Home Blog Page 877

તામિલનાડુ અને આંધ્રમાં વાવાઝોડા મિચૌંગે મચાવી તબાહી

0

તામિલનાડુ અને આંધ્રમાં વાવાઝોડા મિચૌંગે તબાહી મચાવી છે. બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું વાવાઝોડું સોમવારે સવારે તામિલનાડુના તટ સાથે ટકરાયું હતું. તામિલનાડુમાં રાજધાની ચેન્નઈ વાવાઝોડાનો સૌથી વધારે ભોગ બની છે. આખું ચેન્નઈ શહેર પાણી પાણી થયું છે. ચેન્નાઈમાં ભારે વરસાદ બાદ એક મકાન ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા છે. આ સિવાય એક વ્યક્તિ ઘાયલ થવાના સમાચાર પણ સામે આવ્યા છે.

તામિલનાડુમાં તબાહી મચાવ્યાં બાદ મિચૌંગ આંધ્ર તરફ ઉપડ્યું છે. હવામાન વિભાગે તામિલનાડુ અને પુડુચેરીમાં વરસાદ, તોફાન અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે. સરકારે ખાનગી કંપનીઓને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું છે. મિચૌંગ વાવાઝોડાની અસર ગુજરાત પર પણ વર્તાઈ રહી હોવાનું લાગી રહ્યું છે. ગુજરાતમાં પણ બે ત્રણ વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

ચક્રવાત ‘મિચોંગ’ને લઈને દેશના પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોની સરકારોના સતત સંપર્કમાં છે. ચક્રવાતને જોતા દક્ષિણ મધ્ય રેલવેએ ૧૪૪ ટ્રેનો રદ કરી છે. પીએમ મોદીએ તમિલનાડુ, પુડુચેરી, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભાજપના કાર્યકરોને રાહત અને બચાવ કાર્યમાં જોડાવા અને સ્થાનિક વહીવટીતંત્રને મદદ કરવા વિનંતી કરી. બીજેપી હેડક્વાર્ટર ખાતે ચૂંટણી જીત પરના તેમના સંબોધન દરમિયાન, પીએમએ કહ્યું, “ચક્રવાત ‘મિચોંગ‘ પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોના સતત સંપર્કમાં છે અને તેમને મદદ કરી રહી છે.

આ પણ વાંચો :-

હિમાચલ પ્રદેશમાં મંડીની બોર્ડર પાસે માર્ગ અકસ્માત, ૬ મજૂરોના મોત, ૬ ઘાયલ

0

હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાંથી ભયાનક રોડ અકસ્માત થયો. આ અકસ્માતમાં છ મજૂરના મોત થયા છે અને અન્ય છ ઘાયલ થયા છે. પરંતુ પોલોસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની સુન્ની હૉસ્પિટલમાં સારવારમાટે દાખ કરવામાં આવ્યા હતા, એમ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. શિમલાના એએસપી નવદીપ સિંહે આ માર્ગ અકસ્માતની ઘટનાની પુષ્ટિ કરી છે.

હિમાચલના શિમલાથી ૫૦ કિલોમીટર દૂર મંડીની બોર્ડર પર સુન્નીના કાદરઘાટમાં થઈ હતી. પીકઅપમાં ડ્રાઈવર સહિત ૧૨ લોકો કાદરઘાટના બજાર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કાદરઘાટથી થોડે દૂર પીકઅપ વાન ઊંડી ખાઈમાં પડી હતી. આ પીક અપ વાનમાં મજૂરો હતા અને તેઓ કામધંધાના સ્થળે જઇ રહ્યા હતા, તે સમયે આ અકસ્માત થયો હતો.

પ્રાથમિક સારવાર બાદ અન્ય ઘાયલોને IGMC શિમલામાં રીફર કરવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે.

