ટિ કરતા ઘણા પુરાવા પણ રજૂ કર્યા છે.

ઈઝરાઇલે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે જે પુરાવા રજૂ કર્યા છે તે હમાસના લડવૈયાઓનો ઓડિયો છે. ઈઝરાઇલનો દાવો છે કે, આ ઓડિયો હોસ્પિટલ પર હુમલા બાદનો છે. દાવો કરવામાં આવ્યો છે કે, આમાં હમાસના બે લડવૈયાઓ વાત કરી રહ્યા છે કે પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદનું એક રોકેટ મિસ ફાયર થઈને હોસ્પિટલ પર પડ્યું હતું. હમાસના લડવૈયાઓ વચ્ચે એવું કહેતા સાંભળવા મળે છે કે, આ ઈઝરાઇલનું રોકેટ નથી, અમારું છે.

ઈઝરાઇલે ગાઝા પટ્ટીમાં હમાસના અડ્ડાઓનો વીડિયો જાહેર કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે, હમાસના અડ્ડા ગાઝા પટ્ટીમાં ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં છે. અહીંથી તેઓ ઈઝરાઇલ પર હુમલો કરવા માટે રોકેટ છોડે છે. ઈઝરાયેલનો દાવો છે કે, તેનું સૌથી મોટું નુકસાન હમાસ દ્વારા છોડવામાં આવેલા ઘણા રોકેટ તેના વિસ્તારમાં પડી રહ્યા છે. એટલું જ નહીં ઈઝરાઇલે દાવો કર્યો છે કે, હમાસ આવું એટલા માટે કરી રહ્યું છે કારણ કે તે ઇચ્છે છે કે જ્યારે ઈઝરાઇલ તેની સ્થિતિ સામે જવાબી કાર્યવાહી કરે તો ગાઝામાંથી બને તેટલા લોકો માર્યા જાય.

ગાઝા હોસ્પિટલ પર હુમલામાં અમેરિકાએ પણ ઈઝરાઇલને ક્લીનચીટ આપી દીધી છે. વાસ્તવમાંઅમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન બુધવારે ઈઝરાઇલની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ઈઝરાઇલે હોસ્પિટલ પર હુમલો કર્યો નથી. હુમલામાં અન્ય કોઈનો હાથ હોવાનું જણાય છે. તેમણે ઈઝરાઇલ પરના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા. હમાસના લોકોએ નરસંહાર કર્યો છે. હમાસ આખા પેલેસ્ટાઈનનું પ્રતિનિધિત્વ કરતું નથી. તેમણે ગાઝા હોસ્પિટલ પર થયેલા હુમલા અંગે શોક વ્યક્ત કર્યો હતો. બિડેને કહ્યું, અમે સમજીએ છીએ કે આ લડાઈ ઈઝરાઇલ માટે સરળ નથી.

આ પણ વાંચો :-