Home Blog Page 865

હિન્દુત્વ પર ભાજપ કોંગ્રેસને કઈ રીતે ઘેરશે, આવતા મહિને શ્રેષ્ઠ તક

0

અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામમંદિરનું ઉદ્ઘાટન ૨૦૨૪ના જાન્યુઆરી મહિનામાં થવાનું છે. દેશના વડાપ્રધાન સહિત દુનિયાભરથી ૧૦ હજાર મહેમાનો આ ઐતિહાસિક મહોત્સવનો લાહવો લેવાના છે.  રામલલાના આ મંદિરના નિર્માણમાં અત્યાર સુધી ૯૦૦ કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. રામ મંદિર ટ્રસ્ટના સંચાલક ચંપત રાયે ગઈકાલે જણાવ્યું કે, ૫ ફેબ્રુઆરી ૨૦૨૦ થી ૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં ૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને હજુ ટ્રસ્ટ પાસે 3000 કરોડનો ફંડ બચ્યો છે.

સોનિયા, મલ્લિકાર્જુન ખડગે સહિતના કોંગ્રેસના નેતાઓ રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપશે નહીં. રામ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમની અયોધ્યામાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. ૨૨ જાન્યુઆરીએ યોજાનાર આ કાર્યક્રમમાં લગભગ ૮ હજાર લોકો હાજર રહેશે. જેમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ, નેતાઓ, સંતો અને હસ્તીઓ સામેલ થશે. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને પણ વિરોધ પક્ષ કોંગ્રેસ તરફથી આમંત્રણ મળ્યું છે.

આગામી દિવસોમાં દેશના અનેક રાજકીય પક્ષોના પ્રમુખોને આમંત્રણ આપવામાં આવશે. રાજકીય પક્ષોના વડાઓને બોલાવવામાં આવી રહ્યા હોવાનું ટ્રસ્ટના સૂત્રો કહે છે. આ સિવાય બંધારણીય હોદ્દા પર રહેલા અગ્રણી લોકો અને અન્ય કેટલીક હસ્તીઓને પણ બોલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત વિવિધ અખાડા અને સંપ્રદાય સાથે જોડાયેલા સંતોને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. શીખ, બૌદ્ધ અને જૈન સંપ્રદાયના લોકોને પણ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.

દરમિયાન કોંગ્રેસના નેતાઓ કાર્યક્રમમાં ન આવવાને લઈને ચર્ચાઓ તેજ બની શકે છે. વાસ્તવમાં જો કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં હાજર નહીં રહે તો ભાજપ તેના પર હુમલો કરી શકે છે. અગાઉ પણ ભાજપ હિંદુત્વના મુદ્દે કોંગ્રેસને ઘેરી રહ્યું છે અને હવે જો કોંગ્રેસના નેતાઓ આ કાર્યક્રમમાં હાજર નહીં રહે તો તેને નવી તક મળી શકે છે. જો કે હજુ સુધી કોંગ્રેસના કોઈ નેતા તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી. રાહુલ ગાંધી કે પ્રિયંકા વાડ્રાને કોંગ્રેસ તરફથી રામ મંદિરના ઉદ્ઘાટનમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું નથી. પાર્ટી ચીફ ખડગે, પૂર્વ પીએમ મનમોહન સિંહ અને લોકસભાના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય સોનિયા ગાંધીને વરિષ્ઠ નેતા તરીકે બોલાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

૨૧,ડિસેમ્બર ૨૦૨૩/ આ રાશિના જાતકોનો ગુરુવાર રહેશે નિરાશાજનક, અચાનક તબિયત બગડશે, પ્રેમ સંબંધોમાં આવશે તિરાડ, જુઓ આજનું રાશિ ભવિસ્ય

0

મેષઃ

નીતિ અનુસાર કામ કરવાની ઇચ્છા પ્રબળ બનશે. ઉદારતાની ભાવના રહેશે. નાણાંકીય બાબતોમાં લાભ મેળવી શકાશે. સરકારને લગતા તથા ન્યાયક્ષેત્ર સંબંધિત કાર્યોમાં સાવધાની રાખવી હિતાવહ.

