Home Blog Page 875

લશ્કર-એ-તૈયબાના વોન્ટેડ આતંકવાદીની પાકિસ્તાનમાં હત્યા

0

ભારતના વધુ એક મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે. લશ્કર-એ-તૈયબાના મુખ્ય આતંકવાદી અદનાન અહેમદ ઉર્ફે હંજલા અદનાનની પાકિસ્તાનના કરાચીમાં અજાણ્યા હુમલાખોરોએ હત્યા કરી છે. હંજલા ૨૦૧૬માં પમ્પોરમાં CRPFના કાફલા પર હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. આ હુમલામાં ૮ જવાનો શહીદ થયા હતા, જ્યારે ૨૨ જવાનો ઘાયલ થયા હતા.

હંઝલા અદનાનને ૨ અને ૩ ડિસેમ્બર દરમિયાન રાત્રે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળીઓથી ઠાર માર્યો. તેને કુલ ચાર ગોળીઓ મારવામાં આવી, જેનાથી તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. અદનાન ૨૬/૧૧ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ટ લશ્કર પ્રમુખ હાફિઝ સઈદનો ખુબ નજીકનો મનાતો હતો. અદનાનને તેના ઘરની બહાર જ ગોળી મારવામાં આવી, જ્યારબાદ તેને પાકિસ્તાની સેના દ્વારા ગુપ્ત રીતે કરાચીની એક હોસ્પિટલમાં લઈ જવાયો. જ્યાં તેને મૃત જાહેર કરાયો.

હંજલા અદનાને વર્ષ ૨૦૧૫માં જમ્મુના ઉધમપુરમાં બીએસએફના કાફલા પર હુમલાનું આયોજન કર્યું હતું. આ હુમલામાં બીએસએફના ૨ જવાન શહીદ થયા હતા જ્યારે ૧૩ બીએસએફ જવાનો ઘાયલ થયા હતા. આ હુમલાની તપાસ NIA દ્વારા કરવામાં આવી હતી અને ૬ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ બંને હુમલામાં હંજલા અદનાન પાકિસ્તાનમાં બેસીને આતંકીઓને સૂચના આપી રહ્યો હતો.

આ પણ વાંચો :-

સંસદ ભવન પર હુમલાની પન્નુની ધમકી

0

ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કરીને સંસદ ભવન પર હુમલાની ધમકી આપી છે. પન્નુએ વીડિયો જાહેર કરીને કહ્યું,  હું ૧૩મી ડિસેમ્બરે સંસદ ભવન પર હુમલો કરીને જવાબ આપીશ. નોંધનીય છે કે અગાઉ ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ સંસદ ભવન પર હુમલો થયો હતો.

ભારતીય એજન્સીઓએ તેની હત્યા કરવાની યોજના બનાવી હતી, જે નિષ્ફળ રહી. હવે હુમલાના પ્લાનિંગના જવાબમાં તે ૧૩ ડિસેમ્બરે સંસદ પર હુમલો કરશે. વીડિયોમાં પન્નુએ સંસદ ભવન હુમલાના દોષી અફઝલ ગુરુ સાથેનું એક પોસ્ટર પણ બહાર પાડ્યું છે, જેમાં લખ્યું છે કે ‘દિલ્હી બનશે પાકિસ્તાન’ પન્નુનો આ વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે.

સુરક્ષા એજન્સીઓએ કહ્યું છે કે પન્નુના વીડિયોની સામગ્રી સાંભળ્યા બાદ સ્પષ્ટ થાય છે કે પન્નુને આ સ્ક્રિપ્ટ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના K-૨ ડેસ્ક દ્વારા આપવામાં આવી છે.

અમેરિકન એજન્સીઓએ ભારતીય વ્યક્તિની ધરપકડ કરીને તેના પર પન્નુની હત્યાનું કાવતરુ રચવાનો આરોપ લગાવ્યો હતો. એમોરિકન એજન્સીએ જણાવ્યું હતું કે તેમણે આ હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું.અમેરિકન એજન્સીઓએ દાવો કર્યો હતો કે પકડાયેલ આરોપી ભારતીય એજન્સીઓના નિર્દેશ પર કામ કરતો હતો. જોકે, ભારતે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે. આ ઉપરાંત તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

તામિલનાડુ અને આંધ્રમાં વાવાઝોડા મિચૌંગે મચાવી તબાહી, ૧૨ લોકોના મોત

0

ચક્રવાત મિચોંગને કારણે સર્જાયેલી પરિસ્થિતિને પગલે આજે ચેન્નઈમાં શાળા-કોલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ શહેરમાં ૮૦% વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ગઈકાલે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને ચેન્નઈમાં પૂર આવ્યા બાદ ચક્રવાત મિંચોંગ નબળું પડ્યું હતું. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે.

