સુરતમાં લાપતા ધર્મેન્દ્ર કદમનો મૃતદેહ મેટ્રોના ખાડામાંથી મળી આવ્યો

Share this story

સુરતના રાંદેર વિસ્તારમાં પાલનપુર પાટિયા વિસ્તારમાંથી બે દિવસ અગાઉ એક શ્રમજીવી ગૂમ થયો હતો. જે આજે બે દિવસ બાદ મેટ્રોના પાણી ભરેલા ખાડામાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો. ખાડામાં કોઇનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ ઘટના સ્થળે ઘણા લોકો ભેગા થઇ ગયાં હતાં. આખરે ભીડને જોઇ ખાડાની નજીકથી પસાર થતા શ્રમજીવીના બનેવીએ સાળાની ઓળખ કરી પરિવારને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.

મૃતક યુવાનના ભાઈ હિતેશ કદમ એ જણાવ્યુ હતુ કે, એમનો ૩૭ વર્ષીય ભાઈ ધર્મેશ કદમ રવિવારે રાત્રે એમના ઘરેથી બેનને ઓટોમાં મૂકવા માટે નીકળ્યો હતો. પાછા ઘરે આવતી વખતે એ એમના પિતા માટે ફ્રૂટ લાવવાનો હતો. પરંતુ ધર્મેશ મોડી રાત સુધી ઘરે પાછો ફર્યો ન હતો. હિતેશ કદમે કહ્યું કે, ભાઈની સગા સંબંધી ત્યાં શોધખોળ કરી હતી પરંતુ એમની કોઈ ભાળ મળી ન હતી. ૨૪ કલાક સુધી ધર્મેશ કદમની ઘરે આવવાની રાહ જોયા પછી પરિવાર દ્વારા રાંદેર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી કરવામાં આવી હતી.

હિતેશ કદમે જણાવ્યું હતું કે, મેટ્રો રેલના કર્મચારીઓ કહ્યું હતું કે જે ખાડા ખોદાયા છે એમાં ગટરનું પાણી ભરાઈ જાય છે અને દરરોજ પાણી ખાલી કરવામાં આવે છે. હિતેશે કર્મચારીઓને પૂછ્યું હતું કે, રવિવારે રાતથી એમનો ભાઈ એ ખાડામાં પડી ગયેલો છે તો સોમવારે કેમ પાણી ખાલી કરવાની કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. એમના ભાઈની મોતની પાછળ મેટ્રો રેલ પ્રોજેક્ટના અધિકારીઓની બેદરકારી છે.

આ પણ વાંચો :-