વૃષભઃ

મોજ શોખમાં રસ વધે. ગુસ્સા પર કાબું રાખવો જરૂરી. ખોટા રોકાણથી નાણાં ફસાઇ જવાની શક્યતા છે. સંતાન સંબંધીચિંતા રહે. સાસરા પક્ષથી લાભ. આરોગ્ય સારૂ. નોકરી-ધંધામાં રાહત.

મિથુનઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થાય. આદ્યાત્મિક બાબતોમાં અભિરૂચિ વધે. નોકરી-ધંધામાં પ્રગતિ થવાથી આવકમાં વધારો આવતો જણાય. કરેલા રોકાણોનું સારૂ ફળ મળતુ જણાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

કર્કઃ

આનંદ-ઉત્સાહ ભર્યો દિવસ. જમીન-મકાનની દલાલી રાજકીય કાર્યોમાં સફળતા મળતી જણાય. દામ્પત્ય સુખમાં વધારો. અપરિણિતને જીવનસાથી મળવાની શક્યતા. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

સિંહઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. પરિવારમાં આનંદ-ઉત્સાહ જળવાય. સંતાનોની ચિંતા રહે. જળથી થતા રોગોની કાળજી રાખવી જરૂરી. નોકરીમાં બઢતીના યોગ બને છે.

કન્યાઃ

ભાગ્ય બળવાન બનતું જણાય. સાહિત્યના ક્ષેત્રમાં રસ વધે. આવકમાં વધારો થતો જણાય. હાડકા સંબંધી તકલીફો અનુભવાય. સંતાનથી પ્રેમ મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. ધંધામાં નવી તક મળતી જણાય.

તુલાઃ

સંઘર્ષ પછી સફળતા મળતી જણાય. નાના ભાઇ બહેન સાથે વાદ-વિવાદ ટાળવા. પરિવારમાં અસંતોષની ભાવના વધે. અગત્યના કાર્ય મુલતવી રાખવા. ભાગ્યવૃધ્ધિ થતી જણાય.

વૃશ્ચિકઃ

નાના ભાઇ બહેન તરફથી ચિંતા રહે. એમની તબિયતની કાળજી રાખવી જરૂરી. કાર્યક્ષેત્રે સફળતા મળે. સ્થાવર-જંગમ મિલકતોથી લાભ. સંતાન તરફથી આનંદ. આરોગ્ય બળવાન.

ધનઃ

હૃદયમાં અજંપો રહે. માનસિક ઉચાટ ઉપર કાબુ રાખવો. આવકમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય સારૂં રહે. સામાન્ય શરદી-કફની શક્યતા છે.

મકરઃ

દિવસ દરમ્યાન ઉદાસીનતા અનુભવાય. આવક-જાવક સરભર થતા જણાય. પરિવારમાં સ્નેહ વધે. સ્ત્રી વર્ગ તરફથી લાભ. માથાનો દુઃખાવો રહે. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય. નોકરી-ધંધામાં પ્રગતિ.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આવકમાં વૃધ્ધિ થાય. ફસાયેલા નાણાં છુટા થાય. રોકાણોથી લાભ મેળવવો શક્ય બને. સંતાન સંબંધી ચિંતા રહે. દેવું કરવાથી દૂર રહેવું. ખર્ચનું પ્રમાણ વધે.

મીનઃ

ઘણો લાભ રહે. શુભ તત્વનો અહેસાસ થાય. પ્રેમ સંબંધો વધે. આવક વધે. ઝવેરાત-સોનું ચાંદી ખરીદવાના પ્રસંગો ઉભા થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પગના તળિયામાં દુઃખાવો જણાય.