તામિલનાડુમાં ભારે નુકસાન કર્યા બાદ મિચૌંગ વાવાઝોડાએ આંધ્ર પ્રદેશને પણ ઘમરોળ્યું હતું. આંધ્ર પ્રદેશના સમુદ્રી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. જેને કારણે અનેક વૃક્ષો, મકાનો નાશ પામ્યા હતા. જ્યારે મિચૌંગ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં ૧૨ લોકો માર્યા ગયા છે. બંગાળની ખાડીમાંથી શરૂ થયેલા વાવાઝોડાએ અગાઉ તામિલનાડુમાં પણ ભારે અસર પહોંચાડી હતી.

વાવાઝોડાની સૌથી વધુ અસર આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં થઈ હતી. આંધ્રપ્રદેશના સીએમ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મિચોંગને કારણે ૧૯૪ ગામડાઓ અને બે શહેરોના લગભગ ૪૦ લાખ લોકો પ્રભાવિત થયા છે. ૨૫ ગામોમાં પૂર આવ્યું હતું. તમિલનાડુમાં વાવાઝોડાને કારણે રાજ્યમાં ૨ દિવસમાં ૩ મહિના જેટલો વરસાદ થયો છે. ચેન્નઈ શહેર પાણીમાં ડૂબી ગયું હતું, જેના કારણે ૧૭ લોકોના મૃત્યુ થયા છે. સીએમ એમકે સ્ટાલિને બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ૫૦૬૦ કરોડ રૂપિયાની રાહતની માંગ કરી છે.

આ પણ વાંચો :-

અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટમાં યુવકને હાર્ટ એટેક આવતા કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ

0

અમદાવાદથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સી બાદ પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત ખરાબ થવાને કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવામાં આવ્યું હતું. એરલાઈન્સે જણાવ્યું કે અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટમાં એક મુસાફર અચાનક બીમાર પડી ગયો. મેડિકલ ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને કરાચી તરફ ડાયવર્ટ કરાઈ હતી. એરલાઈન્સ અનુસાર સ્પાઈસ જેટની બોઈંગ-૭૩૭ ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

અમદાવાદથી દુબઈ જઈ રહેલા સ્પાઈસ જેટના પ્લેનનું કરાચીના જિન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સિવિલ એવિયેશન ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ૨૭ વર્ષીય ધારવાલ ધર્મેશને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેને તબીબી સહાયની જરૂર હતી. તેમણે કહ્યું કે CAAની મેડિકલ ટીમે પેસેન્જરને તાત્કાલિક મેડિકલ સહાય પૂરી પાડી હતી, જેમનું સુગર લેવલ ઘટી ગયું હતું અને હૃદયના ધબકારા વધી રહ્યા હતા. મુસાફર સારવાર બાદ સ્વસ્થ થઈ ગયો હતો.

આ પણ વાંચો :-

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતના આ જીલ્લામાં મિચોંગની અસર

