Home Blog Page 867

આંધ્ર પ્રદેશના ઈન્ડસ હોસ્પિટલમાં ભીષણ આગ, ૫૦થી વધુ દર્દીઓને બચાવાયા

0

વિશાખાપટ્ટનમની એક હોસ્પિટલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. વિશાખાપટ્ટનમની ઈન્ડસ હોસ્પિટલમાં બપોરે ૧૨ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ દુર્ઘટના ઇન્ડસ હોસ્પિટલના બીજા માળે સર્જાઈ હતી. હાલમાં ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે હાજર છે. દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ હજુ સુધી સામે આવ્યા નથી. અધિકારીઓનું કહેવું છે કે તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જો કે, આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

આ દુર્ઘટના ઇન્ડસ હોસ્પિટલના બીજા માળે સર્જાઈ હતી. ત્યાં લગભગ ૫૦-૭૦ દર્દીઓ હતા. અમે બધા દર્દીોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. આગનું કારણ ઓપરેશન થિયેટરમાં હોવાનું જણાય છે. જો કે આ મામલે હાલ કંઈ કહી શકાય તેમ નથી. તપાસ બાદ જ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાશે. ઘટનાઓના આઘાતજનક વળાંકમાં, દુર્ઘટનાએ વિશાખાપટ્ટનમના તબીબી લેન્ડસ્કેપને ત્રાટક્યું કારણ કે જગદંબા જંકશનની ઇન્ડસ હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટના બીજા માળે બની હતી, જે ગાઢ ધુમાડામાં ફેલાતી હતી.

હોસ્પિટલમાં અચાનક જ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓ, સગાં-વહાલા, ડૉક્ટરનો સ્ટાફ અને અન્ય કર્મચારી હોસ્પિટલની બહાર દોડી આવ્યા હતા. જો કે, સમયસર લોકો હોસ્પિટલની બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી. હાલ ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો :-

TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન રાજ્યસભામાંથી સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ

0

તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયનને સમગ્ર શિયાળુ સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે નિયમ ૨૫૬ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા પણ ડેરેક ઓ બ્રાયન સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી. આજે રાજ્યસભાએ “અપમાનજનક ગેરવર્તણૂક” માટે TMC સાંસદ ડેરેક ઓ’બ્રાયનને શિયાળુ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર અનુસાર, ડેરેક ઓ’બ્રાયને સૂત્રોચ્ચાર કર્યા અને ગૃહની કાર્યવાહી ખોરવી નાખી હતી.

સંસદની સુરક્ષામાં ચુકને લઈને આજે બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો અને રાજ્યસભામાં વિપક્ષના સભ્યો સતત આક્રમક વલણ અપનાવી રહ્યા હતા ત્યારે ડેરેક ઓ’બ્રાયન સંસદમાં સુરક્ષામાં ચુકને લઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરતા-કરતા તેઓ વેલમાં આવી ઘૂસી ગયા હતા. આ પછી રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને ગુસ્સે થયા હતા અને ડેરેક ઓ’બ્રાયનને તાત્કાલિક સદન છોડવાનું કહ્યું હતું. આ પછી અધ્યક્ષે તેમને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા હતા. તેમની સામે નિયમ ૨૫૬ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ મામલે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું હતું કે ડેરેક ઓ બ્રાયન સૂત્રોચ્ચાર કરતા-કરતા વેલમાં આવી ગયા હતા અને તેમણે ગૃહની કાર્યવાહીમાં પણ ખલેલ પહોંચાડી હતી. ડેરેક ઓ’બ્રાયન ઉપરાંત અન્ય વિપક્ષી સાંસદોને પણ અધ્યક્ષ દ્વારા સુત્રોચ્ચાર અંગે ચેતવણી આપવામાં આવી હતી. જોકે અધ્યક્ષની વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું. હાલમાં રાજ્યસભા સ્થગિત કરવામાં આવી છે. સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે, જે ૪ ડિસેમ્બરથી શરૂ થયુ હતું અને ૨૨ ડિસેમ્બર સુધી ચાલશે.