ખાલીસ્થાની અમૃતપાલ સિંહનું એન્કાઉન્ટર

0

અમૃતસરમાં ગેંગસ્ટર અમૃતપાલ સિંહ અનેપંજાબ પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં અમૃતપાલ સિંહ ઠાર કરાયો છે. આ અંગે પોલીસ જણાવતા કહ્યું કે, માર્યો ગયેલો ગેંગ્સ્ટર જાટનો સાગરિત હતો.જેના પર ચાર લોકોની હત્યાનો આરોપ હતો હકીકતમાં ધરપકડ કરાયેલા ૨૨ વર્ષીય ગેંગસ્ટર અમૃતપાલ સિંહને બે કિલોગ્રામ હેરોઈન રિક્વર કરવા માટે જંડિયાલા ગુરુ લઈ જવામાં આવ્યો હતો.

જવાબી કાર્યવાહીમાં પોલીસી ટીમે પણ ફાયરિંગ કર્યું હતું જેથી આરોપી મૃત્યુ પામ્યો હતો. આ ઉપરાંત એન્કાઉન્ટરમાં એક અધિકારી ઘાયલ હોવાનું કહેવાય છે. અમૃતસર ગ્રામીણ વરિષ્ઠ પોલીસ અધિક્ષક સતીન્દર સિંહે કહ્યું કે પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે તેણે ૨ કિલો હેરોઈન છુપાવ્યું હતું. અમે તેને ડ્રગ્સ રિકવર કરવા માટે અહીં લાવ્યા હતા. તેણે ડ્રગ્સની સાથે એક પિસ્તોલ છુપાવી હતી, જેમાંથી તેણે ફાયરિંગ કર્યું.

તેણે કહ્યું કે હાથકડી પહેરીને તેણે ત્યાં છુપાયેલી પિસ્તોલથી પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું અને ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસ ટીમે ગોળીબાર કર્યો, જેમાં ગેંગસ્ટરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અને આ ઘટનામાં બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા.

ગેંગસ્ટર દ્વારા ફાયરિંગમાં વપરાયેલ ૯ MMની પિસ્તોલ અને ૩૦ કારતૂસ મળી આવ્યા છે. SSP સતીન્દર સિંહે કહ્યું કે હાલમાં તે કઈ ગેંગ સાથે સંકળાયેલો હતો તેની તપાસ કરાઈ રહી છે. અમરી તાજેતરમાં જંડિયાલા ગુરુના બાબા, સાજન પ્રધાન, જેઈ અને અન્ય એકની હત્યામાં સામેલ હતો.તેમણે કહ્યું કે આ મામલે મેજિસ્ટ્રેટ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ થશે.

આ પણ વાંચો :-

વધુ બે સાંસદો લોકસભામાંથી સસ્પેન્ડ સંખ્યા હવે ૧૪૩ આ લોકો સામે કાર્યવાહી

0

બુધવારે વધુ બે વિપક્ષી સભ્યોને લોકસભામાં પ્લેકાર્ડ પ્રદર્શિત કરવા અને ગૃહની અવમાનના બદલ સંસંદના વર્તમાન શિયાળુ સત્રના બાકીના સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સુરક્ષામાં ચૂક મુદ્દે ચાલુ હંગામા વચ્ચે લોકસભામાંથી વધુ બે સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આજે સદનની અવમાનના મામલે સ્પીકરે બે વિપક્ષી સાંસદ સી થોમસ અને એએમ આરિફને સંસદ સત્રના બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરી દીધા છે. અત્યાર સુધી લોકસભા અને રાજ્યસભાના કુલ ૧૪૩ સાંસદોની હકાલપટ્ટી કરવામાં આવી ચૂકી છે.

ફોજદારી કાયદા સંબંધિત ત્રણ બિલો પર ચર્ચા દરમિયાન સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ બે વિપક્ષી સભ્યો-સી. થોમસ અને એ.એમ. આરિકનું નામ લેતા, અધ્યક્ષની અવમાનના બદલ સંસદના વર્તમાન સત્રના બાકીના સમયગાળા માટે તેમને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી, જેને ગૃહ દ્વારા અવાજ મત દ્વારા પસાર કરવામાં આવી હતી. આરિફ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માર્કેસિસ્ટના સાંસદ છે અને સી. થોમસ કેરળ કોંગ્રેસના છે.