વડોદરાની કોર્ટમાંથી ભાગેલો CMO વિરાજ પટેલ આસામ-મિઝોરમ બોર્ડરથી ઝડપાયો

0

વિરાજ પટેલે ગુજરાતમાં સીએમઓમાં કામ કરતો હોવાનું કહી મુંબઇની મહિલાને ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બન્ને ગંભીર ગુનામાં વડોદરા પોલીસે વિરાજ પટેલ નામના શખ્સની ધરપકડ કરી હતી. જોકે તે પોલીસ જાપતામાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસ પકડે નહીં એ માટે તેણે વિવિધ રાજ્યોમાં આશ્રય લીધો હતો.વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આસામ-મિઝોરમ બોર્ડર પરથી તેને પકડી પાડવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં રહેતા વિરાજ પટેલ સામે વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. મુંબઇની મહિલા સાથે દુષ્કર્મ અને પોતાને સીએમઓ ઓફીસમાં કામ કરતો હોવાનું જણાવી મહિલા સાથે છેતરપિંડી કરી હતી. તેની સામે નોંધાયેલા ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને સેસન્સ કોર્ટમાં મુદ્દત હોવાથી તેને કોર્ટમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાંથી તે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર ગુનાનો આરોપી ફરાર થઇ જતાં જાપ્તાના પોલીસ સબ ઇન્સપેક્ટર અને પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.આરોપીને ઝડપી પાડવા વડોદરા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની જૂદી-જૂદી ટીમો દ્વારા ૫૦૦ જેટલા cctv ચેક કરવામાં આવ્યા હતા. વિરાજ પટેલ સાથે સંકળાયેલા લોકો પર વોચ રાખવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચને તપાસ દરમિયાન આરોપી વિરાજ વડોદરાથી અમદાવાદ અને ત્યાંથી છતીસગઢ, બિહાર, ત્રિપુરા પહોંચ્યો હતો. ત્યાંથી આસામ-મિઝોરમ બોર્ડર પર આશ્રય લઇ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તે વિદેશ ભાગી જવાની પેરવીમાં હોવાનું પણ જાણવા મળ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પણ વિરાજ જ્યાં જ્યાં આશ્રય લઇ રહ્યો હતો ત્યાં ત્યાં વોચ ગોઠવવામાં આવી હતી અને છેવટે તે આસામ-મિઝોરમ બોર્ડર પરથી ઝડપાયો હતો.

AAPના સાંસદ રાઘવ ચઢ્ઢાનું રાજ્યસભામાંથી સસ્પેન્શન રદ

0

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજ્યસભાના અધ્યક્ષે તેમનું સસ્પેન્શન ખતમ કરીને તેમનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું છે. આ નિર્ણયને રાઘવ ચઢ્ઢાની રાજકીય કારકિર્દી માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહત માનવામાં આવી રહ્યો છે.

સોમવારે રાજ્યસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ તરત જ AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ૧૧ ઓગસ્ટે મને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હું મારું સસ્પેન્શન રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે આની નોંધ લીધી અને હવે ૧૧૫ દિવસ બાદ મારું સસ્પેન્શન રદ કરવામાં આવ્યું છે. હું ખુશ છું કે મારું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવ્યું છે. સભ્યપદ પુનઃસ્થાપિત કરવા માટે હું સુપ્રીમ કોર્ટ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરનો આભાર માનું છું.

ઈન્દિરા ગાંધીના અંગરક્ષકની નાવી પાર્ટીએ વડીલોને અરીસો બતાવ્યો!

0

મિઝોરમ વિધાનસભા ચૂંટણીની મતગણતરી ચાલુ છે. ઝોરમ નેશનાલિસ્ટ પાર્ટી (ZNP) રાજ્યમાં મોટી જીત તરફ આગળ વધી રહી છે. સવારે ૧૧:૩૦ વાગ્યા સુધીના વલણો પ્રમાણે ZNP ૪૦ માંથી ૨૬ બેઠકો લીડ મળી છે. સત્તારૂઢ મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) ૧૦ બેઠકો પર આગળ છે.

ZNP પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવશે. ચૂંટણી પહેલા અને ચૂંટણી બાદ પણ અહીં ત્રિકોણીય મુકાબલાની ચર્ચા કરવામાં આવી રહી હતી. એક્ઝિટ પોલમાં પણ હંગ એસેમ્બલીનું અનુમાન લગાવવામાં આવ્યુ હતું પરંતુ લાલદુહોમા અને તેમની પાર્ટીએ તમામ અટકળોને નકારી દીધી છે. લાલદુહોમા આ મોટી જીત બાદ હવે સીએમ બનવાની તૈયારી કરી રહ્યા છે. એક પ્રશાસનિક અધિકારી બનવાથી લઈને રાજ્યના સીએમ પદના દાવેદાર બનવા સુધીની લાલદુહોમાની સફર એટલી સરળ નથી રહી.

