Home Blog Page 876

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં IED બ્લાસ્ટ, ત્રણ બાળકો ઘાયલ

0

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં IED વિસ્ફોટમાં ત્રણ બાળકો સહિત ચાર લોકો ઘાયલ થયા હતા. પ્રાંતીય રાજધાની પેશાવરમાં એક શાળા પાસે સવારે ૦૯.૧૦ વાગ્યે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ માટે રોડ કિનારે ‘સિમેન્ટ બ્લોક્સ’માં રાખવામાં આવેલા ઓછામાં ઓછા ૪ કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ અને બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સાતથી ૧૦ વર્ષની ઉંમરના ઘાયલ બાળકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પેશાવર લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તાએ જણાવ્યું છે કે બે બાળકોની હાલત ગંભીર છે. ખરેખર કોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે એ પણ પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે. પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ફૂલીફાલી રહી છે અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંત આતંકવાદી પ્રવૃત્તિઓથી ભારે પ્રભાવિત રહ્યો છે. એક અહેવાલ મુજબ, ખૈબર પખ્તુનખ્વા પ્રાંત નવેમ્બરમાં આતંકવાદી હુમલાઓથી સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જેમાં ૫૪ મૃત્યુ અને ૮૧ ઇજાઓ સાથે ૫૧ હુમલા નોંધાયા હતા.

આ પણ વાંચો :-

રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહની હત્યા

0

જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા બદમાશોએ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી પર ગોળીબાર કર્યો છે. બદમાશોએ શ્યામ નગર વિસ્તારમાં સુખદેવ સિંહ ગોગામેડીને ગોળી મારી. સુખદેવ સિંહ ગોગામેડીને ગંભીર હાલતમાં માનસરોવરની મેટ્રો માસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મંગળવારે, સ્કૂટી સવાર બદમાશોએ ગોગામેડી પર દિવસભર ગોળીબાર કર્યો હતો. પછી તેઓ ફરાર થઈ ગયા હતા.

મંગળવારે બપોરે લગભગ ૧:૪૫ વાગ્યે સુખદેવ સિંહ શ્યામ નગર જનપથ પર ગોગામેડી ઘરની બહાર ઊભા હતા. આ દરમિયાન એક સ્કૂટર પર બે બદમાશો આવ્યા હતા. બદમાશોએ ગોગામેડી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. માહિતી મળતાં જ શ્યામનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી છે.

સુખદેવ સિંહ ગોગામેડી લાંબા સમયથી રાષ્ટ્રીય કરણી સેના સાથે જોડાયેલા છે. ઘણા સમય પહેલા કરણી સેના સંગઠનમાં વિવાદ બાદ તેમણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના નામથી અલગ સંગઠન બનાવ્યું હતું. ગોગામેડી તેના પ્રમુખ છે. તેઓ ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શનને કારણે ચર્ચામાં આવ્યા હતા. આ મુદ્દાઓને લઈને તેમના ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા.

આ પણ વાંચો :-

સુરતમાં ઓછા કેરેટના દાગીના પધરાવતી ગેંગ ઝડપાયું

0

સુરત શહેરમાં જ્વેલર્સને છેતરતી ગેંગને પોલીસે પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગે છેલ્લા પાંચ મહિનામાં સમગ્ર રાજ્યમાં ૨૦ જ્વેલર્સને બોગસ દાગીના આપી ૧૨ લાખથી વધુની છેતરપિંડી આચરી હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પોલીસે આ ગેંગના ૬ સાગરિતોને પકડી પાડીને ૧૦ લાખથી વધુની કિંમતના દાગીના કબજે કર્યાં છે. પોલીસે ૬ આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં ઉત્રાણ પોલીસે ઝડપેલા આરોપીઓ સોનાની ઓછી ગુણવત્તાવાળી ચેઈન પોતે જ બનાવતા હતાં. તેઓ ૯૧૬ હોલમાર્ક વાળી ચેઈનમાં સોનું ઓછું અને અન્ય ધાતુનું પ્રમાણ વધારે રાખીને સોનાની ચેઈન બનાવતાં હતાં. આ ચેઈન તેઓ રાજ્યમાં સોના ચાંદીની દુકાન ધરાવતાં વેપારીઓને ઉંચા ભાવે આપતાં અને તેના બદલામાં ૨૨ કેરેટની ઓરિજિનલ ચેઈન લેતા હતાં.