રાષ્ટ્રીય જનતા દળના નેતા મનોજ ઝાએ કહ્યું, અમે ચંદ્રનો ટુકડો નથી માગી રહ્યા.. અમે બંને ગૃહોમાં ગૃહમંત્રીનું નિવેદન ઈચ્છીએ છીએ. સુરક્ષા ક્ષતિને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ગણવો જોઈએ. જ્યારે અમે ગૃહમંત્રીના નિવેદનની માંગણી કરી ત્યારે આટલી મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો, તમે લોકશાહી માતાની હત્યા કરવાનો કોન્ટ્રાક્ટ લીધો છે અને તમે તે જ કરી રહ્યા છો. તમે પ્રતિકાર મુક્ત શેરીઓ અને વિપક્ષ મુક્ત સંસદ માંગો છો. અભિનંદન મોદીજી. તમે આ દેશને એક પક્ષના શાસનની વ્યવસ્થા તરફ લઈ જઈ રહ્યા છો” છેલ્લા કેટલાક દિવસોમાં, ૧૪૩ સાંસદોને પ્લેકાર્ડ લહેરાવવા અને ગૃહમાં સૂત્રોચ્ચાર કરવા બદલ લોકસભા અને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટમાંથી મોટો ફટકો, અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકશે નહિઁ

0

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગ્યો છે. કોલોરાડો રાજ્યની મુખ્ય અદાલતે મંગળવારે કેપિટલ હિંસા કેસમાં ટ્રમ્પને યુએસ બંધારણ હેઠળ રાષ્ટ્રપતિ પદ માટે અયોગ્ય જાહેર કર્યા છે. કોર્ટે રિપબ્લિકન પાર્ટી તરફથી વ્હાઈટ હાઉસની રેસમા સામેલ રિપબ્લિકન પાર્ટીના મુખ્ય દાવેદાર ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ માટેના રાજ્યના પ્રાથમિક મતદાનમાંથી દૂર કર્યા છે.

રાજ્યની સર્વોચ્ચ અદાલતનો નિર્ણય માત્ર કોલોરાડોને જ લાગુ પડે છે, પરંતુ ઐતિહાસિક નિર્ણય ૨૦૨૪ના રાષ્ટ્રપતિ અભિયાનને અસર કરશે. કોલોરાડોના ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું છે કે ૫મી માર્ચની GOP પ્રાઈમરી માટે ઉમેદવારોની નક્કી કરવાની વૈધાનિક સમયમર્યાદા, જાન્યુઆરી ૫ સુધીમાં કેસનો ઉકેલ લાવવાની જરૂર છે.

કોર્ટ કહે છે કે જ્યારે રાષ્ટ્રપતિ, ટ્રમ્પે માત્ર હુમલાને ઉશ્કેર્યો ન હતો, ત્યારે પણ કેપિટોલ હિલ ઘેરાબંધી હેઠળ હતી, તેમણે વારંવાર કહ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ (માઇક) પેન્સે તેમની બંધારણીય ફરજ બજાવવાનો ઇનકાર કરવો જોઈએ. તે જ સમયે, સેનેટરોને બોલાવવામાં આવ્યા હતા અને ચૂંટણી મતોની ગણતરી રોકવા માટે કહેવામાં આવ્યું હતું. ટ્રમ્પ કેપિટોલ હિલ હુમલામાં સામેલ છે.

આ સિવાય કોર્ટે ટ્રમ્પના ભાષણની સ્વતંત્રતાના દાવાને ફગાવી દીધા હતા. એ પણ કહ્યું કે ૬ જાન્યુઆરીએ ટ્રમ્પનું ભાષણ પ્રથમ સુધારા દ્વારા સુરક્ષિત નથી. હકીકતમાં, ગૃહયુદ્ધ પછી બહાલી આપવામાં આવેલ ૧૪મો સુધારો, જણાવે છે કે જે અધિકારીઓ બંધારણને સમર્થન આપવા માટે શપથ લે છે તેઓ જો બળવામાં જોડાય તો ભવિષ્યમાં સેવા આપવા પર પ્રતિબંધ છે. જો કે, તે પ્રમુખપદની મુદતનો સ્પષ્ટ ઉલ્લેખ કરતું નથી અને ૧૯૧૯ થી માત્ર બે વાર જ આગ્રહ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