આ પણ વાંચો :-

અમદાવાદ હાઈવે પર ટ્રક અને બે કાર વચ્ચે ભયાનક અકસ્માત, ત્રણ લોકોના મોત

0

ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, તેમાં પણ ખાસ કરીને હાઈવે પર અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આજે રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. અકસ્મતાને પગલે રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. હાલ પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

રાજકોટ-અમદાવાદ હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં માલિયાસણ નજીક ટ્રક અને બે કાર વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો અને પતરા તોડીને મૃતદેહને બહાર કાઢ્યા હતા. હાલ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોચવા રવાના થઈ છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે.

હજુ ગઈકાલે જ પાટણ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં પાટણ જિલ્લાના સાંતલપુરના ફાંગલીથી ચારણકા રોડ પર સ્વિફ્ટ કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જ જંગલી પશુ વચ્ચે આવી જતાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પાણીના ખાડામાં પડતા ડૂબી જવાથી કારમાં સવાર ૭ લોકોમાંથી એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :-

ચેન્નઈના દરિયામાં ઓઈલ લીક ભયાનક બન્યું, વૈજ્ઞાનિકોએ કહ્યું – ‘હવે બહું મોડું કરી દીધું…’

0

ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (CPCL)ની રિફાઈનરીમાંથી અઠવાડિયા પહેલાથી શરુ થયેલું ઓઈલ લીકેજ હજુ અટક્યું નથી. કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ જણાવ્યું કે રિફાઇનરીમાંથી લીક થયેલું ઓઈલ હવે સમુદ્રમાં ૨૦ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગયું છે. જેને કારણે સમુદ્રી જીવસૃષ્ટિને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે અને માછીમારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે..

ઓઈલ લીક થવાને કારણે ચેન્નાઈની ઈકો-સેન્સિટિવ એન્નોર ક્રીકને વધુને વધુ નુકશાન પહોંચી રહ્યું છે. કોસસ્થલાઇ નદીમાં પણ ઓઈલ ફેલાઈ ગયું છે. દરિયાકિનારા અને ફિશિંગ બોટ પર પણ ઓઈલના નિશાન જોઈ શકાય છે.
તમિલનાડુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે તેની તપાસ દરમિયાન CPCLમાં સ્ટોર્મ વોટર મેનેજમેન્ટની પૂરતી વ્યવસ્થામાં ખામીઓ મળી આવી હતી. આ કારણે ગયા અઠવાડિયે ચક્રવાત મિગજોમ દરમિયાન આવેલા પૂરને કારણે ઓઈલ લીક થયું હતું.

એક માછીમારે કહ્યું કે હવે આ ક્ષેત્રમાં માછલીઓ જ નથી, જે હતી તે બધી મરી ગઈ છે. અમારી આજીવિકા જ ખતમ થઈ ગઈ. ઓઈલ લીકને ફેલાતો રોકવા માટે તેલ બૂમર્સ, સ્કિમર્સ અને ગલી સકર જેવી સ્પિલ રોકથામ વિધિઓ શરૂ તો કરાઈ પરંતુ પર્યાવરણવિદ્ નિત્યાનંદ જયારમને કહ્યું કે હવે બહું મોડું થઈ ગયું છે. તેમણે શરૂઆતમાં જ તેલ બૂમર લગાવવાની જરૂર હતી અને ઓઈલ લીકને બંધ કરવાની જરૂર હતી પણ હવે તપાસ કરવામાં પણ વિલંબ કરી દીધો છે. પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ આ અખાતને હવે મોટું નુકસાન થશે.

આ પણ વાંચો :-

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી લીધો મોટો નિર્ણય, ધાર્મિક સ્થળોએ અમાન્ય લાઉડસ્પીકર પર પ્રતિબંધ

0

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી, મોહન યાદવે બુધવારે પોતાનો પહેલો મોટો નિર્ણય લીધો અને ધાર્મિક તથા જાહેર સ્થળોએ અમાન્ય લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. ઉજ્જૈન દક્ષિણના ભાજપના ધારાસભ્ય મોહન યાદવે ગઈકાલે બુધવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

સીએમ ડો. મોહન યાદવે બુધવારે જ મંત્રાલય સ્થિત મુખ્યમંત્રીના રૂમમાં વિધિવત પૂજા કર્યા બાદ ચાર્જ સંભાળ્યો હતો. તેમણે ચાર્જ સંભાળતાની સાથે જ આ આદેશ આપ્યો છે. આ આદેશ હેઠળ રાજ્યમાં લાઉડ સ્પીકરના મોટા અવાજ પર અંકુશ લગાવવામાં આવ્યો છે. આ અંતર્ગત જો લાઉડસ્પીકર નિર્ધારિત ડેસિબલથી વધુ અવાજે વગાડવામાં આવશે તો તેના પર પ્રતિબંધ લગાવવામાં આવશે. આ આદેશ માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન ટાંકવામાં આવી છે.