0

રાજ્યમાં કમોસમી વરસાદને લઈ ફરી એકવાર મોટી આગાહી સામે આવી છે. વિગતો મુજબ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ સાથે મિચોંગ વાવાઝોડાની અસર દેશના ઘણા ભાગોમાં થશે તેવી પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે કરેલ આગાહી મુજબ મિચોંગ વાવાઝોડાના લેન્ડફોલ બાદ પૂર્વીય મધ્ય પ્રદેશમાં અસર વર્તાશે. જેને લઈ અરબ સાગરના ભેજના કારણે ઉત્તરીય ભાગોમાં અસર વર્તાશે. ૭ ડિસેમ્બરથી ભારે ઠંડા પવનો ફૂંકાશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. મિચોંગ વાવાઝોડાની અસર દેશના ઘણા ભાગોમાં થશે. વાવાઝોડાના લેન્ડફોલ બાદ પૂર્વીય મધ્ય પ્રદેશમાં અસર વર્તાશે. જેથી મહારાષ્ટ્રને કેટલાક ભાગોમાં તેની અસર વર્તાશે.તેના કારણે અરબ સાગરના ભેજના કારણે ઉત્તરીય ભાગોમાં અસર વર્તાશે. દિલ્લી, પંજાબ, હરીયાણા સહીતના ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેશે. આ સાથે ૭ ડિસેમ્બરથી ભારે ઠંડા પવનો ફૂંકાશે અને અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાવાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલે ૧૩, ૧૪, ૧૫ ડિસેમ્બરે દેશના ઉત્તર ભાગોમાં કમોસમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે ૧૩ થી ૧૮ ની વચ્ચે ગુજરાતમાં પણ માવઠુ થવાની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, ૧૯ થી ૨૩ સુધીમાં એક ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષા થશે અને ઠંડા પવનો ફૂંકાશે. અંબાલાલ પટેલે કહ્યું કે, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ૧૦ ડિગ્રી સુધી તાપમાન પહોંચશે. આ સાથે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ ઠંડી યથાવત રહેવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.

આ પણ વાંચો :-

૦૬ ડિસેમ્બર, ૨૦૨૩/ શત્રુપક્ષથી રાખવી સાવધાન, ખોટા ખર્ચા ઉપર રાખવો કાબૂ, આ જાતકોને બુધવારે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ ‌

દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર સુધી આવક પણ જળવાય. બપોર પછી આવક ઓછી થતી જણાય અને ત‌બિયતમાં પણ અસ્વસ્થતા જણાય. શરદી ખાંસી થાક લાગવાની તકલીફ જણાય. ધંધામાં પ્રગ‌તિ.

વૃષભઃ

સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. ‌સિદ્ધાંતવાદી વલણ વધે. આ‌‌ર્થિક મોરચે ફાયદો થતો જણાય. પ‌રિવારમાં આનંદ. પ્રમેદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂ નોકરી-ધંધામાં પ્રગ‌તિ સ્વાસ્થય. જળવાય. ‌

મિથુનઃ

કોઈ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું. સરકારી કામકાજ, લખાણ બરોબર વાંચીને કરવું. નાણાંકીય લાભ મેળવી શકાશે. પ‌રિવારમાં આનંદ. સંતાનની પ્રગ‌તિ થતી મન હરખાય. વાહન સુખ મળે. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય.

કર્કઃ

આજનો ‌દિવસ તમામ રીતે આનંદ ઉત્સાહ લઈને આવ્યો છે. આવકમાં વધારો થાય. પ‌રિવારના તમામ સભ્યો વચ્ચે એકરાગીત જળવાશે. નોકરી-ધંધામાં ‌મિશ્ર ફળ મળે. આરોગ્ય સારૂં રહેશે. માત્ર જમણી છાતીનું કાળજી રાખવી.

‌સિંહઃ

મનમાં ચંચળતા રહે. આપનું મ કોઈ કળી શકે નહીં. નવા ‌‌મિત્રો બનશે. જુના ‌મિત્રોને મળવાનું થાય. ‌પ્રિય પાત્ર સાથે પ્રેમ જળવાશે. જીવનસાથીની પ્રગ‌તિથી આનંદ. ધંધામાં પ્રગ‌તિ, સત્તા, હોદ્દો, માનમાં વધારો થાય.

કન્યાઃ ‌

દિવસ દરમ્યાન આનંદ ઉત્સાહમાં વધારો થતો જણાય. માન‌સિક શાં‌તિ અનુભવાય. નાણાંની આવક અંગે મધ્યમ ‌દિવસ છે. પ‌રિવારના સભ્યોની પ્રગ‌તિ થતી જણાય. નોકરી-ધંધામાં ફાયદો થતો જણાય. માથાનો દુઃખાવો રહે.

તુલાઃ ‌

વિદેશના સંબંધો તરફથી લાભ મળતો જણાય. ‌વિદેશ જવાની વ્યવસ્થાનું આયોજન થથું જણાય. માન‌સિક સંતોષ રહેતો જણાય. પ‌રિવારના સભ્યોના આરોગ્યની ‌ચિંતા રહે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગ‌તિ શક્ય બને.

