Home Blog Page 872

ભાવનગરના અલંગ શિપરિસાયકલીંગ યાર્ડ માટે નવેમ્બર નિરાશાજનક, માત્ર ૧૦ જહાજ લાંગર્યા

0

ભાવનગર જિલ્લાના આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ યાર્ડમાં દોઢ વર્ષ બાદ ઓક્ટોબર મહિનો તેજીની આશા લઈને આવ્યો હતો. જેના કારણે નાણાંકીય વર્ષના બાકીના પાંચ મહિના શિપ બ્રેકીંગ ઉદ્યોગ મંદીના મોજામાંથી ઉગરેલો રહેશે તેવી આશા હતી. પરંતુ તેનાથી વિપરીત નવેમ્બર મહિનો નિરાશાજનક રહ્યો હોય તેમ અડધો અડધ જેટલા શિપની ઘટ સાથે માત્ર ૧૦ જહાજ કટિંગ થવા માટે અલંગના દરિયાકાંઠે લાંગર્યા હતા.

જહાજ ભાંગવા માટે એશિયામાં સૌથી મોટું સ્થાન ધરાવતા અલંગ શિપરિસાયકલીંગ યાર્ડ માટે ૨૦૨૩-૨૪નું નાણાંકીય વર્ષ એકંદરે નબળું સાબિત પૂરવાર થઈ રહ્યું છે. એકમાત્ર ઓક્ટોબર માસમાં એપ્રિલ-૨૦૨૨ પછી સૌથી વધું ૧૯ જહાજ ભંગાવવા માટે આખરી સફર ખેડી અલંગ પહોંચ્યા હતા. જેના કારણે અલંગ જહાજવાડા ઉપર દોઢ વર્ષથી લાગેલું મંદીનું ગ્રહણ હટી જશે. તેવી આશા જાગી હતી. પરંતુ નવેમ્બર મહિનામાં એ આશા ઉપર પાણી ફરી વળ્યું હોય તેમ ગત માસમાં અલંગમાં ભંગાવા આવેલા જહાજની સંખ્યા માંડ ૧૦ રહી હતી. હજુ પણ ૨૦૨૩ના છેલ્લા મહિના ડિસેમ્બરમાં નોંધપાત્ર કહીં શકાય એટલા શિપ અલંગ પહોંચશે તેવી આશા ધૂંધળી છે. જેના કારણે આ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાઈ રોજગારી મેળવતા લોકોની ચિંતા વધી છે. ઉલ્લેખનીય છે કે, નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના છેલ્લા આઠ માસમાં અલંગની અંતિમ સફરે કુલ ૮૧ આવ્યા છે. તેમાં પણ છેલ્લા ત્રણ માસમાં જ અડધો અધડ જેટલા ૪૧ શિપ સ્ક્રેપ થવા આવ્યાનું નોંધાયું છે.

આ પણ વાંચો :-

માતા વૈષ્ણોદેવીની યાત્રામાં હેલિકોપ્ટર સેવા શરૂ, જાણો બુકિંગના તમામ નિયમો

0

વૈષ્ણોદેવીની પવિત્ર યાત્રા દર વર્ષે લાખો ભક્તોને આકર્ષે છે. જો કે શ્રદ્ધાળુઓ કુલ ૧૩ કિમીની આ યાત્રા પગપાળા જ પૂર્ણ કરે છે, પરંતુ જે લોકો આ મુશ્કેલ યાત્રા પગપાળા પૂર્ણ કરી શકતા નથી તેઓ પણ માતા વૈષ્ણો દેવીના દર્શન સરળતાથી કરી શકે છે. હિમાલયના આકર્ષક દ્રશ્યો વચ્ચે ઝડપી અને વધુ આરામદાયક મુસાફરી ઇચ્છતા લોકો માટે, હેલિકોપ્ટર સેવા એ સારો ઓપ્શન છે. જે લોકો ખાસ કરીને વૃદ્વો પગપાળા મા ના દર્શન નથી કરી શકતા તેવા લોકો માટે હવે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે.