કોંગ્રેસ છોડ્યા બાદ લાલદુહોમાએ ZNPની સ્થાપના કરી. તેમને ૨૦૧૮ વિધાનસભા ચૂંટણીમાં ZNPના નેતૃત્વ વાળા ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ (ZPM) ગઠબંધન પહેલા મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પરંતુ તેમણે વિપક્ષના નેતા તરીકે કાર્ય કરવાનું સ્વીકાર કર્યું. ૨૦૨૦માં પક્ષપલટા વિરોધી કાયદાના ઉલ્લંઘનના આરોપમાં તેમની વિધાનસભાની સદસ્યતા રદ કરી દેવામાં આવી હતી. ભારતમાં રાજ્યની વિધાનસભાઓમાં આ પ્રકારનો પ્રથમ કેસ હતો. ૨૦૨૧ માં યોજાયેલી પેટાચૂંટણીમાં તેમણે ફરીથી સેરછિપથી જીત મેળવી.

લાલદુહોમાં મિઝોરમના યુવાઓ વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી મિઝોરમના વિકાસ અને રાજ્યને કોંગ્રેસ અને MNFથી મુક્તિ અપાવવાની વાત કહેતા આવી રહ્યા છે. લાલદુહોમાં ૧૯૭૭માં IPS બન્યા અને ગોવામાં એક સ્કવોડ લીડરના રૂપમાં કામ કર્યું. આ દરમિયાન તેમણે તસ્કરો પણ અનેક કાર્યવાહી કરી હતી. આ કારણોસર તેઓ નેશનલ મીડિયામાં છવાયા. તેમના સારા કામને ધ્યાનમાં રાખી ૧૯૮૨માં તેમને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સુરક્ષા ઈન્ચાર્જ તરીકે તૈનાતી આપવામાં આવી.

ઈન્દિરા ગાંધીની સુરક્ષામાં રહ્યાના બે વર્ષ બાદ લાલદુહોમાએ ૧૯૮૪માં રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો હતો. તેઓ ૧૯૮૪માં સાંસદ બન્યા હતા. ચાર વર્ષ બાદ જ ૧૯૮૮માં કોંગ્રેસની સદસ્યતા છોડવાના કારણે તેમને લોકસભામાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા. આમ લાલદુહોમા પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ અયોગ્ય ઠેરવવામાં આવેલા પ્રથમ સાંસદ બની ગયા હતા.

આ પણ વાંચો :-

ચેન્નાઈ એરપોર્ટના રન-વે પાણીમાં ડૂબી ગયા, જાણો કેટલાં ફ્લાઈટો રદ

0

મિચોંગ વાવાઝોડું તમિલનાડુના કિનારે અથડાય તે પહેલાં જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના કિનારે તબાહી મચાવી શકે છે. જોકે તેના આગમનની અસર છેલ્લા બે ત્રણ દિવસથી જોવા મળી રહી છે. તમિલનાડુમાં કેટલાક વિસ્તારોમાં તો એવો ભારે વરસાદ પડ્યો કે રન-વે, હાઇવે, રહેણાંક સોસાયટીમાં પાણી જ પાણી થઈ ગયું છે. રન-વે પર પાણી ભરાઈ જતાં અનેક ફ્લાઇટો રદ કરવાની નોબત આવી હતી.

આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં તટીય વિસ્તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ કબજો જમાવી લીધો છે. અનેક વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ છેલ્લા ત્રણથી ચાર દિવસથી હાહાકાર જેવી સ્થિતિ સર્જી રહ્યો છે. એવું મનાય છે કે આજે અને આવતીકાલ ખૂબ જ ભારે વીતશે. એટલા માટે સરકારે લોકોને સાવચેત રહેવા એલર્ટ જાહેર કરી દીધું છે.

વાવાઝોડાની અસરને પગલે ચેન્નઈના તટીય વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. મૂશળધાર વરસાદને લીધે ચેન્નઈ એરપોર્ટના રનવે તથા સબવે પર પાણી જ પાણી થઈ ગયું છે. જેના લીધે ફ્લાઈટો રદ કરવામાં આવી છે. આઈએમડીએ પહેલાથી જ વાવાઝોડા અંગે ચેતવણી જાહેર કરી દીધી હતી.