વૃ‌શ્ચિકઃ

સ્વભાવમાં થોડી ઉગ્રતા જણાય. ‌સિધ્ધાંવાદી વલણ રહે. આ‌‌ર્થિક દૃ‌ષ્ટિએ સારો ‌દિવસ. માત-‌પિતા સાથે મનમેળ રહે. નવા રોકાણો ફાયદા કાર નીવડે. વાહન સુખ ‌મિલકત સુખમાં વધારો થાય. સ્વાસ્થય જળવાય.

ધનઃ

માન‌સિક રીતે અસંતોષની ભાવના પેદા થાય. નાના ભાઈ બહેનો સાથે સારૂં કાર્યક્ષેત્રે સફળતા મળતી જણા. પ‌રિવાર પ્રત્યે ઉદાસીના વર્તાય. ભાગ્ય બળવાન છે. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગ‌તિ અનુભવાય.

મકરઃ

માન-સન્માનમાં વધારો થતો જણાય. નાણાંકીય બાબતો અંગે સંતોષ. પ‌રિવામાં આનંદ, સ્થાવર જંગમ ‌મિલકતના રોકાણોમાં સાનુકુળતા જણાય. સંતાનના પ્રશ્નો ઉકેલાય. સંતાન તરફતી પ્રેમ મળતો જણાય. આરોગ્ય સારૂં.

કુંભઃ

આ‌‌ર્થિક બાબતો અંગે શુભ ‌દિવસ છતાં આજે કોઈને ઉધાર આપવું નહીં, નાણાં ઉછીના આપા નહીં. પૈસા ફસાઈ ન જાય એનું ધ્યાન રાખવું. શરદી-ખાસી તાવનો ઉપદ્રવ રહે. ‌દિવસનાં પૂર્વાર્ધમાં ધંધા બાબતે સારૂં.

મીનઃ

આનંદ-ઉત્સાહ સભર ‌દિવસ જણાય. આ‌‌ર્થિક પાસુ મજબુત બને. પ‌રિવારના સ્ત્રીવર્ગને સફળતા મળતી જણાય. પ‌ત્નિ સાથે ઉત્તમ પ્રેમ જળવાશે. ધંધાકીય બાબતોમાં સાચવવું. ‌વિચારીને ‌નિર્ણયો લેવાની સલાહ છે.

આ પણ વાંચો :-

• CIDમાં ઇન્સપેટર ‘ફ્રેડરિક’નો રોલ નિભાવનાર એક્ટરનું નિધન

• સુરતમાં ઓછા કેરેટના દાગીના પધરાવતી ગેંગ ઝડપાયું

કરણી સેના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યા, લોરેન્સ બિશ્નોઇ ગેંગે લીધી હત્યાની જવાબદારી

0

રાજસ્થાનની રાજધાની જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની તેમના ઘરમાં જ ગોળી મારીને હત્યા કરાઈ છે. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં હત્યારા ગોગામેડી સાથે સોફા પર બેઠેલા જોવા મળે છે અને તે અચાનક ગોગામેડી અને તેની સાથેના લોકો પર ધડાધડ ફાયરિંગ કરવા લાગે છે. ઘટનાને લઈને રાજસ્થાન અને સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે. હુમલાખોરોની શોધખોળ ચાલી રહી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારા અને ગોલ્ડી બરારે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી છે.

ગેંગસ્ટર રોહિત ગોદારાએ ટ્વીટ કરીને કહ્યું કે, રામ રામ તમામ ભાઈઓને. હું રોહિત ગોદારા કપૂરીસર, ગોલ્ડી બરાર. ભાઈઓ આજે જે આ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા થઈ છે. તેની સંપૂર્ણ જવાબદારી અમે લઈએ છીએ. આ હત્યા અમે કરાવી છે. ભાઈઓ તમને જણાવવા માંગું છું કે, આ અમારા દુશ્મનો સાથે મળીને તેમને સહયોગ કરતો હતો. તેને પૂર્ણ રીતે મજબૂત કરવાનું કામ કરતો હતો અને રહી વાત અમારા દુશ્મનોની તો તેઓ પોતાના ઘરના અર્થી તૈયાર રાખે. જલ્દી જ તેમની સાથે પણ મુલાકાત થશે.

