વિશ્વના સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગમાં જેનું નામ નોંધાવા જઈ રહ્યું છે. તે સુરત ડાયમંડ બુર્સ આગામી ૧૭મી ડિસેમ્બરના રોડ ઉદઘાટિત થવાનું છે. જો કે તે અગાઉ જ બાંધકામ કંપની કોર્ટમાં પહોંચી છે. બાંધકામના ૫૩૮ કરોડ ન ચૂકવાતા કંપની કોર્ટમાં ગઈ છે. જેમાં સેશન્સ કોર્ટે ૧૦૦ કરોડ રૂપિયાની બેંક ગેરંટી જમા કરાવવા માટે હુકમ કર્યો છે.
૧૭ ડિસેમ્બરે વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ સુરતના ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે. ત્યારે તે પહેલા જ એક વિવાદ સામે આવ્યો છે. ડાયમંડ બુર્સનું નિર્માણ કરનાર બાંધકામ કંપની પી એસ પી લીમીટેડ કંપનીને ડાયમંડ બુર્સના વહીવટદારોએ ઇમારત બાંધકામના ૫૩૮ કરોડ ન ચૂકવતા હવે તે બાંધકામ કંપનીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
ડાયમંડ નગરી સુરતનું હીરાબુર્સ શરૂ થાય તે પહેલા જ એક વિવાદ સામે આવ્યો છે. વિગતો મુજબ બાંધકામ કરનાર PSP લિમિટેડ કંપનીને હીરાબુર્સ ૫૩૮ કરોડ ન ચૂકવાયા હોવાનું સામે આવ્યું છે. આ તરફ બાકી ચૂકવણાને લઇ PSP કંપનીએ કોર્ટમાં અરજી કરી હતી. જેને લઈ કોર્ટે ડાયમંડ બુર્સને એક સપ્તાહમાં ગેરન્ટી પેટે રકમ જમા કરાવવા હુકમ કર્યો છે. જેમાં ૧૦૦ કરોડ જેવી માતબર રકમની ગેરંટી જમા કરાવવા કોર્ટે આદેશ કર્યો છે.
આ પણ વાંચો :-