કોરોના સંક્રમણ કેસ વધતા દેશમાં એલર્ટ

0

કોરોનાએ ફરીવાર ઉથલો મારતા ચિંતા વધારી દીધી છે. સ્વાસ્થય મંત્રાલયની વેબસાઈટ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં COVID-૧૯ના ૩૪૧ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે કેરળમાં ૩ દર્દીના મૃત્યુ થયા છે. ૩૪૧ કોરોના સંક્રમણ કેસોમાંથી ૨૯૨ કેસ તો કેરળના હતા. જો કે, અચાનક જ કોરોનાએ વાપસી કરતા કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સતર્ક રહેવા જણાવ્યું છે. તેમજ રાજ્ય સરકારને સજ્જ રહેવા માટે નિર્દેશો આપ્યા છે.

દેશમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓને મળ્યા હતા. તેમણે રાજ્ય સરકારોને અપીલ કરી કે આપણે રાજકારણને બાજુ પર રાખીને સાથે મળીને કામ કરવું પડશે. સાવધાન રહેવાની જરૂર છે. હોસ્પિટલોની સજ્જતા માટે મોક ડ્રીલ, દેખરેખ અને શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મહત્ત્વનું છે કે કેરળ બાદ મહારાષ્ટ્ર અને ગોવામાં પણ કોરોના વેરિયન્ટે દસ્તક આપી છે.

આ બેઠકમાં સ્વાસ્થ્ય સુવિધાઓ અને કોરોના કેસો સામેની તૈયારી તેમજ સંક્રમણ થતા રોકવાના ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આ એક બીજા સાથે મળીને કામ કરવાનો સમય છે અને સંપૂર્ણ સરકારી અભિગમ સાથે મળીને કામ કરવાનો સમય છે. આપણે એલર્ટ રહેવાની જરુર છે પરંતુ ગભરાવાની કોઈ જરુર નથી. તેમણે આગળ કહ્યું કે હોસ્પિટલની તૈયારી, દેખરેખમાં વધારો અને લોકો સાથે અસરકારક સંચારની મોક ડ્રીલ સાથે તૈયાર રહેવું ખુબ જ મહત્વપૂર્ણ છે. દર ત્રણ મહિનામાં એકવાર જરુર હોસ્પિટલોમાં મોકડ્રીલ થવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર તરફથી દરેક પ્રકારના સમર્થનની હું ખાતરી આપું છું.

આ પણ વાંચો :-

સુરતમાં લાપતા ધર્મેન્દ્ર કદમનો મૃતદેહ મેટ્રોના ખાડામાંથી મળી આવ્યો

0

સુરતના રાંદેર વિસ્તારમાં પાલનપુર પાટિયા વિસ્તારમાંથી બે દિવસ અગાઉ એક શ્રમજીવી ગૂમ થયો હતો. જે આજે બે દિવસ બાદ મેટ્રોના પાણી ભરેલા ખાડામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. ખાડામાં કોઇનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ ઘટના સ્થળે ઘણા લોકો ભેગા થઇ ગયાં હતાં. આખરે ભીડને જોઇ ખાડાની નજીકથી પસાર થતા શ્રમજીવીના બનેવીએ સાળાની ઓળખ કરી પરિવારને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.

મૃતક યુવાનના ભાઈ હિતેશ કદમ એ જણાવ્યુ હતુ કે, એમનો ૩૭ વર્ષીય ભાઈ ધર્મેશ કદમ રવિવારે રાત્રે એમના ઘરેથી બેનને ઓટોમાં મૂકવા માટે નીકળ્યો હતો. પાછા ઘરે આવતી વખતે એ એમના પિતા માટે ફ્રૂટ લાવવાનો હતો. પરંતુ ધર્મેશ મોડી રાત સુધી ઘરે પાછો ફર્યો ન હતો. હિતેશ કદમે કહ્યું કે, ભાઈની સગા સંબંધી ત્યાં શોધખોળ કરી હતી પરંતુ એમની કોઈ ભાળ મળી ન હતી. ૨૪ કલાક સુધી ધર્મેશ કદમની ઘરે આવવાની રાહ જોયા પછી પરિવાર દ્વારા રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી કરવામાં આવી હતી.