રાજસ્થાનના જયપુરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાથી રાજપૂત સમાજમાં રોષ છે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ટ્વિટ કરીને કહ્યું કે, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુખદેવ સિંહ ગોગામેડીજીની હત્યાના સમાચારથી સ્તબ્ધ છું. આ સંદર્ભમાં પોલીસ કમિશનર પાસેથી માહિતી લીધી છે અને આરોપીઓની જલ્દીથી ધરપકડ કરવા કહ્યું છે. સમાજના લોકોને શાંતિ અને ધીરજ રાખવી પડશે. ભાજપ સરકારે શપથ લેતા જ રાજ્યને ગુનામુક્ત કરવું અમારી પ્રાથમિકતામાં છે. ગોગામેડીજીની આત્માને પ્રભુ શાંતિ આપે. પરિવારજનો અને સમર્થકો-શુભચિંતકોને હિંમત મળે.

આ પણ વાંચો :-

ભારતના નવા નૌસેના ઉપ પ્રમુખ બનશે વાઇસ એડમીરલ દિનેશ ત્રિપાઠી

0

ભારત સરકારે એડમિરલ દિનેશ.કે.ત્રિપાઠીને ભારતીય નૌકાદળના વાઈસ ચીફના પદ પર બઢતી આપી છે. તેઓ આવતા વર્ષે જાન્યુઆરીમાં ચાર્જ સંભાળશે. દિનેશ ત્રિપાઠી હાલમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે સેવા આપી રહ્યા છે. દિનેશ ત્રિપાઠી નેવલ ફિલ્ડમાં ઘણા અનુભવો ધરાવે છે, તેઓ અગાઉ ચીફ ઑફ પર્સનલ, ફ્લીટ કમાન્ડર અને ભારતીય નૌકાદળના ફ્રન્ટ લાઈન ડિસ્ટ્રોયર્સના કમાન્ડના હોદ્દા સંભાળી ચૂક્યા છે.

જ્યારે નૌકાદળના ડેપ્યુટી ચીફ વાઈસ એડમિરલ એસ.જે. સિંહને પશ્ચિમી નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ બંને નિમણૂકો નવા વર્ષની શરૂઆતમાં અમલમાં આવશે. અન્ય નોંધપાત્ર ફેરફારમાં વાઈસ એડમિરલ શ્રીનિવાસ વેન્નમનો સમાવેશ થાય છે, જેઓ હાલમાં ન્યુક્લિયર સેફ્ટી ઈન્સ્પેક્ટર જનરલ તરીકે સેવા આપે છે. તેમને સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ નિમણૂકો મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં નૌકાદળ દિવસની ઉજવણી વચ્ચે થઈ છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભાગ લીધો હતો. સિંધુદુર્ગ કિલ્લાના ઐતિહાસિક મહત્વને દર્શાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “સિંધુદુર્ગની વિજયી ભૂમિ પરથી નેવી ડેની ઉજવણી ખરેખર અભૂતપૂર્વ ગર્વની ક્ષણ છે.  ભારતના ભાગ્યને ઘડવામાં નૌકાદળની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકતા પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ ભારતીય ઈતિહાસનો સમયગાળો છે જે માત્ર ૫-૧૦ વર્ષ જ નહીં પરંતુ આવનારી સદીઓ માટે દેશનું ભવિષ્ય લખશે.

આ પણ વાંચો :-

સુરતમાં ફરી એક વાર લાખોની MD ડ્રગ્સ સાથે બે પકડાયા

0

ગુજરાતમાં ઠેક-ઠેકાણેથી ડ્રગ્સનો વેપલો કરતા લોકો ઝડપાઈ રહ્યા છે. પોતાના જીવનને સુખ-સાહેબીમાં વ્યતીત કરવા માટે થઈને અન્યોના જીવતર સાથે ચેડાં કરતા આવા લોકોને ડામવા સુરત પોલીસ પણ કમર કસી રહી છે. તેવામાં ફરી એક વાર સુરતના રાંદેરમાં ડ્રગ્સ વેચતા એક મિયાં-બીવી ઝડપાયા છે. અયુબખાન પઠાણ અને ફરઝાના પઠાણ પોતાના મોજ-શોખ પુરા કરવા માટે ડ્રગ્સનો વેપાર કરતા હતા. પોલીસે બાતમીના આધારે બંનેની ધરપકડ કરીને જેલના સળિયા ગણતા કરી દીધા છે.