  • ઓનલાઈન બુકિંગ

  • શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://online.maavaishnodevi.org/ પર જવુ
  • હેલિકોપ્ટર સર્વિસ’ ઓપ્શનને સિલેક્ટ કરો અને જો તમારી પાસે પહેલેથી જ એકાઉન્ટ હોય તો લોગિન અથવા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરીને આગળ વધો.
  • તમારી ઇચ્છિત મુસાફરીની તારીખ, માર્ગ મુસાફરોની સંખ્યા અને પસંદગીનો સમય પસંદ કરો.
  • પેસેન્જરની માહિતી આપો અને પેમેન્ટની સુચનાઓનું પાલન કરો. ત્યારપછી તમને તમારી ઈ-ટિકિટ સાથે એક કન્ફર્મેશન ઈમેલ પ્રાપ્ત થશે.
  • ઑફલાઇન બુકિંગ

– કટરા ખાતેના હાલના હેલી-ટિકિટ કાઉન્ટર પર ઑફલાઇન ખરીદી માટે મર્યાદિત ટિકિટ ઉપલબ્ધ છે.
– આ કાઉન્ટર વહેલા તે પહેલાના ધોરણે ચાલે છે.
– તમામ મુસાફરોએ માન્ય આઈડી પ્રૂફ સાથે રાખવા જરૂરી છે.

મુસાફરીની તારીખના ૬૦ દિવસ પહેલા દરરોજ સવારે ૧૦:૦૦ વાગ્યે ખુલે છે. કાઉન્ટર દરરોજ સવારે ૭:૦૦ વાગ્યે ખુલે છે દરરોજ સવારે ૭:૦૦ થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી હવામાન પરવાનગી આપે છે. કટરાથી સાંજીછત સુધીનું વન-વે ભાડું અથવા તેનાથી વિપરીત વ્યક્તિ દીઠ રૂ. ૨૧૦૦ છે. કટરાથી સાંજીછટ સુધીની દ્વિ-માર્ગી ટિકિટ ૪૨૦૦ રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. ૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મફત પરિવહન કરવામાં આવે છે અને પુખ્ત વયના લોકોના ખોળામાં મુસાફરી કરવી આવશ્યક છે.

આ પણ વાંચો :-

મુસ્લિમ ભાઇએ હિન્દુ બહેનના લગ્નમાં મામેરા પેટે ૫ લાખ અને ઘરેણાં આપ્યા

0

મહેસાણા તાલુકાના મેવડ ગામમાં ગુરુવારે ચૌધરી પરિવારની દીકરીના લગ્નના માંડવે કોમી એક્તા ના તોરણ બંધાયાં હતાં. કડી તાલુકાના ભટાસણ ગામના સૈયદ પરિવારે રૂ.સવા પાંચ લાખની રોકડ, સોનાનો દાગીનો અને ૫ જોડી કપડાં સાથે હિન્દુ બહેનનું મામેરું ભર્યું હતું. જ્યારે સગા ભાઈઓએ  રૂ.૧૯ લાખનું મામેરું ભર્યું હતું. બહેનના ઘરે સગા ભાઇ અને માનેલા ભાઈઓએ મામેરાની વિધિ કરી ત્યારે હાજર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. મેવડ ગામના પારસંગભાઇ દેવજીભાઇ ચૌધરીએ જણાવ્યું કે, ભટાસણ ગામના સૈયદ પરિવાર સાથે છેલ્લા ૨૫ વર્ષથી અમારે પારિવારિક સંબંધો છે.

મહેસાણા તાલુકાના મેવડ ગામમાં ગુરુવારે ચૌધરી પરિવારની દીકરીના લગ્ન હતા. આ દીકરીના માંડવે કોમી એકતાના તોરણ બંધાયાં હતાં. વર્ષો પહેલાં ફારૂકભાઈ, ફઝલભાઇ, સલીમભાઈ, હારૂનભાઈ અને સાઈદભાઈએ મારી પત્ની પુરીબેનને બહેન માની છે. રક્ષાબંધન સહિત તહેવારો અને એકબીજાને પ્રસંગોપાત મળવાનું થતું રહે છે.  એક એવું ઉદાહરણ જોવા મળ્યું હતું જે દેશમાં બીજા લોકોને પણ પ્રેરણા આપશે. કડી તાલુકાના ભટાસણ ગામના સૈયદ પરિવારને ચૌધરી પરિવાર સાથે વ્યાવસાયિક સંબંધ અને ઘરોબો હતો. જેનાં કારણે સંબંધો એટલા આગળ વધ્યા કે મૈત્રી અને પારિવારિક સંબંધો હોય એમ તેઓ રહેતા હતા. એટલે સુધી કે ચૌધરી પરિવારની દીકરીનાં લગ્નમાં સૈયદ પરિવારે મામેરું ભર્યું હતું.

