મુસ્લિમ ભાઇએ હિન્દુ બહેનના લગ્નમાં મામેરા પેટે ૫ લાખ અને ઘરેણાં આપ્યા

Share this story

મહેસાણા તાલુકાના મેવડ ગામમાં ગુરુવારે ચૌધરી પરિવારની દીકરીના લગ્નના માંડવે કોમી એક્તા ના તોરણ બંધાયાં હતાં. કડી તાલુકાના ભટાસણ ગામના સૈયદ પરિવારે રૂ.સવા પાંચ લાખની રોકડ, સોનાનો દાગીનો અને ૫ જોડી કપડાં સાથે હિન્દુ બહેનનું મામેરું ભર્યું હતું. જ્યારે સગા ભાઈઓએ  રૂ.૧૯ લાખનું મામેરું ભર્યું હતું. બહેનના ઘરે સગા ભાઇ અને માનેલા ભાઈઓએ મામેરાની વિધિ કરી ત્યારે હાજર લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. મેવડ ગામના પારસંગભાઇ દેવજીભાઇ ચૌધરીએ જણાવ્યું કે, ભટાસણ ગામના સૈયદ પરિવાર સાથે છેલ્લા ૨૫ વર્ષથી અમારે પારિવારિક સંબંધો છે.

મહેસાણા તાલુકાના મેવડ ગામમાં ગુરુવારે ચૌધરી પરિવારની દીકરીના લગ્ન હતા. આ દીકરીના માંડવે કોમી એકતાના તોરણ બંધાયાં હતાં. વર્ષો પહેલાં ફારૂકભાઈ, ફઝલભાઇ, સલીમભાઈ, હારૂનભાઈ અને સાઈદભાઈએ મારી પત્ની પુરીબેનને બહેન માની છે. રક્ષાબંધન સહિત તહેવારો અને એકબીજાને પ્રસંગોપાત મળવાનું થતું રહે છે.  એક એવું ઉદાહરણ જોવા મળ્યું હતું જે દેશમાં બીજા લોકોને પણ પ્રેરણા આપશે. કડી તાલુકાના ભટાસણ ગામના સૈયદ પરિવારને ચૌધરી પરિવાર સાથે વ્યાવસાયિક સંબંધ અને ઘરોબો હતો. જેનાં કારણે સંબંધો એટલા આગળ વધ્યા કે મૈત્રી અને પારિવારિક સંબંધો હોય એમ તેઓ રહેતા હતા. એટલે સુધી કે ચૌધરી પરિવારની દીકરીનાં લગ્નમાં સૈયદ પરિવારે મામેરું ભર્યું હતું.

મામેરામાં સૈયદ પરિવાર તરફથી દીકરીને રૂ.સવા પાંચ લાખની રોકડ, સોનાનો દાગીનો અને ૫ જોડી કપડાં વગેરે આપવામાં આવ્યા હતા. મુસ્લિમ ધર્મ પાળતા મામા દ્વારા હિન્દુ બહેનનાં ઘરે મામેરું ભર્યું હતું. આ લગ્નમાં સગા ભાઈઓએ રૂ. ૧૯ લાખનું મામેરું ભર્યું હતું. જો કે હિન્દી ફિલ્મની કહેવત છે કે તોહફે કી કિમત નહીં દેને વાલે કી નિયત દેખી જાતી હૈ.

આ પણ વાંચો :-