તામિલનાડુ અને આંધ્રમાં વાવાઝોડા મિચૌંગે મચાવી તબાહી

Share this story

તામિલનાડુ અને આંધ્રમાં વાવાઝોડા મિચૌંગે તબાહી મચાવી છે. બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું વાવાઝોડું સોમવારે સવારે તામિલનાડુના તટ સાથે ટકરાયું હતું. તામિલનાડુમાં રાજધાની ચેન્નઈ વાવાઝોડાનો સૌથી વધારે ભોગ બની છે. આખું ચેન્નઈ શહેર પાણી પાણી થયું છે. ચેન્નાઈમાં ભારે વરસાદ બાદ એક મકાન ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા છે. આ સિવાય એક વ્યક્તિ ઘાયલ થવાના સમાચાર પણ સામે આવ્યા છે.

તામિલનાડુમાં તબાહી મચાવ્યાં બાદ મિચૌંગ આંધ્ર તરફ ઉપડ્યું છે. હવામાન વિભાગે તામિલનાડુ અને પુડુચેરીમાં વરસાદ, તોફાન અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે. સરકારે ખાનગી કંપનીઓને તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહ્યું છે. મિચૌંગ વાવાઝોડાની અસર ગુજરાત પર પણ વર્તાઈ રહી હોવાનું લાગી રહ્યું છે. ગુજરાતમાં પણ બે ત્રણ વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

ચક્રવાત ‘મિચોંગ’ને લઈને દેશના પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોની સરકારોના સતત સંપર્કમાં છે. ચક્રવાતને જોતા દક્ષિણ મધ્ય રેલવેએ ૧૪૪ ટ્રેનો રદ કરી છે. પીએમ મોદીએ તમિલનાડુ, પુડુચેરી, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભાજપના કાર્યકરોને રાહત અને બચાવ કાર્યમાં જોડાવા અને સ્થાનિક વહીવટીતંત્રને મદદ કરવા વિનંતી કરી. બીજેપી હેડક્વાર્ટર ખાતે ચૂંટણી જીત પરના તેમના સંબોધન દરમિયાન, પીએમએ કહ્યું, “ચક્રવાત ‘મિચોંગ‘ પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરી શકે છે. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોના સતત સંપર્કમાં છે અને તેમને મદદ કરી રહી છે.

આ પણ વાંચો :-