મામેરામાં સૈયદ પરિવાર તરફથી દીકરીને રૂ.સવા પાંચ લાખની રોકડ, સોનાનો દાગીનો અને ૫ જોડી કપડાં વગેરે આપવામાં આવ્યા હતા. મુસ્લિમ ધર્મ પાળતા મામા દ્વારા હિન્દુ બહેનનાં ઘરે મામેરું ભર્યું હતું. આ લગ્નમાં સગા ભાઈઓએ રૂ. ૧૯ લાખનું મામેરું ભર્યું હતું. જો કે હિન્દી ફિલ્મની કહેવત છે કે તોહફે કી કિમત નહીં દેને વાલે કી નિયત દેખી જાતી હૈ.

આ પણ વાંચો :-

અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર બહુ ઐશ્વર્યા રાયને અનફોલો કરી, જાણો શું છે નારાજગી નું કારણ

0

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેમના પરિવાર તેમજ શો ને ળઇમને અને ફિલ્મોને લઇને પણ પોસ્ટ કરતાં રહે છે. બિગ બીના ઈન્સ્ટાગ્રામ પર ૩૬.૩ મિલિયન ફોલોઅર્સ છે. આ સિવાય અમિતાભ ૭૪ લોકોને ફોલોબેક કરે છે. ખાસ વાત એ છે કે આ ૭૪ લોકોમાં અભિષેક બચ્ચન અને ઈન્ડસ્ટ્રીના તમામ સેલેબ્સ હાજર છે.

ઇન્સ્ટાગ્રામ પર બીગ બીના આટલા ફોલોવર્સ છે પરંતૂ બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ આ યાદીમાં નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, અમિતાભ બચ્ચને ક્યારેય ઐશને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કર્યું જ નથી. જ્યારે કેટલાક ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બચ્ચન પરિવારમાં કંઇક રંધાઇ રહ્યું છે.

તાજેતરમાં જ અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદાની પહેલી ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું પ્રીમિયર યોજાયું હતું, જ્યાં આખો બચ્ચન પરિવાર જોવા મળ્યો હતો. આ પ્રસંગે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, જયા બચ્ચન, આરાધ્યા બચ્ચન, અજિતાભ બચ્ચન, નિખિલ નંદા અને શ્વેતા બચ્ચન સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં ઐશ્વર્યાએ એ સમાચાર પર પણ પૂર્ણવિરામ મૂક્યું હતું જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે અભિનેત્રીએ અભિષેક બચ્ચનથી છૂટાછેડા લઈ લીધા છે.

આ પણ વાંચો :-

ઈઝરાઇલના હવાઈ હુમલામાં પેલેસ્ટિનિયન કવિ રેફાત અલારેરનું મોત

0

ઇઝરાઇલી સેના યુદ્ધના તમામ નિયમોનો ભંગ કરીને ગાઝા પટ્ટીમાં સામાન્ય નાગરિકોની હત્યા કરી રહી છે. ગુરુવારે ઇઝરાઇલી સેનાના રોકેટ મારામાં પેલેસ્ટિનિયન નાગરીકોએ તેમના પ્રિય કવિ રેફાત અલારીરને ગુમાવ્યા હતા, ઉત્તર ગાઝામાં ઇઝરાઇલી હુમલા તેમનું મોત નીપજ્યું હતું.

પેલેસ્ટિનિયન કવિ, લેખક, સાહિત્યના પ્રોફેસર અને એક્ટીવીસ્ટ ડૉ. રેફાત અલારેરને ટાર્ગેટેડ ઇઝરાઇલી હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. આ હુમલામાં તેમના ભાઈ, બહેન અને બહેનના ચાર બાળકો પણ માર્યા ગયા હતા. રેફાત અલારેર પરિવારમાં તેમની પત્ની નુસાયબા અને તેમના બાળકો જીવિત બચ્યા છે.

પેલેસ્ટિનિયન એક જાણીતા કવિ, લેખક અને સાહિત્યના વિદ્વાન હતા જે ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટીમાં સાહિત્ય શીખવતા હતા. અલારેર યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર હતા, જ્યાં તેઓ શેક્સપિયરનું સાહિત્ય અને અન્ય વિષયો શીખવતા હતા.