ઉત્રાણ પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેઇન, કડી, ગીની, ટુકડી, તારનું ફીડલ અને પેડલ એમ કુલ ૧૦.૧૮ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ તો તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ દ્વારા રાજ્યભરના ૨૦ જેટલા જ્વેલર્સ સાથે છેતરપિંડી કરી હતી. ભોગ બનનારાઓમાં સુરત, વલસાડ , અમદાવાદ, રાજકોટ, જુનાગઢ , મોરબી,જામનગર, ગોંડલ અને અમરેલીમાં જવેલર્સનો સમાવેશ થાય છે. અસલી સોનાના નામે આ ટોળકી ખોટું સોનુ પધરાવી પૈસા પડાવી લેતી હોવાનો પોલીસે પર્દાફાશ કર્યો છે.

આ પણ વાંચો :-

વધું એક ખાલિસ્તાની આતંકીનું મોત

0

પાકિસ્તાનમાં છુપાયેલા ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહ રોડેનું મૃત્યુ થયું છે. ૨ ડિસેમ્બરે પાકિસ્તાનમાં હાર્ટ એટેકના કારણે લખબીર સિંહ રોડેનું નિધન થયું હતું. સમાચાર લીક થવાથી બચવા માટે લખબીર સિંહ રોડેના પાકિસ્તાનમાં શીખ રિવાજો મુજબ ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. લખબીર સિંહ રોડે જરનૈલ સિંહ ભિંડરાનવાલેના ભત્રીજા છે.

લખબીર સિંહ રોડે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના ઈશારે પંજાબમાં ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. લખબીર પાકિસ્તાનમાંથી ભારતમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો ખાલિસ્તાન લિબરેશન ફોર્સ અને ઈન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન ચલાવતો હતો.

આ વર્ષે ઑક્ટોબર મહિનામાં પંજાબમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ મોગાના કોઠે ગુરુપારા ગામમાં દરોડા પાડ્યા હતા. આ સમય દરમિયાન, લખબીર સિંહ રોડેની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત, લખબીર સિંહ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, ૧૯૬૭ની કલમ ૩૩ (૫) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે, લખબીર સિંહ રોડે પાકિસ્તાનમાં છુપાયેલો હતો અને તેને ISIનું સમર્થન હતું.

પંજાબની ગુપ્તચર એજન્સીઓએ માહિતી આપી હતી કે તેણે પંજાબમાં આતંક મચાવવા માટે ઘણા સ્લીપર સેલ તૈયાર કર્યા છે. દિલ્હીમાં લખબીર સિંહ રોડે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જેના પર કોર્ટે તેની કુલ જમીનનો ૧/૪ ભાગ સીલ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આદેશ પર કાર્યવાહી કરતા NIAની ટીમે તેની જમીન સીલ કરી અને તેના પર સરકારી બોર્ડ લગાવી દીધું. હાલ લખબીરનો પરિવાર કેનેડામાં રહે છે.

આ પણ વાંચો :-

CIDમાં ઇન્સપેટર ‘ફ્રેડરિક’નો રોલ નિભાવનાર એક્ટરનું નિધન

0

લોકપ્રિય ટેલિવિઝન શો CIDમાં ફ્રેડરિક્સનું પાત્ર ભજવનાર અભિનેતાદિનેશ ફડનીસનું ૫૭ વર્ષની વયે અવસાન થયું છે. શોમાં દયાની ભૂમિકા ભજવનાર તેમના સહ અભિનેતા દયાનંદ શેટ્ટીએ તેના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. દયાનંદ શેટ્ટીએ જણાવ્યું કે દિનેશે સોમવારે મધ્યરાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને મુંબઈની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર હતા અને ઘણી સમસ્યાઓના કારણે ગઈકાલે જ તેમને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