આ પણ વાંચો :-

અમદાવાદ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર, અકસ્માતમાં બે લોકોના મોત

0

અમદાવાદ શહેરમાં અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજે વહેલી સવારે વધુ એક અકસ્માતની ઘટના બની છે. ભીમસરા પાટીયા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ઘટના સ્થળે જ બે લોકોના મૃત્યુ થયાં છે. જ્યારે બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

ભીમસરા પાટીયા પાસે વહેલી સવારે એક કાર રોડ પર ઉભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયાં હતાં અને બે લોકોને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. નાના ચિલોડા કરાઈ કટ પાસે શનિવારે રાતે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ચાલકે અન્ય એક કાર અને એક્ટિવાચાલકને અડફેટે લીધા હતા, જેમાં એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે અન્ય કારચાલકને પણ ઈજા પહોંચી હતી. અકસ્માત કરનાર કારચાલક પોલીસકર્મી હતો તથા દારૂ પીધેલી હાલતમાં હતો.

આ દુર્ઘટનામાં બે લોકોના તો ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, તો બે લોકોને ઈજા પહોંચી હતી. આ ઈજાગ્રસ્તોને સારવાર માટે ૧૦૮ દ્વારા બગોદરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે આ ઘટના સર્જાઈ હતી. કારમાં સવાર લોકો અમદાવાદથી જામખંભાળીયા જઈ રહ્યા હતા.

આ પણ વાંચો :-

તેલંગાણામાં વાયુસેનાનું તાલીમાર્થી વિમાન ક્રેશમાં ૨ પાયલોટ જવાનના મોત

0

તેલંગાણામાં પિલાટસ ટ્રેનર વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી વાયુસેનાના બે પાઈલટના મૃત્યુ થઈ ગયા છે. આ વિમાન ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જ્યારે તેણે તેલંગાણાના ડંડીગલમાં એરફોર્સ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન ઉડાન ભરી હતી. વાયુસેનાના અધિકારીઓએ કહ્યું કે મૃત્યુ પામનારા પાઇલટોમાંથી એક ટ્રેનર છે અને એક કેડેટ છે.

સોમવારે સવારે તેલંગાણાના મેડક જિલ્લામાં ભારતીય વાયુસેનાનું એક તાલીમાર્થી વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં બે અધિકારીઓ હતા. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત જિલ્લાના તુપરન મંડલમાં થયો હતો. તેમણે કહ્યું કે દુર્ઘટના સમયે વિમાનમાં એક પ્રશિક્ષક અને એક તાલીમાર્થી પાયલટ હાજર હતા. મેડક જિલ્લામાં એરફોર્સનું તાલીમાર્થી વિમાન ક્રેશ થયું હતું. આ તાલીમાર્થી વિમાન હૈદરાબાદ-ડિંડીગુલ એરફોર્સનું હતું. મેડકની બહાર પરિધિ રાવેલીમાં પ્લેન ક્રેશ થયું હતું.

ભારતીય વાયુસેનાના એક અધિકારીએ કહ્યું કે એએફએ હૈદરાબાદથી નિયમિત ટ્રેનિંગ ઉડાન દરમિયાન આજે સવારે જ પિલાટ્સ પીસી ૭ એમકે II વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. વિમાનમાં સવાર બંને પાઈલટને ગંભીર ઈજા થઈ હતી. જોકે કોઈપણ નાગરિકોની જાનહાનિ કે માલહાનિના અહેવાલ આવ્યા નથી. આ મામલે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપી દેવાયા છે.

આ પણ વાંચો :-

ઈન્ડોનેશિયામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખીમાં વિસ્ફોટથી ૧૧ પર્વતખેડુના મોત

0

ઈન્ડોનેશિયાના પશ્ચિમી સુમાત્રામાં માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફાટ્યો છે. આ દુર્ઘટનામાં ૧૧ પર્વતખેડુના મોત થઈ ગયા છે. રાહત અને બચાવ ટીમોએ તમામ ૧૧ પર્વતખેડુના મૃતદેહ બહાર કાઢ્યા છે. બચાવ અધિકારીઓએ જણાવ્યું કે, જ્વાળામુખી નજીકથી ત્રણ પર્વતખેડુના જીવીત મળી આવ્યા છે અને કેટલાય પર્વતારોહકો હજુ પણ લાપતા છે. આ લાપતા પર્વતારોહકોની તલાશ કરવામાં આવી રહી છે.