૧૩ ડિસેમ્બર ૨૦૨૩ના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ધાર્મિક નેતાઓ સાથે યોગ્ય સંચાર અને સંકલન કર્યા પછી મંદિરો અને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર દૂર કરવાના પ્રયાસો કરવામાં આવશે. નિયમોનું પાલન ન કરતા ધાર્મિક સ્થળોની યાદી તૈયાર કરવામાં આવશે. આદેશમાં વધુમાં જણાવાયું છે કે, લાઉડસ્પીકરના બિનજરૂરી ઉપયોગથી અવાજનું પ્રદૂષણ થાય છે, જેનાથી કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની માનવ ક્ષમતામાં ઘટાડો થાય છે અને મોડી રાત્રે તેનો ઉપયોગ લોકોની ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. તેથી લાઉડ સ્પીકર કે ડીજેનો દુરુપયોગ ન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સીએમ મોહન યાદવ આરએસએસ સાથે જોડાયેલા છે. તેમના પ્રથમ આદેશને લઈને અટકળો અને ચર્ચાઓનું બજાર ગરમ થઈ ગયું છે. આ પહેલા શિવરાજ સરકારમાં ડો. મોહન યાદવ શિક્ષણ મંત્રી પદ પર હતા. તેમણે ૨૦૨૧માં કોલેજોમાં હિન્દુ મહાકાવ્ય ‘શ્રી રામચરિતમાનસ’ને વૈકલ્પિક વિષય બનાવવાની જાહેરાત કરી હતી. મોહન યાદવને હિન્દુત્વના પ્રખર સમર્થક માનવામાં આવે છે.

આ પણ વાંચો :-

અલ્હાબાદ યુનિવર્સિટીના હોસ્ટેલમાં બોમ્બ બનાવતી વખતે બ્લાસ્ટ થતાં વિદ્યાર્થી ઘાયલ

0

અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના પીસીબી હોસ્ટેલના રૂમ નંબર ૬૮માં એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં પ્રભાત નામનો વિદ્યાર્થી ગંભીર રીતે ઘવાયો હતો. તેના હાથનો એક પંજો જ ગાયબ થઇ ગયો અને છાતીમાં બોમ્બના છરાં વાગ્યા હતા. પીસીબીના આ રૂમમાં આ વિદ્યાર્થી કબજો કરીને ગેરકાયદે રીતે રહેતો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરી છે.

બોમ્બ વિસ્ફોટને કારણે હોસ્ટેલમાં અફરાતફરી મચી ગઈ હતી. બોમ્બ વિસ્ફોટને કારણે પ્રભાત નામનો વિદ્યાર્થી ઘાયલ થયો હતો. તેના એક હાથનો પંજો ઉડી ગયો હતો અને તેની છાતીમાં બોમ્બના ટુકડા પણ વાગ્યા હતા. જાણકારી મુજબ વિદ્યાર્થી આ રૂમ પર કબજો કરી ગેરકાયદેસર રીતે રહેતો હતો. વિદ્યાર્થી કથિત રીતે બોમ્બ બનાવી રહ્યો હતો, એ દરમિયાન થયેલા વિસ્ફોટને કારણે તેના જમણા હાથને ગંભીર ઈજા પહોંચી છે.

વિદ્યાર્થીઓની મદદથી ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. વિદ્યાર્થીને ગંભીર હાલતમાં SRN હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બુધવારે સાંજે તે કથિત રીતે બોમ્બ બનાવી રહ્યો હતો જ્યારે અચાનક વિસ્ફોટમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનામાં અન્ય એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ છે. ફરિયાદના આધારે પોલીસ પ્રભાત યાદવ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધશે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં કોલ્ડવેવ લઈ ને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

0

રાજ્યમાં હવામાન વિભાગે ઠંડીને લઈ લધુ એકવાર આગાહી કરી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી 3 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેમજ રાજ્યના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયો છે. તાપમાન ૨થી ૩ ડિગ્રી વધશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઊંચકાશે તેમજ રાજ્યમાં નલિયામાં સૌથી નીચું ૧૦ ડિગ્રી તાપમાન નોંધાશે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે ગુજરાત સહિત ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવશે. રાજસ્થાન, ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષાની પણ શકયતા છે તેમજ ૧૬મી ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે

આ પણ વાંચો :-

સંસદ ભવનની સુરક્ષા ચૂકમાં જવાબદાર ૮ લોકો સસ્પેન્ડ, ૫ લોકોની ધરપકડ

0

સંસદની સુરક્ષામાં ક્ષતિના મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સંસદ ભવન સુરક્ષા કર્મચારીઓ સાથે જોડાયેલા 8 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદ સુરક્ષા સ્ટાફના જે ૮ લોકોના નામ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના નામ રામપાલ, અરવિંદ, વીરદાસ, ગણેશ, અનિલ, પ્રદીપ, વિમિત, નરેન્દ્ર છે. ૧૩ ડિસેમ્બરે બનેલી ઘટના બાદ સંસદમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મકર ગેટથી માત્ર સાંસદોને જ સંસદભવનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે અને બિલ્ડિંગમાં પ્રવેશનાર તમામ વ્યક્તિઓના પગરખાં કાઢીને તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

આ મુદ્દાને લઈ લોકસભાની કાર્યવાહીની શરૂઆતથી વિપક્ષો ગૃહમાં હોબાળો કરી રહ્યા હતા. જેને લઈ લોકસભા બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. વિપક્ષી સાંસદોએ આ ઘટનાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી છે . રાજ્યસભાના સાંસદ ડૉ. સૈયદ નાસિર હુસૈને નિયમ ૨૬૭ હેઠળ બિઝનેસ સસ્પેન્શન નોટિસ આપી છે, જેમાં સંસદની સુરક્ષા ઉલ્લંઘનની ઘટના પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માંગણી કરવામાં આવી છે.

સંસદ ભવનમાં હુમલો કરનારા તમામ આરોપીઓ વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ FIR નોંધવામાં આવી છે. આ કેસની તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કરી રહી છે. પૂછપરછ દરમિયાન, ધરપકડ કરાયેલા ચાર આરોપીઓએ ખુલાસો કર્યો છે કે તેઓ ખેડૂતો, બેરોજગારી અને મણિપુરના મુદ્દા પર સરકારનું ધ્યાન દોરવા માગતા હતા.

બુધવારે સંસદની સુરક્ષામાં મોટી ખોટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે. ભારે પોલીસ અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો આ વિસ્તારમાંથી પસાર થતા દરેક વાહન અને વ્યક્તિની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, લોકસભા સચિવાલયે સાંસદોને તેમના ‘સ્માર્ટ કાર્ડ’ નવા બિલ્ડિંગ સુધી પહોંચવા માટે તૈયાર રાખવા જણાવ્યું હતું.

આ પણ વાંચો :-

૧૪ ડિસેમ્બર, ૨૦૨૩/ આ રાશિ માટે તીર્થયાત્રા-પ્રવાસ શક્ય, શુભ કાર્યોનું આયોજન થઈ શકે, જાણો આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતાં તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા. હયાત તથા નવા રોકાણો ફાયદાકારક નીવડે. ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બને છે. ચામડીના તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

વૃષભઃ

દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો બને. નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ છે. કાર્યક્ષેત્રે સંઘર્ષનું પ્રમાણ વધારે રહે. જીવનસાથી સાથે  પ્રેમ જળવાય. પરિવારના સભ્યોએ પડવા-વાગવાથી સાચવવું.

મિથુનઃ

સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. આવક-જાવકનું પાસુ સરભર થતું જણાય. નાણાંકીય રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પ ખીલવી શકશો. ધંધાકીય ક્ષેત્રે લાભ. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કુટુંબના સભ્યો સાથે મનમેળ જળવાશે. મિત્રોના સહકારથી આર્થિક લાભ મળતો જણાય. અગત્યના કાર્યો પૂર્ણ થતા જણાય. સ્વાસ્થ્ય સારૂ રહેશે. આકસ્મિક ધનલાભના યોગ છે.