આ પણ વાંચો :-

અમદાવાદની એકલવ્ય સ્કૂલના કરાટે ટ્રેનર વિદ્યાર્થિનીઓને બતાવ્યો અશ્લીલ વીડિયો

0

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એકલવ્ય સ્કૂલના લંપટ શિક્ષકની કાળી કરતૂતથી વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. એકલવ્ય સ્કૂલના કરાટેના શિક્ષક દ્વારા ધોરણ ૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અશ્લીલ વીડિયો બતાવવામાં આવતા હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વાલીઓ દ્વારા સ્કૂલે જઈને હોબાળો મચાવવામાં આવતા લંપટ શિક્ષકને છૂટો કરી દેવામાં આવ્યો છે. તો આ મામલે વાલીઓએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

કરાટેના શિક્ષકના વિરોધમાં મોટી સંખ્યામાં વાલીઓએ સ્કૂલ ખાતે પહોંચી વિરોધ કર્યો હતો. સાથે જ વાલીઓએ આવું કૃત્ય કરનારા કરાટેના શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. મોટી સંખ્યામાં વાલીઓએ સ્કૂલ ખાતે પહોંચીને વિરોધ નોંધાવતા પોલીસનો કાફલો એકલવ્ય સ્કૂલ ખાતે દોડી આવ્યો હતો.

સુરત ડાયમંડ બૂર્સ બાંધકામ કોન્ટ્રાકટરના ૫૩૮ કરોડ બાકી હોવાનો દાવો, ૧૦૦કરોડની બેંક ગેરંટી જમા કરાવવા હુકમ

0

વિશ્વના સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગમાં જેનું નામ નોંધાવા જઈ રહ્યું છે. તે સુરત ડાયમંડ બુર્સ આગામી ૧૭મી ડિસેમ્બરના રોડ ઉદઘાટિત થવાનું છે. જો કે તે અગાઉ જ બાંધકામ કંપની કોર્ટમાં પહોંચી છે. બાંધકામના ૫૩૮ કરોડ ન ચૂકવાતા કંપની કોર્ટમાં ગઈ છે. જેમાં સેશન્સ કોર્ટે ૧૦૦ કરોડ રૂપિયાની બેંક ગેરંટી જમા કરાવવા માટે હુકમ કર્યો છે.

૧૭ ડિસેમ્બરે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરતના ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે. ત્યારે તે પહેલા જ એક વિવાદ સામે આવ્યો છે. ડાયમંડ બુર્સનું નિર્માણ કરનાર બાંધકામ કંપની પી એસ પી લીમીટેડ કંપનીને ડાયમંડ બુર્સના વહીવટદારોએ ઇમારત બાંધકામના ૫૩૮ કરોડ ન ચૂકવતા હવે તે બાંધકામ કંપનીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

આ પણ વાંચો :-

સુરતમાં વધુ એક ૪૦ વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત

0

સુરત શહેરમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે ઉગત વિસ્તારમાં એક ૪૦ વર્ષીય યુવકને ઘરે જ હાર્ટ એટેક આવી ગયો હતો. ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ખરાબ ખાવા પિવાની આદતો અને જીવન શૈલીના કારણે હાર્ટ એટેક જે અગાઉ ૬૦ વર્ષથી ઉપરની વ્યક્તિને આવતા હતાં તે હવે નાની ઉમરના વ્યક્તિઓને આવી રહ્યાં છે. જેથી આ બાબતોને તાત્કાલિક સુધારવી ખૂબ જ અનિવાર્ય છે.

સુરતમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. 40 વર્ષીય ચૈતન્ય પટેલને હાર્ટ અટેક આવતા તેમનું મોત થયું છે. ચૈતન્ય પરિવાર સાથે સુરતના ઉગત રોડ પર રહેતો હતો. ઘરે તેમને હાર્ટ અટેક આવતા તે અચાનક ઢળી પડ્યો હતો, બાદ તેમને સારવાર માટે તાબડતોબ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે તે પહેલા જ તેમનો મૃત્યુ થઇ ચૂક્યુ હતું. હોસ્પિટલમાં પહોંચતાં તબીબે ચૈતન્યને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે. આશાસ્પદ યુવકના અચાનક મૃત્યુથી પરિવાર સ્તબ્ધ છે.

આ પણ વાંચો :-

ઈરાકના યુનિવર્સિટીની હોસ્ટેલમાં આગ, ૧૪ વિદ્યાર્થીઓના મોત, ૧૮ ઘાયલ

0

ઈરાકના ઉત્તરી શહેર એર્બિલ નજીક યુનિવર્સિટીના ડોર્મિટરીમાં આગ લાગવાથી ૧૪ વિદ્યાર્થીઓના મોત થયા છે અને ૧૮ લોકો ઘાયલ થયા છે. સ્થાનિક આરોગ્ય નિર્દેશાલયના વડાએ જણાવ્યું હતું કે આ ઘટના એર્બિલના સોરાન શહેરમાં બની હતી.