શનિવારે ઘટનાના દિવસે કુલ ૭૫ પર્વતારોહકો માઉન્ટ મેરાપી પર હતા. જ્વાળામુખી ફાટ્યા બાદ સફેદ અને રાખોડી રાખ ફેલાઈ ગઈ છે. જેના કારણે પર્વતખેડુતો ગાયબ થઈ ગયા છે અને આસપાસના ગામો જ્વાળામુખીની રાખથી ઢંકાઈ ગયા છે. પર્વત પર ચઢવાના બે રસ્તા જ્વાળામુખી વિસ્ફોટ વાળા સ્થાનથી નજીક છે જેને હવે બંધ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ જ્વાળામુખીના મુખથી ૩ કિલોમીટર દૂર ઢોળાવ પર આવેલા ગામોને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવી દેવામાં આવ્યા છે. વિસ્ફોટ બાદ જ્વાળામુખીમાંથી લાવા નીકળવાની આશંકા છે.

જ્વાળામુખી ફાટ્યા બાદ જ્વાળામુખીની રાખ ૩૦૦૦ મીટર દૂર સુધી ફેલાઈ ગઈ છે. વહીવટીતંત્રએ લોકોને સાવચેતીના ભાગરૂપે ગોગલ્સ પહેરવાની સલાહ આપી છે જેથી તેમની આંખો જ્વાળામુખીની રાખથી સુરક્ષિત રહી શકે. માઉન્ટ મેરાપી જ્વાળામુખી જાન્યુઆરીથી સક્રિય છે.

આ પણ વાંચો :-

હવે વાવાઝોડું ‘મિચોંગ’ મચાવશે તબાહી! જાણો આ રાજ્યો ભારે વરસાદની આગાહી

0

ભારતીય હવામાન વિભાગએ ચક્રવાત મિચોંગને ધ્યાનમાં રાખીને સોમવારે તમિલનાડુ અને પુડુચેરીમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. આ ચેતવણી તિરુવલ્લુર, ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, રાનીપેટ્ટાઈ, તિરુવન્નામલાઈ, વિલ્લુપુરમ, કુડ્ડલોર, માયલાદુથુરાઈ, તંજાવુર, અરિયાલુર, પેરામ્બલુર, કલ્લાકુરિચી, વેલ્લોર, તિરુપત્તુર, ધર્મપુરી, કૃષ્ણાગીરી અને તમિલના પુચ્છેડુ જિલ્લા માટે જારી કરવામાં આવી છે.

હવામાન વિભાગે પાણી ભરાવવા, લપસણો રસ્તાઓ, ટ્રાફિકની ચેતવણી આપી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સએ જણાવ્યું હતું કે તેની ટીમોએ સોમવારે રાત્રે ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે ગંભીર પાણી ભરાવાને કારણે પેરુંગાલથુર નજીક પીરકંકરણાઈ અને તાંબરમ વિસ્તારમાંથી લગભગ ૧૫ લોકોને બચાવ્યા છે. ચક્રવાત મિચોંગને કારણે આગામી દિવસોમાં સમગ્ર તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. ખરાબ હવામાનની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમિલનાડુની સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.

ચક્રવાત મિચોંગ ૪ ડિસેમ્બરની બપોર સુધીમાં દક્ષિણ આંધ્ર પ્રદેશ અને તેની નજીકના ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં ત્રાટકી શકે છે. હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે, તે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી સુધી પહોંચવાની ખૂબ જ સંભાવના છે. ત્યારપછી તે ઉત્તર તરફ લગભગ સમાંતર આગળ વધશે અને ૫ ડિસેમ્બરની બપોર દરમિયાન દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા અને નેલ્લોર અને નેલ્લોરની નજીક જશે. દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે માછલીપટ્ટનમની વચ્ચે એક ગંભીર ચક્રવાતી પસાર થશે, જેની મહત્તમ ઝડપ ૯૦-૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપેથી ૧૧૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી જશે.

આ પણ વાંચો :-