ડ્રગ્સનો જથ્થો મળી આવ્યા બાદ રાંદેર પોલીસે અયુબખાન રશિદખાન પઠાણ અને તેની બીવી ફરઝાનાબીબી અયુબખાન પઠાણને ઝડપી લીધા હતા. બંને આરોપીઓ સુરતના અલગ અલગ વિસ્તારમાં અવાવરું જગ્યામાં મેફેડ્રોન ડ્રગ્સનો  વેપલો કરતા હોવાની બાતમી પોલીસને મળી હતી. મળેલી બાતમીના આધારે રાંદેર પોલીસે તાડવાડી ગોમતીનગર મકાન નંબર બી-૨૨માં રહેતા અયુબખાન પઠાણને ત્યાં દરોડા પડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસને ડ્રગ્સનો જથ્થો પણ મળી આવ્યો હતો.

આ બંને પાસેથી પોલીસે ૧ લાખ કરતા વધુની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. બંને પેડલર્સની ધરપકડ બાદ પોલીસે તેમની પૂછપરછ આદરી હતી. મુંબઈ ખાતે રહેતી જુબેદા ખાતુન મેમણ નામની મહિલા તેમને ટકલા નામના વ્યક્તિ દ્વારા આ ડ્રગ્સનો જથ્થો પૂરો પાડતી હતી. આ બંને લોકો ડ્રગ્સ મેળવ્યા બાદ પોતાની ગાડીમાં તેનો વેપલો કરતા હતા.

પૂછપરછમાં બે નવા નામ સામે આવતા પોલીસે ટકલા તેમજ જુબેદા ખાતુનને ભાગેડુ જાહેર કરીને બંનેને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ દરમિયાન પોલીસે ઝડપાયેલા પેડલરોની ગાડી પણ જપ્ત કરી લીધી છે. પોલીસ તપાસમાં અન્ય એક તબસ્સુમ ઉર્ફે ઝોયા તાહિર દિવાન નામની મહિલાનું પણ નામ ખુલ્યું હતું, પોલીસે તેને પણ વોન્ટેડ જાહેર કરી છે.

આ પણ વાંચો :-

ગોરખપુર મેડિકલ કોલેજના પૂર્વ ડૉક્ટર કફીલ ખાનના વિરુદ્ધ નોંધાઈ FIR

0

ગોરખપુર મેડિકલ કોલેજના પૂર્વ ડૉક્ટર કફીલ ખાન ફરી એકવાર મુશ્કેલીમાં આવી શકે છે. લખનૌના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જેમાં કફીલ ખાન પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે અને તેના સહયોગીઓ સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે અને રમખાણો ફેલાવી શકે છે. એવો પણ આરોપ છે કે, કફીલ ખાને પોતાના પુસ્તકમાં સરકાર વિરોધી અને ભડકાઉ વાતો લખી છે. હાલ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

ડૉ. કફીલ ખાન વિરુદ્ધ કલમ ૧૫૩-B, ૧૪૩, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૫૦૪, ૫૦૫, ૨૯૮, ૨૯૫, ૨૯૫-A હેઠળ FIR નોંધવામાં આવી છે. કફીલ ખાન પર યોગી સરકારને ઉથલાવવા માટે રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. ફરિયાદી મનીષ શુક્લાએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે ગોરખપુર દુર્ઘટના પર ‘ગુપ્ત પુસ્તક’ આ જ હેતુથી ગુપ્ત રીતે ફેલાવવામાં આવી રહ્યું છે. ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે ‘ચાર-પાંચ લોકો ડૉ. કફીલ ખાન અને તેમના દ્વારા લખાયેલા પુસ્તકના નામે તોફાન કરવાની વાત કરી રહ્યા હતા. મનીષની ફરિયાદના આધારે ૧ ડિસેમ્બરે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કફીલ ખાન અને ચાર-પાંચ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો :-