ગોરખપુર મેડિકલ કોલેજના પૂર્વ ડૉક્ટર કફીલ ખાનના વિરુદ્ધ નોંધાઈ FIR

Share this story

ગોરખપુર મેડિકલ કોલેજના પૂર્વ ડૉક્ટર કફીલ ખાન ફરી એકવાર મુશ્કેલીમાં આવી શકે છે. લખનૌના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જેમાં કફીલ ખાન પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે અને તેના સહયોગીઓ સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે અને રમખાણો ફેલાવી શકે છે. એવો પણ આરોપ છે કે, કફીલ ખાને પોતાના પુસ્તકમાં સરકાર વિરોધી અને ભડકાઉ વાતો લખી છે. હાલ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

ડૉ. કફીલ ખાન વિરુદ્ધ કલમ ૧૫૩-B, ૧૪૩, ૪૬૫, ૪૬૭, ૪૭૧, ૫૦૪, ૫૦૫, ૨૯૮, ૨૯૫, ૨૯૫-A હેઠળ FIR નોંધવામાં આવી છે. કફીલ ખાન પર યોગી સરકારને ઉથલાવવા માટે રમખાણો ભડકાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. ફરિયાદી મનીષ શુક્લાએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે ગોરખપુર દુર્ઘટના પર ‘ગુપ્ત પુસ્તક’ આ જ હેતુથી ગુપ્ત રીતે ફેલાવવામાં આવી રહ્યું છે. ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે ‘ચાર-પાંચ લોકો ડૉ. કફીલ ખાન અને તેમના દ્વારા લખાયેલા પુસ્તકના નામે તોફાન કરવાની વાત કરી રહ્યા હતા. મનીષની ફરિયાદના આધારે ૧ ડિસેમ્બરે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કફીલ ખાન અને ચાર-પાંચ અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો :-