તેલંગાણામાં વાયુસેનાનું તાલીમાર્થી વિમાન ક્રેશમાં ૨ પાયલોટ જવાનના મોત

Share this story

તેલંગાણામાં પિલાટસ ટ્રેનર વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી વાયુસેનાના બે પાઈલટના મૃત્યુ થઈ ગયા છે. આ વિમાન ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જ્યારે તેણે તેલંગાણાના ડંડીગલમાં એરફોર્સ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન ઉડાન ભરી હતી. વાયુસેનાના અધિકારીઓએ કહ્યું કે મૃત્યુ પામનારા પાઇલટોમાંથી એક ટ્રેનર છે અને એક કેડેટ છે.

સોમવારે સવારે તેલંગાણાના મેડક જિલ્લામાં ભારતીય વાયુસેનાનું એક તાલીમાર્થી વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં બે અધિકારીઓ હતા. પોલીસે જણાવ્યું કે આ અકસ્માત જિલ્લાના તુપરન મંડલમાં થયો હતો. તેમણે કહ્યું કે દુર્ઘટના સમયે વિમાનમાં એક પ્રશિક્ષક અને એક તાલીમાર્થી પાયલટ હાજર હતા. મેડક જિલ્લામાં એરફોર્સનું તાલીમાર્થી વિમાન ક્રેશ થયું હતું. આ તાલીમાર્થી વિમાન હૈદરાબાદ-ડિંડીગુલ એરફોર્સનું હતું. મેડકની બહાર પરિધિ રાવેલીમાં પ્લેન ક્રેશ થયું હતું.

ભારતીય વાયુસેનાના એક અધિકારીએ કહ્યું કે એએફએ હૈદરાબાદથી નિયમિત ટ્રેનિંગ ઉડાન દરમિયાન આજે સવારે જ પિલાટ્સ પીસી ૭ એમકે II વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. વિમાનમાં સવાર બંને પાઈલટને ગંભીર ઈજા થઈ હતી. જોકે કોઈપણ નાગરિકોની જાનહાનિ કે માલહાનિના અહેવાલ આવ્યા નથી. આ મામલે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપી દેવાયા છે.

આ પણ વાંચો :-