સિંહઃ

સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાતા જણાય. આદ્યા‌ત્મિકતામાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મગજમાં ઇજા થાય તો સાવધાની જરૂરી. સફેદ વસ્તુ, કાપડના ધંધામાં વિશેષ લાભ.

કન્યાઃ

નવી નોકરી કે ધંધાની શરૂઆત થતી જણાય. વાકચાતુર્ય દ્વારા સફળતા પ્રાપ્‍ત થાય. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. દિવસ દરમ્યાન ટુકડે ટુકડે આવક  મળતી રહે. વિશ્વાસઘાતનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવંુ.

તુલાઃ

નસીબનો સાથ મળતાં ઓછી મહેનતે વધુ આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃશ્ચિકઃ

આવકમાં વધારો થતો જણાય. આકસ્મિક ધનલાભના યોગ છે. પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સંતાન સાથે વાદવિવાદ ટાળવો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ થતી જણાય છે.

ધનઃ

માનસિક શાંતિ-આનંદમાં વધારો થાય. ડોકટર, બેંક, ધર્મ કે જ્યોતિષને લગતા ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. ગુપ્‍તાંગ સંબંધી વ્યાધીથી સાવચેતી જરૂરી. સ્થાવર-જંગમ મિલકતથી લાભ.

મકરઃ

દિવસ દરમ્યાન થોડી ઉદાસીનતા વર્તાય. વાયુનો ઉપદ્રવ વધતો જણાય. સાંધાના દુઃખાવાથી પરેશાની રહે. અગત્યના રોકાણો મુલતવી રાખવા. છતાં લક્ષ્મીની વખતસર હેરફેર થતાં, આવશ્યક કાર્યો પૂરા કરી શકાય.

કુંભઃ

નાણાંકીય પાસુ મજબૂત બને. શેરબજાર ટ્રાવેલીંગ, સ્ત્રી શણગાર ક્ષેત્રે લાભ મેળવવો શક્ય બને. સંતાનની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય. ભાગ્ય સારૂ છે. નાના એક-બે દિવસના પ્રવાસનો યોગ બને છે.

મીનઃ

મનોબળ મજબૂત બને. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થતો જણાય. હાડકા અને આંખની કાળજી જરૂરી છે.

આ પણ વાંચો :-

પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે પ્રિ એક્ટિવ સિમકાર્ડ વેચવાના રેકેટનો પર્દાફાશ, ૮૪ કાર્ડ સાથે ૩ ઝડપાયા

0

પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે પ્રિ એક્ટિવ સિમકાર્ડ વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરતના સિંગણપુર વિસ્તાર ખાતે આવેલી નવજીવન સોસાયટી માંથી પોલીસે ૮૪ સીમકાર્ડ સાથે વીઆઈના એજન્ટ સહીત ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. આ કેસમાં પકડાયેલા આરોપીઓ આઈડી પ્રુફ વગર લોકોને ઊંચી કિંમતે સીમકાર્ડ વેચતા હોવાની વાતનો ખુલાસો થયો છે.

પીસીબીના PI આર.એસ.સુવેરાની સૂચનાથી સ્ટાફે અડાજણ બસ પોર્ટ પાસેથી પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડ વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. જેમાં ૩ની ધરપકડ કરવામાં આવી છે. VI કંપનીનો એજન્ટ ID વગર સીમકાર્ડ ઊંચી કિંમતે વેચતો હતો. જેમાં ૮૪ સીમકાર્ડ, ૪ મોબાઈલ મળી કુલ્લે ૪૫૭૭૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

સીમ કાર્ડ આપનાર રુદ્ર અને ખરીદનાર જય વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે. રીઢા ગુનેગારો ડમી સીમકાર્ડનો ઉપયોગ કરે છે. એક જ ગ્રાહકના નામે બે સીમકાર્ડ એક્ટીવ કરતા હતા. ત્યારબાદ વેચી મારવામાં આવતાં હતાં. આ કાર્ડનો ઉપયોગ બેનંબરી ધંધા અથવા તો દેશ વિરોધી પ્રવૃતિમાં પણ થઈ શકતા હોય છે. જેથી પોલીસે આરોપીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-