અગાઉ શનિવારે એમ જાણવા મળ્યું હતું કે, દિનેશને હાર્ટ એટેકઆવ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતા. પરંતુ બાદમાં દયાનંદ શેટ્ટીએ પુષ્ટિ કરી હતી કે તેમને હાર્ટ એટેક આવ્યો ન હતો, પરંતુ તેમનું લિવર ડેમેજ થયું હતું. દિનેશના અંતિમ સંસ્કાર દૌલતનગર સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

દિનેશ ફડનીસની વાત કરીએ તો તેમને લોકપ્રિય ટીવી શો CIDથી મોટી ઓળખ મળી. આ શોમાં તે ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સના રોલમાં જોવા મળ્યા હતા. તેમના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.આ શો પહેલીવાર વર્ષ ૧૯૯૮માં પ્રસારિત થયો હતો. તે માત્ર CIDમાં જ નહીં પરંતુ લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ જોવા મળ્યા હતા. તેણે રિતિક રોશનની ‘સુપર ૩૦’ અને ‘સરફરોશ’ જેવી ફિલ્મોમાં સપોર્ટિગ એક્ટર તરીકે કામ કર્યું હતું.

આ પણ વાંચો :-

વોશિંગ્ટન ડીસીના આર્લિંગ્ટનમાં ગોળીબાર બાદ ઘરમાં થયો વિસ્ફોટ

0

અમેરિકામાં ગોળીબારની ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો થયો. વોશિંગ્ટન ડીસીના આર્લિંગ્ટનમાં વધુ એક ગોળીબારની ઘટના બની છે. જેમાં ગોળીબાર થયાં બાદ ઘરમાં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં એક ઘર બળીને રાખ થઈ ગયું હતું. જ્યારે વિસ્ફોટ થયો ત્યારે પોલીસ સર્ચ વોરંટ ચલાવી રહી હતી. આર્લિંગ્ટન, વર્જિનિયામાં પોલીસે જણાવ્યું હતું કે ઘરની અંદર એક વ્યક્તિએ અધિકારીઓ પર ગોળીબાર કર્યો જેણે સર્ચ વોરંટ ચલાવવા માટે ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો.

બર્લિંગસ્ટ્રીટના બ્લોકમાં બની હતી. અધિકારીઓ નિવાસસ્થાન પર સર્ચ વોરંટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે એક શંકાસ્પદ વ્યક્તિએ ઘરની અંદર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેના કારણે વિસ્ફોટ થયો હતો. દુર્ઘટના બાદ તરત જ પોલીસે નજીકના કેટલાક મકાનો ખાલી કરાવ્યા હતા અને લોકોને સલામત સ્થળે આશરો લેવા કહ્યું હતું.

શંકાસ્પદ વ્યક્તિએ ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા પોલીસ અધિકારી પર પણ ગોળીબાર કર્યો હતો. સોમવારે થયેલા વિસ્ફોટ બાદ કોઈને ઈજા થઈ હોવાની માહિતી હજુ સુધી મળી નથી. ઘટના પર હાજર પોલીસ અધિકારીને સામાન્ય ઈજા થઈ છે. વિસ્ફોટ દરમિયાન તેમનું ઘર ધ્રૂજવા લાગ્યું. જ્યારે પોલીસે જણાવ્યું કે, વિસ્ફોટના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો :-

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ કેન્યાના રાષ્ટ્રપતિનું ઔપચારિક રીતના ભવ્ય સ્વાગત કર્યું

0

સોમવારે ભારતની મુલાકાત માટે પહોંચેલા કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ સામોઈ રૂટોનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ઔપચારિક સ્વાગત કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદી પણ હાજર રહ્યા હતા. કેન્યાના રાષ્ટ્રપતિ ત્રણ દિવસની ભારતી મુલાકાત પર આવ્યા છે. કેન્યાના કોઈ રાષ્ટ્રપતિની છેલ્લા છ વર્ષોમાં આ પ્રથમ ભારત યાત્રા છે. આ યાત્રાનો હેતુ દ્વિપક્ષીય સંબંધો શ્રેષ્ઠ કરવાનો છે.

ભારત અને કેન્યા ખૂબ સારા મિત્રો છે. કેન્યાની આઝાદી પહેલાથી અમારી વચ્ચે વિવિધ સ્તરો પર રાજદ્વારી સંબંધો હતા. હું રાષ્ટ્રપતિ અને મારા સારા મિત્ર વડાપ્રધાનના આમંત્રણ પર ભારત આવ્યો છું. મારી અપેક્ષા છે કે આપણે કેન્યા અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવાની જરૂર છે. અમે જોઈ રહ્યા છીએ કે, આપણે ગ્રામીણ વિકાસ અને વિશેષ કૃષિ ક્ષેત્રમાં ભાગીદારી કરી શકીએ છીએ. અનેક અન્ય બાબતો પર પણ અમે ચર્ચા કરીશું.

આ પણ વાંચો :-

૦૫ ડિસેમ્બર, ૨૦૨૩/ આ રાશિ માટે મંગળવાર દિવસે આર્થિક બાબતોમાં લાભ. આવકનું પ્રમાણ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના-ભાઇ બહેનોના સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ. સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાશે.

વૃષભઃ

આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂ મળશે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય.

‌મિથુનઃ

સ્વભાવમાં જીદ્દી પણું વધતુ જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીના યોગ બને છે. જીવનસાથી સાથે મનદુખના પ્રસંગ ઉદભવે. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ

આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. આવકનું પ્રમાણ વધે. અચાનક ધનલાભ નાયોગ છે. પરિવારમાં વાદ-વિવાદ વધતા જણાય. દગા ફટકાથી સાચવવું આરોગ્યની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.

‌સિંહઃ

પૂર્વ જન્મોના કર્મ અનુસાર કલ્યાણકારી ફળ મળશે. સ્વમાની અધિકારીની લાલસા વધતી જણાશે. સાથેસાથે રંગીનતત્ત્વ અને શારિરીક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક એક્ષચેન્જ તથા કેમીસ્ટના ધંધાવાળા માટે શુભ.

કન્યાઃ

વિદેશથી સારા સમાચાર મળે. અેક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર-જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોની કાળજી રાખવી.

તુલાઃ

પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણીશીલતા વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.

વૃ‌શ્ચિકઃ

દામ્પત્ય સુખમાં ઉણપ આવે. પત્નિ સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. જુના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારૂ રહે.

ધનઃ

આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ય બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારૂ રહેશે.

મકરઃ

આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગને તકલીફનો અનુભવ કરવો પડે. આથી માનસિક શાંતિ તકલીફનો અનુભવ કરવો પડે. આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.

કુંભઃ

આવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેરબજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમીનો ઉપદ્રવ રહે. આરોગ્ય સારૂ રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.

મીનઃ

સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરવાના યોગ બને છે. વિદ્યાર્થીમિત્રો માટે ખૂબ સરસ દિવસ. જમણા હાથની કાળજી રાખવી. નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.

આ પણ વાંચો :-

• હવે વાવાઝોડું ‘મિચોંગ’ મચાવશે તબાહી! જાણો આ રાજ્યો ભારે વરસાદની આગાહી

• ઈન્દિરા ગાંધીના અંગરક્ષકની નાવી પાર્ટીએ વડીલોને અરીસો બતાવ્યો !

જુઓ વધુ એક વાર મણિપુરમાં હિંસાનું મોતના તાંડવ!