ઈરાકમાં ઈમારતોમાં આગ જેવી ઘટનાઓ અવારનવાર બને છે. સલામતીના નિયમોની અવગણના કરીને ત્યાં ઘણીવાર બાંધકામો કરવામાં આવે છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પણ ઘણી બેદરકારી જોવા મળી રહી છે. ઈરાકમાં સરકારી તંત્રનું મૂળભૂત માળખું સતત તૂટી રહ્યું છે. દેશ દાયકાઓથી ભ્રષ્ટાચારથી પીડાઈ રહ્યું છે. જેનું પરિણામ દેશની વસ્તી ભોગવી રહી છે.

આ વર્ષે સપ્ટેમ્બરમાં ઉત્તરી ઈરાકી શહેર કારાકાસના એક ફંક્શન હોલમાં લગ્ન દરમિયાન લાગેલી આગમાં લગભગ ૧૦૦ લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાની તપાસમાં બહાર આવ્યું છે કે બિલ્ડિંગમાં કોઈ ઈમરજન્સી એક્ઝિટ ન હતી. જ્યારે તપાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરક્ષા નિયમોની અવગણના કરીને બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :-

અમદાવાદમાં EWS યોજનાના ૨૫૧૦ મકાનધારકોના હપ્તા બાકી, ૧૦૦ ટકા વ્યાજ માફી અપાશે

0

અમદાવાદ શહેરમાં ગરીબ અને આવાસ વિહોણા લોકોને પીએમ અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવામાં આવે છે. જેમાં ઈકોનોમિકલી વિકર સેક્શન એટલે કે આર્થિકરીતે નબળા લોકોને સબસિડી સાથે સસ્તા દરે મકાન આપવામાં આવે છે. જેમાં શરૂઆતમાં નજીવી રકમ ભર્યા બાદ દર મહિને હપતા ભરવાના હોય છે. પણ ઘણા લોકો મકાનનો કબજો લીધા બાદ નિયમિત હપતા ભરતા નથી. અમદાવાદ શહેરમાં જુદી જુદી ૧૪ જેટલી ઈવીએસ યોજનામાં ૨૫૧૦ જેટલા મકાનધારકો હપતા ભરતા નથી. આવા બાકીદારો માટે સરકારે પેનલ્ટી માફીની યોજના જાહેર કરી છે. જેમાં જે બાકીદારો બાકી હપતાની પુરે પુરી કરમ ભરી દેશે તેમને વ્યાજમાં ૧૦૦ ટકાની માફી આપવામાં આવશે.

અમદાવાદ શહેરમાં ઔડા દ્વારા ૨૦૦૧ થી ૨૦૦૮ સુધીમાં બનાવવામાં આવેલા EWS અને વામ્બે આવાસ યોજનાના મકાનો માસિક હપતાની ચુકવણીના શરતે લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. જેમાં કેટલાક લાભાર્થીઓ દ્વારા હજી સુધી માસિક હપતાની રકમ ભરવામાં આવતી નથી. ઔડાની બોર્ડ બેઠકમાં બાકી હપતા લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં લાભાર્થી એક સાથે માસિક હપતાની તમામ રકમની ચુકવણી કરે તો તેમને ૧૦૦ ટકા વ્યાજ માફી આપવામાં આવશે.

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા મળેલી બોર્ડ બેઠકમાં વન ટાઈમ સેટલમેન્ટ યોજના જાહેર કરાઈ છે. જેમાં ૧ જાન્યુઆરી ૨૦૨૪થી ૩૧ માર્ચ ૨૦૨૪ સુધીમાં  જે પણ લાભાર્થી પોતાના બાકી માસિક હપતાની બધી રકમ ભરી દેશે તો તેને સો ટકા પેનલ્ટીમાંથી મુક્તિ આપવામાં આવશે. કુલ ૨૫૧૦ જેટલા આવાસ યોજનાના મકાનોની માસિક હપ્તાની રકમની ચુકવણી બાકી છે. આ યોજના અંતર્ગત પેનલ્ટી માફીની રકમ રૂ.૧૯ કરોડ જેટલી થાય છે.

આ પણ વાંચો :-