હિતેશ કદમે જણાવ્યું હતું કે, મેટ્રો રેલના કર્મચારીઓ કહ્યું હતું કે જે ખાડા ખોદાયા છે એમાં ગટરનું પાણી ભરાઈ જાય છે અને દરરોજ પાણી ખાલી કરવામાં આવે છે. હિતેશે કર્મચારીઓને પૂછ્યું હતું કે, રવિવારે રાતથી એમનો ભાઈ એ ખાડામાં પડી ગયેલો છે તો સોમવારે કેમ પાણી ખાલી કરવાની કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. એમના ભાઈની મોતની પાછળ મેટ્રો રેલ પ્રોજેક્ટના અધિકારીઓની બેદરકારી છે.

આ પણ વાંચો :-

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં COVID-૧૯ના ૩૪૧ નવા કેસ, કેરળમાં ૩ દર્દીઓના મોત

0

કોરોના સંક્રમણને લઇને સૌથી વધુ ચિંતા કેરળમાં વધી રહી છે. ત્રણ વર્ષ પહેલા સંક્રમણ શરૂ થયા પછી કોરોનામાં મૃતકોની સંખ્યા ૭૨ હજાર ૫૬ સુધી પહોંચી ગઇ છે. કેરળમાં તાજેતરમાં કોરોના વાયરસના નવા સબ વેરિએન્ટ જેએન.૧ની ખબર પડી હતી. કેન્દ્ર સરકારે રાજ્યોને કોઇ પણ રીતની સ્થિતિ સામે લડવા માટે તૈયાર રહેવાની સલાહ આપી છે.

ઠંડી વધવાની સાથે કોરોનાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે, જેને કારણે પ્રસાશનની ચિંતા વધી રહી છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં COVID-૧૯ ના ૩૪૧ નવા કેસ નોંધાયા છે, જ્યારે કેરળમાં ૩ દર્દીઓના મોત થયા છે.

આજે સવારે ૮ વાગ્યા સુધી દેશભરમાં નોંધાયેલા ૩૪૧ કોવિડ-૧૯ ના કેસોમાંથી ૨૯૨ માત્ર કેરળના છે. આ ઉપરાંત તમિલનાડુમાં ૧૩, મહારાષ્ટ્રમાં ૧૧, કર્ણાટકમાં ૯ તેલંગાણા અને પુડુચેરી ૪-૪, દિલ્હી અને ગુજરાત ૩, પંજાબ અને ગોવા ૧ કેસ નોંધાયા છે. આ સાથે બુધવારે ભારતમાં એક્ટીવ કેસલોડ વધીને ૨,૩૧૧ થયો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કોવિડ-૧૯ કેસ અને મૃત્યુમાં અચાનક વધારાની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં આ બેઠક મળી રહી છે.

આ પણ વાંચો :-

સુરતમાં ચપ્પુ વડે જીવલેણ હુમલો કરનાર બે આરોપી દેશી પિસ્તોલ સાથે ઝડપાયા

0

સુરતના લિંબાયતના શ્રીરામ ચોકમાં જાહેરમાં એક યુવકને ત્રણેક દિવસ અગાઉ ચપ્પુના ઘા મારી જીવલેણ ઇજા પહોંચાડી હતી. ત્યારબાગ નાસી જનાર રીઢા ગુનેગાર બારકુ વાઘ તથા દિનેશ પાટીલને ગણતરીના દિવસોમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ, જીવતો કારતુસ, તથા બે છરા સાથે ઝડપી પાડ્યાં છે. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કેસ કરી લિંબાયત તથા ડીંડોલી પોલીસ સ્ટેશનના બે ગુના ડિટેક્ટ કર્યા છે.

  • જયેશ ઉર્ફે બારકુ યુવરાજ વાઘ, ઉ.૨૨, રહે-પ્લોટ નં.૮૦ આર.ડી.નગર નવાગામ ડીંડોલી સુરત તથા મૂળ વતન ગામ- નાંદેડ, તા. ચોપડા , જીલ્લો- જલગાંવ (મહારાષ્ટ્ર)
  •  દિનેશ ઉર્ફે દિનીયો રાજેશ પાટીલ વાઘ, ઉ.૨૧, રહે- ફ્લેટ નં. એ/૮૦૪ સુમન સંગિત આવાસ ગોડાદરા સુરત તથા મૂળ વતન ગામ- આચડ ગાંવ, તા.પારોલા, જીલ્લો- જલગાંવ (મહારાષ્ટ્ર)

આરોપી જયેશ ઉર્ફે બારકુ વાઘની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે લિંબાયતમાં રહેતા રાકેશ ગોરખ વાઘે સને-૨૦૧૯ માં ડોંડેઈચા મહારાષ્ટ્રમાં પોતાના મોટાભાઈનું મર્ડર કરાવી નાખેલ તેનો બદલો લેવા માટે આજથી દોઢેક મહિના પહેલા શીરપુર મહારાષ્ટ્રના અનિકેત નામના ઈસમ પાસેથી રૂપિયા ૩૫,૦૦૦ માં દેશી હાથ બનાવટની પિસ્તોલ લીધેલ હતી.” અત્રે ઉલ્લેખનીય છે કે જયેશ ઉર્ફે બારકુ વાઘે સને-૨૦૧૯ માં ગુજસીટોક ના આરોપી મનિયા ડુક્કર સાથે મળીને સુરત વી.આર. મોલ પાસે પવન નામના છોકરાનું મર્ડર કરેલ હતું, સને૨૦૧૭ માં લિંબાયત મદનપુરામાં કાશીનાથ પાટીલનું મર્ડર કરેલ હતું. જયેશ ઉર્ફે બારકુ વાઘ અત્યાર સુધી ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશનના ગુનાઓ તથા મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા છે. જ્યારે દિનેશ ઉર્ફે દિનીયો પાટીલ ભૂતકાળમાં બે ખૂન, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશનના ગુનાઓ, તથા મારામારી સહિતના ૧૦ થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ રીઢો આરોપી છે. બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન-૦૨ ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલ છે

આ પણ વાંચો :-

સુરતમાં માતાએ પહેલા બન્ને બાળકોને દૂધમાં ઝેર આપી પોતે પણ ગટગટાવ્યું ઝેર

0

સુરતના પાલી ગામમાં રહેતી અન્નુ નામની મહિલાએ બે બાળકોને દૂધમાં ઝેર પીવડાવીને પોતે પણ ઝેર ગટગટાવ્યું હતું.જે બાદ માતા અને બંને બાળકોને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ દોડી આવી હતી. મહિલાના પાડોશીઓએ કહ્યું કે, અન્નું નામની મહિલાના બીજા લગ્ન હતાં જ્યાએ આ બન્ને બાળકો પહેલા પતિના હતાં. બીજો પતિ પણ અલગ રહે છે.

બન્ને બાળકોને ઝેર આપી આપઘાતનો પ્રયાસ કરવા અંગેનું કારણ હાલ અકબંધ રહ્યું છે. જેથી પોલીસે હાલ આગળની તપાસ હાથ ધરી છે. જો કે, મહિલાનો બીજા પતિ તેનાથી અલગ રહેતો હોવાથી બન્ને વચ્ચે ચાલતા અણબનાવ કે અન્ય કારણોસર પણ મહિલાએ વખ ઘોળ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ મહિલાના બીજા લગ્ન થયા છે અને આ બાળકો પહેલા પતિના છે. ઘણાં સમયથી બીજો પતિ પણ તેનાથી અલગ રહે છે. હાલ પોલીસે આજુબાજુમાં રહેતા લોકોની પૂછપરછ હાથ ધરી છે. હજુ સુધી સામૂહિક આપઘાતના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.