0

મણિપુરમાં ફરી એક વાર હિંસાનું તાંડવ શરું થયું છે. સાત મહિનાનો ઈન્ટરનેટ બેન રવિવારે હટાવાતાં જ હિંસા ભડકી ઉઠી હતી. ટેંગનોપાલ જિલ્લામાં સૈબોલમાં બે જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં ૧૩થી વધુ લોકોના મોત થયા છે. મણિપુર સરકારે રવિવારે છેલ્લા સાત મહિનાથી રાજ્યના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ઈન્ટરનેટ પર પ્રતિબંધ હટતા જ તાજી હિંસાની આ ઘટના સામે આવી છે.

મણિપુરમાં સુરક્ષા દળોને માર્યા ગયેલા ૧૩ લોકોની લાશો મળી છે. મૃતકો બહારથી અહીં આવ્યાં હોવાનું લાગી રહ્યું છે તેઓ બે જૂથ વચ્ચેના ગોળીબારમાં વચ્ચે આવી ગયા હતા. મણિપુરની વસ્તીમાં મૈતેઇ સમુદાયનો હિસ્સો લગભગ ૫૩ ટકા છે અને તે મોટે ભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. નાગા અને કુકી આદિવાસીઓની વસ્તી લગભગ ૪૦ ટકા છે અને તેઓ મોટે ભાગે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.

મણિપુરમાં ૩ મે ૨૦૨૩થી મૈતેઇ અને કુકી વચ્ચે વંશીય અથડામણો થઈ રહી છે. આ અથડામણોમાં ઓછામાં ઓછા ૧૮૨ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો બેઘર થઈ ગયા છે. હિંસાના પગલે મણિપુરમાં ૩ મેથી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ૩ સપ્ટેમ્બરે થોડા સમય માટે ઈન્ટરનેટ ચાલું કરાયું હતું પરંતુ ૨૩ સપ્ટેમ્બરે ફરી તેને બંધ કરી દેવાયું હતું.

આ પણ વાંચો :-

સુરતમાં હિટ એન્ડ રનની ઘટનામાં કારચાલકે ૩ બાળકો સહિત પાંચને અડફેટે લીધા

0

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી ચોંકાવનારી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જ્યાં સર્વિસ રોડ પર એક ઇકો કારચાલક એક સાથે પાંચ જેટલા રાહદારીઓને અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો. રસ્તા પર ચાલતા જઈ રહેલા ત્રણ બાળકો, એક મહિલા અને એક પુરુષને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાને પગલે પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નારાયણનગર ખાતે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગત રાત્રે નારાયણનગર વિસ્તારમાં આવેલા સર્વિસ રોડ પર ઇકો કારચાલકે એક સાથે પાંચ જેટલા રાહદારીઓને અડફેટે લીધા હતા. કાર ચાલકે રસ્તા પરથી ચાલતા જઈ રહેલા એક પરિવારને અને પાર્કિંગની જગ્યા પર ઉભા રહેલા લોકોને અડફેટે લઈ અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. જેમાં ૩ નાના બાળકો એક મહિલા અને એક પુરુષ મળી ૫ વ્યક્તિઓને ઉડાવી ફરાર થઈ ગયો હતો. જોકે સમગ્ર ઘટના સ્થળ ઉપર લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી.

સીસીટી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સર્વિસ રોડ પર જઈ રહેલા અને ઉભેલા લોકોને ઇકો કારચાલક કચડીને ચાલવા માંડ્યો હતો. જેમાં એક મહિલા, ત્રણ બાળકો, એક પુરુષને ઇકો કારચાલક દ્વારા કચડી આરામથી ફરાર થઈ જતો જોવા મળ્યો હતો. ઘટનાને પગલે આસપાસથી લોકો પણ દોડી આવ્યા હતા અને બૂમાબૂમ કરી હતી છતાં કારચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. જેમાંથી પુરુષને પગમાં ફ્રેક્ચર થયું છે. જ્યારે તેમની પુત્રીને ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરી છે. જ્યારે બાકીના બે બાળકો અને મહિલાને સામાન્ય જ ઇજાઓ પહોંચી છે. હાલ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રાત્રિના સમયે જ અકસ્માત કરનાર કારચાલક રૂપેશ દતુભાઈ પોલેકરને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો :-