નરેન્દ્ર મોદી આજે નમો ભારત રેપિડ ટ્રેનનું કરશે ઉદ્ધાટન, જાણો મેટ્રો અને મોનો રેલથી કેટલી છે અલગ

Share this story

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૨૦ ઓક્ટોબર શુક્રવારે દેશની પ્રથમ રેપિડ રેલ નમો ભારતનો પ્રારંભ કરાવશે. વડાપ્રધાન આજે ગાઝિયાબાદથી ટ્રેનને લીલી ઝંડી આપશે. મેટ્રો રેલ સેફ્ટી કમિશનરની મંજૂરી મળ્યા બાદ ઉદ્ઘાટનની તારીખ નક્કી કરવામાં આવી હતી.દિલ્હીથી મેરઠ વચ્ચેના કોરિડોરના પ્રથમ તબક્કામાં આ ટ્રેન સાહિબાબાદ અને દુહાઈ વચ્ચે ૧૭ કિલોમીટરનું અંતર કાપશે. ૮૨ કિલોમીટરના કોરિડોર પર ચાલનાર આ ટ્રેનને આજે શુક્રવારે લીલીઝંડી અપાયા બાદ થોડા જ દિવસોમાં તેમાં સામાન્ય લોકો મુસાફરી કરી શકશે. નમો ભારત ટ્રેન ૨૦૨૫ સુધીમાં દિલ્હીના સરાય કાલે ખાન અને મેરઠના માદીપુરમ સ્ટેશન વચ્ચે પણ દોડે તેવું આયોજન પ્રગતિ હેઠળ છે.

રેપિડ ટ્રેન સાહિબાબાદથી સફર ખેડશે. તે ગાઝિયાબાદ, ગુલધર થઈને ૧૫ થી ૧૭ મિનિટમાં દુહાઈ ડેપો પહોંચશે. આ ટ્રેનની સુવિધા વિષે વાત કરવામાં આવે તો મુંબઈમાં ચાલતી મોનોરેલ, દિલ્હી-એનસીઆર મેટ્રો અને નમો ભારત રેપિડ રેલ સુવિધા અને સલામતીને લઈ ખૂબ અલગતા ધરાવે છે. જેની સ્પીડ એ સૌથી મોટો તફાવત છે.

રેપિડ રેલ ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકે દોડવાની તાકાત ધરાવે છે. એટલે કે વાયુવેગે દોડવાની તાકાત ધરાવે છે.આમ પેસેન્જર માત્ર એક કલાકમાં દિલ્હીથી મેરઠ પહોંચી જશે. દિલ્હી-એનસીઆર મેટ્રો ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. જેની સરખામણીએ રેપિડ રેલને ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. રેપિડ રેલના કોચમાં ફ્રી વાઈફાઈ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, સામાન રાખવાની જગ્યા, ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સહિત ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. વધુમાં મેટ્રોમાં એન્ટ્રી સ્માર્ટ કાર્ડ્સ, ટોકન્સ, ક્યૂઆર કોડ સાથેના કાગળ અને એપમાંથી જનરેટ થયેલી ટિકિટથી એન્ટ્રી મળે છે.

આ પણ વાંચો :-